શિવજીનાં વિવિધ રૂપો

Article also available in :

આ લેખમાં રુદ્ર, કાલભૈરવ, વીરભદ્ર, નટરાજ, ભૂતનાથ ઇત્‍યાદિ શિવજીનાં વિવિધ રૂપો અને તેમના કાર્ય વિશે ટૂંકમાં જાણકારી જોઈશું.

 

૧. રુદ્ર

૧ અ. વ્‍યુત્‍પત્તિ અને અર્થ

૧. ‘रोदयति इति रुद्रः ।’

અર્થ : જે રડાવનારો છે, તે રુદ્ર છે.

૨. ‘રુ’ એટલે રડવું અને ‘દ્રુ’ એટલે દોડવું. રુદ્ર એટલે રડનારો, રડાવનારો, રડતા રડતા દોડી જનારો. ભગવાને દર્શન આપવા, એટલે રડનારો. મુક્તિ માટે આક્રંદન કરે છે તે રુદ્ર.

૩. ‘रुतं राति इति रुद्रः ।

અર્થ : રુત્ એટલે દુ:ખ અને રાતિ એટલે નાશ કરે છે. દુ:ખનો નાશ કરનારો તે રુદ્ર. દુ:ખ એટલે અવિદ્યા અથવા સંસાર. રુદ્ર એટલે અવિદ્યામાંથી અથવા સંસારમાંથી નિવૃત્ત કરનારો.

૪. રુત્ એટલે સત્‍ય, એટલે જ શબ્‍દરૂપ ઉપનિષદો. રુત્ જેણે જાણ્‍યું અથવા પ્રતિપાદિત કર્યું તે રુદ્ર.

૫. રુત્ એટલે શબ્‍દરૂપ વાણી અથવા તત્‍પ્રતિપાદ્ય આત્‍મવિદ્યા. તે ઉપાસકોને આપે તે રુદ્ર.’

૬. રુદ્રનું અન્‍ય એક નામ એટલે ‘વૃષભ’. ‘વૃષભ આ શબ્‍દ ‘વૃષ્’ આ ધાતુ પરથી બન્‍યો છે. વૃષ્‍ટી કરનારો અને વધારેમાં વધારે પ્રજનનશક્તિ ધરાવનારો, એવા તેના બે અર્થ છે. રુદ્ર વરસાદ પાડી શકે છે અને તેને કારણે જ વનસ્‍પતિ લીલીછમ થાય છે, એવી સ્‍પષ્‍ટ ધારણા ઋગ્‍વેદમાંના રુદ્ર વિશેના મંત્રમાં વ્‍યક્ત થયેલી છે. સાંપ્રત વૃષભ શબ્‍દ ‘બળદ’ આ અર્થથી મોટાભાગે વપરાય છે. તેનું કારણ એટલે બળદ ધરાવી રહેલી ખાસ પ્રજનનશક્તિ એ છે.’

૧ આ. રુદ્રગણ

રુદ્રગણ આ રુદ્રના પાર્ષદ (સેવક) છે, એટલે સતત રુદ્રની નજીક રહીને સેવા કરે છે. આ એક કરોડ હોવાનું કહેવાય છે. ભૂતનાથ, વેતાળ, ઉચ્‍છુષ્‍મ, પ્રેતપૂતન, કુભાંડ ઇત્‍યાદિ રુદ્રએ ઉત્‍પન્‍ન કરેલા ગણ છે. રુદ્રગણ રુદ્ર જેવો જ વેશ ધારણ કરે છે. તે સ્‍વર્ગમાં નિવાસ કરે છે, પાપી લોકોનો નાશ કરે છે, ધાર્મિક લોકોનું પાલન કરે છે, પાશુપતવ્રત ધારણ કરે છે, યોગીજનોના વિઘ્‍નો દૂર કરે છે અને શિવજીની હંમેશાં સેવા કરે છે.

