અનુક્રમણિકા
- ૧. કેતીશ્વરમ્ મંદિરનો ઇતિહાસ
- ૨. પોર્ટુગીઝોએ કેતીશ્વરમ્ મંદિર પર આક્રમણ કરીને અહીંનું શિવલિંગ અને મંદિર પરિસર ઉદ્ધવસ્ત કરવાં અને તે મંદિરના પથ્થર કિલ્લાઓ અને ચર્ચ બાંધવા માટે વાપરવા
- ૩. બ્રિટિશોએ કરેલા ખોદકામમાં મંદિરનું મૂળ સ્થાન અને પ્રાચીન શિવલિંગ મળી આવવું, શ્રીલંકામાંના તામિલ યુદ્ધના સમયે શ્રીલંકાની સેનાએ આ મંદિર નિયંત્રણમાં લઈને ત્યાં સેના માટે છાવણી ખોલવી, યુદ્ધને કારણે મંદિર નષ્ટ થવું અને ભારત સરકારની સહાયતાથી આ મંદિરનું પુનર્નિર્માણ કાર્ય ચાલુ રહેવું
- ૪. હિંદુ ધર્મપ્રેમી નટેસન્જીએ સદ્ગુરુ(સૌ.) અંજલી ગાડગીળનું મંદિર દર્શન માટે આયોજન કરવું, મંદિરના ન્યાસીઓએ (ટ્રસ્ટીઓએ) મંદિર વિશેની સર્વ માહિતી આપવી, બાંધકામ ચાલુ હોય એવા મંદિરનો ભાગ બતાવવો અને ‘કોઈ સુધારા કરવાના હોય, તો કહેશો, એવું સદ્ગુરુ (સૌ.) અંજલી ગાડગીળને કહેવું
- ૫. મંદિરનું પુનર્નિર્માણ કરનારા ચેન્નઈ ખાતેના શ્રી સેલ્વનાથન્એ મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય માટે સ્થાપત્ય શાસ્ત્ર વિશે કોઈ પણ માહિતી આપવામાં આવશે એમ કહેવું
રાવણાસુરનો સંહાર કર્યા પછી શ્રીરામ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા ભણી જવા નીકળ્યા પછી ‘વિમાનની પાછળ એક કાળું વાદળું પાછળથી આવી રહ્યું છે,’ એવું તેમના ધ્યાનમાં આવે છે. ત્યારે શિવજી પ્રગટ થઈને શ્રીરામને કહે છે, ‘આ કાળું વાદળું એટલે ‘બ્રહ્મહત્યાના દોષનું પ્રતીક છે.’ રાવણ એ બ્રાહ્મણ હોવાથી તેની હત્યાના કારણે લાગેલા દોષના નિવારણ માટે ભગવાન શિવ શ્રીરામને શ્રીલંકામાં આવેલા પંચ ઈશ્વર જ્યાં હોય એવા ઠેકાણે જઈને શિવપૂજા કરવાનું કહે છે. શ્રીરામ ભગવાન શિવનું આજ્ઞાપાલન કરે છે. કેતીશ્વરમ્ તોંડીશ્વરમ્, મુન્નીશ્વરમ્, કોનેશ્વરમ્ અને નગુલેશ્વરમ્ એમ તે પંચ ઈશ્વર મંદિરો છે. એમાંથી તોંડીશ્વરમ્ મંદિર પાણીની સપાટી વધી જવાથી સમુદ્રની નીચે ગયું છે. આપણે આ પંચ ઈશ્વર મંદિરોમાંથી ‘કેતીશ્વરમ્’ મંદિર વિશે જાણી લઈએ.

