રાત્રે નિદ્રા ન આવતી હોય, તો આંખો પર છવાયેલું આવરણ દૂર કરીને આખોમાં રહેલી ત્રાસદાયક શક્તિ દૂર કરો !

Article also available in :

રાત્રે નિદ્રા ન આવતી હોય એવી પીડા ધરાવનારા કેટલાક જણને મેં આધ્‍યાત્‍મિક ઉપાય કહ્યા. તેમના માટે ઉપાય શોધતી વેળા એવું ધ્‍યાનમાં આવ્‍યું કે, ‘તેઓને નિદ્રા નહીં આવવાનું મુખ્‍ય આધ્‍યાત્‍મિક કારણ આંખો પર રહેલું ત્રાસદાયક શક્તિનું આવરણ અને આંખોમાં રહેલી ત્રાસદાયક શક્તિ છે.’ ત્રાસદાયક શક્તિની જડતાને કારણે નિદ્રા આવતી હોવા છતાં આંખો મિચાતી નથી. મેં ઉપાય કરીને તેમની આંખોમાંથી ત્રાસદાયક શક્તિ દૂર કર્યા પછી તેમને તે રાત્રે સારી ઊંઘ આવી. તેથી રાત્રે નિદ્રા નહીં આવવાની પીડા ધરાવનારાઓએ આંખોમાની ત્રાસદાયક શક્તિ દૂર કરવી આવશ્‍યક છે. તે માટે આગળ જણાવેલી રીતનું અવલંબન કરવું.

સદ્‌ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ

૧. ‘પ્રાણશક્તિવહન ઉપાય પદ્ધતિ’ દ્વારા ઉપાય શોધતી વેળા આપણામાં રહેલી ત્રાસદાયક શક્તિની જાણ થવા માટે જેમ આપણે શરીરના ચક્રો પરથી હાથની આંગળીઓ ફેરવીએ છીએ, તેવી રીતે આંખોમાંની ત્રાસદાયક શક્તિની જાણ થવા માટે આંખો સમક્ષ આંગળીઓ ફેરવવી પડે છે અને આંખો માટે ઉપાય શોધવા પડે છે.

‘પ્રાણશક્તિવહન ઉપાય પદ્ધતિ’ દ્વારા ઉપાય કેવી રીતે શોધવા ?’, એની સવિસ્‍તાર માહિતી સનાતનનો ગ્રંથ ‘વિકાર-નિર્મૂલન માટે પ્રાણશક્તિ (ચેતના) વહન સંસ્‍થામાંના અંતરાયો કેવી રીતે શોધવા ?’ એમાં આપેલી છે. (ગ્રંથ હિંદી ભાષામાં ઉપલબ્‍ધ છે.)

૨. આંખો સામે આંગળીઓ ફેરવ્‍યા પછી આંખો પર આવરણ હોવાનું જણાઈ આવે તો પ્રથમ તે આવરણ દૂર કરવું આવશ્‍યક છે. તે માટે હાથ વડે પવન લઈ રહ્યા હોય તે પ્રમાણે આંખો પરનું આવરણ દૂર કરવું. ‘ત્રાસદાયક શક્તિનું આવરણ દૂર કેવી રીતે કરવું ?’, એની માહિતી સનાતનના ઉપર જણાવેલા ગ્રંથમાં આપેલી છે.