 

૨. કાળભૈરવ

‘કાશીના કોટવાલ’ કાળભૈરવ !

આ અષ્‍ટભૈરવમાંથી એક છે અને તેની ઉત્‍પત્તિ શિવના ક્રોધમાંથી થઈ. શિવે બ્રહ્મદેવનું પાંચમું મસ્‍તક એના જ હાથે તોડાવ્‍યું અને પછી તેને કાશીક્ષેત્રમાં રહેવાની આજ્ઞા કરી. એને ‘કાશીનો કોટવાળ’ એમ પણ કહેવાય છે. કાશીમાં પ્રવેશ કર્યા પછી પ્રથમ તેમનું દર્શન લેવું પડે છે. દર્શન લઈને પાછા ફરતી વેળાએે કાળભૈરવનો કાળો દોરો હાથમાં બાંધવામાં આવે છે.

 

૩. વીરભદ્ર

યમધર્મ અને દક્ષિણલોકના પ્રમુખ વીરભદ્ર !

યમધર્મ અને દક્ષિણલોકના પ્રમુખ વીરભદ્ર આ પણ શિવગણ છે. દક્ષિણલોક સાથે પ્રત્‍યક્ષ સંબંધ રહેલા વીરભદ્ર આ એકજ દેવ છે; તેથી આ ભૂતમાત્રોના નાથ એટલે ભૂતનાથ છે. તેમણે વેતાળને પોતાનું વાહન બનાવ્‍યું છે. લિંગરૂપમાં શિવની પહેલી પૂજા વીરભદ્રએ કરી, એવી કથા છે.

 

૪. ભૈરવ (ભૈરવનાથ)

ચોંસઠ યોગિનીઓના સ્‍વામી ભૈરવનાથ !

૪ અ. પ્રકાર

‘શિવ આગમમાં ભૈરવના ચોંસઠ પ્રકાર કહ્યા છે. આઠ ભૈરવોનો એક એવી રીતે તેમના આઠ વર્ગ બને છે. આ આઠ વર્ગના પ્રમુખ અષ્‍ટભૈરવના નામથી પ્રસિદ્ધ છે. આ સાથે જ કાળભૈરવ, બટુકભૈરવ આ ભૈરવનામો પ્રસિદ્ધ છે. તંત્રગ્રંથમાં ચોંસઠ ભૈરવોને ચોંસઠ યોગિનીના સ્‍વામી માનવામાં આવ્‍યા છે અને શક્તિઓનો અને ભૈરવોનો નિકટ સંબંધ બતાવ્‍યો છે. ‘ભૈરવ આ પ્રત્‍યેક શક્તિપીઠનું સંરક્ષણ કરતા હોય છે’, એવું કહ્યું છે. ‘ભૈરવો સિવાય કરેલી શક્તિની પૂજા નિષ્‍ફળ નીવડે છે’, એવું ‘મહાપીઠનિરૂપણ’ નામના ગ્રંથમાં કહ્યું છે.

૪ આ. ઉપાસના

મહારાષ્‍ટ્રમાં ભૈરવ સામાન્‍ય રીતે ગ્રામદેવતા તરીકે પૂજવામાં આવે છે. તેમને ‘ભૈરોબા’ અથવા ‘બહિરોબા’ અથવા ‘વિરોબા’ એમ કહે છે. ઘણું કરીને પ્રત્‍યેક ગામડામાં આ ભગવાનનું થાણું હોય છે. તે રાફડો અથવા સ્‍મશાન આવા સ્‍થાનો પર હોય છે. ક્યારેક તેની મૂર્તિ હોય છે, તો ક્યારેક તાંદળા (સિંદૂર ચોપડેલો ગોળ પત્‍થર) પર હોય છે. ‘રાત્રે તે ઘોડા પર બેસીને આંટો મારવા નીકળે, ત્‍યારે તેની સાથે કાળું કૂતરું હોય છે’, એવું કહેવાય છે.’

