શિવજી અને તેમનાં વિવિધ નામો

Article also available in :

એકાદ દેવતા વિશે જો આપણને અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય જ્ઞાન જ્ઞાત થાય, તો તે દેવતા વિશે આપણી શ્રદ્ધા વધારે દૃઢ થવામાં સહાયતા થાય છે. શ્રદ્ધાને કારણે સહેજે ઉપાસના ભાવપૂર્ણ થાય છે અને ભાવપૂર્ણ ઉપાસના એ વધુ ફળદાયી હોય છે. આ દૃષ્‍ટિએ સદર લેખમાં શિવજીના શબ્‍દનો અર્થ અને શિવજીના અન્‍ય કેટલાક નામોનો આધ્‍યાત્‍મિક અર્થ જોઈશું.

 

૧. વ્‍યુત્‍પત્તિ અને અર્થ

અ. શિવ  શબ્‍દ ‘વશ્’ શબ્‍દના વર્ણવ્‍યત્‍યાસથી, એટલે અક્ષરોની ઊલટપાલટ પદ્ધતિથી નિર્માણ થયો છે. ‘વશ્’ એટલે પ્રકાશવું; એટલે જે પ્રકાશે છે તે શિવ. શિવજી પોતે સ્‍વયંસિદ્ધ અને સ્‍વયંપ્રકાશી છે. તે સ્‍વયં પ્રકાશિત રહીને વિશ્‍વને પણ પ્રકાશિત કરે છે.

આ. શિવ એટલે મંગલમય અને કલ્‍યાણસ્‍વરૂપ એવું તત્ત્વ.

ઇ. શિવ એટલે બ્રહ્મ અને પરમશિવ એટલે પરબ્રહ્મ.

 

૨. કેટલાંક નામોનાં આધ્‍યાત્‍મિક અર્થ

૨ અ. શંકર

‘‘शं करोति इति शङ्‍करः ।’

‘શમ્’ એટલે કલ્‍યાણ અને ‘કરોતિ’ એટલે કરે છે. જે કલ્‍યાણ કરે છે તે શંકર.

૨ આ. મહાંકાળેશ્‍વર

અખિલ વિશ્‍વબ્રહ્માંડના અધિષ્‍ઠાતા દેવ (ક્ષેત્રપાલદેવ) એ કાળપુરુષ એટલે જ મહાકાળ (મહાન્‌કાળ) છે. તેમના પણ જે ઈશ્‍વર, તેમને મહાંકાળેશ્‍વર કહે છે.

૨ ઇ. મહાદેવ

વિશ્‍વસર્જનના અને વ્‍યવહારના વિચારો સાથે મૂળત: ત્રણ વિચારો હોય છે – પરિપૂર્ણ પાવિત્ર્ય, પરિપૂર્ણ જ્ઞાન અને પરિપૂર્ણ સાધના. આ ત્રણેય જેનામાં એકત્રિત છે, એવા દેવને ‘દેવોના દેવ’, એટલે જ ‘મહાદેવ’, એવું સંબોધવામાં આવે છે.

૨ ઈ. ભાલચંદ્ર

ભાલ પર, એટલે કપાળ પર જેણે ચંદ્ર ધારણ કર્યો છે, તે ભાલચંદ્ર. શિવપુત્ર શ્રી ગણપતિનું પણ ‘ભાલચંદ્ર’ આ એક નામ છે.

૨ ઉ. ગંગાધર

સ્‍વર્ગમાં વાસ કરનારાં ગંગાજી ભગીરથની કઠોર તપશ્‍ચર્યાને કારણે પૃથ્‍વી પર પધાર્યાં. તે સમયે ગંગાજીના પ્રવાહનો ભયાનક વેગ અન્‍ય કોઈપણ રોકી શકતું નહોતું. શિવજીએ ગંગાજીને પોતાની જટામાં ધારણ કર્યા; તેથી તેમને ‘ગંગાધર’ એમ પણ કહે છે.

૨ ઊ. કર્પૂરગૌર

શિવજીનો રંગ કર્પૂર જેવો (કપૂર જેવો) ધોળો છે; તેથી તેમને ‘કર્પૂરગૌર’ એવું પણ કહે છે.

