ભક્તિયોગ

Article also available in :

અનુક્રમણિકા

મોટાભાગના લોકો ભક્તિયોગી હોય છે. એટલે ભગવાનને ભાવ-ભક્તિથી પોકારે છે. સદર લેખમાં ભક્તિયોગ એટલે શું, આ સાધનામાર્ગની ઉત્‍પત્તિ, ભક્તિયોગની વિશિષ્‍ટતાઓ આ વિશે જોઈશું. ભક્ત થવા માટે શું કરવું એ વિશે પણ લેખમાં ટૂંકમાં વિવેચન કરવામાં આવ્‍યું છે.

 

૧. ભક્તિયોગ

ભગવાનની ભક્તિ કરવી, અર્થાત્ સુખ અને ભગવાનને ભૂલી જવું, અર્થાત્ દુઃખ

આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે સાધના કરનારા લગભગ ૯૦ થી ૯૫ ટકા વ્‍યક્તિઓ ભક્તિમાર્ગથી સાધના કરનારી હોય છે. ‘અધ્‍યાત્‍મ’ ભક્તિયોગનો સાર છે. ભક્તિયોગ આ યોગમાર્ગ અનુસાર ભગવાનની ભક્તિ કરવી, અર્થાત્ સુખ અને ભગવાનને ભૂલી જવું, એટલે દુઃખ છે. તેની જાણ આ માર્ગથી સાધના કરનારા ભક્તને થતી હોવાથી તે આર્તતાથી નિરંતર ભગવાનને પોકારતો હોય છે. ભક્તિયોગ અનુસાર સાધના કરનારાનો નામજપ અખંડ ચાલુ થાય કે, તેના દ્વારા થનારું કર્મ અકર્મ-કર્મ બને છે અને તેને કારણે આવા કર્મ માટે કર્મફળનો ન્‍યાય લાગુ થતો નથી તેથી તે કર્મ, કર્મ કરનારાને બંધનમાં બાંધતું નથી. અર્થાત્ તે અકર્મ કર્મ બને છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘અધ્‍યાત્‍મનું પ્રાસ્‍તાવિક વિવેચન’

 

૨. નિર્મળ હૃદયમાં ભક્તિનો ઉદય થઈને જીવ ભક્ત થઈ શકવો

ભગવાન અતિશય શુદ્ધ અને પવિત્ર છે. આ નિર્મળ અને પ્રેમાળ ભગવાન સાથે એકરૂપ થવા માટે ભક્તને પણ તેમની જેમ નિર્મળ અને પ્રેમાળ બનવું જોઈએ. સત્‍યકથનને કારણે જીવના મનમાંની દૂષિતતા તુરંત ઓછી થઈને તેનું મન નિર્મળ બનવા લાગે છે. આવા નિર્મળ હૃદયમાં ભક્તિનો ઉદય થઈને જીવ ભક્ત બને છે અને પરમ સત્‍યની અનુભૂતિ લેવા માટે યોગ્‍ય બને છે. સત્‍યકથનથી જીવના મનનો ત્‍યાગ થાય છે અને તેના મનોદેહનું ઓછા સમયગાળામાં શુદ્ધિકરણ થાય છે. – ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૫.૭.૨૦૦૬, સાંજે ૭)

 

૩. ૫૦ ટકા કરતાં વધુ આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવતા સાધકમાંના આંતરિક ચૈતન્‍યને કારણે તે કર્મકાંડ, ઉપાસનાકાંડ અને માનસપૂજા અર્થાત્ સાચા ભક્તિયોગ આ યોગનો અધિકારી થવો

૫૦ ટકા કરતાં વધુ આધ્‍યાત્‍મિક સ્‍તર રહેલા સાધકમાં પૂજાવિધિમાંથી પ્રક્ષેપિત થનારી શક્તિલહેરો સાંખવાની ક્ષમતા નિર્માણ થઈ હોવાથી અને તેના આંતરિક ચૈતન્‍યમાં જ ધીમે ધીમે વૃદ્ધિ થવા લાગી હોવાથી તેને ઉપાસના માટે બાહ્ય બાબતોનો ઉપયોગ કરવાની આવશ્‍યકતા રહેતી નથી. ત્‍યાર પછી ધીમે ધીમે તે પ્રત્‍યક્ષ કર્મકાંડમાંથી ઉપાસનાકાંડ ભણી, માનસપૂજા ભણી પ્રવાસ કરવા લાગે છે, અર્થાત્ ખરા અર્થમાં ભક્તિયોગ, આ યોગનો પુરસ્‍કર્તા બને છે.

 

૪. સ્‍તર અનુસાર ભક્તિમાર્ગમાંના સાધનાના આગળ આગળનાં ચરણ

સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલે

વર્તમાનમાં મોટાભાગના લોકો સાધના કરતા નથી. સાધના કરનારા મોટાભાગના લોકોને સાધનામાં સ્‍તર અનુસાર પરિવર્તન થાય છે, એ જ્ઞાત હોતું નથી. તેને કારણે તેઓ સમગ્ર આયખું તેની તે જ સાધના કરતા રહે છે. કોઈપણ યોગમાર્ગ દ્વારા સાધના કરતા હોવ, તો પણ આ રીતે જ થતું હોવાનું ધ્‍યાનમાં આવે છે. અહીં ભક્તિયોગનું ઉદાહરણ આપ્‍યું છે.

