શ્રી ગણેશજન્‍મની કથા અને તેનો વાસ્‍તવિક આધ્‍યાત્‍મિક અર્થ !

Article also available in :

હિંદુ દ્વેષ્‍ટાઓ દ્વારા હિંદુઓનો અનેક રીતે બુદ્ધિ-ભેદ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ‘પાર્વતીજીના મેલમાંથી ગણપતિનો જન્‍મ થઈ શકે ખરો ?’, ‘શિવજ સર્વજ્ઞ છે, તો પછી તેમણે પોતાના જ પુત્રનો શિરચ્‍છેદ શા માટે કર્યો ?’, ‘એક અસુરનું મસ્‍તક ધરાવતા એવા ગણપતિ એ દેવ કેવી રીતે ?’ ઇત્‍યાદિ પ્રશ્‍નો પૂછીને હિંદુઓને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સંબંધે ગણેશજન્‍મની કથા અને તેનો ધર્મશાસ્‍ત્રની દૃષ્‍ટિએ અર્થ અહીં પ્રકાશિત કરી રહ્યા છીએ. અહીં ધ્‍યાનમાં રાખવા જેવું સૂત્ર એ કે, ધર્મના વિરોધી એવા પુરોગામીઓ, ધર્માંધો આદિ દ્વારા થઈ રહેલી હિંદુ ધર્મની ટીકાના વિરોધમાં હિંદુઓએ ધર્મશિક્ષણ પ્રાપ્‍ત કરીને તેમનો યોગ્‍ય શબ્‍દોમાં પરિણામકારી પ્રતિવાદ (ખંડન) કરવો આવશ્‍યક છે.

 

૧. શ્રી ગણેશજન્‍મની કથા

૧ અ. પાર્વતીજીએ પોતાના મેલમાંથી શ્રી ગણેશજીનું સર્જન કરવું

એક વાર શિવ કોઈ કારણસર લાંબા સમય માટે બહાર જાય છે. તે વેળાએ એકાકી એવા પાર્વતીને લક્ષ્મીજી તેમના મેલમાંથી પુત્રનું સર્જન કરવા માટે કહે છે. ‘તેથી તેમની એકાકિતા દૂર થશે અને જગત્નો ઉદ્ધાર પણ તે પુત્ર થકી થશે’, એવું તેઓ કહે છે. તેમના આગ્રહને લીધે પાર્વતીજી પોતાના મેલમાંથી એક બાળકની મૂર્તિ બનાવીને તેનામાં પ્રાણપ્રતિષ્‍ઠા કરે છે. એ જ સહુનું કલ્‍યાણ કરનારા શુભકારી ગણપતિ છે. આ ગણપતિને પોતાના પિતાના દર્શન થયા નથી હોતા. એકવાર શિવજી આવવાના હોવાથી પાર્વતી મંગલ સ્‍નાન કરવા ગયા હોય છે. સ્‍નાન કરવામાં સતત વિઘ્‍ન આવતું હોવાથી પાર્વતી ગણેશને દ્વાર પાસે ઊભા રહીને કોઈને પણ અંદર આવવા નહીં દેવા વિશે કહે છે. ગૌરીનંદન ગણેશ માતાની આજ્ઞા શિરોમાન્ય કરીને કોઈને પણ અંદર આવવા દેતા નથી.

