અનુક્રમણિકા
- ૧. દર્શન લીધેલાં પવિત્ર સ્થાનો
- ૨. દેવાલયોની ભવ્યતા અને સુંદરતા !
- ૩. કેટલાંક દેવાલયોના સંદર્ભમાં થયેલી વિશિષ્ટતાપૂર્ણ અનુભૂતિ
- ૪. દેવાલયનું સરકારીકરણ થયું હોવાથી દર્શનાર્થીઓની થનારી લૂટ અને તેનું કારણ
- અ. સરકારીકરણ થયેલાં દેવાલયોમાં સરકાર દર્શનાર્થીઓ પાસેથી પ્રવેશ મૂલ્ય લઈને, તેમજ તેમણે કરેલા દાનધર્મમાંનો ભાગ લઈને તેમને લૂંટતી હોવી
- આ. ક્યાં ભવ્ય દેવાલયો બાંધનારા પહેલાંના ધાર્મિક વૃત્તિના રાજાઓ અને ક્યાં હમણાના દેવાલયોને લૂંટનારા અધાર્મિક વૃત્તિના તેમજ નીતિવિહોણા રાજ્યકર્તાઓ !
- ઇ. લોકોએ સાધનાનો આરંભ કરવો અને ધાર્મિક વૃત્તિના બનવું, આ તેના પરનો ઉપાય !
‘ઈશ્વરી રાજ્યની સ્થાપનના કાર્યને દેવતાઓના આશીર્વાદ મળે, આ કાર્યમાંની બધી નડતરો દૂર થાય અને આ કાર્યમાં સહભાગી થયેલા સનાતન સંસ્થાના સાધકોનું રક્ષણ થાય, એ માટે શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ નાડીપટ્ટીમાં જેવી રીતે મહર્ષિ કહી રહ્યા છે, તે રીતે ૫ વર્ષોથી સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને દેવદર્શન લઈ રહ્યાં છે. મહર્ષિ આધ્યાત્મિક સ્તર પરના ઉપાયો માટે મોટાભાગે તામિલનાડુ સ્થિત દેવાલયોમાંજ જવા માટે કહે છે. ત્યાંના સાત્ત્વિક દેવાલયોના વર્ણન સાંભળીને મને પણ ‘ત્યાંના દેવાલયોમાં દેવદર્શન માટે જવું’, એવું લાગતું. તેનો મેળ નવેમ્બર ૨૦૨૧માં બેઠો. આ દેવદર્શનના અનુભવ અહીં આપી રહ્યો છું.
૧. દર્શન લીધેલાં પવિત્ર સ્થાનો
સ્થાન | દેવાલયનું નામ | દેવતા |
---|---|---|
૧. કાંચીપુરમ | અ. કામાક્ષી અમ્મન | કામાક્ષીદેવી (પાર્વતી) |
આ. એકાંબરેશ્વર | એકાંબરનાથ (પૃથ્વીતત્ત્વના શિવ) | |
ઇ. વરદરાજ પેરુમાલ | શ્રીવિષ્ણુ | |
૨. તિરુપતિ | અ. તિરુપતિ બાલાજી | શ્રીવિષ્ણુ |
આ. શ્રી પદ્માવતી | પદ્માવતીદેવી (લક્ષ્મી) | |
ઇ. શ્રીકાલહસ્તીશ્વર | વાયુતત્ત્વના શિવ | |
૩. તિરુવન્નામલઈ | અરુણાચલેશ્વર | અગ્નિતત્ત્વના શિવ |
૪. મદુરાઈ | મીનાક્ષી અમ્મન | મીનાક્ષીદેવી (પાર્વતી) |
૫. રામેશ્વરમ્ | શ્રી રામનાથસ્વામી | શિવ |
શ્રી કોદંડેશ્વર | રામ | |
૬. ત્રિચી | રંગનાથસ્વામી | શ્રીવિષ્ણુ |
૭. તંજાવર | બૃહદીશ્વર (નોંધ) | શિવ |
૮. ચિદંબરમ્ | ચિદંબરમ્ | આકાશતત્ત્વના શિવ |
૧ અ. દેવાલયો
