મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રની કુંડલી

Article also available in :

પ્રભુ શ્રીરામ
મહારાષ્‍ટ્રના કુંડલી-સંગ્રહ આ ગ્રંથમાંથી લીધેલી પ્રભુ શ્રીરામની કુંડલી

જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર પ્રભુ શ્રીરામની કુંડલીનો અભ્‍યાસ સંક્ષિપ્‍ત સ્‍વરૂપમાં આપી રહ્યા છીએ. પ્રભુ શ્રીરામની કુંડલી વિશે અનેક મત હોવાથી અલગ અલગ કુંડલીઓ છે. પ્રભુ શ્રીરામની અભ્‍યાસ કરવા માટે લીધેલી કુંડલી મહારાષ્‍ટ્રના કુંડલી-સંગ્રહ (લેખક મ.દા. ભટ, વ.દા. ભટ) આ ગ્રંથમાંથી લીધી છે.

પ્રભુ શ્રીરામનો જન્‍મ ત્રેતાયુગમાં ચૈત્ર સુદ પક્ષ નવમીની તિથિએ અયોધ્‍યા નગરીમાં થયો.

 

૧. પ્રભુ શ્રીરામચંદ્રના જન્‍મ સમયે નક્ષત્ર, રાશિ અને તિથિ

પ્રભુ શ્રીરામચંદ્રનો જન્‍મ મધ્‍યાહ્‌ન કાળે પુનર્વસુ નક્ષત્રના ચતુર્થ ચરણમાં, કર્ક રાશિમાં, ચૈત્ર સુદ પક્ષ નવમી તિથિએ થયો.

 

૨. પ્રભુ શ્રીરામચંદ્રની કુંડલીમાંના મહત્ત્વના ગ્રહયોગ

પ્રભુ શ્રીરામચંદ્રની કુંડલીમાંના બુધ ગ્રહને છોડતાં, અન્‍ય ગ્રહ સ્‍વરાશિમાં અને ઉચ્‍ચ રાશિમાં છે અને કેંદ્રસ્‍થાનમાં છે. કુંડલીમાંના ચંદ્ર, રાહુ, કેતુ આ સ્‍વરાશિમાં અને રવિ, મંગળ, ગુરુ, શુક્ર, શનિ આ ગ્રહો ઉચ્‍ચ રાશિમાં છે.

 

૩. પ્રભુ શ્રીરામચંદ્રની કુંડલીમાંના બાર સ્‍થાનોમાંના ગ્રહોનું વર્ણન

અ. પ્રથમ સ્‍થાનનો અધિપતિ પ્રથમ સ્‍થાનમાં લગ્‍નેશ ચંદ્ર લગ્‍નમાં સ્‍વરાશિમાં ઉચ્‍ચ ગુરુથી યુક્ત છે. આવા લોકોની પ્રકૃતિ સારી, સુદૃઢ હોય છે. તેઓ કીર્તિમાન થાય છે. સર્વગુણસંપન્‍ન હોય છે. વૃત્તિ ધાર્મિક હોય છે. પ્રભુ શ્રીરામે સદૈવ ધર્મમર્યાદાઓનું પાલન કર્યું; તેથી તેમને મર્યાદા પુરુષોત્તમ કહે છે. લગ્‍નેશ (પ્રથમ સ્‍થાનનો અધિપતિ) ચંદ્ર, ભાગ્‍યેશ (નવમા સ્‍થાનનો અધિપતિ) ગુરુ યુક્ત હોવાથી ગુરુ વસિષ્‍ઠની આજ્ઞા અનુસાર રાજા દશરથે પુત્રપ્રાપ્‍તિ માટે કરેલા યજ્ઞ પછી પ્રભુ શ્રીરામનો જન્‍મ થયો.

આ. દ્વિતીયેશ (દ્વિતીય સ્‍થાનનો અધિપતિ) રવિ દશમ સ્‍થાનમાં ઉચ્‍ચ રાશિમાં હોવાથી રાજઘરાણામાં જન્‍મ, કુટુંબમાં પ્રેમ, નેત્ર સુંદર, દૂરદૃષ્‍ટિ, એકવચની અને બોલવામાં મીઠાશ હતી.

