અનુક્રમણિકા
૧. શ્રી દત્ત ભગવાનના ચિત્રમાં દર્શાવવામાં આવેલા ત્રિદેવોની કાંતિ ભિન્ન હોવી અને એક સરખી હોવા પાછળનાં આધ્યાત્મિક કારણો
‘વર્ષ ૨૦૧૯ના ‘સનાતન પંચાંગ’ના ડિસેમ્બર મહિનાના પૃષ્ઠ પર શ્રી દત્ત ભગવાનનું નવું ચિત્ર પ્રકાશિત થયું છે. આ ચિત્રમાં શ્રી દત્તના સંપૂર્ણ દેહની કાંતિ અને શ્રી દત્તના ત્રણ મુખોની કાંતિ સોનેરી રંગની દર્શાવી છે. આ અગાઉ પ્રકાશિત થયેલા શ્રી દત્તના ચિત્રમાં શ્રી દત્તના ત્રિમુખોની કાંતિ ભિન્ન રંગની હતી, ઉદા. બ્રહ્મદેવની સોનેરી, શ્રીવિષ્ણુની વાદળી અને શિવજીની રાખોડી રંગની હતી. શ્રી દત્તના ચિત્રમાં દર્શાવેલી ત્રિદેવોની કાંતિ ભિન્ન હોવી અને એક સરખી હોવી એની પાછળ રહેલાં આધ્યાત્મિક કારણો નીચે પ્રમાણે છે.
૧ અ. શ્રી દત્તના ચિત્રમાં દર્શાવેલા ત્રિદેવોની કાંતિ ભિન્ન હોવી
શ્રી દત્તના ચિત્રમાં ત્રિદેવોની કાંતિ ભિન્ન રંગની દર્શાવવાને કારણે ત્રિદેવોમાં દ્વૈત હોવાનું જણાય છે. જ્યારે ત્રિમૂર્તિનું કાર્ય શ્રી દત્ત સ્વરૂપમાં પણ સ્વતંત્ર રીતે ચાલુ હોય છે, અર્થાત્ જ્યારે ત્રિમૂર્તિમાં દ્વૈતભાવ હોય છે, ત્યારે ત્રિમૂર્તિની કાંતિ ભિન્ન હોય છે.
૧ આ. શ્રી દત્તના ચિત્રમાં દર્શાવેલી ત્રિદેવોની કાંતિ એકસરખી હોવી
જ્યારે શ્રીદતમાંના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિનું કાર્ય શ્રી દત્ત સ્વરૂપમાં સ્વતંત્ર રીતે ચાલુ રહેવાને બદલે એકત્રિત રીતે અર્થાત્ અદ્વૈત ભાવના સ્તર પર ચાલુ હોય છે, ત્યારે શ્રી દત્તમાંની ત્રિમૂર્તિની કાંતિ એકસરખી હોય છે.
૨. શ્રી દત્ત ભગવાનની મૂર્તિ ‘ત્રિમુખી અને એક મુખી’ હોવા પાછળનાં આધ્યાત્મિક કારણો
શ્રી દત્ત ભગવાનના અનેક મંદિરોમાં શ્રી દત્તની મૂર્તિ ‘ત્રિમુખી’ હોય છે. પુણે પાસેના ‘નારાયણપુર’ ખાતે શ્રી દત્તની એકમુખી મૂર્તિ છે. શ્રી દત્તની મૂર્તિ ‘ત્રિમુખી અને એકમુખી’ હોવા પાછળનાં આધ્યાત્મિક કારણો નીચે પ્રમાણે છે.
૨ અ. શ્રી દત્તની મૂર્તિ ત્રિમુખી હોવી
જ્યારે શ્રી દત્તમાં રહેલાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય તત્ત્વો સગુણ સ્તર પર કાર્યરત હોય છે, આ ત્રણેય રૂપોમાં દ્વૈતભાવ હોય છે અને તેમનું સ્વતંત્ર અસ્તિત્વ કાર્યરત હોય છે, ત્યારે શ્રી દત્તની મૂર્તિ ‘ત્રિમુખી’ હોય છે.
૨ આ. શ્રી દત્તની મૂર્તિ એકમુખી હોવી
જ્યારે દત્તમાં રહેલાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય તત્ત્વો નિર્ગુણ સ્તર પર કાર્યરત હોય છે, એ ત્રણેય રૂપોમાં અદ્વૈતભાવ કાયમ રહીને તે એકબીજા સાથે એકરૂપ થયેલાં હોય છે, ત્યારે તેમના ત્રણ ભિન્ન મુખો બતાવવાને બદલે એકજ મુખ મૂર્તિમાં બતાવેલું હોય છે. તેને કારણે તે મૂર્તિ ‘એકમુખી’ હોય છે.’
– કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મમાંથી પ્રાપ્ત જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૮.૧૨.૨૦૧૮)
૩. ધર્મ-અભ્યાસકોને વિનંતિ
સનાતનના સાધકોને મળનારું નવીનતા સભર જ્ઞાન યોગ્ય કે અયોગ્ય ?, એનો અભ્યાસ કરવાના સંદર્ભમાં સહાયતા કરો !
અત્યાર સુધીના યુગોયુગોમાંના ધર્મગ્રંથોમાં ઉપલબ્ધ નહોતું એવું નાવીન્યપૂર્ણ જ્ઞાન ઈશ્વરની કૃપાથી સનાતનના કેટલાક સાધકોને મળી રહ્યું છે. તે જ્ઞાન નવું હોવાથી જૂના ગ્રંથોના સંદર્ભ ટાંકીને તે જ્ઞાનને યોગ્ય કે અયોગ્ય ?, એવું કહી શકાય નહીં. તે જ્ઞાન યોગ્ય કે અયોગ્ય ?, આ સંદર્ભમાં ધર્મ-અભ્યાસકો જો અમને માર્ગદર્શન કરે તો માનવજાતિને નવા યોગ્ય જ્ઞાનનો લાભ થશે., એટલું જ નહીં, અયોગ્ય શું છે ?, એ પણ સમજાશે. એ માટે અમે ધર્મ-અભ્યાસકોને આ સંદર્ભમાં અમને માર્ગદર્શન કરવાની વિનંતિ કરીએ છીએ. – સનાતન સંસ્થા