૧. કેતીશ્વરમ્ મંદિરનો ઇતિહાસ
શ્રીલંકામાં આવેલાં પંચશિવ ક્ષેત્રોમાં ‘કેતીશ્વરમ્’ એ પુષ્કળ પ્રખ્યાત છે. તે ઉત્તર શ્રીલંકાના મન્નાર જિલ્લામાં આવેલા મન્નાર શહેરથી ૧૦ કિ.મી. અંતરે આવેલું છે. ત્રેતાયુગમાં શ્રીલંકામાં આવેલા લંકાપુરી તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ‘મંદૈ’ નામના સમુદ્ર કાંઠે ‘બંદર શહેર’ હતું. આ શહેરમાં મંદોદરીના પિતા ‘મયન મહર્ષિ’ રહેતા હતા. આ ઠેકાણે એક શિવલિંગની સ્થાપના કરીને તેઓ તેની પ્રતિદિન પૂજા કરતા. આગળ જતાં મહર્ષિ ભૃગુએ આ ઠેકાણે આવીને પૂજા કરી. ત્યાર પછી કેતુ ગ્રહે આ ઠેકાણે પૂજા કરેલી હોવાથી આ સ્થાનનું ‘કેતીશ્વરમ્’ એવું નામ પડ્યું. વિશ્વ આખાના ૨૭૫ મુખ્ય શિવક્ષેત્રોમાં ‘કેતીશ્વરમ્’ એક છે. હવે આ ક્ષેત્ર ‘તિરુકેતીશ્વરમ્’ એ નામથી ઓળખાય છે. ‘તિરુ’ એટલે ‘શ્રી’. સ્કંદપુરાણમાં લંકાપુરી ખાતેનાં કેતીશ્વરમ્ સ્થાન વિશે માહિતી મળે છે. કેતીશ્વરમ્થી મન્નાર અને ત્યાંથી આગળ ૩૦ કિ.મી. દૂર ‘રામસેતુ’ આવેલો છે. કેતીશ્વરમ્ મંદિર પણ સમુદ્રની નજીક છે. ત્રેતાયુગમાં શ્રીરામે રાવણ વધ કર્યા પછી બ્રહ્મહત્યાના પાતકમાંથી મુક્તિ મેળવવા માટે ‘કેતીશ્વરમ્’ ખાતે શિવલિંગની પૂજા કરી હતી. ‘તે વેળાં આ મંદિરની સામે આવેલા ‘પલ્લવી’ નામના પુષ્કરણી (તળાવડી)માં શ્રીરામે સ્નાન કર્યું હતું’, એમ કહેવામાં આવે છે.
૨. પોર્ટુગીઝોએ કેતીશ્વરમ્ મંદિર પર આક્રમણ કરીને અહીંનું શિવલિંગ અને મંદિર પરિસર ઉદ્ધવસ્ત કરવાં અને તે મંદિરના પથ્થર કિલ્લાઓ અને ચર્ચ બાંધવા માટે વાપરવા
વર્ષ ૧૫૦૫માં પોર્ટુગીઝોએ મન્નાર શહેર પર આક્રમણ કર્યું. મન્નાર શહેરના પંચકોશીમાં આવેલાં સર્વ હિંદુ મંદિરો તેમણે ઉદ્ધવસ્ત કર્યા. એ વેળાં તેમણે ‘કેતીશ્વરમ્’ ખાતેનું શિવલિંગ અને મંદિર પરિસરનો નાશ કર્યો. ત્યાર પછી પોર્ટુગીઝોએ ખ્રિસ્તી પંથનો પ્રસાર કરવાનું ચાલુ કર્યું. વર્ષ ૧૫૮૯ માં પોર્ટુગીઝોએ કેતીશ્વરમ્ મંદિરના પથ્થર મન્નાર ખાતે એક કિલ્લો(દુર્ગ) અને ચર્ચ, તેમજ ‘કેટ્સ’ નામના ગામમાં એક કિલ્લો બાંધવામાં ઉપયોગમાં લીધા. આ બાબત પરથી ‘તે સમયગાળામાં મંદિર કેટલું મોટું હતું’, એનો ખ્યાલ આવે છે.
૩. બ્રિટિશોએ કરેલા ખોદકામમાં મંદિરનું મૂળ સ્થાન અને પ્રાચીન શિવલિંગ મળી આવવું, શ્રીલંકામાંના તામિલ યુદ્ધના સમયે શ્રીલંકાની સેનાએ આ મંદિર નિયંત્રણમાં લઈને ત્યાં સેના માટે છાવણી ખોલવી, યુદ્ધને કારણે મંદિર નષ્ટ થવું અને ભારત સરકારની સહાયતાથી આ મંદિરનું પુનર્નિર્માણ કાર્ય ચાલુ રહેવું
‘વર્ષ ૧૫૦૫ થી ૧૮૯૪ના સમયગાળામાં મંદિરનું મૂળ સ્થાન ક્યાં છે’, એ પણ કોઈને જ્ઞાત નહોતું. વર્ષ ૧૮૯૪ માં બ્રિટિશોએ કરેલા ખોદકામમાં મંદિરનું મૂળ સ્થાન, પ્રાચીન શિવલિંગ અને પરિવાર દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી. વર્ષ ૧૯૧૦ માં ‘અરુમુગ નાવલૂ’ નામના સ્થાનિક હિંદુ નેતાની આગેવાની થકી તે ઠેકાણે એક નાનું મંદિર બાંધવામાં આવ્યું. વર્ષ ૧૯૪૮ માં ઉત્તર શ્રીલંકા સ્થિત હિંદુઓએ મંદિરના જીર્ણોદ્ધાર માટે મોટું આંદોલન કરવાથી શ્રીલંકા સરકારને અહીં મંદિર બાંધવું પડ્યું. આગળ જતાં વર્ષ ૧૯૯૦ માં શ્રીલંકામાંના તામિલ યુદ્ધના સમયે શ્રીલંકાની સેનાએ આ મંદિર નિયંત્રણમાં લીધું અને ત્યાં સેના માટે છાવણી ખોલી. યુદ્ધને કારણે મંદિર નષ્ટ થયું. હવે ગત ૫ વર્ષોથી ભારત સરકારની સહાયતાથી આ મંદિરનું પુનર્નિર્માણ કાર્ય ચાલુ છે.