૧ આ. શિવે ગણપતિનું મસ્‍તક શરીરથી અલગ કરવું

શ્રીમતી રજની સાળુંકે

તે જ સમયે શિવજી ત્‍યાં આવે છે. તે પાર્વતીને મળવા માટે અંદર જઈ રહ્યા હોય છે ત્‍યારે ગણપતિ તેમને રોકે છે. વારંવાર કહેવા છતાં પણ તેઓ શિવને અંદર પ્રવેશ કરવા દેતા નથી. શિવભક્તો, અનેક ઋષિઓ, તેમજ સ્‍વર્ગના દેવતાઓ પણ તેને શિવજીને અંદર જવા દેવાની વિનંતી કરે છે; પરંતુ ગણપતિ જરા પણ વિચલિત થતા નથી. ઊલટું પોતાના સામર્થ્‍યના અહંકારને કારણે તે શિવને તુચ્‍છ ગણીને તેમને યુદ્ધ માટે પડકારે છે. તેમને યુદ્ધ કરવા માટે અનિવાર્ય કરે છે. દેવતાઓને બાંધીને જકડી રાખે છે. ઋષિ-મુનિઓને ત્રાસ આપે છે. તે કોઈનું પણ સાંભળતા નથી. તેથી શિવ ફરી ત્‍યાં આવે છે. તેને સમજાવે છે; પરંતુ તે તેમનું પણ અપમાન કરે છે. તેમને હિન ગણે છે અને તેમના પર શસ્‍ત્ર ચલાવે છે.

શિવજી વિવશ થઈ જાય છે અને ગણપતિ પર ત્રિશૂળથી ઘા કરીને તેમનું મસ્‍તક ધડથી અલગ કરી નાખે છે. આ બનાવ જોઈને સહુ ભયભીત થઈ જાય છે. પાર્વતીને આ બનાવની જાણ થયા પછી તેઓ પુત્રને પુનર્જીવિત કરવા માટે શિવ પાસે હઠ કરે છે અને તે શક્ય નહીં હોવાનું જાણ્‍યા પછી તે રુદ્ર અને પ્રલયંકારી રૂપ ધારણ કરે છે. સર્વ દેવી દેવતાઓ સૃષ્‍ટિના હિત હેતુ ગણપતિને પુનર્જીવિત કરવા માટે શિવને વીનવે છે. ગણપતિને મૂળ સ્‍વરૂપમાં પુનર્જીવિત કરવું શક્ય નહીં હોવાથી શિવ તેને અન્‍ય કોઈનું શિર લગાડવાનું કહે છે. ‘તેવું મસ્‍તક સૂર્યાસ્‍ત પહેલાં જે પ્રથમ પ્રાણી દેખાય અને જે સ્‍વેચ્‍છાએ પોતાનું મસ્‍તક અર્પણ કરવા તૈયાર હોય, તેનું જ હોવું જોઈએ’, એવું પણ શિવ કહે છે.

૧ ઇ. ગજનું મસ્‍તક ગણપતિના ધડ પર લગાડવામાં આવવું

તે અનુસાર એક ગજ (હાથી) પોતાના પ્રાણ અર્પણ કરવા તૈયાર હોવાથી તેનું મસ્‍તક ગણપતિને લગાડવામાં આવે છે. આ ગજ એટલે ગજાસુર હોય છે. અનેક વર્ષો સુધી શિવની તપશ્‍ચર્યા કરીને તે શિવને પ્રસન્‍ન કરી લે છે. તે વેળાએ તે શિવને પોતાના ઉદરમાં રહેવા માટે કહે છે; પરંતુ બ્રહ્મા અને વિષ્‍ણુ તેને તેમ કરવાથી પરાવૃત્ત (વિમુખ) કરે છે અને તેને ‘કાલાંતરે તું શિવ પાસે કાયમીસ્‍વરૂપે રહી શકશે’, એવું વરદાન આપે છે. આ મહાજ્ઞાની ગજાસુરને તે વરદાન સફળ થવાની આ તક મળી હોવાથી તે ઘણા આનંદથી સમર્પણ કરવા તૈયાર થાય છે.

 

