સનાતન સંસ્થાના રજત મહોત્સવ નિમિત્તે આયોજિત ધર્મશ્રી પ.પૂ. સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજનો અમૃતમહોત્સવી સન્માન સમારંભ

Article also available in :

અનુક્રમણિકા

કાર્યક્રમ

સનાતન સંસ્થાના રજત મહોત્સવ નિમિત્તે આયોજિત ધર્મશ્રી પ.પૂ. સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજનો અમૃતમહોત્સવી સન્માન સમારંભ

સ્થળ

સુકુર પંચાયત સભાગૃહ,

પર્વરી, બાર્દેંશ, ગોવા.

દિનાંક અને સમય

૩૦.૧૧.૨૦૨૪

શનિવાર સાંજે ૫ કલાકે

 

૧. ક્ષણચિત્રો

૨. ગોવા ખાતે પ.પૂ. સ્વામી ગોવિંદદેવ ગિરિજીનો અમૃતમહોત્સવ અને સનાતન સંસ્થાનો રજત મહોત્સવ ભાવપૂર્ણ વાતાવરણમાં સમાપ્ત !

આ સમારંભનો આરંભ દીપપ્રજ્વલન તેમજ વેદમંત્રપઠનથી થયો. આરંભમાં પ.પૂ. સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારજના અમૃત મહોત્સવ નિમિત્તે ૭૫ દીવાઓથી તેમને ઓવાળવામાં આવ્યા અને ત્યાર પછી ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત, પર્યટનમંત્રી શ્રી. રોહન ખંવટે અને સનાતન સંસ્થાના ન્યાસી શ્રી. વીરેંદ્ર મરાઠેના હસ્તે પ.પૂ. સ્વામીજીનો સત્કાર કરવામાં આવ્યો. આ પ્રસંગે તપોભૂમિ કુંડઈ ખાતેના પીઠાધિશ્વર બ્રહ્મેશાનંદ સ્વામી મહારાજના આશીર્વચનનો વિડિઓ સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો.

આ કાર્યક્રમ સુકુર પંચાયત સભાગૃહ, પર્વરી, ગોવા ખાતે ભાવપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ સમારંભ પ્રસંગે ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત, કેંદ્રિય ઊર્જા રાજયમંત્રી શ્રી. શ્રીપાદ નાઇક, ગોવાના પર્યટનમંત્રી શ્રી. રોહન ખંવટે, મહારાષ્ટ્ર ગો સેવા આયોગના અધ્યક્ષ શ્રી. શેખર મુંદડા, ગોવાના ધારાસભ્ય શ્રી. ચંદ્રકાંત શેટ્યે, ધારાસભ્ય શ્રી. પ્રેમેંદ્ર શેટ, ધારાસભ્ય શ્રી, ઉલ્હાસ તુયેકર, સનાતન સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી. ચેતન રાજહંસ સહિત અનેક માન્યવર ઉપસ્થિત હતા. તે સાથેજ આ સમારંભમાં સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના એક આધ્યાત્મિક ઉત્તરાધિકારી શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ, સનાતનના સંત પૂ. દિપાલી મતકર, તેમજ ‘સનાતન પ્રભાત’ નિયતકાલિક સમુહના ભૂતપૂર્વ સમૂહ સંપાદક પૂ. પૃથ્વીરાજ હજારેની વંદનીય ઉપસ્થિતિ હતી.

સનાતન સંસ્થા નિર્મિત ‘ઇ-બુક’નું પ્રકાશન !

આ સમયે  પ.પૂ. ગોવિંદદેવ ગિરિજી મહારાજ અને કેંદ્રિય ઊર્જા રાજયમંત્રી શ્રી. શ્રીપાદ નાયકના હસ્તે  સનાતન સંસ્થા નિર્મિત ‘કુંભપર્વ માહાત્મય’ આ મરાઠી અને હિંદી ભાષાની ‘ઇ- બુક’ તેમજ ‘નામજપ કોણતા કરાવા ?’ (નામજપ કયો કરવો ?) આ મરાઠી ભાષાની ‘ઇ- બુક’નું પ્રકાશન અને ‘સનાતન આશ્રમ દર્શન’ આ વિડિઓનું લોકાપર્ણ કરવામાં આવ્યું.