નોંધ – ‘બૃહદીશ્વર’ આ વિશ્વના મોટાં મંદિરોમાંથી એક મંદિર ! આ દેવાલયનો કલશ વિશ્વમાં સૌથી ઊંચો (૨૧૭ ફૂટ, એટલે ૬૬ મીટર ઊંચો) છે. અગિયારમાં શતકમાં ચોલ રાજાએ આ દેવાલય બાંધ્યું. પાયો ખોદયા વિના કેવળ શિલાઓ (પથ્થરનો) ઉપયોગ કરીને વિશ્વમાંનું સૌથી ઊંચું બાંધેલું આ દેવાલય છે. દેવાલયના કલશ પર જે વર્તુળાકાર પથ્થર બેસાડ્યો છે, તેનું વજન ૮૦ સહસ્ર કિલો છે. તે સમયમાં આટલો વજનદાર પથ્થર કેવી રીતે ઉપર લઈ જઈને કલશ પર બેસાડ્યો હશે ! આ દેવાલયનો કલશ વિશ્વના સૌથી ઊંચા ગણવામાં આવતા ઇટલીમાંના ‘લીનિંગ ટૉવર ઑફ પીસા’ કરતાં પણ ઊંચો છે. ‘લીનિંગ ટૉવર ઑફ પીસા’ની ઊંચાઈ ૧૮૩ ફૂટ, અર્થાત્ ૫૫.૮ મીટર છે અને તે થોડો નમેલો છે; પણ બૃહદીશ્વર દેવાલયનો કલશ તેના કરતાં પણ ઊંચો છે અને તોયે સીધો છે. ભારતમાંનું આ કેટલું પુરાતન અને પ્રગત વાસ્તુશાસ્ત્ર !
૧ આ. તીર્થસ્થાન
કુંભકોણમ્ ખાતે ‘મહામહમ્’ તીર્થસ્થાન છે. અહીં પ્રત્યેક ૧૨ વર્ષ પછી મહા માસમાં કુંભમેળાની જેમ મેળો ભરાય છે. આને ‘બ્રહ્મોત્સવ’ કહે છે. તે ૧૦ દિવસનો હોય છે.
૧ ઇ. તંજાવર ખાતે રામદાસસ્વામીનો ‘ઝોળીમઠ’
રામદાસસ્વામીના શિષ્ય ‘ભીમસ્વામી’એ આ મઠની સ્થાપના રામદાસસ્વામીની આજ્ઞાથી કરી છે. રામદાસસ્વામીને પ્રત્યક્ષ દત્તાત્રેય ભગવાને ભિક્ષા માટે ઝોળી આપી હતી. તે ભિક્ષાની ઝોળી રામદાસસ્વામીએ આ મઠને આપી; તેથી આ મઠને ‘ઝોળીમઠ’ કહે છે.
૧ ઇ ૧. દૃષ્ટિ ઝાંખી થઈ ગઈ હતી, એવા એક શિલ્પકારે ભાવપૂર્ણ ઘડેલી અપ્રતિમ મૂર્તિઓ !
રામદાસસ્વામીજી જેની દૃષ્ટિ ઝાંખી થઈ ગઈ હતી, એવા એક શિલ્પકારને દૃષ્ટિ પ્રદાન કરીને તેના દ્વારા આ મઠમાં સ્થાપન કરવા માટે રામપંચાયતનની (રામ, લક્ષ્મણ, સીતા, ભરત, શત્રુઘ્ન અને હનુમાન આ છ જણની) હાથની હથેળીની ઊંચાઈની પથ્થરની મૂર્તિઓ બનાવી લીધી. આ મૂર્તિઓ રામદાસસ્વામીને ઘણી ગમી ગઈ, તેથી તેમણે તે શિલ્પકાર દ્વારા સાતારા સ્થિત સજ્જનગઢ માટે પણ રામ, લક્ષ્મણ અને સીતાની ૩ ફૂટ ઊંચાઈ ધરાવતી મૂર્તિઓ બનાવી લીધી. તે પણ રામદાસસ્વામીને ઘણી ગમી. તેથી પ્રસન્ન થઈને તેમણે શિલ્પકારને પૂછ્યું, ‘તને શું આપું ? તને પાછી મળેલી દૃષ્ટિ તેમજ રહેવા દઉં ?’ ત્યારે શિલ્પકારે કહ્યું, ‘આ આંખોથી તમે મને પ્રત્યક્ષ શ્રીરામના દર્શન કરાવ્યા, હવે શું જોવાનું બાકી રહી ગયું છે ? હવે મારે દૃષ્ટિ નથી જોઈતી.’ કેટલો આ તે શિલ્પકારનો ભાવ !