ભૈરવ ક્ષુદ્રદેવતા હોવાથી સાધના તરીકે તેમની ઉપાસના કરવામાં આવતી નથી.

૪ ઇ. અનિષ્‍ટ શક્તિઓનું નિવારણ કરનારા

‘કાંટાથી કાંટો કાઢવો’, આ નિયમ પ્રમાણે ભૈરવના જપથી જે શક્તિ નિર્માણ થાય છે તેને કારણે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન્યૂન થતો જાય છે. આ થતી વેળાએ વ્‍યક્તિને પીડા જણાઈ શકે છે. ભૈરવ આ મૃત્‍યુ પછીના દક્ષિણમાર્ગના અથવા ક્ષેત્રના, જ્‍યારે નારાયણ આ ઉત્તરમાર્ગમાંના અર્થાત્ આનંદમાર્ગમાંના ભગવાન છે.

 

૫. વેતાળ

વિકૃતિને તાલ પર નચાવનારા વેતાળ !

૫ અ. વ્‍યુત્‍પત્તિ અને અર્થ

વેતાળ આ શબ્‍દ ‘વૈતાલ’ આ શબ્‍દથી બન્‍યો છે. વૈતાલ એટલે વિકૃતિને તાલ પર નચાવનારા. આહત અને અનાહત નાદ એકત્ર આવે, ત્‍યાં ‘વૈ’ નામનાં સ્‍પંદનો નિર્માણ થાય છે. તેઓ વિકૃતિને ઠેકાણે કરે છે.

૫ આ. અન્‍ય નામો

‘વેતાળને આગ્‍યાવેતાળ, જ્‍વાલાવેતાળ અથવા પ્રલયવેતાળ એવું પણ કહે છે.

૫ ઇ. વિશિષ્‍ટતાઓ

વેતાળા ઇત્યાદિ સ્‍કંદસૈનિકોનો ભૂતગણોમાં સમાવેશ કરવામાં આવે છે. મત્‍સ્‍યપુરાણમાં વેતાળને ‘લોહી-માંસ ખાનારો’ એવું કહ્યું છે. શિવે વેતાળને પિશાચોનું આધિપત્‍ય આપ્‍યું. માંત્રિક લોક વેતાળને ‘વીર’ કહે છે. વૈતાલી આ વેતાળની માતા ‘માતૃકા’ તરીકે પણ મહત્ત્વ પામી છે.

૫ ઈ. મૂર્તિ

વેતાળની મૂર્તિ કાષ્‍ઠની અથવા પાષાણની હોય છે. ગ્રામદેવતાના સ્‍વરૂપમાંના વેતાળ તાંદળાના (ગોળ પથરાના) આકારમાં હોય છે. ગોમંતકમાં તેની લાકડાની અથવા પાષાણની મૂર્તિ હોય છે અને તેમાંથી કેટલીક નગ્‍ન છે. તેમના હાથમાં ત્રિશૂળ અથવા ડંડો હોય છે.

૫ ઉ. ઉપાસના

ગોમંતક સ્‍થિત પ્રિયોળ, આમોણે, સાવર્ડેં ઇત્‍યાદિ ગામોના અને મહારાષ્‍ટ્રમાંથી પુણે વિસ્‍તારના ઘણાં ગામોના તે ગ્રામદેવતા છે. પશ્‍ચિમ મહારાષ્‍ટ્રમાં તે સિંદૂર ચોપડેલા તાંદળાના (ગોળ પાણાના) સ્‍વરૂપમાં ગામની ભાગોળે સ્‍થાપિત હોય છે. તેમની આજુબાજુ સિંદૂરથી ચોપડેલા બીજા પણ કેટલાક તાંદળા હોય છે. તેમને વેતાળના સૈનિકો કહેવાય છે. વેતાળના મંદિરોની આજુબાજુ ઘણી વાર નવગ્રહોના મંદિરો હોય છે. મહારાષ્‍ટ્રમાં પણ તેમના કેટલાક ઉપાસકો છે. તેને પ્રસન્‍ન કરી લેવા માટે કેટલાક સ્‍થાનો પર મિષ્‍ટાન્‍ન અપાય છે. ઉત્‍સવના સમયે એને ફૂલોથી સજાવેલી પાલખીમાં લઈ જવાય છે.’

