અઝરબૈજાન આ મુસલમાન બહુમતી ધરાવતા દેશમાં ૩૦૦ વર્ષોથી પણ અધિક પ્રાચીન એવું દુર્ગામાતાનું મંદિર !

Article also available in :

અઝરબૈજાન સરકાર દ્વારા આ મંદિરનું સ્‍મારક યુનેસ્‍કો વતીએ ઐતિહાસિક વાસ્‍તુ તરીકે ઘોષિત કરાયું !

બાકૂ – અઝરબૈજાન, આ ૯૫ ટકા મુસલમાન વસ્‍તી ધરાવતા દેશમાં ૩૦૦ વર્ષોથી પણ અધિક પ્રાચીન એવું દુર્ગામાતાનું મંદિર છે. આ મંદિરમાં અખંડ જ્‍યોત પ્રજવળતી  હોવાથી આ મંદિરને ટેમ્‍પલ ઓફ ફાયર પણ સંબોધવામાં આવે છે. આ જ્‍યોત સાક્ષાત ભગવતી હોવાની ભાવના ભક્તગણમાં છે. આ ઠેકાણે પ્રતિવર્ષ ૧૫ સહસ્રથી અધિક ભાવિકો દર્શન કરવા આવે છે.

આ મંદિરની વાસ્‍તુકલા પ્રાચીન છે અને આ મંદિરમાં પ્રાચીન ત્રિશૂળ છે, તેમજ મંદિરની ભીંત પર પણ ગુરુમુખી ભાષામાં લખાયેલા લેખ છે. સેંકડો વર્ષો પહેલાં આ માર્ગનો ઉપયોગ ભારતીય વેપારીઓ કરતા હતા. આ વેપારીઓ અહીં દર્શન માટે રોકાતા હતા. તેમનામાંથી કોઈકે આ મંદિર બાંધ્‍યું હોવું જોઈએ, એવું કહેવાય છે. ઇતિહાસ અનુસાર હરિયાણાના માનદા ગામના બુદ્ધદેવે આ મંદિર બાંધ્‍યું. મંદિરમાં આવેલા શિલાલેખમાં ઉત્તમચંદ અને શોભરાજ એ બન્‍ને જણાએ આ મંદિરના બાંધકામમાં યોગદાન આપ્‍યું હોવાનો ઉલ્‍લેખ છે.

ઈરાનમાંથી પણ કેટલાક લોકો અહીં પૂજા કરવા માટે આવતા હતા. અહીં કાયમી સ્‍વરૂપના પૂજારીઓ પણ હતા; પરંતુ વર્ષ ૧૮૬૦ પછી અહીં કોઈપણ પૂજારી રહેવા માટે આવેલા નથી. અઝરબૈજાન સરકારે વર્ષ ૧૯૭૫માં આ મંદિરનું સ્‍મારક બનાવ્‍યું. ત્‍યારપછી વર્ષ ૧૯૯૮ માં યુનેસ્‍કોને ‘વૈશ્‍વિક વારસો ધરાવતું સ્‍થળ’ તરીકે ઘોષિત કરવા માટે તેના નામનો પ્રસ્‍તાવ મોકલાવ્‍યો. ત્‍યાર પછી વર્ષ ૨૦૦૭ માં આ મંદિર ઐતિહાસિક વાસ્‍તુ તરીકે ઘોષિત કરવામાં આવ્‍યું છે.

Leave a Comment