સનાતન સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી. ચેતન રાજહંસનું વક્તવ્ય

સનાતન સંસ્થા હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે ગત ૨૫ વર્ષના સમયગાળામાં જેહાદી, કમ્યુનિસ્ટ, અર્બન નક્ષલવાદી ઇત્યાદિઓનો પ્રખર વિરોધ સહન કરીને અગ્નિદિવ્યમાંથી તાવી કસીને બહાર પડી. આજે ‘પ્રખર હિંદુત્વનિષ્ઠ સંગઠના’ તરીકે સનાતન સંસ્થા કાર્ય કરી રહી છે. કેંદ્રિય ગૃહ મંત્રાલયે સિદ્ધ કરેલા ‘સી.એ.એ.’ કાયદાની પ્રક્રિયામાં સનાતન સંસ્થાનો સહભાગ હતો. વક્ફ સંશોધન વિધેયક સિદ્ધ કરવાની પ્રક્રિયામાં પણ સનાતન સંસ્થાએ આપેલી સૂચનાઓ સ્વીકારવામાં આવી છે.

મહારાષ્ટ્ર ગો સેવા આયોગના અધ્યક્ષ શ્રી. શેખર મુંદડાનું વક્તવ્ય

મહારાષ્ટ્ર પ્રમાણે ગોવા રાજ્યએ પણ ગોમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માગણી આ સમયે કરી. સર્વ રાજ્યોએ જો ગોમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો તો ગોમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળ્યા વિના નહીં રહે, એવું પણ તેમણે કહ્યું.

ગોવાના પર્યટનમંત્રી શ્રી. રોહન ખંવટેનું વક્તવ્ય

સનાતન સંસ્થા સનાતન ધર્મનું રક્ષણ અને માનવીય મૂલ્યોનું રક્ષણ કરવાનું મહાન અને પવિત્ર કાર્ય કરી રહી છે. રાજકીય ક્ષેત્રમાં કાર્યરત રહેલા લોકોએ ધર્મરક્ષણનાં કાર્યમાં સહાયતા કરવી જોઈએ. ગોવાની ઓળખાણ ‘સન, સૅંડ અને સી’ (સમુદ્રકિનારો) એવી હતી. પર્યટન ખાતાએ ગોવાની આ ઓળખાળ પલટવાની શરુઆત કરી છે. ગોવા સરકારે છત્રપતિ શિવાજી મહારાજજીના ગોવાના કાર્યની માહિતી ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવા માટે  શ્રી સપ્તકોટેશ્વર મંદિરની પુર્નર્બાંધણી કરી.

સનાતન સંસ્થાના કાર્યને લીધે હજારો લોકો તણાવમુક્ત અને વ્યસનમુક્ત બન્યા ! – શ્રી. શ્રીપાદ નાઇક, કેંદ્રિય ઊર્જા રાજયમંત્રી

પ.પૂ. ગોવિંદદેવ ગિરિ મહારાજે મહર્ષિ વશિષ્ટની જેમ ધર્મરક્ષણનું અખંડ કાર્ય કર્યું છે. મહારાજની સાધના અને કાર્યને લીધે અસંખ્ય જીવોના જીવનમાં સારા પરિવર્તન થઈને આજે રાષ્ટ્રભક્ત નિર્માણ થાય છે. સનાતન સંસ્થાએ હિંદુ ધર્મના પૂનર્સ્થાનનું વિલિક્ષણ એવું કાર્ય કર્યું છે. આ કાર્યને લીધે હજારો લોકો તણાવમુક્ત અને વ્યસનમુક્ત જીવન જીવવા લાગ્યા છે. સનાતનના કાર્યને લીધે ધર્મ અને અધ્યાત્મનું રક્ષણ થવા પામ્યું છે, એવા ઉદ્દગાર કેંદ્રિય ઊર્જા રાજયમંત્રી શ્રી. શ્રીપાદ નાઇકે કાઢ્યા.