 

૬. ભૂતનાથ

ભૂતનાથ !

નોંધ : શિવના અંશાવતાર અનેક છે. અવતારનું કાર્યપ્રયોજન અલગ અલગ હોય છે. તેથી કાર્યને અનુરૂપ તેમનાં રૂપ, વેશ અને ધારણ કરેલા અસ્‍ત્ર-શસ્‍ત્રમાં ફેર છે. તેથી અલગ અલગ પ્રાંતોમાં તેમની ગુણવિશિષ્‍ટતાઓ અનુસાર સમાજમાં તેમની ઉપાસના કરવામાં આવે છે.

ભૂતનાથ આ વેતાળના વર્ગમાં આવેલા એક ક્ષુદ્રદેવ છે. ગોમંતકમાં એના દેવસ્‍થાનો છે. આ મધ્‍યરાત્રે પોતાના સૈનિકો સાથે સંચાર કરવા માટે નીકળે છે. તે સમયે તેમના હાથમાં એક ડંડો અને ખભા પર ધાબળો હોય છે, એવું કહેવાય છે. તે પગપાળા ભ્રમણ કરે છે; એટલા માટે તેમના પગના પગરખાં ઘસાઈ જાય છે, આ સમજણને કારણે મહારાષ્‍ટ્ર સ્‍થિત સાવંતવાડી વિસ્‍તારના લોકો તેમને પ્રત્‍યેક મહિને નવા પગરખાં અર્પણ કરે છે.’

 

૭. નટરાજ

નાટ્યકળા પ્રવર્તિત કરનારા નટરાજ !

‘એકાદ નિશ્‍ચિત ઘટના અથવા વિષય અભિવ્‍યક્ત કરવા માટે જે અંગચાલન કરવામાં આવે છે, તેને ‘નટન અથવા નાટ્ય’ એવી સંજ્ઞા છે. આ નટન જે કરે છે તે નટ છે. નટરાજના રૂપમાં શિવે નાટ્યકળા પ્રવર્તિત કરી, એવી પારંપારિક ધારણા છે. શિવ એ આદ્યનટ છે, એવી શ્રદ્ધા હોવાથી તેમને ‘નટરાજ’ એ બિરુદ મળ્‍યું.

શિવનું રૂપ નટરાજ, તાંડવનૃત્‍ય અને તેના સાત પ્રકાર આ વિશે વિગતવાર જાણકારી માટે અહીં ક્લિક કરો !

શિવજી, નટરાજ અને તાંડવનૃત્ય

 

૮. કિરાત

‘આ શિવનું કાપાલિક રૂપ છે. શિવ જેટલું જ જનમાનસમાં તે તેમનું પ્રિય રૂપ છે. આ રૂપમાં તે ગજચર્મ ઓઢે છે. તેમની સામે ભૂતગણ હસતા-નાચતા હોય છે. ભગવતી ઉમા પણ તેમની સાથે તે જ વેશમાં હોય છે. શૈવ ધર્મના ઉત્‍કર્ષકાળ દરમ્‍યાન શિવનું આ રૂપ ધીમે ધીમે લોપ પામ્‍યું. કેવળ નૃત્‍ય સાથે શિવનો સંબંધ રહ્યો. શિવના તે નર્તક રૂપનો વિકાસ થઈને શિવની નટરાજ આ મૂર્તિ નિર્માણ થઈ.’

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘શિવ વિશેનું અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય વિવેચન’

Leave a Comment