નવા વર્ષની સહુને હાર્દિક શુભેચ્છા !

હિંદુઓ, ધર્મનિરપેક્ષ ભારત પર હિંદુ રાષ્ટ્રની ગૂડી ઊભી કરવા માટે પ્રતિબદ્ધ થાવ !
‘વર્તમાનમાં કદી પણ નહોતો એવો સનાતન ધર્મની જાગૃતિના સંદર્ભમાં અનુકૂળ કાળ છે. તેનું એક ઉદાહરણ એટલે આ વર્ષે ૧૪૪ વર્ષ પછી આવેલા પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) ખાતેના મહાકુંભમેળામાં ૬૬ કરોડ હિંદુઓએ ગંગાસ્નાન કરવું. આનો અર્થ સનાતન ધર્મનું અભિમાન જાળવનારા ભારતમાંના આશરે ૫૦ ટકા હિંદુઓએ ગંગાસ્નાન કર્યું. આ સનાતની હિંદુઓમાંની જાગૃતિનો પરમોચ્ચ સમય છે.
વર્તમાનમાં સનાતન ધર્મ, સંસ્કૃતિ, કાળગણના, સંસ્કૃત, ગોમાતા, ગંગા, મંદિરો ઇત્યાદિ હિંદુ ધર્મનાં માનબિંદુઓ સંકટમાં છે. જો ખરા અર્થમાં ભારતમાં આવેલી ધર્મગ્લાનિ દૂર કરવી હોય, તો ‘ધર્મનિરપેક્ષ ભારતમાં સનાતન ધર્માધિષ્ઠિત રાજ્યવ્યવસ્થા નિર્માણ કરવી’, એ જ ચિરસ્થાયી (કાયમી) ઉપાય છે. તેથી જાગૃતાવસ્થામાં આવેલા હિંદુઓમાં હવે બંધારણીય ધર્મનિરપેક્ષતાએ ભારતની અને સનાતન ધર્મની કરેલી પરમ અધોગતિ વિશે જાગૃતિ કરવી તેમજ વિદ્યમાન ધર્મનિરપેક્ષ ભારતમાં ‘હિંદુ રાષ્ટ્ર’ની સ્થાપના કરવા માટે ઉદ્યુક્ત કરવા અતિ આવશ્યક છે; તેથી જ હિંદુઓ, સનાતન ધર્મશાસ્ત્ર અનુસાર સાડાત્રણ મુહૂર્તોમાંથી એક મુહૂર્ત રહેલા ગૂડી પડવાની યુગાદિ તિથિએ ભારત પર હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માટે પ્રતિબદ્ધ થાવ !’
– સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલે, સંસ્થાપક, સનાતન સંસ્થા