૨. શંકા-નિવારણ નહીં થવાથી આ કથા કલ્‍પિત લાગવી

નાનપણથી આપણે ‘પાર્વતીએ પોતાના મેલમાંથી બનાવેલા ગણેશનો શિવ વધ કરે છે અને પછી તેને હાથીનું એટલે કે ગજનું મસ્‍તક લગાડીને તેને જીવિત કરે છે’, એવી ગણેશજન્‍મની કથા સાંભળેલી હોય છે. તે વેળાએ અનેક પ્રશ્‍નો ઉદ્‌ભવ થતા. ‘મેલમાંથી સજીવ મૂર્તિ કેવી રીતે બની શકે ? નજીવા કારણસર પિતા પુત્રનો વધ શા માટે કરે ? ફરીથી તેને જીવિત શા માટે કરે ? તે પણ અગાઉનું મસ્‍તક તેના શરીર પર લગાડવાને બદલે હાથીનું મસ્‍તક શા માટે જોડી દે છે ? આ સર્વ કેવી રીતે શક્ય થઈ શકે ?’, એમ લાગીને ‘આ સર્વ કથાઓ કપોલકલ્‍પિત (પાયા વિનાની) હોવી જોઈએ’, એવું લાગતું હતું. ત્‍યાર પછી સમય સમય પર વાંચવામાં આવેલી કથાઓ, પુત્રએ પૂછેલા પ્રશ્‍નો થકી જાગૃત થયેલી જિજ્ઞાસા, કેટલાક જણે કરેલું શંકાઓનું નિવારણ ઇત્યાદિમાંથી તેમાં રહેલો ગર્ભિતાર્થ ધ્‍યાનમાં આવતો હતો; પરંતુ વાસ્‍તવમાં શાસ્‍ત્રાર્થ માત્ર સાધના કરવા લાગ્‍યા પછી જ જ્ઞાત થવા લાગ્‍યો. ગુરુદેવના ચરણોમાં કોટી કોટી કૃતજ્ઞતા છે. તેમણે જ જિજ્ઞાસુવૃત્તિથી આ પ્રશ્‍નોના ઉત્તરો શોધવા શીખવ્‍યું.

 

૩. કથાનો ભાવાર્થ

૩ અ. મેલમાંથી શક્તિશાળી પુત્રનું સર્જન કરનારાં આદિશક્તિ

આદિશક્તિ પાર્વતી એ જગતજનની છે. તેમના થકી સમસ્‍ત પ્રકૃતિનું સર્જન થાય છે. તેમનામાં રહેલી પ્રચંડ શક્તિને કારણે જ તેઓ શિવનાં શક્તિદાયિની છે. તેમના વિના શિવ એ ‘શબ’ છે, જે સર્વજ્ઞાત છે. પંચમહાભૂતોથી યુક્ત એવા દેહને મર્યાદા હોય છે; પરંતુ સાધનાના બળ પર પાર્વતી પંચમહાભૂતોથી યુક્ત એવા દેહની મર્યાદા ઓળંગીને પેલેપાર ગયા હોય છે; તેથી જ તેઓ દેવો સાથે એકરૂપ થઈ શકે છે. એવાં આદિશક્તિને અશક્ય તે શું હોઈ શકે ? તેથી જ તેઓ પોતાના મેલમાંથી તેમના ચૈતન્‍ય ધરાવતા અંશનું, પુત્રનું સર્જન કરી શક્યાં. બીજા શબ્‍દમાં કહેવાનું તો કલ્‍પાંત અગાઉ દૈત્‍યાસૂરમર્દિની આદિશક્તિ પાર્વતીના મેલમાંથી મહાશક્તિશાળી પુત્રનું સર્જન એ સહજ શક્ય છે.

૩ આ. જગતના કલ્‍યાણ હેતુ અહંકારી પુત્રને દેહદંડની સજા કરનારા જગતપિતા શિવજી !

