જ્‍યોતિર્મય રૂપ ધરાવતાં કાશી (ઉત્તરપ્રદેશ) ખાતેનાં શ્રી બ્રહ્મચારિણી દેવી

Article also available in :

શ્રી બ્રહ્મચારિણી દેવીની પૂજન કરેલી મૂર્તિ !

 

શ્રી બ્રહ્મચારિણી દેવીની પાદુકાનું મનોભાવથી દર્શન કરીએ !

 

કાશી ખાતે દુર્ગાઘાટ પર શ્રી બ્રહ્મચારિણી દેવીનું મંદિર છે. શ્રી બ્રહ્મચારિણી દેવીનું રૂપ જ્‍યોતિર્મય અને ભવ્‍ય છે. દેવીના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ છે. આ દેવીના દર્શનથી પરબ્રહ્મની પ્રાપ્‍તિ થાય છે, એવી ભક્તોની શ્રદ્ધા છે. શારદીય નવરાત્રિના બીજા દિવસે શ્રી બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવામાં આવે છે. આ સમયે કાશી સાથે જ અન્‍ય સ્‍થાનોથી સહસ્રો ભક્તો અહીં દર્શન લેવા માટે આવે છે.

મંદિરમાં શ્રી બ્રહ્મચારિણી દેવીની મૂર્તિ સાથે જ દેવીની પાદુકા, શિવપિંડી, શ્રી સૂર્યદેવ, શ્રી અન્‍નપૂર્ણાદેવી અને શ્રી લક્ષ્મીનરસિંહ આ દેવતાઓની મૂર્તિ પણ છે.

સનાતનનાં સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળ ગત ૪ વર્ષોથી વધુ સમય સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને પ્રાચીન મંદિરો, વાસ્‍તુ, ગઢ અને સંગ્રાહ્ય વસ્‍તુઓનાં છાયાચિત્રોનો સંગ્રહ કરી રહ્યાં છે. તેને કારણે જ આપણને આ પ્રાચીન મંદિરો, વાસ્‍તુઓનું ઘરબેઠાં દર્શન મળે છે. તે માટે પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી અને સદ્‌ગુરુ (સૌ.) અંજલી ગાડગીળનાં ચરણોમાં કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ !

Leave a Comment