૪. હિંદુ ધર્મપ્રેમી નટેસન્જીએ સદ્ગુરુ(સૌ.) અંજલી ગાડગીળનું મંદિર દર્શન માટે આયોજન કરવું, મંદિરના ન્યાસીઓએ (ટ્રસ્ટીઓએ) મંદિર વિશેની સર્વ માહિતી આપવી, બાંધકામ ચાલુ હોય એવા મંદિરનો ભાગ બતાવવો અને ‘કોઈ સુધારા કરવાના હોય, તો કહેશો, એવું સદ્ગુરુ (સૌ.) અંજલી ગાડગીળને કહેવું
મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વતી સદ્ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ મન્નાર શહેરમાં ગયા હતા ત્યારે ત્યાંના હિંદુ ધર્મપ્રેમી શ્રી. નટેસન્જીએ તેમનું મંદિર દર્શન માટે આયોજન કર્યું. જ્યારે સદ્ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ મંદિરમાં પહોંચ્યા, તે વેળાએ મંદિરના મુખ્ય પૂજારી અને મંદિરના ન્યાસી (ટ્રસ્ટી) ઉપસ્થિત હતા. મંદિરના ન્યાસી શ્રી. રામકૃષ્ણએ સદ્ગુરુ (સૌ.) અંજલી ગાડગીળને મંદિરનો ઇતિહાસ, મંદિરની વર્તમાન સ્થિતિ, મંદિર બાંધવામાં ભારત સરકાર કરી રહેલી સહાયતા ઇત્યાદિ વિશે સર્વ માહિતી આપી, તેમજ હાલમાં બાંધકામ ચાલી રહેલા મંદિરનો અંદરનો સર્વ હિસ્સો તેમને બતાવ્યો. તે વેળાં મંદિરના ન્યાસીએ ‘કોઈ સુધારા કરવાના હોય, તો કહેશો’, એમ સદ્ગુરુ (સૌ.) અંજલી ગાડગીળને કહ્યું. ત્યાર પછી તેમણે મંદિરના સ્થાપત્ય સાથે સંબંધિત જૂનું લખાણ અને પુસ્તક મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય માટે ભેટ તરીકે આપ્યાં.
૫. મંદિરનું પુનર્નિર્માણ કરનારા ચેન્નઈ ખાતેના શ્રી સેલ્વનાથન્એ મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય માટે સ્થાપત્ય શાસ્ત્ર વિશે કોઈ પણ માહિતી આપવામાં આવશે એમ કહેવું
આ સમયે મંદિરનું પુનર્નિર્માણ કરનારા ચેન્નઈ ખાતેના શ્રી સેલ્વનાથન્ મળ્યા અને તેમણે મંદિર માટે આવશ્યક એવા પથ્થર અને કારીગર ભારતમાંથી લાવ્યા હોવાનું કહ્યું. શ્રી.સેલ્વનાથને કહ્યું, ‘‘મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય માટે સ્થાપત્ય શાસ્ત્ર વિશે કોઈપણ માહિતીની આવશ્યકતા હોય તો તે હું આપીશ અથવા તે વિશેના જૂના ગ્રંથો આપીશ.’’ આ બાબત પરથી ‘કેતીશ્વરમ્ જવાનું આયોજન એ ઈશ્વરી આયોજન હતું અને કેવળ ગુરુકૃપાથી શ્રી. સેલ્વનાથન્ સાથે મેળાપ થયો’, એવું અમારા ધ્યાનમાં આવ્યું.’