ઇ. તૃતીયેશ (તૃતીય સ્‍થાનનો અધિપતિ) તૃતીય સ્‍થાનમાં સ્‍વરાશિમાંના રાહુ, બુધ દશમમાં ઉચ્‍ચ રવિયુક્ત હોવાથી ભાઈ-પ્રેમ ઉત્તમ. આ સ્‍થાન પરથી પ્રવાસની પણ જાણ થાય છે. વનવાસ પ્રવાસમાં પણ ભાઈ લક્ષ્મણનો સહવાસ મળ્યો. વનવાસકાળમાં ભાઈ ભરતે ભાઈ-પ્રેમ ખાતર અને આદરભાવથી શ્રીરામની પાદુકા સિંહાસન પર મૂકીને દાસ્‍યભાવથી રાજ્‍યકારભાર કર્યો.

ઈ. ચતુર્થમાં (સુખસ્‍થાન, માતૃસ્‍થાન) ઉચ્‍ચ શનિ, શનિ-રવિ સમસપ્‍તક યોગ હોવાથી સાવકી માતાને કારણે સર્વ સુખોનો ત્‍યાગ કરવો પડ્યો. શનિ-રવિ ઉચ્‍ચ રાશિમાં હોવાથી માતા પર ગુસ્‍સે થવાને બદલે આનંદથી આજ્ઞાપાલન તરીકે સર્વસ્‍વનો ત્‍યાગ કર્યો. ચતુર્થેશ (ચતુર્થ સ્‍થાનનો અધિપતિ) શુક્ર ભાગ્‍યસ્‍થાનમાં ઉચ્‍ચ રાશિનો હોવાથી બાળપણ ઐશ્‍વર્યમાં, રાજપ્રાસાદ (રાજમહેલ)માં વ્‍યતીત થયું.

ઉ. પંચમેશ (પંચમ સ્‍થાનનો અધિપતિ) મંગળ સપ્‍તમ સ્‍થાનમાં ઉચ્‍ચ રાશિમાં હોવાથી, તેમજ ચંદ્ર-મંગળ અને ગુરુ-મંગળ સમસપ્‍તક યોગ હોવાથી સંતાનો સાહસી, કર્તવ્‍યનિષ્‍ઠ અને પરાક્રમી હતા. શનિ-મંગળ કેંદ્રયોગને કારણે સંતાન જન્‍મ સમયે અનુપસ્‍થિત.

ઊ. ષષ્‍ઠસ્‍થાનનો અધિપતિ ષષ્‍ઠસ્‍થાનમાં ધન રાશિ અને ષષ્‍ઠેશ ગુરુ લગ્‍નમાં (પ્રથમ સ્‍થાનમાં) ઉચ્‍ચ રાશિમાં ચંદ્રયુક્ત હોવાથી સ્‍પર્ધાઓ જીતવી. રાજા જનક અને મહર્ષિ પરશુરામે સીતા સ્‍વયંવર માટે નક્કી કરેલા શિવધનુષ્‍યને પ્રત્‍યંચા ચડાવવાની ટેક જીત્‍યા. શત્રુ પર વિજય મેળવે છે. યુદ્ધકુશળતા નિપુણ હોવાથી તેમણે સુબાહુ, મારિચ આ રાક્ષસોનો, જ્‍યારે ત્રાટિકા રાક્ષસીનો વધ કર્યો. ઇંદ્રપુત્ર વાલીનો વધ કર્યો. સૂર્યપુત્ર સુગ્રીવનું રક્ષણ કર્યું અને રાવણનો પરાભવ કર્યો.

એ. સપ્‍તમમાં ઉચ્‍ચ રાશિનો મંગળ, ગુરુની સપ્‍તમ દૃષ્‍ટિ અને સપ્‍તમેશ (સપ્‍તમસ્‍થાનનો અધિપતિ) શનિ ચતુર્થમાં ઉચ્‍ચ રાશિમાં કેંદ્રસ્‍થાનમાં હોવાથી પત્નીવિયોગ, પત્ની વિરહ સહન કરવો પડ્યો. શનિ ગ્રહ ઉચ્‍ચ રાશિમાં હોવાથી એકપત્નીવ્રતનું આચરણ કર્યું.

