અનુક્રમણિકા
- ૧. પશુવધગૃહના (કતલખાનાના) પ્રત્યાઘાતો દ્વારા વેદનાઓની ખંડિત લહેરો ત્યાંના પથ્થરોમાં ઉત્પન્ન કરવી
- ૨. માંસાહારમાં રહેલી તમોગુણી લહેરોના પ્રભાવથી દેહમાંના સત્ત્વગુણોનો વિનાશ થવો અને આ વિચારોના પ્રભાવથી મનુષ્યના હાથે એકાદ દુષ્કૃત્ય થવું
- ૩. અનુભૂતિ
- ૪. માંસાહાર કરવાથી જીવનો તમોગુણ વધીને તેની આધ્યાત્મિક ઉન્નતિ થવામાં વિઘ્ન ઉત્પન્ન થવા અને જીવ સંસારચક્રમાં અટવાવો
- ૫. પિતૃપક્ષમાં અને શ્રાદ્ધના સમયે જીવે માંસાહાર જેવી તામસિક કૃતિ કરવાથી તેનું ફળ તેની સાથે તેના પિતરોને પણ મળવું અને પિતૃઋણ ઘટવા કરતાં તે હજી વધવું
માંસાહારની તમોગુણી લહેરોના પ્રભાવથી દેહમાંના સત્ત્વગુણોનો વિનાશ થાય છે. માંસાહારને કારણે થનારા અન્ય દુષ્પરિણામો અહીં જોઈશું.
૧. પશુવધગૃહના (કતલખાનાના) પ્રત્યાઘાતો દ્વારા વેદનાઓની ખંડિત લહેરો ત્યાંના પથ્થરોમાં ઉત્પન્ન કરવી
દિલ્લી વિદ્યાપીઠના શાસ્ત્રજ્ઞ પ્રાધ્યાપક મદનમોહન બજ અને વિજયરાજ સિંહએ રશિયન પશુવધગૃહમાં (કતલખાનામાં) જઈને ત્યાંના જીવોના પિંડની વેદનાઓનો અભ્યાસ કર્યો. તેઓ તેમના પ્રબંધમાં કહે છે, ‘પશુવધગૃહમાં રહેલી પ્રત્યાઘાતોએ વેદનાઓની ખંડિત લહેરો ત્યાંના પથ્થરોમાં (ઇંટરૅક્શન ઑફ અબેટાયર જનરેટેડ નૉન-લિનિયર ઇલાસ્ટિક પેનવેવ્જ ઇન રૉક્સ) ઉત્પન્ન કરી.’
૨. માંસાહારમાં રહેલી તમોગુણી લહેરોના પ્રભાવથી દેહમાંના સત્ત્વગુણોનો વિનાશ થવો અને આ વિચારોના પ્રભાવથી મનુષ્યના હાથે એકાદ દુષ્કૃત્ય થવું
‘માંસાહાર કરવો, આ કૃતિ જ તમપ્રધાન માનવામાં આવે છે. ‘અન્ય જીવની હત્યાથી નિર્માણ થયેલું ખાદ્ય દેહના સર્વ ગુણોનો વિનાશ સર્જેં છે,’ એવો ધર્મનિયમ છે. આવા માંસાહારમાંના તમગુણી લહેરોના પ્રભાવથી દેહમાંના સત્ત્વગુણોનો વિનાશ થાય છે, પરિણામે સારા વિચારો નષ્ટ પામીને અવિચારોથી યુક્ત એવા હિંસક વિચારોનો ઉદય થઈ શકે છે. આ અવિચારોના પ્રભાવથી મનુષ્ય એકાદ દુષ્કૃત્ય કરવા માટે પણ સિદ્ધ (તૈયાર) થાય છે; એટલા માટે તમોગુણથી યુક્ત એવો માંસાહાર ટાળવો.’ – એક વિદ્વાન (સૌ.) અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા, મહા સુદ બારસ, ૪.૩.૨૦૦૮, સાંજે ૭.૪૫)
૩. અનુભૂતિ
૩ અ. માંસાહાર કર્યા પછી વિવિધ શારીરિક અને માનસિક ત્રાસ થવા અને તે દિવસથી માંસાહાર ન ખાવાનો મક્કમ નિશ્ચય થવો