૧ ઇ ૨. ભીમસ્વામીના એક વંશજે દોરેલું રામદાસસ્વામીનું એક અપ્રતિમ ચિત્ર !
આ મઠમાં ભીમસ્વામીના એક વંશજે રામદાસસ્વામીનું દોરેલું એક ચિત્ર પણ છે. હવે તે જ ચિત્ર સર્વત્ર પ્રસિદ્ધ છે તેમજ હાથે લખાયેલી સંપૂર્ણ દાસબોધની એક જૂની પ્રત (નકલ) પણ ત્યાં છે.
૧ ઇ ૩. રામનામ પૂર્ણ થાય કે, ભીમસ્વામીના વંશજના હાથમાંની જપમાળા આપમેળે જ હનુમાનજીના ગળામાં પડતી !
મઠમાં રામદાસસ્વામીએ રામપંચાયતનની સામે સ્થાપન કરેલા હનુમાનજી પણ છે. ભીમસ્વામીના વંશજ પ્રતિદિન સવારે જપમાળા લઈને શ્રીરામનામનો જપ કરવા બેસતા. તેમનું રામનામ પૂર્ણ થાય કે, તેમના હાથમાંની જપમાળા આપમેળે જ હનુમાનજીના ગળામાં પડતી. આ અનુભૂતિ થાય ત્યાં સુધી તેઓ અન્ન-પાણી લેતા નહીં. ભીમસ્વામીના પૂર્વજોનો કેટલો મોટો આધ્યાત્મિક અધિકાર હતો. હનુમાનજી પ્રત્યક્ષ રામનામનો સ્વીકાર કરતા હતા !
૨. દેવાલયોની ભવ્યતા અને સુંદરતા !
૨ અ. દેવાલયોની ભવ્યતા
અમે જોયેલાં સર્વ દેવાલયો ભવ્ય હતાં. પરિસરમાં પ્રવેશ કરવાનાં દ્વાર ૨ હાથીની ઊંચાઈ જેટલા છે. પ્રવેશદ્વારની ઉપર દેવાલયનું ગોપુર રહેતું. ગોપુરનો ઉપરનો ભાગ સાંકડો બનતો જાય છે. સૌથી ઉપર બે શિંગડાની પ્રતિકૃતિ હોય છે. દેવાલયના ગોપુર ભવનના ૫ – ૬ માળ ઊંચાઈ જેટલી ઊંચાઈ ધરાવતા હોય છે. ‘ગોપુર’ એટલે ગાયના મોઢાથી લઈને શિંગડાં સુધીનો આકાર. ગોપુર આટલું ઊંચું હોવાનું કારણ એટલે પહેલાં રસ્તા નહોતા, તેમજ ઘનઘોર જંગલ રહેતા. તેથી ‘દેવાલય ક્યાં છે ?’, એ ભક્તો દૂરથી જ જાણી શકે, તે માટે તે ઊંચા બાંધેલાં હતાં. ભક્તોની સગવડ માટે પ્રત્યેક દિશાએ દેવાલયનું પ્રવેશદ્વાર અને તેના પર ગોપુર હોય છે. મંદિરના ગોપુરો ઊંચા હતા જ, તે ઉપરાંત મુખ્ય દેવાલયનું પથ્થરનું બાંધકામ પણ સાધારણ ૨ માળના મકાનની ઊંચાઈ ધરાવતું છે. અંદરના ગર્ભગૃહ સુધી જવાનો માર્ગ અડધો કિલોમીટર લાંબો છે. આના પરથી દેવાલયની ભવ્યતા ધ્યાનમાં આવશે.
૨ આ. દેવાલયમાંનાં સહસ્રો (હજારો) શિલ્પ
દેવાલયના પ્રત્યેક ગોપુર પર ચારેય બાજુથી કુલ સેંકડો મૂર્તિ છે. કેટલાક દેવાલયને ૮ ગોપુર પણ છે. દેવાલયના એક દ્વારથી અંદર જઈએ કે, થોડું અંતર ચાલીને ગયા પછી ફરીવાર બીજું બારણું અને તેના ઉપર પણ ગોપુર આવેલા છે. આવું પ્રત્યેક દિશાના બારણાંના સંદર્ભમાં છે. તેથી ઊંચા એવા ૮ ગોપુરો પર સેંકડો મૂર્તિઓ આવેલી છે. મુખ્ય દેવાલયમાં ગર્ભગૃહ સુધી જવાના અડધો કિલોમીટર માર્ગમાં બે-બે મનુષ્યની ઊંચાઈના અનેક શિલ્પ છે, કોતરકામ છે, તેમજ છત પર રંગોથી સાકાર કરેલાં અનેક ચિત્રો છે. આ બધું એટલું તો સજીવ અને સુંદર છે કે, તે જોઈને આભા બની જઈએ.