ઐ. અષ્‍ટમમાં કુંભ રાશિ અને અષ્‍ટમેશ (અષ્‍ટમ સ્‍થાનનો અધિપતિ) શનિ ચતુર્થમાં ઉચ્‍ચ રાશિમાં હોવાથી અયોધ્‍યાવાસીઓએ શ્રીરામના દેહત્‍યાગ પછી દેહત્‍યાગ કર્યો.

ઓ. ભાગ્‍યસ્‍થાનમાં (નવમું સ્‍થાન) ઉચ્‍ચ રાશિનો શુક્ર, સ્‍વરાશિના કેતુથી યુક્ત હોવાથી મહાન ગુરુ પાસેથી વિદ્યા સંપાદન કરી; પરંતુ યુવાનીમાં ભાગ્‍યમાં (નસીબમાં) હોવા છતાં સુખ ઉપભોગી શક્યા નહીં. ભાગ્‍યેશ (ભાગ્‍યસ્‍થાનનો અધિપતિ) ગુરુ લગ્‍નસ્‍થાનમાં (પ્રથમ સ્‍થાનમાં) ઉચ્‍ચ રાશિના ચંદ્રથી યુક્ત સ્‍વરાશિમાંનો હોવાથી ધર્મકર્મ, દૂરનો પ્રવાસ, પરોપકાર, તેમજ ગુરુકૃપા સંપાદન કરી. કીર્તિમાન થયા.

ઔ. કર્મસ્‍થાનમાં (દશમ સ્‍થાન) ઉચ્‍ચ રાશિનો રવિ, બુધ યુક્ત હોવાથી આદર્શ રાજ્‍ય કર્યું. પોતાની પ્રત્‍યેક કૃતિ દ્વારા સમાજ સામે આદર્શ પ્રસ્‍તુત કર્યો. આદર્શ રાજા તરીકે માન્‍યતા મળી. રવિ ગ્રહ પર શનિ ગ્રહની પૂર્ણ દૃષ્‍ટિ હોવાથી પિતૃસુખથી વંચિત રહેવું પડ્યું. ધોબીને કારણે રાજ્‍ય ભોગવવાનું સુખ મળ્યું નહીં. દશમેશ (દશમ સ્‍થાનનો અધિપતિ) મંગળ સપ્‍તમમાં ઉચ્‍ચ રાશિનો હોવાથી સ્‍વપરાક્રમથી (ટેક જીતવાથી) પત્ની મળી.

અં. લાભેશ (એકાદશ સ્‍થાનનો અધિપતિ) શુક્ર ભાગ્‍યસ્‍થાનમાં ઉચ્‍ચ રાશિનો; પરંતુ કેતુયુક્ત હોવાથી સર્વ ઐશ્‍વર્ય, વૈભવ હોવા છતાં તેનો પૂર્ણતઃ ઉપભોગ ન લઈ શક્યા.

ક. વ્‍યયેશ (વ્‍યયસ્‍થાનનો અધિપતિ) બુધ દશમમાં ઉચ્‍ચ રવિયુક્ત હોવાથી સાંસારિક સુખનો ત્‍યાગ કરીને લોકકલ્‍યાણ માટે પરિશ્રમ કર્યો.

સૌ. પ્રાજક્તા જોશી, જ્‍યોતિષ ફલિત વિશારદ. (૧૪.૩.૨૦૧૬)

 

ઉપરોક્ત લેખ લખતી વેળાએ થયેલી અનુભૂતિઓ

૧. લેખના આરંભથી અજાણ્‍યે શ્રીરામનો નામજપ એક લયમાં થતો હતો.

૨. ટંકલેખન કરતી વેળાએ સંગણકના કળફલક (કીબોર્ડ) પરનો શ્રીરામ આ શબ્‍દ સંગણકના જે બટનો દાબવાથી આવે છે (E H J K A આ અક્ષરો), કેવળ તે અક્ષરો પર સોનેરી અને વાદળી દૈવી કણો આવ્‍યા.

– સૌ. પ્રાજક્તા જોશી, જ્‍યોતિષ ફલિત વિશારદ. (૧૪.૩.૨૦૧૬)

Leave a Comment