‘૧૧.૧૨.૨૦૦૫ના દિવસે એક સાધકના ઘરેથી રાત્રે માંસાહાર જમીને હું આશ્રમમાં પાછો ફર્યો. માત્ર ૧૫ મિનિટોમાં મને થઈ રહેલા ત્રાસમાં વધારો થયો હોવાનું મારા ધ્યાનમાં આવ્યું. તે સમયે મારી બુદ્ધિ પર કાળું આવરણ આવ્યું હતું. ‘હું શું કરી રહ્યો છું અને શું બોલી રહ્યો છું’, એનું મને ભાન નહોતું. મને કાંઈ જ સૂઝતું નહોતું. તે સ્થિતિમાં જે શબ્દો હું કદી જ બોલ્યો નહોતો, એવા શબ્દોમાં પ્રતિક્રિયાઓ વ્યક્ત થવા લાગી. ‘આ આધ્યાત્મિક ત્રાસ છે’, આ વાત એક સંતની કૃપાને કારણે મારા ધ્યાનમાં આવી. અનિષ્ટ શક્તિઓ મારા પર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યાર પછી પ.પૂ. ડૉક્ટરજી અને દત્તગુરુદેવને પ્રાર્થના કરીને મેં નામજપ ચાલુ કર્યો. ત્યાર પછી પણ મારો ત્રાસ ઘટ્યો નહીં. મને આખી રાત ઊંઘ આવી નહીં. મારી ઘણી જ ઘાલમેલ થઈ. મારું શરીર ભારે થયું, પેટમાં આગ પડી હોય તેમ થયું. રાત્રે ઠંડી હોવા છતાં પણ મેં પંખો ચાલુ કર્યો. તેવી જ અવસ્થામાં મેં વચમાં વચમાં પ્રાર્થના અને નામજપ ચાલુ રાખ્યા.
બીજા દિવસે સવારે પણ મને ત્રાસ થતો જ હતો. ‘સેવા ચાલુ રાખવી. સેવાથી જ ત્રાસ ઓછો થશે’, એવો વિચાર મારા મનમાં આવ્યો. ત્યાર પછી સેવા કરતી વેળાએ મને ઘણી ઊંઘ આવવા લાગી. સેવા કર્યા પછી મને થઈ રહેલો ત્રાસ થોડો ઘટ્યો. ત્યાર પછી રાત્રે સત્સંગ લેવા માટે ગયા પછી મેં પ.પૂ. ડૉક્ટરજીને પ્રાર્થના કરી, ‘હવે મારામાં શક્તિ અને ઉત્સાહ પણ નથી. એટલે તમારી કૃપા રહેવા દેજો.’ સત્સંગ ચાલુ થયા પછી મને થોડો ઉત્સાહ જણાવા લાગ્યો અને હળવાશ જણાઈ. તે દિવસથી માંસાહાર ન ખાવાનો મારા મનનો નિશ્ચય સજ્જડ બન્યો.’
– શ્રી. સંતોષ આનંદા ગરુડ, નેસાઈ, ગોવા.
૪. માંસાહાર કરવાથી જીવનો તમોગુણ વધીને તેની આધ્યાત્મિક ઉન્નતિ થવામાં વિઘ્ન ઉત્પન્ન થવા અને જીવ સંસારચક્રમાં અટવાવો
‘પ્રાણીઓના શરીરમાં તમોગુણ વધારે પ્રમાણમાં હોય છે. માંસાહાર કરવાથી તે જીવનો તમોગુણ આપણાં શરીરમાં ઉતરીને આપણને જડત્વ પ્રાપ્ત થાય છે. તેને કારણે આધ્યાત્મિક ઉન્નતિ થવામાં વિઘ્ન ઉત્પન્ન થાય છે. તેને કારણે જીવ સંસારચક્રમાં અટવાઈ જાય છે.’ – શ્રીકૃષ્ણ (શ્રી. જીતેંદ્ર રાઠીના માધ્યમ દ્વારા, સપ્ટેંબર ૨૦૦૧, રાત્રે ૮ થી ૧૧)
૫. પિતૃપક્ષમાં અને શ્રાદ્ધના સમયે જીવે માંસાહાર જેવી તામસિક કૃતિ કરવાથી તેનું ફળ તેની સાથે તેના પિતરોને પણ મળવું અને પિતૃઋણ ઘટવા કરતાં તે હજી વધવું
પ્રશ્ન : પિતૃપક્ષમાં માંસાહાર શા માટે કરતા નથી ?
