સનાતન સંસ્‍થાની ‘અધ્‍યાત્‍મનું પ્રાસ્‍તાવિક વિવેચન’ નામની ગુજરાતી ‘ઇ-બુક’નું પ્રકાશન !

Article also available in :

ડાબી બાજુએથી શ્રી સુનીલ ઘનવટ, ઇ-બુકનું પ્રકાશન કરતી વેળાએ પૂ. પ્રા. પવન સિન્‍હા ગુરુજી, માજી મુખ્‍ય જિલ્‍લા ન્‍યાયાધીશ ધારાશાસ્‍ત્રી શ્રી. દિલીપ દેશમુખ અને શ્રી. ગુરુપ્રસાદ ગૌડા

વૈશ્‍વિક હિંદુ રાષ્‍ટ્ર મહોત્‍સવના ૫ મા દિવસે એટલે કે ૨૮ જૂનના પ્રથમ સત્રમાં સનાતન સંસ્‍થાની ‘આધ્‍યાત્‍મનું પ્રાસ્‍તાવિક વિવેચન’ આ ગુજરાતી ‘ઇ-બુક’નું પ્રકાશન ઉત્તરપ્રદેશના પાવન ચિંતન ધારા આશ્રમના સંસ્‍થાપક પૂ. પ્રા. પવન સિન્‍હા ગુરુજીના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ સમયે વ્‍યાસપીઠ પર માજી મુખ્‍ય જિલ્‍લા ન્‍યાયાધીશ ધારાશાસ્‍ત્રી દિલીપ દેશમુખ, મહારાષ્‍ટ્ર અને છત્તીસગઢ રાજ્‍યના સમન્‍વયક શ્રી. સુનીલ ઘનવટ અને  હિંદુ જનજાગૃતિ સમિતિના મહારાષ્‍ટ્ર રાજ્‍ય સમન્‍વયક શ્રી. ગુરુપ્રસાદ ગૌડા ઉપસ્‍થિત હતા.

 

શું છે વૈશ્‍વિક હિંદુ રાષ્‍ટ્ર મહોત્‍સવ ?

સમગ્ર વિશ્‍વમાં હિંદુવિરોધી વક્તવ્‍યો અને હિંદુદ્વેષના ગુનાઓમાં (hate crime) અભૂતપૂર્વ વધારો થયો છે. પ્રતિદિન ભારતીય હિંદુઓને ખોટી માહિતી, ફસામણી, સખતાઈ ભર્યું વલણ અને દ્વેષપૂર્ણ ગુનાઓ સામે ઝઝૂમવું પડે છે. હિંદુઓ પર ચારેકોરથી આક્રમણો  થઈ રહ્યાં છે. આ હિંદુદ્વેષ આપણે કેટલા સમય સુધી સહન કરીશું ? તેના પર ધર્માધારિત હિંદુ રાષ્‍ટ્ર એ જ એકમાત્ર ઉપાય છે. હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના કરવાના આ કાર્યમાં હિંદુ જનજાગૃતિ સમિતિ એક મશાલચી બની રહી છે. આ ધ્‍યેયને સાધ્‍ય કરવું એ સહેલું કાર્ય નથી અને એ માટે પ્રત્‍યેક હિંદુના સક્રિય સહકારની આવશ્‍યકતા છે. તેથી હિંદુત્‍વ માટે સમર્પિત પ્રત્‍યેક નાનાં-મોટાં હિંદુ સંગઠનોને એકત્રિત કરવાના ઉદ્દેશ્‍યથી હિંદુ જનજાગૃતિ સમિતિ અખિલ ભારતીય હિંદુ રાષ્‍ટ્ર અધિવેશનનું પ્રતિવર્ષ આયોજન કરે છે.

ભારતમાં ઝડપથી હિંદુ રાષ્ટ્ર કેવી રીતે ઘોષિત થઈ શકે, એ વિશેનું વિચારમંથન અને કાર્યયોજના બનાવવા માટે દેશ-વિદેશમાંથી ધર્માભિમાની, ધારાશાસ્ત્રી, ઉદ્યોગપતિઓ ઇત્યાદિ એમાં સહભાગી થાય છે.

 

સનાતન સંસ્‍થાના સંસ્‍થાપક સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનો હિંદુ જનજાગૃતિ સમિતિ દ્વારા આયોજિત ‘વૈશ્‍વિક હિંદુ રાષ્‍ટ્ર મહોત્‍સવ’ માટે સંદેશ સર્વસ્‍વનો ત્‍યાગ એ જ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાનો પાયો છે

– સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલે

સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલે

દ્વાદશ ‘અખિલ ભારતીય હિંદુ રાષ્‍ટ્ર અધિવેશન’માં અર્થાત્ ‘વૈશ્‍વિક હિંદુ રાષ્‍ટ્ર મહોત્‍સવ’ માં ઉપસ્‍થિત રહેલા સર્વ હિંદુ રાષ્‍ટ્રવીરોને મારા નમસ્‍કાર. આ વર્ષે હિંદુ રાષ્‍ટ્ર અધિવેશનની તપપૂર્તિ (૧૨ વર્ષ) થઈ રહી છે. આ અધિવેશનોના માધ્‍યમ દ્વારા નિર્માણ થયેલા ધર્મનિષ્‍ઠો અને દેશભક્તોના સંગઠનને કારણે આજે ધર્મ અધિષ્‍ઠિત હિંદુ રાષ્‍ટ્રના નિર્માણની સંકલ્‍પશક્તિના સ્‍પંદનો વૈશ્‍વિક સ્‍તર પર પણ જણાઈ રહ્યા છે. હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના ઈશ્‍વરની ઇચ્‍છા અનુસાર યોગ્‍ય સમયે થવાની છે. ખરુંજોતાં અયોધ્‍યામાં  શ્રીરામજન્‍મભૂમિ પર શ્રીરામજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્‍ઠા થઈને સૂક્ષ્મમાંથી રામરાજ્‍યનો, એટલે કે હિંદુ રાષ્‍ટ્રનો આરંભ થઈ જ ગયો જ છે. હવે રામરાજ્‍ય રૂપે ધર્માધિષ્‍ઠિત હિંદુ રાષ્‍ટ્ર વાસ્‍તવમાં સાકાર થવા માટે પોતાની ક્ષમતા અનુસાર તન-મન-ધન અને પ્રસંગ પડે સર્વસ્‍વનો ત્‍યાગ કરવાની, એટલે કે સર્વોચ્‍ચ યોગદાન આપવાની આવશ્‍યકતા છે. સર્વસ્‍વનો ત્‍યાગ એ જ હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપનાનો પાયો છે, એ ધ્‍યાનમાં રાખીને ધર્મસંસ્‍થાપનાનું મહાન કાર્ય કરો.

વૈશ્વિક હિંદુ રાષ્ટ્ર મહોત્સવમાં હિંદુ રાષ્ટ્ર માટે વૈચારિક આંદોલન આ વિશેનું સત્ર

 

હિંદુ રાષ્‍ટ્રના ‘નૅરેટિવ’ (જૂઠા કથાનકો)ના વિરોધમાં લડવા માટે બૌદ્ધિક યોગદાન આપો ! – ચેતન રાજહંસ, રાષ્‍ટ્રીય પ્રવક્તા, સનાતન સંસ્‍થા

શ્રી. ચેતન રાજહંસ

વર્તમાન સ્‍થિતિમાં વિષયનો પ્રૉપગૅંડા કરીને રાષ્‍ટ્ર અને હિંદુ ધર્મના વિરોધમાં ‘નૅરેટિવ’ ફેલાવવામાં આવી રહ્યું છે. આની પાછળ એકાદ વ્‍યક્તિ હોવાનું ઉપરછલ્‍લું ભલે દેખાતું હોય, તો પણ તેની પાછળ રાષ્‍ટ્રવિરોધી શક્તિઓ કાર્યરત છે. માર્ક્સવાદી, નાસ્‍તિકતાવાદી, પુરોગામી, મિશનરી આ લોકો ભેગા મળીને અજેંડા રાખીને કામ કરી રહ્યા છે. ભારતને તોડવાનું અને હિંદુ ધર્મને નષ્‍ટ કરવાનું તેમનું ષડ્‌યંત્ર છે. અકલાખની હત્‍યા પછી આ લોકો પુરસ્‍કાર વાપસીની ચળવળ કરે છે; પરંતુ રાજસ્‍થાનમાંના કન્‍હૈયાલાલની હત્‍યા પછી તેઓ મૌન સેવે છે. આ લોકો લવ-જેહાદ વિશે કાંઈ બોલતા નથી. એકબાજુ આ લોકો ધર્મને ‘અફીણની ગોળી’ કહે છે, જ્‍યારે બીજી બાજુ કેરલના શબરીમલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળે, તે માટે આંદોલન કરે છે. કેટલીક ઘટનાઓ વિશે આ લોકો શાંત રહે છે. તેનો સામનો કરવા માટે હિંદુઓએ પણ એકત્રિત કાર્ય કરવું પડશે.

