૫૧ શક્તિપીઠોમાંના એક રહેલા પાટલીપુત્ર (પટના) ખાતેનાં બડી અને છોટી પટન દેવીનાં મંદિરો !

Article also available in :

દક્ષ પ્રજાપતિનાં પુત્રી દેવી સતી પોતાના પિતા દ્વારા આયોજિત કરેલા યજ્ઞ સમારંભમાં પતિ શિવજીનું અપમાન સહન કરી ન શક્યાં અને તે જ યજ્ઞવેદીમાં ઠેકડો મારીને તેઓ પોતાના જીવનનો અંત લાવ્‍યા. ભગવાન શિવને જેટલો ક્રોધ પોતાના અપમાનનો ન થયો, તેના કરતાં વધારે દુઃખ સતીના મૃત્‍યુનું થયું. આ દુર્ઘટનાથી ભગવાન શિવ અસ્‍વસ્‍થ બની ગયા. તેમણે સતીનો મૃતદેહ ખભે ઉપાડીને પ્રલયંકારી તાંડવ નૃત્‍યનો આરંભ કર્યો. તેને કારણે સંપૂર્ણ વિશ્‍વ વિનાશને આરે આવીને ઊભું રહ્યું. આ સર્વ સ્‍થિતિ જોઈને સર્વ દેવતાઓ શ્રીવિષ્‍ણુ પાસે ગયા અને આ પ્રલય રોકવા માટે તેમને પ્રાર્થના કરી.

દેવતાઓની વિનંતિને માન આપીને ભગવાન વિષ્‍ણુએ સુદર્શનચક્રથી સતીના શરીરને ૫૧ ભાગોમાં ધીમે ધીમે ખંડિત કર્યું. આ રીતે દેવી સતીના શરીરના ૫૧ ભાગ થયા. જે જે સ્‍થાન પર દેવીના શરીરનો અંશ પડતો ગયો, ત્‍યાં ત્‍યાં શક્તિપીઠની સ્‍થાપના થઈ. આ ૫૧ શક્તિપીઠોમાંથી એક સ્‍થાન પાટલીપુત્રની (પટનાની) ગ્રામદેવી ‘ભગવતી પટનેશ્‍વરી’નું મંદિર છે. આ ઠેકાણે દેવી સતીની દક્ષિણ (જમણી) જાંઘ (સાથળ) પડી હતી. તેનું ચિહ્‌ન આજે પણ મંદિરમાં જોવા મળે છે.

પટના (બિહાર) ખાતે પટન દેવીનાં બે મંદિરો છે. બડી પટન દેવી અને છોટી પટન દેવી ! માનસિંહ નામના રાજા પ્રથમ પશ્‍ચિમ દ્વારથી આવ્‍યા તેથી પહેલું મંદિર બડી પટન દેવી અને પછી પૂર્વ દ્વારથી આવ્‍યા તેથી છોટી પટન દેવી મંદિર ! બડી પટન દેવીના મંદિરમાં શ્રી લક્ષ્મી, શ્રી સરસ્‍વતી અને શ્રી કાલી દેવીની મૂર્તિઓ છે. અહીંની મૂર્તિઓની સ્‍થાપના કોણે કરી, તેની જાણ નથી. છોટી પટન દેવી શિવપિંડી સ્‍વરૂપમાં છે. વિજય શંકર ગિરી અહીંના મહંત છે.

બડી પટન દેવી મંદિરમાં શ્રી લક્ષ્મી, શ્રી સરસ્‍વતી અને શ્રી કાલી દેવીની મૂર્તિઓ !

 

છોટી પટન દેવીનું મંદિર

સર્વ દેવીઓને ભાવપૂર્ણ નમસ્‍કાર કરીએ !

Leave a Comment