ઉત્તર : ‘માંસાહાર કરવાથી જીવમાં રહેલી તમ લહેરોને કારણે અતૃપ્ત પિતર તે જીવના માધ્યમ દ્વારા તેમની વાસનાઓ પૂર્ણ કરે છે. તેમ જ જીવના સૂક્ષ્મ-શરીરમાં કાળી શક્તિનાં સ્થાનો નિર્માણ કરીને જીવનો લિંગદેહ પૂર્ણપણે દૂષિત કરે છે. પિતર જીવ સાથે સાધર્મ્ય બતાવે છે. પિતૃપક્ષમાં પૃથ્વીની નજીકનો ૨૦૦ મિટર પરિસર પિતરોના લિંગદેહથી આચ્છાદિત થયો હોય છે. આ કાળમાં જીવ દ્વારા કરવામાં આવતું શ્રાદ્ધકર્મ અથવા અશાસ્ત્રીય કર્મ અનુસાર પિતરોને ગતિ મળે છે. જીવે માંસાહાર જેવી તામસિક કૃતિ કરવાથી તેનું ફળ તેની સાથે પિતરોને પણ લાગે છે. તેને કારણે પિતૃઋણ ઘટવાને બદલે હજી વધે છે. કળિયુગમાં પિતૃપક્ષના કાળમાં આધુનિકતાના નામ હેઠળ તામસિક કૃતિઓ ફેલાઈ રહી છે. તેને કારણે સમષ્ટિ દુ:ખ પણ બેવડુ વધી રહ્યું છે. આ જ કારણે પિતૃપક્ષમાં માંસાહાર, અપેયપાન, શુચિર્ભુત ન થતાં જ રસોઈ બનાવવી ઇત્યાદિ તામસિક અને રાજસિક કર્મો વર્જ્ય છે.’ – (સૌ. ક્ષિપ્રા પ્રશાંત જુવેકર, પૂર્વાશ્રમનાં કુ. ક્ષિપ્રા વેદના માધ્યમ દ્વારા, ૩૦.૯.૨૦૦૭, રાત્રે ૮.૧૩)
૫ અ. માંસના સૂક્ષ્મમાંના દુષ્પરિણામ દેખાડતું સૂક્ષ્મચિત્ર
૧. ‘સૂક્ષ્મ-જ્ઞાન વિશેના ચિત્રની સત્યતા (વસ્તુસ્થિતિ સાથે મેળ બેસવાનું પ્રમાણ) : ૮૦ ટકા
૨. સૂક્ષ્મ જ્ઞાન વિશેના ચિત્રમાંનાં ત્રાસદાયક સ્પંદનો :
અ. ‘૩૦.૫ ટકા’ – (પરાત્પર ગુરુ) ડૉ. જયંત આઠવલે
આ. ‘૩૦.૫ ટકા’ – એક સંત
૩. અન્ય સૂત્રો
અ. ‘પ્રાણીઓનું માંસ ‘અન્ન’ તરીકે ગ્રહણ કરવાની કલ્પના પાતાળમાંના માંત્રિકોની છે.
આ. પ્રાણીઓના માંસમાં રહેલી માયાવી શક્તિને કારણે લોકો તે ખાવા માટે આકર્ષિત થાય છે અને તેમને માંસ ખાવાની ટેવ પડે છે.
ઇ. માંસાહાર કરવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ કાંઈ જ લાભ થતો ન હોવો અને ઊલટું તેમ કરીને વ્યક્તિ પાપાચરણ જ (અધર્મ જ) કરતી હોવી : ‘માંસાહાર કરવો’ શરીર માટે સારું હોય છે, એવું લોકોને લાગે છે; પરંતુ માંસાહાર કરવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ કાંઈ જ લાભ થતો નથી. માંસાહાર કરીને વ્યક્તિ પાપાચરણ જ (અધર્મ જ) કરતી હોય છે, તેમજ માંસાહાર કરવાથી વ્યક્તિ ફરતે રહેલું ત્રાસદાયક શક્તિનું આવરણ હજી વધે છે.’
– એક સંત (૧૮.૧૨.૨૦૧૭)