ગોવા સરકાર દેવ, દેશ અને ધર્મના રક્ષણ કાર્ય માટે કટિબદ્ધ ! – ડો. પ્રમોદ સાવંત, મુખ્યમંત્રી, ગોવા

ભગવાનને મહત્વ આપવાથી ધર્મ જીવંત રહેશે અને ધર્મ જીવંત રહે તો દેશ પણ જાગૃત રહેશે, તેથી ગોવા સરકાર ભગવાન, દેશ અને ધર્મ  રક્ષણના કાર્ય માટે કટિબદ્ધ છે. સનાતન સંસ્થાએ દરેક કઠિણ પ્રસંગોનો સામનો કરીને સમગ્ર દેશમાં મહાન કાર્ય કર્યું છે. સનાતન સંસ્થાના ગોવા સ્થિત રામનાથી ખાતેના આશ્રમમાં હિંદુ ધર્મના રક્ષણનું મહત્ત્વનું કાર્ય ચાલી રહ્યું છે. સનાતન સંસ્થાનું ‘સનાતન પ્રભાત’ આ નિયતકાલિક હિંદુઓ પર દેશ અને વિદેશમાં થઈ રહેલા અત્યાચાર, તેમજ હિંદુઓ કરી રહેલા સારા કાર્યની હંમેશા જાણકારી આપીને હિંદુત્વની જાગૃતિનું કાર્ય કરી રહ્યું છે. પ.પૂ. સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજ જેવા અનેક રાષ્ટ્રસંતોને લીધે ભારતમાં ભગવાન, દેશ અને ધર્મ  રક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે, એવું પ્રતિપ્રાદન ગોવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી. પ્રમોદ સાવંતે કર્યું.

 

૩. સનાતન સંસ્થાના સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડો. આઠવલેજીએ લીધેલું હિંદુ રાષ્ટ્રનું ધ્યેય સાકાર થવાનો સમય આવી ગયો છે ! – પ.પૂ. સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજ

કેટલાક વર્ષો પહેલાં ‘હિંદુ’ આ શબ્દનો ઉચ્ચાર કરવો પણ અઘરું હતું, અને ‘સનાતન’ આ શબ્દ બોલવો તો તેનાથી પણ અઘરું હતું. આવી વિપરીત પરિસ્થિતિમાં સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજી જેવા એક સત્પુરુષ, મહાત્મા અહીં (ગોવા ખાતે) આવીને નિષ્ઠાપૂર્વક ઊભા રહે છે અને પોતાનાં તપનો આરંભ કરે છે. આ સનાતન ધર્મનો શંખનાદ, કેવળ શંખનાદ હોવાને બદલે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માટેનો શંખનાદ છે. સનાતન સંસ્થાનું વધતું કાર્ય દર્શાવે છે કે ‘હવે આ કાર્ય અટકવાનું નથી, તે ઉત્તરોત્તર વધતું જ જશે અને એક દિવસ હિંદુ રાષ્ટ્રની સ્થાપનાનું ધ્યેય સાકાર કરશે’, આની સાક્ષી મળે છે. સનાતન સંસ્થાના ૨૫ વર્ષના કાર્યને ધ્યાનમાં લેતા હિંદુ રાષ્ટ્ર સાકાર થવાનો સમય આવી ગયો છે, એવા ગૌરવોદ્દગાર ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસ’ના કોષાધ્યક્ષ પ.પૂ. સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજે કાઢ્યા. તેઓ રામરાજ્યનું ધ્યેય છાતી સરસુ ચાંપનારી ‘સનાતન સંસ્થા’ના રજત મહોત્સવના સમારંભ પ્રસંગે બોલી રહ્યાં હતાં. આ પ્રસંગે ૧૩૫૦ લોકોની ઉપસ્થિતિ હતી.