૨ એ. સ્‍તેનપતિ

‘સ્‍તેન’ એટલે ચોર. ‘સ્‍તેનપતિ’ એટલે ચોરોના પાલનકર્તા. પહેલાં શિવજીનાં દેવાલયો ઘણુંકરીને ગામની બહાર રહેતા. ચોર ત્‍યાં સંતાઈ જતા અને વહેંચણી કરતી વખતે એક ભાગ શિવજી માટે પણ રાખતા હતા.

૨ ઐ. પિંગલાક્ષ

પિંગલ + અક્ષ = પિંગલાક્ષ. પિંગલ = પિંગળા, ઘુવડની એક જાત. પિંગલ આ પક્ષીને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્‍યકાળ સમજાય છે. તે રીતે શિવજીને પણ સમજાય છે; માટે તેમને ‘પિંગલાક્ષ’ એમ પણ કહે છે.

૨ ઓ. અઘોર

અઘોર = અ + ઘોર. અઘોર એટલે ચિંતા ન રહેલો.

૨ ઔ. નીલકંઠ અને આશુતોષ

૧. અન્‍યના સુખ માટે કોઈપણ ત્રાસ ભોગવવા માટે સિદ્ધ (તૈયાર) હોય એવા : સમુદ્રમંથનમાંથી ઉત્‍પન્‍ન થયેલું હળાહળ ઝેર સમગ્ર જગતને બાળતું હતું. તે સમયે કોઈપણ દેવતા તેનો સ્‍વીકાર કરવા આગળ આવતા ન હતા. ત્‍યારે શિવજીએ હળાહળ ઝેરનું પ્રાશન કર્યું અને જગત્‌નો વિનાશ થતો રોક્યો. વિષપ્રાશનને કારણે તેમનો કંઠ કાળો-આસમાની થયો અને તેમને ‘નીલકંઠ’ એવું નામ મળ્‍યું.

૨. આશુતોષ એટલે સહજતાથી પ્રસન્‍ન થનારા

૨ અં. દીનબંધુ, દીનાનાથ અને ભોળા

સનાતન સંસ્‍થાના શ્રદ્ધાસ્‍થાન પ.પૂ. ભક્તરાજ મહારાજજી એ કેટલાક ભજનો દ્વારા તેમના ગુરુદેવ પ.પૂ. અનંતાનંદ સાઈશજીને ઉદ્દેશીને ‘દીનબંધુ’, ‘દીનાનાથ’ અને ‘ભોળા’, એવી સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. સનાતન સંસ્‍થાનાં એક સાધિકાને પ.પૂ. ભક્તરાજ મહારાજજીના ભજન ગાતી વેળાએ થયેલી નીચે જણાવેલી અનુભૂતિ પરથી ઉપર જણાવેલી સંજ્ઞાનો શિવજીના સંદર્ભમાનો અર્થ ધ્‍યાનમાં આવે છે.

‘ભજનમાં રહેલા ‘દીનબંધુ, દીનાનાથ અને ભોળા’, એવું હું મનમાં શિવજીને કહી રહી છું, એવું લાગ્‍યું. બ્રહ્માંડમાંના જીવમાત્રના પાલનકર્તાને ‘દીનાનાથ’  સંજ્ઞા છે, જ્‍યારે સહજભાવમાં અહંવિરહિત અવસ્‍થામાં રહેનારા જીવને ‘ભોળા’ આ સંજ્ઞા આપવામાં આવે છે. મિત્રત્‍વના સંબંધો સાંચવી લઈને માથા પર કૃપાનો વરદહસ્‍ત મૂકનારી વિભૂતિને ‘દીનબંધુ’ આ સંજ્ઞા છે. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ શિવદશામાં લખેલા ભજનોમાંની  સંજ્ઞા હોવાથી તે સંજ્ઞા મને ગર્ભગૃહમાં રહેલા શિવતત્ત્વને ઉદ્દેશીને જ ગાવી જોઈએ, એવું શા માટે લાગ્‍યું, તે સમજાયું.’ – શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ, સનાતન શ્રમ, રામનાથી, ગોવા. (૧૫.૧૨.૨૦૦૭)

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘શિવ વિશેનું અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય વિવેચન’

Leave a Comment