૨ ઇ. પહેલાંના રાજાઓએ આટલાં મોટાં દેવાલયો બાંધવાનું કારણ
અહીંના દેવાલયોને તેની ચારે દિશાના પ્રવેશદ્વારોને જોડનારી કિલ્લેબંધી જેવી પથ્થરોની મોટી મોટી ભીંતો બાંધી છે. તે સમયના ચોલ અને પંડ્યા રાજઘરાણાએ આ ભવ્ય દેવાલયો બાંધ્યાં છે. કેટલાક દેવાલયોનો પરિસર ૧૦-૨૦ એકર, જ્યારે કેટલાંક દેવાલયોનો પરિસર ૧૦૦ એકર જેટલો પણ મોટો છે. દેવાલયોમાં રહેવાની, પાણીની સર્વ સગવડો છે. દેવાલયોને કિલ્લેબંધી હોવાનું કારણ એટલે ‘ધારો કે એકાદ શત્રુ આક્રમણ કરે, તો ગામના લોકોને દેવાલયની અંદર બોલાવીને તેમનું રક્ષણ કરી શકાય’, એવો વિચાર તે સમયના રાજાઓનો હતો. તે સમયના રાજાઓને તેમની પ્રજાની કેટલી ચિંતા રહેતી !
૩. કેટલાંક દેવાલયોના સંદર્ભમાં થયેલી વિશિષ્ટતાપૂર્ણ અનુભૂતિ
૩ અ. પંચતત્ત્વોનાં શિવલિંગોના સંદર્ભમાં થયેલી અનુભૂતિઓ
અમે પંચતત્ત્વોના શિવલિંગોમાંથી પૃથ્વીતત્ત્વના એકાંબરેશ્વર, તેજતત્ત્વના અરુણાચલેશ્વર, વાયુતત્ત્વના શ્રીકાલહસ્તીશ્વર અને આકાશતત્ત્વના ચિદંબરમ્નાં દર્શન લીધા. આપતત્ત્વના ‘જંબુકેશ્વર’ના દર્શન અમે લીધા નહીં. દર્શન લીધેલા શિવજીના સંદર્ભમાં મને આગળ જણાવેલી અનુભૂતિઓ થઈ.
૩ અ ૧. પૃથ્વીતત્ત્વના એકાંબરેશ્વર – પગને જડત્વ જણાવવું, તેમજ મૂલાધારચક્ર પર સ્પંદનો જણાવવાં
આ દેવાલયથી અડધો કિલોમીટર દૂર હતા ત્યારે જ મને શીતલતા જણાવા લાગી; પણ પ્રત્યક્ષ મંદિરમાં ગયા પછી મને પગમાં જડત્વ જણાવા લાગ્યું. આપણે સમુદ્રકિનારે જઈએ ત્યારે મોજાં આવીને ગયા પછી આપણા પગ રેતીમાં ખૂંતી જાય છે અને ત્યારે આપણા પગને જે રીતે જડત્વ જણાય છે, તેવું જડત્વ મને આ મંદિરમાં ગયા પછી જણાયું, તેમજ મને મૂલાધારચક્ર પર સ્પંદનો જણાયાં. તે સમયે શેષ શરીરને કોઈપણ સ્પંદનો જણાયાં નહીં.
