અંગ્રેજીમાં એક સુવિચાર છે, ‘When nails grow long, we cut nails, not fingers. Similarly, when misunderstandings grow up, cut your ego & not your relations.’ અહીં નખોને અહંકારની ઉપમા આપવામાં આવી છે. અહંકાર વધે કે, સદ્સદ્વિવેકબુદ્ધિ લોપ પામે છે. વર્તમાનના સ્પર્ધાયુક્ત ધાંધલધમાલના જીવનમાં સાત્ત્વિકતા ટકાવી રાખવા માટે નાનામાં નાની કૃતિ શાસ્ત્ર અનુસાર કરવાથી નિશ્ચિત જ લાભ થાય છે.
આયુર્વેદ પ્રમાણે હાથ-પગના નખ નિયમિત કાપવાથી પાચનસંસ્થાનું આરોગ્ય સુધરે છે. નખોના રંગ અનુસાર વિવિધ બીમારીઓ ઓળખી શકાય છે. વર્તમાનના દોડધામના કાળમાં નખો કાપવા માટે એકાદ ચોક્કસ દિવસે સમય મળશે જ, એમ નથી. ઘણા લોકોને રવિવારે રજા હોવાથી મોટાભાગના લોકો રવિવારે જ નખો કાપે છે. કેટલાક લોકોને ‘નખો કયા વારે કાપવા યોગ્ય ?’, એવી જિજ્ઞાસા હોય છે.
જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સૂર્યોદય સમયે જે ગ્રહનો હોરા હોય છે, (હોરા અર્થાત્ ૧ કલાકનો સમયગાળો.) તે ગ્રહનું નામ તે વારને આપેલું હોય છે, ઉદા. રવિવારે સૂર્યોદય સમયે રવિ ગ્રહનો હોરા હોવાથી તેને ‘રવિવાર’ એવું નામ છે. નખો વધારવાથી દેહમાં તમોગુણ વધે છે. વાર હોરા અનુસાર નક્કી થતા હોવાથી હોરા અનુસાર કરવાના કૃત્યો જોઈએ, તો ધ્યાનમાં આવે છે કે, વ્યષ્ટિ અને સમષ્ટિ સાધના માટે નખો કાપવા માટે શનિવાર અને રવિવાર છોડતાં અન્ય સર્વ વાર યોગ્ય છે. ‘કયા દિવસે નખો કાપવાથી નક્કી શું લાભ થાય છે ?’, તે અનુમાને અત્રે પ્રસ્તુત કર્યું છે.
વાર અનુસાર નખો કાપવાથી થનારી ફળપ્રાપ્તિ
વાર | હોરા અનુસાર કરવાની કૃતિઓ | નખો કાપ્યા પછી થનારી સંભાવ્ય ફળપ્રાપ્તિ | નખો કાપવાનું વિશ્લેષણ |
---|---|---|---|
૧. સોમવાર | સર્વ કાર્ય | આરોગ્યપ્રાપ્તિ | સોમ એટલે ચંદ્ર. ચંદ્ર મનનો કારક છે. મનની સ્થિતિ પર જ આપણું આરોગ્ય આધારિત હોય છે. આ દિવસે નખો કાપવાથી મન પરના તમોગુણનું આવરણ દૂર થવામાં સહાયતા થઈ શકે છે. |
૨. મંગળવાર | યુદ્ધ અને વાદવિવાદ | કર્જમુક્ત થવામાં સહાયતા થવી | કર્જ ચૂકતું કરવાથી થનારા સંભાવ્ય વાદવિવાદ ટળવા માટે મંગળવારે નખો કાપી શકાય. |
૩. બુધવાર | જ્ઞાનાર્જન | સન્માર્ગથી ધનપ્રાપ્તિ થવી | બુધ એ વૈશ્ય વર્ણનો બૌદ્ધિક ગ્રહ છે. આ દિવસે નખ કાપવાથી બૌદ્ધિક યશને કારણે નોકરી/વ્યવસાયમાં ધનલાભ થઈ શકે છે. |
૪. ગુરુવાર | મંગળ કાર્ય | ઘરમાં થનારી અશુભ બાબતોને રોક લાગવી અને ચિત્ત ગુરુઉપાસના ભણી વળવું | ગુરુ એ આધ્યાત્મિક ગ્રહ છે અને ઉપાસનાનો કારક છે. આ દિવસે નખો કાપવાથી સત્ત્વગુણ વૃદ્ધિંગત થવામાં સહાયતા થઈ શકે છે. |
૫. શુક્રવાર | પ્રયાણ | પ્રિય વ્યક્તિ સાથે મેળાપ થવો | શુક્ર એ કલા અને પ્રીતિનો કારક છે. આ દિવસે નખો કાપવાથી પ્રિય વ્યક્તિના મેળાપ માટે પ્રયાણ થઈ શકે છે. |
૬. શનિવાર | દ્રવ્યસંચય | આસક્તિ વધવી અને માનસિક સ્થિરતા ઓછી થવી | સાધનામાં ત્યાગ મહત્ત્વનો હોય છે. દ્રવ્યસંચયને કારણે ધ્યેયથી લક્ષ વિચલિત થઈ શકે છે. તેથી શનિવારે નખ ન કાપવા. |
૭. રવિવાર | રાજસેવા | રજોગુણ વધવો અને કામમાં અડચણો નિર્માણ થવી | રાજસેવા કરવામાંનો સમય ઓછો ન થાય, તે માટે રવિવારે નખો ન કાપવા. સાધકો માટે રાજસેવા અર્થાત્ સમષ્ટિ સેવા. |
કાપેલા નખ ઘરમાં ન પડે, એની કાળજી અવશ્ય લેવી. નખો એક કાગળમાં વીંટીને કાળજીપૂર્વક કોઈના પણ હાથમાં ન આવે, એ રીતે ફેંકી દેવા.’
– સૌ. પ્રાજક્તા જોશી (જ્યોતિષ ફલિત વિશારદ)