બ્રહ્મધ્‍વજ પૂજા-વિધિ

Article also available in :

હિંદુઓનો વર્ષ આરંભનો દિવસ એટલે વર્ષ-પ્રતિપદા અર્થાત્ ગૂડીપડવો. ગૂડીપડવાને દિવસે સૂર્યોદય પછી તરત જ ગૂડીનું પૂજન કરીને ગૂડી ઊભી કરવી, એવું શાસ્‍ત્રમાં કહ્યું છે. ગૂડીનું પૂજન શાસ્‍ત્ર અનુસાર કેવી રીતે કરવું, એ મંત્રો સહિત વાચકો માટે અત્રે આપી રહ્યા છીએ. પ્રત્‍યક્ષમાં ગૂડી જે સ્‍થાન પર ઊભી કરવાની હોય, તે સ્‍થાન પર ગૂડી ઊભી કરીને પૂજન કરવું.

 

ગૂડી પૂજન ચલચિત્રપટ (વિડિઓ)

પ્રત્‍યક્ષ પૂજાવિધિ

सर्वेभ्यो देवेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः ।

 

૧. આચમન કરવું

‘ડાબા હાથમાં આચમની લેવી. જમણી હથેળીમાં પાણી લેવું. આગળ જણાવેલાં નામો લેતાં લેતાં કૃતિ કરવી.

श्री केशवाय नमः ।

(પાણી મોઢામાં લેવું)

श्री नारायणाय नमः ।

(પાણી મોઢામાં લેવું)

श्री माधवाय नमः ।

(પાણી મોઢામાં લેવું)

श्री गोविंदाय नमः ।

(આમ બોલતા બોલતા જમણી હથેળીમાંથી તરભાણામાં પાણી છોડવું.)

(હાથ લૂછી લેવા અને જોડવા.)

‘श्री विष्णवे नमः ।’ થી ‘श्रीकृष्णाय नमः ।’   સુધીના શ્રીવિષ્‍ણુનાં ૨૦ નામો બોલવા.

‘श्री विष्णवे नमः । श्री मधुसूदनाय नमः । श्री त्रिविक्रमाय नमः । श्री वामनाय नमः । श्रीधराय नमः । श्री हृषीकेशाय नमः । श्री पद्मनाभाय नमः । श्री दामोदराय नमः । श्री संकर्षणाय नमः । श्री वासुदेवाय नमः । श्री प्रद्युम्नाय नमः । श्री अनिरुद्धाय नमः । श्री पुरुषोत्तमाय नमः । श्री अधोक्षजाय नमः । श्री नारसिंहाय नमः । श्री अच्युताय नमः । श्री जनार्दनाय नमः । श्री उपेंद्राय नमः । श्री हरये नमः । श्रीकृष्णाय नमः ।’

 

૨. પુનરાચમ્‍ય

પુનરાચમ્‍ય અર્થાત્ ઉપર આપ્‍યા પ્રમાણે ફરી એકવાર આચમન કરવું

 

૩. હાથ જોડીને બોલવું

ગૂડીને નમસ્‍કાર કરતી વેળા

इष्टदेवताभ्यो नमः । कुलदेवताभ्यो नमः । ग्रामदेवताभ्यो नमः । स्थान देवताभ्यो नमः । वास्तुदेवताभ्यो नमः । आदित्यादि नवग्रहदेवताभ्यो नमः । सर्वेभ्यो देवेभ्यो नमः । सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः ।

 

૪. દેશકાળ

આંખોને પાણી લગાડવું. (ભારતના લોકોએ બોલવાનો દેશકાળ)

श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे विष्णुपदे श्रीश्वेत-वाराहकल्पे वैवस्वत मन्वंतरे अष्टाविंशतितमे युगे युगचतुष्के कलियुगे कलि प्रथम चरणे जंबुद्वीपे भरतवर्षे भरतखंडे दक्षिणापथे रामक्षेत्रे बौद्धावतारे दंडकारण्ये देशे गोदावर्याः दक्षिणतीरे शालिवाहन शके अस्मिन् वर्तमाने विश्वावसु नाम संवत्सरे, उत्तरायणे, वसंतऋतौ, चैत्रमासे, शुक्लपक्षे, प्रतिपद् तिथौ, भानु(रवि) वासरे, रेवती दिवस नक्षत्रे, ऐंद्र योगे, बव करणे, मीन स्थिते वर्तमाने श्रीचंद्रे, मीन स्थिते वर्तमाने श्रीसूर्ये, वृषभ स्थिते वर्तमाने श्रीदेवगुरौ, मीन स्थिते वर्तमाने श्रीशनैश्चरे एवं ग्रहगुणविशेषेणविशिष्टायां शुभपुण्यतिथौ

 

૫. સંકલ્‍પ કરવો

પવાલામાંના અક્ષત જમણા હાથની આંગળીઓથી લઈને હથેળી ઉપરની દિશામાં કરવી. ત્‍યાર પછીસરકાવીને અંગૂઠો છોડતાં વધેલી ચાર આંગળીઓ પરથી અક્ષત ધીમે ધીમે હથેળી પર  લઈ આવવા. પોતાના ગોત્ર અને નામનું ઉચ્‍ચારણ કરવું, ઉદા. ‘કાશ્‍યપ ગોત્ર અને બાલકૃષ્‍ણ નામ’ હોય તો ‘काश्यप गोत्रे उत्पन्नः बाळकृष्ण शर्मा अहं’, એમ બોલીને આગળ આપેલો સંકલ્‍પ કરવો.

‘अस्माकं सर्वेषां, सह कुटुंबानां, सह परिवाराणां, क्षेम, स्थैर्य, अभय, विजय, आयुःआरोग्य प्राप्त्यर्थं अस्मिन् प्राप्त नूतन वत्सरे, अस्मद् गृहे, अब्दांतः नित्य मंगल अवाप्तये ध्वजारोपण पूर्वकं पूजनं तथा आरोग्य अवाप्तये निंबपत्र भक्षणं च करिष्ये । निर्विघ्नता सिद्ध्यर्थं महागणपति पूजनं / स्मरणं करिष्ये । कलश, घंटा, दीप पूजां करिष्ये ।’

(‘કરિષ્‍યે’ બોલતી વેળાએ જમણા હાથમાંના અક્ષત પર પાણી રેડીને તરભાણામાં છોડવું અને હાથ લૂછી લેવા. જેમને ગણપતિ પૂજન કરવાનું આવડતું હોય, તેમણે ‘પૂજનં કરિષ્‍યે’, એમ બોલવું અને સોપારી અથવા નારિયેળ પર શ્રી ગણપતિની પૂજા કરવી. જેમને આવડતું ન હોય, તેમણે ‘સ્‍મરણં કરિષ્‍યે’, એમ બોલવું અને નીચે આપ્‍યા પ્રમાણે ગણપતિનું સ્‍મરણ કરવું.)

 

૬. શ્રી ગણપતિસ્‍મરણ

वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ ।
निर्विघ्नं कुरू मे देव सर्वकार्येषु सर्वदा ।।
महागणपतिं चिंतयामि नमः ।

 

૭. કલશ, ઘંટડી, દીપ પૂજન કરવું

ગંધ-પુષ્‍પ અક્ષત ચઢાવીને કલશ, ઘંટડી, દીપ પૂજન કરવું.

१. कलशाय नमः । सकल पूजार्थे गंधाक्षत पुष्पं समर्पयामि ।
२. घंटिकायै नमः । सकल पूजार्थे गंधाक्षत पुष्पं समर्पयामि ।
३. दीपदेवताभ्यो नमः । सकल पूजार्थे गंधाक्षत पुष्पं समर्पयामि ।

 

૮. બ્રહ્મધ્‍વજ પૂજા

ગૂડીપૂજન

ॐ ब्रह्मध्वजाय नमः । ध्यायामि ।

(હાથ જોડવા.)

ॐ ब्रह्मध्वजाय नमः । विलेपनार्थे चंदनं समर्पयामि ।

(ગંધ લગાડવું)

ॐ ब्रह्मध्वजाय नमः । मंगलार्थे हरिद्रां समर्पयामि ।

(હળદર ચઢાવવી)

ॐ ब्रह्मध्वजाय नमः । मंगलार्थे कुंकुमं समर्पयामि ।

(કંકુ ચઢાવવું)

ॐ ब्रह्मध्वजाय नमः । अलंकारार्थे अक्षतां समर्पयामि ।

(અક્ષત ચઢાવવા)

ॐ ब्रह्मध्वजाय नमः । पूजार्थे पुष्पं, तुलसीपत्रं, दुर्वांकुरान्, पुष्पमालांच समर्पयामि ।

(પુષ્‍પ, તુલસીનું પાન અને દૂર્વા ચઢાવવા અને ફૂલોનો હાર પહેરાવવો)

ॐ ब्रह्मध्वजाय नमः । धूपं समर्पयामि ।

(ઉદબત્તીથી ઓવાળવું)

ॐ ब्रह्मध्वजाय नमः । दीपं समर्पयामि ।

(દીવાથી આરતી ઉતારવી)

 

૯. નૈવેદ્ય

જમણા હાથમાં તુલસીનાં બે પાન લઈને તેના પર પાણી રેડવું. નૈવેદ્યની થાળી ફરતે ઘડિયાળનાં કાંટાની દિશામાં એકવાર જ પાણી ફેરવવું. નૈવેદ્ય પર તુલસીના બે પાનથી પ્રોક્ષણ કરીને એક પાન નૈવેદ્ય પર મૂકવું અને બીજું ધર્મધ્‍વજનાં ચરણોમાં ચડાવવું.

ॐ ब्रह्मध्वजाय नमः । नैवेद्यार्थे पुरस्थापित (નૈવેદ્યનું નામ લેવું) नैवेद्यं निवेदयामि ।’

ત્‍યાર પછી ‘ॐ प्राणाय स्वाहा, ॐ अपानाय स्वाहा, ॐ व्यानाय स्वाहा, ॐ उदानाय स्वाहा, ॐ समानाय स्वाहा, ॐ ब्रह्मणे स्वाहा, આ મંત્ર બોલતા બોલતા જમણા હાથની પાંચેય આંગળીઓના ટેરવાથી હથેળી ભગવાનની સામે આવે, એ રીતે નૈવેદ્યની સુવાસ ભગવાન ભણી લઈ જવી અથવા હાથ જોડીને ‘ॐ प्राणाय स्वाहा, ॐ अपानाय स्वाहा, ॐ व्यानाय स्वाहा, ॐ उदानाय स्वाहा, ॐ समानाय स्वाहा, ॐ ब्रह्मणे स्वाहा, આ મંત્રથી ભગવાનને નૈવેદ્ય સમર્પિત કરવો. ત્‍યાર પછી જમણા હાથ પર પાણી લઈને ‘समर्पयामि’ બોલતી વેળાએ પાણી તરભાણામાં છોડવું. ‘ब्रह्मध्वजाय नमः । नैवेद्यं समर्पयामि । मध्ये पानीयं समर्पयामि, उत्तरापोशनं समर्पयामि, हस्त प्रक्षालनं समर्पयामि, मुख प्रक्षालनं समर्पयामि ।’ જમણા હાથમાં ગંધ-ફૂલ લઈને બ્રહ્મધ્‍વજનાં ચરણોમાં ચડાવવું. ‘करोद्वर्तनार्थे चंदनं समर्पयामि ।’ ‘ॐ ब्रह्मध्वजाय नमः । मुखवासार्थे पूगीफल तांबूलं समर्पयामि ।’ (નાગરવેલના પાન પર પાણી છોડવું) ‘ॐ ब्रह्मध्वजाय नमः । फलार्थे नारिकेल फलं समर्पयामि ।’ (નારિયેળ પર પાણી છોડવું)

 

૧૦. આરતી ઉતારવી

(ગણપતિની આરતી બોલવી.) ‘ॐ ब्रह्मध्वजाय नमः । मंगलार्तिक्य दीपं समर्पयामि ।’

 

૧૧. કપૂર – આરતી કરવી

‘ॐ ब्रह्मध्वजाय नमः । कर्पूर दीपं समर्पयामि ।’

 

૧૨. પ્રદક્ષિણા ફરવી

‘ॐ ब्रह्मध्वजाय नमः । प्रदक्षिणां समर्पयामि ।’

(પોતાના ફરતે પ્રદક્ષિણા કરવી. જો બને તો ગૂડીને ફરવી.)

 

૧૩. નમસ્‍કાર કરવા

‘ॐ ब्रह्मध्वजाय नमः। नमस्कारान् समर्पयामि ।’

(નમસ્‍કાર કરવા)

 

૧૪. પ્રાર્થના

‘ब्रह्मध्वज नमस्तेस्तु सर्वाभीष्ट फलप्रद ।
प्राप्तेस्मिन् वत्सरे नित्यं मद्गृहे मंगलं कुरु ।।’

અર્થ : સર્વ ઇષ્‍ટ ફળ પ્રદાન કરનારા હે બ્રહ્મધ્‍વજ દેવતા, હું આપને નમસ્‍કાર કરું છું. આ નવા વર્ષમાં મારા ઘરમાં હંમેશાં મંગળ અને સારું થવા દો.

‘अनेन कृत पूजनेन ब्रह्मध्वजः प्रीयताम् ।’ (જમણા હાથ પર અક્ષત લઈને તેના પર પાણી રેડીને તે તરભાણામાં છોડી દેવા. ‘विष्णवे नमो ।, विष्णवे नमो । विष्णवे नमः ।’, આ રીતે બોલવું અને આરંભમાં કહ્યા પ્રમાણે બે વાર આચમન કરવું.)

 

૧૫. પ્રસાદ ગ્રહણ કરવો

નિંબ પત્ર (કડવા લીમડાનું પાન) ભક્ષણ કરવું.’

શ્રી. દામોદર વઝે, સનાતનના સાધક-પુરોહિત, ઢવળી-ફોંડા, ગોવા.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્‍સવ અને વ્રતો’

Leave a Comment