હિમાચલ પ્રદેશ સ્‍થિત ભલેઈમાતા મંદિરમાંની મૂર્તિને પરસેવો આવે તો મનોકામના પૂર્ણ થાય છે, એવી ભક્તોની શ્રદ્ધા !

Article also available in :

સંશોધકોએ આનું સંશોધન કરીને તેની પાછળનો કાર્યકારણ ભાવ શોધવો !

શિમલા – હિમાચલ પ્રદેશનાં ભલેઈમાતા મંદિરના સંદર્ભમાં ત્‍યાંના ભક્તોની શ્રદ્ધા છે કે, અહીં દેવીની મૂર્તિને પરસેવો આવે તો ભાવિકોની મનોકામના પૂરી થાય છે. પરસેવો આવવો એ આ પાછળનો સંકેત છે. હિમાચલ પ્રદેશના ચંબા જીલ્‍લાથી ૪૦ કિ.મી. અંતરે આવેલું આ મંદિર સેંકડો વર્ષ પ્રાચીન છે. અહીં ભ્રાણ નામના સ્‍થાન પર કૂવામાં દેવી પ્રકટ થયાં હતાં. તત્‍કાલીન રાજા પ્રતાપસિંહને દેવીએ સ્‍વપ્નમાં દૃષ્‍ટાંત આપીને ચંબા ખાતે તેમની સ્‍થાપના કરવાનું કહ્યું. રાજા જ્‍યારે ત્‍યાંથી દેવીની મૂર્તિ લઈ આવતા હતા, ત્‍યારે તેમને ભલેઈ સ્‍થાન ગમ્‍યું અને તેમણે ફરી દૃષ્‍ટાંત આપીને અહીં જ તેમની સ્‍થાપના કરવાનું કહ્યું, આવી મૂર્તિ સ્‍થાપના વિશે દંતકથા કહેવામાં આવે છે.

Leave a Comment