૩. આંખો પરનું ત્રાસદાયક શક્તિનું આવરણ દૂર કર્યા પછી ‘આંખોમાંની ત્રાસદાયક શક્તિ દૂર કેવી રીતે કરવી ?’, એની રીત હવે આપણે જોઈએ. આંખોમાં ત્રાસદાયક શક્તિ પ્રવેશ કરતી વેળાએ તે આંખના કાન ભણીના ખૂણામાંથી પ્રવેશ કરે છે અને પછી આંખમાં ફેલાય છે. આંખમાં રહેલી ત્રાસદાયક શક્તિ બહાર પડતી વેળાએ પણ તે આંખના કાન ભણીના ખૂણામાંથી બહાર પડે છે. આ કારણથી ‘આંખો પર ઉપાય કરવાના હોય તો આંખોના સામેથી ઉપાય કરવાં એ પરિણામકારક નથી, તો આંખોના કાન ભણીના ખૂણાઓ પર ઉપાય કરવા એ પ્રભાવશાળી છે. તે માટે હાથની પાંચેય આંગળીઓ એકત્રિત કરીને બન્‍ને આંખો પરથી ફેરવવી. પછી નામજપ શોધવો.

૪. ‘શરીરના એકાદ ભાગ પર પીડા જણાઈ રહી હોય ત્‍યારે તે હિસ્‍સા પર હાથની આંગળીઓ ફેરવીને ‘પ્રાણશક્તિવહન ઉપાય પદ્ધતિ’ દ્વારા ઉપાય કેવી રીતે શોધવા ?’, એની રીત ‘સૂત્ર ૧’માં નોંધ કરેલા સનાતનના ગ્રંથમાં આપી છે. તે જ રીતનો આંખોની પીડાઓ માટે ઉપાય શોધતી વેળા ઉપયોગ કરવો.

. આંખો માટે ઉપાય શોધ્‍યા પછી તેજતત્ત્વ, વાયુતત્ત્વ અથવા આકાશતત્ત્વ આ પંચમહાભૂતોના ઉપાય કરવાના આવે તો ક્રમવાર મધ્‍યમા, તર્જની અથવા અંગૂઠા સાથે સંબંધિત મુદ્રા આવે છે. ત્‍યારે તે મુદ્રા બન્‍ને હાથ વડે કરવી અને તે મુદ્રાથી આંખના કાન ભણીના ખૂણા પર ન્‍યાસ કરીને ઉપાય કરવા. આકાશતત્ત્વની આગળ નિર્ગુણ સાથે સંબંધિત ‘શૂન્‍ય’, ‘મહાશૂન્‍ય’, ‘નિર્ગુણ’ અથવા ‘ૐ’ એ નામજપનો ઉપાય કરવાનો આવે તો કોઈપણ એક હાથની હથેળી બન્‍ને આંખો સમક્ષ ધરીને ઉપાય કરવા અને બીજા હાથની હથેળી આકાશની દિશા ભણી કરીને સાથળ પર મૂકવી.

૬. આંખો પર ન્‍યાસ કરતા રહીને ઉપાય કરતી વેળાએ વચ્‍ચે વચ્‍ચે ‘આંખોમાંની ત્રાસદાયક શક્તિ બન્‍ને હાથની મુઠ્ઠીમાં એકઠી કરીને તે દૂર કરવી’, એમ પણ કરવું. તેથી અધિક પ્રભાવશાળી ઉપાય થાય છે. આંખોમાં રહેલી ત્રાસદાયક શક્તિ બન્‍ને હાથોની મુઠ્ઠીમાં એકઠી કરતી વેળાએ તે આંખોના કાન ભણીના ખૂણામાંથી એકઠી કરવી. ‘આંખો પર મુદ્રા કરીને હાથ ફેરવતી વેળાએ જો આંખો ભારે લાગતી હોય, તો ‘આંખો પર હજી આવરણ છે’, એમ સમજવું અને ફરી એક વાર આવરણ દૂર કરવાનો પ્રયત્ન કરવો. ‘આંખોને હળવાશ અનુભવાતી હોય, તો આવરણ ઓછું થયું છે’, એમ સમજવું.

