જ્‍યોતિર્લિંગોનાં સ્‍થાનો અને મહત્ત્વ

Article also available in :

ભારતનાં પ્રમુખ શિવનાં સ્‍થાનો એટલે કે જ્‍યોતિર્લિંગો બાર છે. તે તેજસ્‍વી રૂપમાં પ્રાદુર્ભૂત થયાં. તેમનાં સ્‍થાનો આગળ જણાવ્‍યા પ્રમાણે છે.

બાર જ્‍યોતિર્લિંગો

૧. શ્રી સોમનાથ, પ્રભાસપટ્ટણ, વેરાવળ પાસે, સૌરાષ્‍ટ્ર, ગુજરાત

૨. શ્રી મલ્‍લિકાર્જુન, શ્રીશૈલ્‍ય, આંધ્રપ્રદેશ

૩. શ્રી મહાકાલેશ્‍વર, ઉજ્‍જૈન, મધ્‍યપ્રદેશ

૪. શ્રી ઓંકારેશ્‍વર, ઓંકાર, માંધાતા, મધ્‍યપ્રદેશ

૫. શ્રી કેદારનાથ, હિમાલય

૬. શ્રી ભીમાશંકર, ખેડ, પુણે, મહારાષ્‍ટ્ર

૭. શ્રી વિશ્‍વેશ્‍વર, વારાણસી, ઉત્તરપ્રદેશ

૮. શ્રી ત્ર્યંબકેશ્‍વર, નાસિક પાસે, મહારાષ્‍ટ્ર

૯. શ્રી વૈદ્યનાથ, પરળી, બીડ, મહારાષ્‍ટ્ર

૧૦. શ્રી નાગેશ્‍વર, દ્વારકા, ગુજરાત

૧૧. શ્રી રામેશ્‍વર, સેતુબંધ, કન્‍યાકુમારી પાસે, તામિલનાડુ

૧૨. શ્રી ઘૃષ્‍ણેશ્‍વર, વેરૂળ, સંભાજીનગર, મહારાષ્‍ટ્ર

 

 ૧. જ્‍યોતિર્લિંગો અને સંતોની સમાધિસ્‍થળોનું મહત્ત્વ

સંતોએ સમાધિ લીધા પછી તેમનું કાર્ય સૂક્ષ્મ દ્વારા અધિક પ્રમાણમાં થાય છે. સંતોએ દેહત્‍યાગ કર્યા પછી તેમનાં દેહમાંથી પ્રક્ષેપિત થનારી ચૈતન્‍યલહેરો અને સાત્ત્વિક લહેરોનું પ્રમાણ અધિક હોય છે. સંતોની સમાધિ જેવી રીતે ભૂમિની નીચે હોય છે, તેવી જ રીતે જ્‍યોતિર્લિંગો અને સ્‍વયંભૂ શિવલિંગો ભૂમિની નીચે છે. આ શિવલિંગોમાં અન્‍ય શિવલિંગોની તુલનામાં નિર્ગુણ તત્ત્વનું પ્રમાણ અધિક હોવાથી તેમાંથી અધિક પ્રમાણમાં નિર્ગુણ ચૈતન્‍ય અને સાત્ત્વિકતાનું સતત પ્રક્ષેપણ ચાલુ રહે છે. તેને કારણે પૃથ્‍વી પરના વાતાવરણની સતત શુદ્ધિ થતી હોય છે. તેની સાથે જ જ્‍યોતિર્લિંગો અને સંતોનાં સમાધિસ્‍થળો દ્વારા પાતાળની દિશા ભણી પણ સતત ચૈતન્‍ય અને સાત્ત્વિકતાનું પ્રક્ષેપણ થઈને પાતાળમાં રહેલી અનિષ્‍ટ શક્તિઓ સાથે તેમનું સતત યુદ્ધ ચાલુ હોય છે. તેને કારણે ભૂલોકનું પાતાળમાં રહેલી શક્તિશાળી અનિષ્‍ટ શક્તિઓના આક્રમણો (હુમલાઓ) સામે સતત સંરક્ષણ થાય છે.

 

૨.  શિવમંદિરની વિશિષ્‍ટતાઓ

૧. શિવ દંપતીના દેવ, ‘શક્‍ત્‍યાસહિતઃ શંભુઃ ।’ એવા છે. જો શક્તિ ન હોય તો શિવનું શવ થાય છે. અન્‍ય દેવ એકલા હોય છે; તેથી તેમની મૂર્તિમાં ઓછી ઊર્જા નિર્માણ થાય છે. તેને કારણે તેમના મંદિરમાં શીતળતા લાગે છે, પણ શિવજીના દેવાલયમાં વધારે પ્રમાણમાં ઊર્જા નિર્માણ થવાથી શક્તિ જણાય છે.

૨. શિવ લયના દેવતા છે. લયના દેવતા હોવાથી શિવ સાથે અન્‍ય દેવતાઓની આવશ્‍યકતા હોતી નથી; તેથી શિવના દેવાલયમાં અન્‍ય દેવતાઓ હોતા નથી. કેટલાંક સ્‍થાનો પર દેવાલયના વ્‍યવસ્‍થાપન સમિતિએ ભક્તોને એકજ સમયે વિવિધ દેવતાઓના દર્શનનો લાભ મળે એ હેતુથી અથવા અન્‍ય કારણસર શિવની સાથે અન્‍ય દેવતાઓની સ્‍થાપના પણ શિવાલયમાં કરેલી જોવા મળે છે.

૩. શિવની પૂજા બ્રાહ્મણે વિસર્જન કરવાની ન હોય, એટલે કે મૂર્તિ પરથી નિર્માલ્‍ય (ચઢાવેલાં ફૂલો) કાઢવાનું ન હોય; તેથી શિવના દેવાલયમાં ગુરવ હોય છે અને પાર્વતીના દેવાલયમાં ભોપી (દેવીનો પૂજારી) હોય છે. શિવપિંડી પરનું નિર્માલ્‍ય કાઢવાનું ન હોય.

૪. બ્રાહ્મણ શિવપિંડી પર વૈદિક મંત્રોથી અભિષેક કરે છે; પરંતુ તેમના નૈવેદ્યનો સ્‍વીકાર કરતા નથી. પૂજા કરનારા બ્રાહ્મણ પિંડદાન વિધિ પણ કરતા નથી.

 

૩.  શ્રી ક્ષેત્ર કુણકેશ્‍વર (સિંધુદુર્ગ) સ્‍થિત શિવપિંડીની સૂક્ષ્મમાંની વિશિષ્‍ટતાઓ

નીચે આપેલું ચિત્ર મોટા આકારમાં જોવા માટે ચિત્ર પર ક્લિક કરો !

 

૪.  ભગવાન શિવજીનાં વિશિષ્‍ટપૂર્ણ મંદિરો

સેતુબંધ રામેશ્‍વર માહાત્‍મ્‍ય !

શ્રી અમરનાથ તીર્થક્ષેત્ર

શ્રી કપાલેશ્‍વર મંદિર

કોકણની કાશી : શ્રી દેવ કુણકેશ્‍વર

સ્‍વયંભૂ દેવસ્‍થાન શ્રી ધારેશ્‍વર

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘શિવ વિશેનું અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય વિવેચન’

Leave a Comment