પ.પૂ. સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજે આગળ જણાવ્યું કે, ‘કેટલાં પણ શ્રેષ્ઠ વિચારો હોવા છતાં, જો શક્તિ ન હોય તો તે વિચારો વ્યર્થ છે. શક્તિ ન હોય તો અધોગતિ થાય છે. સનાતન સંસ્થાની સૌથી મોટી વિશિષ્ટતા એટલે સનાતન સંસ્થાએ ૨૫ વર્ષમાં માત્ર ધર્મપ્રચાર જ નહીં, પણ પ્રતિકારશીલ સમાજનું નિર્માણ કર્યું છે. તેની ગળથૂથી સમાજને પીવડાવી. સમર્થ રામદાસ સ્વામીએ આ જ કાર્ય કર્યું હતું. એક સમય એવો હતો કે ‘સનાતન’ આ શબ્દ પણ કોઈ બોલતું ન હતું, પરંતુ આજે રાજધાની દેહલીમાં ‘સનાતન બોર્ડ’ સ્થાપન કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આ ‘સનાતન’ શબ્દ ગોવાથી (એટલે ‘સનાતન સંસ્થા’ના નામને લીધે) દેહલી પહોંચી ગયો છે. આ ‘સનાતન’ એ શબ્દની તાકાત છે. ૨૫ વર્ષોમાં સનાતન સંસ્થા સામે અનેક પડકાર નિર્માણ થયા, અનેક સંકટ આવ્યા. આજે સનાતનના તપનું (એટલે વ્યાપક ધર્મકાર્યનું) પરિણામ આપણને જોવા મળે છે. સનાતન સંસ્થાના જેટલાં ગુણગાન ગાઈએ એટલા ઓછાં જ છે.

 

૪. શુભહસ્તે

 

ડૉ. પ્રમોદ સાવંત મુખ્યમંત્રી ગોવા

 

૫. વિશેષ ઉપસ્થિતિ

 

શ્રી. શ્રીપાદ યસો નાઇક કેંદ્રિય ઊર્જા રાજયમંત્રી , શ્રી. રોહન અશોક ખંવટે પર્યટનમંત્રી, ગોવા, શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ, સનાતન સંસ્થા

 

૬.  સન્માન સમારંભનો વિશેષ કાર્યક્રમ

લોકાપર્ણ

રામનાથી, ગોવા ખાતેના સનાતન આશ્રમના માહિતીપટ (વિડિઓ)નું લોકાપર્ણ કરવામાં આવ્યું.

સનાતન સંસ્થાના ૨૫ વર્ષના તેજસ્વી ધર્મકાર્યનું અવલોકન !

સ્વામીજીનું માર્ગદર્શન

 પ.પૂ. ગોવિંદદેવ ગિરિજી મહારાજનું ઓજસ્વી અને જાજ્વલ્ય માર્ગદર્શન !

 

૭. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ધર્મશ્રી પ.પૂ. ગોવિંદદેવ ગિરિજી મહારાજનો પરિચય

પ.પૂ. મહારાજ પહેલાં આચાર્ય કિશોરજી વ્યાસ તરીકે પ્રખ્યાત હતા. તેમણે કાશી ખાતે દર્શનશાસ્ત્રનું સ્નાતકોત્તર શિક્ષણ લીધું છે. ૧૭ વર્ષની વયથી તેમણે રામાયણ, ભાગવત ઇત્યાદિ પર સહસ્રો પ્રવચનો આપ્યાં છે. તેઓ રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં સક્રિય સહભાગી હતા. ‘શ્રીકૃષ્ણ સેવાનિધિ ન્યાસ’, ‘સંત શ્રી જ્ઞાનેશ્વર ગુરુકુલ’ ઇત્યાદિ દ્વારા તેમણે ઘણું મોટું ધર્મકાર્ય કર્યું છે.

આનંદી જીવનનો માર્ગ દેખાડનારી સનાતન સંસ્થા સંગણકીય સરનામું
[email protected]
અમારા વિશે  www.Sanatan.org  ભ્રમણભાષ ક્રમાંક +91 93709-58132

Leave a Comment