ચલચિત્રસૃષ્‍ટિ, સામાજિક માધ્‍યમો, ન્‍યાયવ્‍યવસ્‍થા, રાજકારણ, ક્રિડા, કલા ઇત્‍યાદિ માધ્‍યમો દ્વારા રાષ્‍ટ્ર અને હિંદુ ધર્મ વિરોધી કથાનક સિદ્ધ કરવાનું કામ ચાલુ છે. ગત ૧૦ વર્ષોમાં આ સર્વ ક્ષેત્રોમાં મોટું વૈચારિક ધ્રુવીકરણ થયું છે. તેને કારણે આગામી ૫ વર્ષો આપણા માટે મહત્ત્વનાં છે. બૌદ્ધિક સમાજ મતભેદને કારણે એકત્રિત કાર્ય કરતો નથી, એવું કહેવામાં આવે છે; પરંતુ ભવિષ્‍યકાળમાં આ નિષ્‍કર્ષ પરિવર્તિત કરવો પડશે. ‘બ્રેન વૉશિંગ’ એટલે ખરા અર્થમાં બુદ્ધિ શુદ્ધ કરીને બૌદ્ધિક યુદ્ધમાં સહભાગી થવું પડશે, એવું વક્તવ્‍ય સનાતન સંસ્‍થાના રાષ્‍ટ્રીય પ્રવક્તા શ્રી. ચેતન રાજહંસે વૈશ્‍વિક હિંદુ રાષ્‍ટ્ર મહોત્‍સવના ચોથા દિવસે ‘હિંદુ વિચારમંથન મહોત્‍સવ : વૈચારિક આંદોલનની દિશા’ આ વિષય પર બોલતી વેળાએ કર્યું.

વૈશ્‍વિક હિંદુ રાષ્‍ટ્ર મહોત્‍સવમાં અનુભવ કથન અને ઉપાસનાનું મહત્ત્વ

 

હિંદુ રાષ્‍ટ્રનું કાર્ય રોકવા માટે ‘હિંદુ આતંકવાદ’નું કથાનક (ખોટી વાત) રચવાનો પ્રયત્ન ! – અભય વર્તક, ધર્મપ્રચારક, સનાતન સંસ્‍થા

અભય વર્તક, ધર્મપ્રચારક, સનાતન સંસ્‍થા

સમઝૌતા એક્સપ્રેસ બોમ્‍બસ્‍ફોટ, અજમેર બોમ્‍બસ્‍ફોટ, માલેગામ સ્‍ફોટ પ્રકરણ હોય  અથવા ડૉ. દાભોલકર હત્‍યા અને કૉ. પાનસરે હત્‍યા પ્રકરણ હોય, એવા વિવિધ પ્રકરણોમાં નિરપરાધ હિંદુત્‍વનિષ્‍ઠોની ધરપકડ કરવામાં આવી; પણ તેમની વિરોધમાં કોઈ જ પુરાવા મળ્‍યા નહીં. એમાં તેમનું જીવન માત્ર ઉદ્‌ધ્‍વસ્‍ત થયું. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓને કારાગૃહમાં પૂરવાનું અને તેમના વિશે ‘હિંદુ આતંકવાદ’નું ખોટું કથાનક રચીને તેને ફેલાવીને તેમની અપકીર્તિ કરવી, એ  હિંદુ વિરોધી શક્તિઓનું ષડ્‌યંત્ર હતું. તેમને આવી પ્રવૃત્તિ દ્વારા હિંદુ રાષ્‍ટ્રનું કાર્ય રોકવું હતું, એવા ઉદ્દગાર સનાતન સંસ્‍થાના ધર્મપ્રચારક શ્રી. અભય વર્તકે ‘વૈશ્‍વિક હિંદુ રાષ્‍ટ્ર મહોત્‍સવ’માં કાઢ્યા.

તેમણે કહ્યું, “ડૉ. દાભોલકર હત્‍યા અને કૉ. પાનસરે હત્‍યા પ્રકરણોમાં પણ ૨૫ થી અધિક નિરપરાધ હિંદુત્‍વનિષ્‍ઠ કાર્યકર્તાઓ હજી પણ કારાગૃહમાં કેદ છે. તેઓ કોઈપણ સંગઠનના હોય, તો પણ ‘હિંદુ આતંકવાદ’ એ કથાનક પુરવાર કરનારાઓ માટે તેઓ હિંદુઓ જ છે.  એવા હિંદુત્‍વનિષ્‍ઠોની પાછળ આપણી સંવેદના હંમેશાં હોવી જોઈએ અને તેમને છોડાવવા, એ પ્રત્‍યેક હિંદુત્‍વનિષ્‍ઠ સંગઠનને પોતાનું કર્તવ્‍ય લાગવું જોઈએ. આજે સમાચાર ચેનલો હિંદુ સંગઠનોના પક્ષમાં નથી. તેથી હિંદુત્‍વનિષ્‍ઠોએ (તેમની વિરોધમાં) રચવામાં આવેલા ખોટા સમાચારોનો સત્‍યના આધારે સામનો કરવાનો છે. તે માટે આપણી ‘ઇકોસિસ્‍ટમ’ અધિક બળવાન કરવી આવશ્‍યક છે. આપણો માર્ગ ધર્મનો છે. તેથી આપણને પીડા આપવાનો તેઓ પ્રયત્ન કરશે; પણ તે આપણને નષ્‍ટ કરી શકશે નહીં. ધર્મના માર્ગ પર ક્રમણ કરી રહ્યા હોવાથી આપણું કોઈ અનિષ્‍ટ કરી શકશે નહીં. આ સંઘર્ષમાં આપણો જ વિજય થવાનો છે અને હિંદુ રાષ્‍ટ્રની સ્‍થાપના ચોક્કસ થવાની છે.”

Leave a Comment