૩ અ ૨. તેજતત્ત્વના અરુણાચલેશ્વર – પુષ્કળ ઉષ્ણતા જણાઈને પરસેવો આવવો
૩ અ ૩. વાયુતત્ત્વના શ્રીકાલહસ્તીશ્વર – ગળાથી તે માથાના ભાગમાં ઠંડક જણાવવી, શ્વાસ ખુલી જવો અને સુષુમ્નાનાડી કાર્યરત થવી; પરંતુ શેષ શરીરમાં ઠંડકની જાણ ન હોવી
અહીંનું શિવલિંગ ૪ ફૂટ ઊંચું છે. ત્યાં શિવલિંગની સામે તેલના બે દીવા પ્રજળતા હોય છે. એક દીવો લિંગના મૂળથી અડધા ફૂટની ઊંચાઈ પર હોય છે, જ્યારે બીજો દીવો સાડાત્રણ ફૂટની ઊંચાઈ પર હોય છે. આમાંથી નીચેના દીવાની જ્યોત હંમેશાં સ્થિર હોય છે, જ્યારે ઉપરના દીવાની જ્યોત ફરકતી હોય છે. ઉપરના દીવાની જ્યોત ફરકતી હોવાનું કારણ એટલે શિવલિંગ શ્વાસોચ્છવાસ કરતું હોય છે. તેને કારણે આ મંદિરમાં મને મારા ગળાથી તે માથાના ભાગમાં ઠંડક જણાતી હતી, મારો શ્વાસ ખુલી ગયો હતો અને મારી સુષુમ્ના નાડી કાર્યરત થઈ હતી; પણ મારા શેષ શરીરને ઠંડકની જાણ નહોતી.
૩ અ ૪. આકાશતત્ત્વના ચિદંબરમ્ – પોલાણ અને શાંતિ જણાવવી
અહીં શિવલિંગ નથી, જ્યારે કેવળ ગર્ભગૃહ છે.
– સદ્ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ, પીએચ.ડી., સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૨.૧૨.૨૦૨૧)
૪. દેવાલયનું સરકારીકરણ થયું હોવાથી દર્શનાર્થીઓની થનારી લૂટ અને તેનું કારણ
‘અમે ઘરના કેટલાંક જણે ૧ થી ૭ નવેંબર ૨૦૨૧ના સમયગાળામાં તામિલનાડુનાં કેટલાંક દેવાલયો જોવાનું નિયોજન કર્યું હતું. દેવાલયોમાં દર્શન લેતી વેળાએ દેવાલયોનાં સરકારીકરણને કારણે દેવાલયો અને દર્શનાર્થીઓની કેવી રીતે હાનિ થાય છે, તે મારા ધ્યાનમાં આવ્યું. તે સ્થિતિ અત્રે પ્રસ્તુત કરી રહ્યો છું.
અ. સરકારીકરણ થયેલાં દેવાલયોમાં સરકાર દર્શનાર્થીઓ પાસેથી પ્રવેશ મૂલ્ય લઈને, તેમજ તેમણે કરેલા દાનધર્મમાંનો ભાગ લઈને તેમને લૂંટતી હોવી
અમે દર્શન કરેલાં મોટાભાગનાં દેવાલયોમાં દર્શન લેવા માટે સર્વસામાન્ય લોકોને પ્રત્યેકને કાંઈક મૂલ્ય આપવું પડતું હતું. તેમજ વિશેષ મહત્ત્વની વ્યક્તિ માટેની હરોળ દ્વારા દર્શન લેવા માટે સામાન્ય મૂલ્ય કરતાં બમણું અથવા ત્રણગણું મૂલ્ય હતું. દક્ષિણ ભારતનાં દેવાલયોમાં પ્રતિદિન સહસ્રો લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. તેને કારણે દર્શન-મૂલ્યના માધ્યમ દ્વારા પ્રતિદિન લાખો રૂપિયા ભેગા થાય છે. દેવાલયમાં દર્શન લેવા માટે મૂલ્ય લેવાની પ્રથા દેવાલયનાં સરકારીકરણને લીધે પડી છે. પ્રવેશ મૂલ્ય દ્વારા જમા થયેલા લાખો રૂપિયા રાજ્ય સરકાર પાસે જમા થાય છે અને સરકારને કાંઈ પરિશ્રમ વિના દેવાલયો દ્વારા પૈસો મળે છે. એટલું જ નહીં, જ્યારે દર્શનાર્થી કરી રહેલા દાનધર્મમાંનો પણ કેટલોક ભાગ સરકાર લે છે. આ રીતે સરકાર દેવદર્શન માટે પૈસા લઈને અને તેમણે કરેલા દાનધર્મમાંનો ભાગ લઈને દર્શનાર્થીઓને લૂંટી રહી છે, તેમજ ધર્મ માટેનો પૈસો માયામાંની બાબતો માટે વ્યય કરી રહી છે.