૭. ઉપાય કરતી વેળા આંખો પરની જડતા ઓછી થવાથી તેમને થોડું હળવું થયા હોવાનું જણાય તો, ફરીથી આંખો માટે ઉપાય શોધવા જોઈએ. ત્‍યારે પ્રત્‍યેક વેળાએ જપ ઓછા સ્‍તરનો મળવા લાગે છે, ઉદા. પ્રારંભના ‘શૂન્‍ય’ આ જપ પરથી તે ‘આકાશદેવ’, ‘વાયુદેવ’ અને છેવટે ‘અગ્‍નિદેવ’ એવો થતો જાય છે. આંખો પર ઉપાય કરતી વેળાએ જપ ઓછા સ્‍તરનો થતો ગયા પછી બન્‍ને આંખોના નાક ભણીના ખૂણાથી માંડીને કાન ભણીના ખૂણા સુધી આંખોમાંની ત્રાસદાયક શક્તિ ઓછી થતી જતી હોવાનું અનુભવાય છે.

૮. છેવટે આંખોમાં રહેલી ત્રાસદાયક શક્તિ સંપૂર્ણ રીતે દૂર થઈ જાય કે, પછી આંખો હળવી અને પ્રકાશમાન લાગવા માંડે છે. ત્‍યાર પછી આંખો પર ઉપાય કરવાનું અટકાવી દેવું અને શાંત ઊંઘ આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરીને સુઈ જવું.’

– (સદ્‌ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, ગોવા. (૩૦.૧૦.૨૦૨૦)

સંત-મહાત્મા, જ્યોતિષી ઇત્યાદિના કહેવા અનુસાર આગામી ત્રીજા મહાયુદ્ધમાં કોટ્યવધિ લોકો અણુસંહારને કારણે મૃત્યુ પામશે. તેમજ ભાવિ કાળમાં ભીષણ નૈસર્ગિક આપત્તિઓનો પણ સામનો કરવો પડશે. આવા આપત્કાળમાં અવર-જવરના સાધનો પડી ભાંગ્યા હોવાથી રુગ્ણને રુગ્ણાલયમાં લઈ જવો, ડૉક્ટર અથવા વૈદ્ય ઉપલબ્ધ હોવા તેમજ બજારમાં ઔષધી મળવાનું પણ અઘરું થઈ પડશે. આવા આપત્કાળમાં સંજીવની  રહેલી આ ઉપચાર પદ્ધતિઓ નહીંતો પણ ઉપલબ્ધ છે. તેથી પ્રત્યેક જણ તે હમણાંથી જ શીખી લઈને ભાવિ આપ્તકાળનો સામનો કરવા માટેની સિદ્ધતા કરી શકે, આ ઉદ્દેશથી અહીં વિવિધ ઉપચારપદ્ધતિઓ આપી રહ્યા છીએ. –

https://www.sanatan.org/gujarati/alternative-therapies

* આધ્‍યાત્‍મિક ત્રાસ : એનો અર્થ વ્‍યક્તિમાં નકારાત્‍મક સ્‍પંદનો હોવાં. વ્‍યક્તિમાં નકારાત્‍મક સ્‍પંદનો ૫૦ ટકા અથવા તેથી પણ અધિક પ્રમાણમાં હોવાં, એટલે તીવ્ર ત્રાસ, નકારાત્‍મક સ્‍પંદનો ૩૦ થી ૪૯ ટકા હોવાં, એટલે મધ્‍યમ ત્રાસ, જ્‍યારે ૩૦ ટકાથી પણ અલ્‍પ હોવાં, એટલે મંદ આધ્‍યાત્‍મિક ત્રાસ હોવો એમ છે. આધ્‍યાત્‍મિક ત્રાસ એ પ્રારબ્‍ધ, પૂર્વજોના ત્રાસ ઇત્‍યાદિ આધ્‍યાત્‍મિક સ્‍તર પરના કારણોને લીધે થાય છે. આધ્‍યાત્‍મિક ત્રાસનું નિદાન સંત અથવા સૂક્ષ્મ સ્‍પંદનો જાણી શકનારા સાધકો કરી શકે છે.

Leave a Comment