ગણેશજી મહાપરાક્રમી હતા. સામર્થ્‍યને એટલે જ શક્તિ સાથે સાત્‍વિકતાનું એટલે જ શિવનું જોડાણ ન હોય, તો સામર્થ્‍યનો અહંકાર વધે છે. તે હંમેશાં વિનાશકારી હોય છે. તે સિવાય આ પુત્ર આપણી આજ્ઞાનું પાલન કરનારો હોવો જોઈએ, એવો પણ પાર્વતીનો એક સ્‍વાર્થી વિચાર તેના જન્‍મ સમયે થયો હોય છે. સ્‍વાર્થી વૃત્તિથી કરેલી કલાત્‍મક રચના એ સાત્‍વિકતાથી દૂર જાય છે. તેથી માતાની આજ્ઞાનું પાલન કરતી વેળા ગણેશ સારાસાર વિવેકની મર્યાદાઓનું ઉલંઘન કરે છે. કરુણા, દયા, ક્ષમા ઇત્‍યાદિનું ભાન રહેતું નથી. રજ -તમ ગુણ ભણી ઝૂકનારી આ શક્તિ તમોગુણ ધરાવનારી અધિક થાય છે. ગણેશના સંદર્ભમાં પણ આવું જ થયું હતુ. આદિશક્તિના મેલમાંથી સર્જાયેલા ગણેશની શક્તિ અસીમિત હતી; પરંતુ બુદ્ધિ માત્ર મેલી, રજ-તમોગુણી હતી. વાસ્‍તવમાં આ પાર્વતીનંદન વિશ્‍વના કલ્‍યાણ માટે, તેને મંગળમય કરવા માટે અવતીર્ણ થયા હતા; પરંતુ ‘આવી મલિન બુદ્ધિ વિશ્‍વનું કલ્‍યાણ નહીં, પણ અહિત જ કરશે’, એ ત્રિકાળજ્ઞાની શિવે જાણ્‍યું હતું. પોતાના સામર્થ્‍યના અહંકારથી અન્‍યાય કરનારા પુત્રને કારણે વિશ્‍વનું ભાવિ અંધકારમય થાય નહીં, એ માટે તેની મલિન બુદ્ધિનું દૂર થવું આવશ્‍યક જ હતું અને તેને નષ્‍ટ કરવા માટે જ મલિન બુદ્ધિ ધરાવતું તેનું મસ્‍તક તેના ધડથી અલગ કરવાનો તેમને નિર્ણય લેવો પડ્યો. ધન્‍ય તે પિતા, જે જગતના કલ્‍યાણ માટે પુત્રનો શિરચ્‍છેદ કરે છે.

ભારતીય સંસ્‍કૃતિએ આપણી સમક્ષ કેટલો મોટો આદર્શ મુક્યો છે ! એવો જ આદર્શ સંભાજી રાજાના અપરાધ માટે તેમને શિક્ષા કરનારા શિવાજી મહારાજે આપણી સમક્ષ મૂક્યો છે. પુત્રની મોહજાળમાંથી મુક્ત થઈને આવો કઠોર નિર્ણય છત્રપતિ શિવાજી મહારાજ લઈ શક્યા, તે કેવળ હિંદુ સંસ્‍કૃતિમાંના એવા મહાન આદર્શોનો તેમના પર સુસંસ્‍કાર કરનારાં રાજમાતા જીજાબાઈને કારણે જ. કેટલી મહાન છે આપણી હિંદુ સંસ્‍કૃતિ ! આજે દુર્ભાગ્‍યવશ ભારતમાં પુત્રોનાં કૂકર્મો છાવરવા માટે તેમને રક્ષણ આપનારાં ગર્વથી ઉન્‍મત્ત બનેલા રાજકારણીઓ આપણે ગલીકૂચીઓમાં જોઈ રહ્યા છીએ. તેનાં રાષ્‍ટ્રવિઘાતક પરિણામ પણ ભોગવી રહ્યા છીએ.

૩ ઇ. મહાજ્ઞાની ગજાસુરનું મસ્‍તક લગાડીને શિવે ગણેશની મલિન બુદ્ધિને ‘શિવ’બુદ્ધિ કરવી

ગજાસુરનું મસ્‍તક લગાડવાથી મલિન બુદ્ધિ ધરાવતા ગણેશની બુદ્ધિ ફરીથી શિવમય બને છે. ગજાસુરે કરેલી શિવની કઠોર તપશ્‍ચર્યાને કારણે તે મહાજ્ઞાની બને છે. તેથી ગજાનનને, એટલે કે ગણપતિને જન્‍મજાત સર્વ બાબતોનું જ્ઞાન મળ્‍યું હતું. ‘શક્તિ’ના મેલમાંથી બનેલી મલિન બુદ્ધિ ‘શિવ’, એટલે પવિત્ર, સાત્ત્વિક થાય છે.

 – શ્રીમતી રજની સાળુંકે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment