અનુક્રમણિકા [hide]
- ૧. ઊઠ્યા પછી મુખ-માર્જન કર્યા વિના ચા (બેડ-ટી) પીવાથી તમોગુણ વધી જવો અને મુખ-માર્જન કરીને અન્ન અથવા સાત્ત્વિક પીણું લેવાથી વ્યક્તિની સાત્ત્વિકતા વધી જઈને (વધી જવી) અનિષ્ટ શક્તિઓને તે વ્યક્તિ પર ત્રાસદાયક શક્તિ છોડવાનું અથવા તેનામાં પ્રવેશ કરવાનું મુશ્કેલ થવું
- ૨. દાતણથી દાંત ઘસ્યા પછી તે દાતણ નૈઋત્ય દિશામાં ફેંકવું
- ૩. કોગળા કરવા અને પછી આચમન કરવું
પશ્ચિમીઓના આંધળા અનુકરણને કારણે ‘બેડ-ટી’ જેવી અસંસ્કૃત પદ્ધતિ હિંદુઓમાં પ્રચલિત થઈ રહી છે. નીચે આપેલા લેખમાં ‘બેડ-ટી’ એ નિષિદ્ધ શા માટે છે એની પાછળનું અધ્યાત્મશાસ્ત્ર જાણી લઈએ. તેવી જ રીતે દાતણથી દાંત ઘસ્યા પછી શું કરવું, કોગળા કર્યા પછી આચમન શા માટે કરવું એના જેવી કૃતિઓના શાસ્ત્ર વિશે પણ જાણી લઈએ.
૧. ઊઠ્યા પછી મુખ-માર્જન કર્યા વિના ચા (બેડ-ટી) પીવાથી તમોગુણ વધી જવો અને મુખ-માર્જન કરીને અન્ન અથવા સાત્ત્વિક પીણું લેવાથી વ્યક્તિની સાત્ત્વિકતા વધી જઈને (વધી જવી) અનિષ્ટ શક્તિઓને તે વ્યક્તિ પર ત્રાસદાયક શક્તિ છોડવાનું અથવા તેનામાં પ્રવેશ કરવાનું મુશ્કેલ થવું
રાત્રે સૂઈ જવાથી રાતનું તમોગુણી વાતાવરણ અને તમપ્રધાન ઊંઘનું પરિણામ વ્યક્તિના સ્થૂળદેહ અને સૂક્ષ્મદેહ પર થઈને તેમની અંદર રહેલો તમોગુણ વધે છે. સવારે ઊઠ્યા પછી મુખમાર્જન કર્યા વિના કોઈપણ પદાર્થ પ્રાશન કરવાથી મોઢામાં વધી ગયેલા તમોગુણનું પરિણામ અન્નપદાર્થ પર થઈને અન્નમાં રહેલો તમોગુણ વધે છે અને એવા તમોગુણ ધરાવતા પદાર્થના કણ પેટમાં જવાથી વ્યક્તિનો તમોગુણ અધિક વધે છે. તમોગુણી અન્નપદાર્થના માધ્યમ દ્વારા અનિષ્ટ શક્તિ અન્ન પર ત્રાસદાયક શક્તિ છોડે છે અને કેટલીક વાર તે અન્નના માધ્યમ દ્વારા પેટમાં પ્રવેશ પણ કરી શકે છે. તેથી વ્યક્તિને ત્રાસ થઈ શકે છે.
સવારે ઊઠ્યા પછી તરત જ પાણીથી મોઢું ધોઈને કોગળા કરવાથી અને પછી દાંત ઘસવાથી આપતત્ત્વમાં રહેલા ચૈતન્ય અને સાત્ત્વિકતાને કારણે મોઢું, દાંત અને અવાળુ પેઢામાં રહેલો તમોગુણ અને ત્રાસદાયક શક્તિ ઘટી જઈને સાત્ત્વિકતાની વૃદ્ધિ થવામાં સહાયતા થાય છે. મોઢું ધોઈને કોગળો કરવાથી અને પછી દાંત ઘસવાથી મુખશુદ્ધિ જ થાય છે. મોઢાની શુદ્ધિ કરીને પછી અન્ન પ્રાશન કરવાથી અન્નકણોમાંની સાત્ત્વિકતા વધી જઈને સાત્ત્વિક અન્ન પેટમાં જાય છે. તેથી વ્યક્તિની સાત્ત્વિકતા વધવામાં સહાયતા થાય છે. અનિષ્ટ શક્તિઓને સાત્ત્વિક અન્નકણો પર ત્રાસદાયક શક્તિ છોડવાનું અથવા એવા અન્નના માધ્યમ દ્વારા વ્યક્તિમાં પ્રવેશ કરવાનું મુશ્કેલ થાય છે. તેથી ધર્મમાં મુખ શુદ્ધિ કરીને જ અન્ન પ્રાશન કરવા માટે કહ્યું છે. – ઈશ્વર (કુ. મધુરા ભોસલેના માધ્યમ દ્વારા, ૨૮.૧૧.૨૦૦૭, રાત્રે ૭.૫૫ કલાકે)