આ. ક્યાં ભવ્ય દેવાલયો બાંધનારા પહેલાંના ધાર્મિક વૃત્તિના રાજાઓ અને ક્યાં હમણાના દેવાલયોને લૂંટનારા અધાર્મિક વૃત્તિના તેમજ નીતિવિહોણા રાજ્યકર્તાઓ !
અમે દર્શન લીધેલાં દેવાલયો દક્ષિણ ભારતમાં રાજ્ય કરેલા ચોલ સામ્રાજ્ય, પલ્લવ રાજવંશ, પંડ્યા રાજવંશ ઇત્યાદિ રાજઘરાણાઓના રાજાઓએ એકથી દોઢ સહસ્ર વર્ષો પહેલાં બંધાવ્યાં છે. આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતાં દેવતાઓનાં સ્થાનો ટકી રહે અને લોકોને તેનો લાભ મળે, આ હેતુથી આ રાજાઓએ આટલાં ભવ્ય અને અપ્રતિમ દેવાલયો બાંધ્યાં. તે માટે તેમણે પોતાની ધનસંપત્તિ ઉદાર હાથે અર્પણ કરી. ત્યારે સાધનસામગ્રી આટલી પ્રગત ન હતી. તેથી આટલાં ભવ્ય દેવાલયો બાંધીને પૂર્ણ થવા માટે કેટલાંક દશકો લાગતાં.
કેટલાંક દેવાલયો બાંધવામાં તો ૧૦૦ થી વધુ વર્ષો પણ લાગ્યાં છે. તેને કારણે તે ૨ – ૩ પેઢીઓનું કામ રહેતું. પહેલાંના રાજાઓએ દેવાલયો બાંધવા માટે કેટલા પરિશ્રમ લીધા છે તેમજ ભારતીયોની કલાકૃતિ તેમજ આધ્યાત્મિક વારસો આ નિમિત્તે જાળવ્યો છે. આના પરથી તે સમયના રાજાઓની ધાર્મિકવૃત્તિ ધ્યાનમાં આવે છે. દેવ-દર્શનથી લોકોને અધ્યાત્મ ભણી વાળવા માટે તે સમયના રાજાઓએ કેટલા પરિશ્રમ લીધા છે ! આનાથી ઊલટું વર્તમાનના રાજ્યકર્તાઓ દેવાલયો તો બાંધતા નથી જ, ઊલટું પહેલાંના રાજાઓએ બાંધેલાં દેવાલયોની સંપત્તિ હડપ કરી રહ્યા છે ! તેમજ દેવાલયોનું સરકારીકરણ કરીને ધાર્મિક વૃત્તિના લોકો પાસેથી (ભક્તો પાસેથી) દેવાલયોનું વ્યવસ્થાપન ઝૂંટવી લઈને ત્યાં ભક્તિભાવની જરા સરખી ભીનાશ ન ધરાવતા શાસનકર્તાઓની નિમણૂંક કરીને દેવાલયોની પવિત્રતા ઓછી કરી રહ્યા છે !
ઇ. લોકોએ સાધનાનો આરંભ કરવો અને ધાર્મિક વૃત્તિના બનવું, આ તેના પરનો ઉપાય !
દેવાલયોની આવી સ્થિતિ નિર્માણ થવા પાછળનું કારણ એટલે વર્તમાનની મોટાભાગની જનતા ધાર્મિક નથી રહી. તેમના દ્વારા સાધના થતી નથી. તેમની નીતિનું પતન થયું છે તેમજ તેમના દ્વારા અધર્મ પણ થઈ રહ્યો છે. ‘યથા રાજા, તથા પ્રજા !’, એવી કહેવત છે. વર્તમાનમાં અધાર્મિક લોકો દ્વારા સરકારી નેતાઓ ચૂંટાઈ આવતા હોવાથી આગળની પ્રજા પણ અધાર્મિક બની રહી છે. દેવાલયોમાં આવનારા મોટાભાગના દર્શનાર્થીઓ ભક્તિભાવથી નહીં, પણ ‘માયામાંની સકામ ઇચ્છાઓ ભગવાન પૂરી કરે’, તે માટે આવતા હોય છે. તેને કારણે જ તેમને પૈસો ખર્ચ કરવો પડે છે. આના પર ઉપાય તરીકે લોકોએ સાધનાનો આરંભ કરવો અને ધાર્મિક વૃત્તિના થવું !’
– સદ્ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ, પીએચ.ડી., સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.