‘શ્રાવણ માસમાં આવનારા વિવિધ વ્રતો અને તહેવારોને કારણે ઠેકઠેકાણે જાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. ઓતુર નામના પુણે જિલ્લાના ગામમાં થનારી શ્રાવણી સોમવારની જાત્રાની એક વિશિષ્ટતા છે. પુણે જિલ્લાનું જુન્નર આ પંચલિંગ ક્ષેત્ર છે. તેમાં પણ ‘ઓતુર’ આ પુણે જિલ્લાના જુન્નર તાલુકાના માંડવી નદીને કાંઠે વસેલું એક ગામ છે. આ ગામનું પહેલાંનું નામ ‘ઉત્તમાપુર’ હતું. અહીં શ્રી કપર્દિકેશ્વરનું (શિવનું) પ્રાચીન મંદિર અને શ્રી ચૈતન્ય સ્વામી (શ્રી બાબાજી ચૈતન્ય મહારાજ) સમાધિ મંદિર છે. ગુરુ શ્રી બાબાજી ચૈતન્ય મહારાજ અર્થાત સંત તુકારામ મહારાજને સ્વપ્નદૃષ્ટાંત દ્વારા ‘રામ કૃષ્ણ હરિ’ મંત્ર આપનારા તેમના ગુરુ છે ! શ્રી બાબાજી ચૈતન્ય મહારાજ વર્ષ ૧૫૭૧માં આ શ્રી કપર્દિકેશ્વર મંદિરના સાન્નિધ્યમાં સમાધિસ્ત થયા. બન્ને મંદિરો ગામની બહાર છે અને નિસર્ગરમ્ય છે.
ઓતુર ખાતે શ્રી કપર્દિકેશ્વરની જાત્રા પ્રતિવર્ષ શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે ભરાય છે. આ દિવસે સવારે ગામના સર્વ ઘરોમાંથી ચોખા લઈને પાસેની માંડવી નદીમાં તે ધોઈ લેવામાં આવે છે અને મંદિરના ગર્ભગૃહમાં તે ચોખામાંથી પાંચ ઘડાની પિંડ બનાવે છે. દહી-મટકી સમયે જે રીતે ગોપાલોના એકની ઉપર એક એમ ઉતરડ રચવામાં આવે છે, તેવી રીતે એક પર એક આ રીતે ૫ પિંડીઓ ઊભી કરવામાં આવે છે. ઘડા એક પર એક મૂકતી વેળાએ તેમની વચ્ચે એક લિંબુ મૂકવામાં આવે છે. એટલે બીજો ઘડો મૂકતી વેળાએ પહેલા ઘડા પર લિંબુ મૂકીને તેના પર બીજો ઘડો મૂકવામાં આવે છે. ત્યાર પછી આગળના ઘડા મૂકતી વેળાએ આ રીતે જ લિંબુ મૂકવામાં આવે છે. આ રીતે એક પર એક ઘડા મૂકનારા પૂજારીની આંખો પર પટ્ટી બાંધેલી હોય છે. આ રીતે કરેલી ચોખાની પિંડીની નિર્મિતિ અદ્ભૂત માનવામાં આવે છે. પ્રત્યેક સોમવારે પિંડીની સંખ્યા વધતી જાય છે. આ પિંડી જોવા માટે વિવિધ ઠેકાણેથી લાખો લોકો આવે છે. સોમવારે જાત્રાના દિવસે પુરસ્કાર આપનારી કુસ્તીઓના મસમોટા અખાડાઓ ભરાય છે. તે માટે સમગ્ર રાજ્યમાંથી મલ્લ લોકો ઓતુર ખાતે આવે છે.