(સવારે ઊઠ્યા પછી મુખમાર્જન કર્યા વિના બેડ-ટી લેવાની અત્યંત અયોગ્ય પદ્ધતિ શીખવનારી નિકૃષ્ટ (અધમ) પાશ્ચાત્ય સંસ્કૃતિ ક્યાં, જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિએ યોગ્ય રહેલી, મુખશુદ્ધિ કરીને જ અન્ન પ્રાશન કરવાની પદ્ધતિ શીખવનારી મહાન હિંદુ સંસ્કૃતિ ક્યાં ! – સંકલક)
૨. દાતણથી દાંત ઘસ્યા પછી તે દાતણ નૈઋત્ય દિશામાં ફેંકવું
દાંત ઘસ્યા પછી રજ-તમયુક્ત વાયુથી અને લહેરોથી પ્રભાવિત થયેલું દાતણ નૈઋત્ય દિશામાં ફેંકવાથી દાતણમાંની રજ-તમ યુક્ત ધારણાનો નૈઋત્યમાંની લયકારક ધારણામાં લય થવામાં અને વાયુમંડળ પ્રદૂષણ મુક્ત બનવામાં સહાયતા થવી
નૈઋત્યમાં ક્રિયાના પ્રાબલ્ય પર લય કરનારી ધારણા વાસ કરતી હોય છે. આ દિશામાં જ્ઞાન અને ક્રિયા આ શક્તિઓના સ્તર પરની લહેરો ઘનીભૂત થયેલી હોવાથી આ દિશામાં ક્રિયાની સહાયતાથી ગતિથી જ્ઞાન ધારણ કરવાના સ્તર પર લયકારક પ્રક્રિયા પાર પાડવામાં આવે છે. દાંત ઘસ્યા પછી અશુદ્ધ, એટલે જ રજ-તમયુક્ત વાયુથી અને લહેરોથી પ્રભાવિત થયેલું દાતણ નૈઋત્ય દિશામાં ફેંકવાથી દાતણમાંની રજતમયુક્ત ધારણાનો નૈઋત્યમાંની લયકારક ધારણામાં લય થવામાં અને વાયુમંડળ પ્રદૂષણ મુક્ત બનવા માટે સહાયતા થાય છે. – એક વિદ્વાન (સૌ. અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા, ૧૧.૧૨.૨૦૦૭, બપોરે ૩.૨૦)
૩. કોગળા કરવા અને પછી આચમન કરવું
આચમન કરવાની ક્રિયા
આચમન કરવું એટલે શ્રીવિષ્ણુ ભગવાનના ૨૪ નામ ઉચ્ચારવાં. આચમન કરવા માટે પાણીથી ભરેલો કળશ, પંચપાત્ર, (સંધ્યા કરવા માટે વપરાતું પ્યાલું), આચમની અને પાણી છોડવા માટે તરભાણું લેવું. કળશમાનું થોડું પાણી પંચપાત્રમાં રેડવું. પંચપાત્રમાંનું પાણી ડાબા હાથ વડે આચમનીમાંથી જમણી હથેળીમાં લઈને ‘ૐ શ્રી કેશવાય નમઃ ।’ એમ બોલીને પ્રાશન કરવું. ત્યાર પછી ફરીથી હથેળીમાં પાણી લઈને ‘ૐ નારાયણ નમઃ।’ એમ બોલીને પ્રાશન કરવું. ત્યાર પછી ફરીએક વાર હથેળીમાં પાણી લઈને ‘ૐ માધવાય નમઃ।’ એમ બોલીને પ્રાશન કરવું. છેવટે હથેળીમાં પાણી લઈને ‘ૐ ગોવિંદાય નમઃ।’ એમ બોલીને તે પાણી પૂજાની થાળીમાં છોડી દેવું. શેષ રહેલાં ૨૦ નામોના ઉચ્ચારણ વેળાએ (ૐ વિષ્ણવે નમઃ। ૐ મધુસુદનાય નમઃ। ૐ ત્રિવિક્રમાય નમઃ। ૐ વામનાય નમઃ। ૐ શ્રીધરાય નમ :। ૐ હૃષિકેશાય નમઃ। ૐ પદ્મનાભાય નમઃ। ૐ દામોદરાય નમઃ। ૐ સંકર્ષણાય નમઃ। ૐ વાસુદેવાય નમઃ। ૐ પ્રદ્યુમ્નાય નમઃ । ૐ અનિરુદ્ધાય નમઃ। ૐ પુરુષોત્તમાય નમઃ। ૐ અધોક્ષજાય નમઃ। ૐ નારસિંહાય નમઃ। ૐ અચ્યુતાય નમઃ । ૐ જનાર્દનાય નમઃ। ૐ ઉપેન્દ્રાય નમઃ। ૐ હરયે નમઃ। ૐ શ્રીકૃષ્ણાય નમ:। ) શરીરના વિશિષ્ટ અવયવને હાથથી સ્પર્શ કરીને ન્યાસ કરવો.