ભક્તિયોગમાંના પ્રગતિ અનુસાર સાધનાનાં ચરણ

સાધનાના પ્રકાર અને સ્‍તર અનુભવ અને અનુભૂતિ સાધકનો આધ્‍યાત્‍મિક સ્‍તર (ટકા) (નોંધ ૧) સાધનામાં આ તબક્‍કા સુધી પહોંચવા પાછળનું તત્ત્વ
૧. પૂજાપાઠ (સર્વસામાન્‍ય વ્‍યક્તિ) ૧૫-૨૦ મિનિટમાં પૂજા આટોપવી અને પછી સમગ્ર દિવસ ભગવાનને ભૂલી જવું ૨૦ કુટુંબના સંસ્‍કાર
૨. ભાવપૂર્ણ પૂજાપાઠ (સાધક) સમગ્ર દિવસ દરમિયાન વચ્‍ચે વચ્‍ચે ભગવાનનું સ્‍મરણ થવું ૩૦ ભાવનું મહત્ત્વ સમજાવું
૩. માનસપૂજા સમગ્ર દિવસ ભગવાનનું વધારે સમય સ્‍મરણ થવું ૪૦ સ્‍થૂળ કરતાં સૂક્ષ્મ શ્રેષ્‍ઠ એ સમજાવું
૪. નામસ્‍મરણ નામ સાથે વધારેમાં વધારે એકરૂપ થવું ૫૦ અનેકમાંથી એકમાં જવું મહત્ત્વનું આ સમજાવાથી માનસપૂજામાંના અનેક ઘટકોમાંથી (ઉદા. સ્‍નાન, ચંદન, અક્ષત, ફૂલ ઇત્‍યાદિમાંથી) એક નામ પર આવવું
૫. ભાવપૂર્ણ નામસ્‍મરણ આનંદ ૭૦ શબ્‍દોની પેલેપાર રહેલા ભગવાન સાથે એકરૂપ થવાનો આરંભ થવો
૬. નામ સાથે એકરૂપ થવું (મુક્તિ/મોક્ષ) શાંતિ ૧૦૦ ભગવાન સાથે એકરૂપ થવું (અદ્વૈત)

નોંધ ૧ : સર્વસામાન્‍ય વ્‍યક્તિનો સ્‍તર ૨૦ ટકા અને મોક્ષ એટલે ૧૦૦ ટકા, આ સંદર્ભમાં સંબંધિત સ્‍તર પરનો આધ્‍યાત્‍મિક સ્‍તર આપ્‍યો છે.

– સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલે

 

૫. પ્રધાન ગુણ અને ભક્તિયોગ અનુસાર પૂરક સાધના

સદ્દગુરુ (ડૉ.) વસંત બાળાજી આઠવલે

તમપ્રધાન

આવી વ્‍યક્તિ આળસુ હોય છે અને નામસ્‍મરણ કરવાનો કંટાળો કરે છે. આવી વ્‍યક્તિને અવતારોની વાર્તાઓ, ગુરુચરિત્ર, શિવલીલામૃત ઇત્‍યાદિ મોટેથી વાંચવાનું કહેવું. તેને સમજાય એવી સહેલી વાર્તાઓ અથવા ભાગ વાંચવાનું કહેવું, તેમજ પ્રતિદિન એક સહસ્ર વાર નામજપ અથવા એકવાર વિષ્‍ણુસહસ્રનામ લખવા માટે કહેવું.

રજપ્રધાન

આવી વ્‍યક્તિ નામ પર મન એકાગ્ર કરી શકતી નથી. તેણે વિષ્‍ણુસહસ્રનામ, ગણેશસહસ્રનામ અથવા પુરુષસૂક્ત ઇત્‍યાદિ મોટેથી વાંચવું અથવા શ્રીમદ્‌ભગવદ્‌ગીતાનો એકાદ અધ્‍યાય વાંચવો

સત્ત્વપ્રધાન

આવી વ્‍યક્તિની એકાદ ઠેકાણે લક્ષ કેંદ્રિત કરવાની ક્ષમતા હોય છે; તેથી તેણે એકાદ નામ અથવા ગુરુમંત્રનો જપ કરવો. સાત્ત્વિક વ્‍યક્તિમાં ક્યારેક રજ-તમ ગુણ ઉભરાઈને આવે છે, તે સમયે નામસ્‍મરણ કરવું અઘરું બને છે. આવા સમયે નામ અથવા ગુરુમંત્ર મોટેથી બોલવો અથવા વિષ્‍ણુસહસ્રનામ બોલવું. સત્ત્વગુણની વૃદ્ધિ થાય કે પૂર્વવત નામ અથવા ગુરુમંત્રનો જપ કરવો.

– સદ્દગુરુ (ડૉ.) વસંત બાળાજી આઠવલે (વર્ષ ૧૯૮૧)

 

૬. ભક્તોએ વ્‍યવહારમાં વર્તન કરતી વેળાએ રાખવાના વિવિધ ભાવ

૧. સમભાવ

અ. પોતાની વયજૂથના માણસો સાથે ભાઈ-બહેનની જેમ વર્તન કરવું.

આ. વયથી મોટી વ્‍યક્તિ સાથે તેમના બાળકોની જેમ વર્તવું.

ઇ. નાના બાળકો સાથે નાના થઈને વર્તવું.

૨. આત્‍મીયભાવ

બધા માટે આત્‍મીયભાવ હોવો, અર્થાત્ બધા પર પોતાની જેમ પ્રેમ કરવો.

૩. દેવતાભાવ

પોતાને ગમતા દેવતાને સહુમાં જોવા અને બધા સાથે આદરથી વર્તવું.

૪. ઈશ્‍વરી ભાવ

ભક્તને સર્વ પ્રાણીમાત્રોમાં અને વસ્‍તુઓમાં પણ ઈશ્‍વરની અનુભૂતિ થાય છે. તેને કારણે તે તેવી રીતે વર્તે છે.  – સદ્દગુરુ (ડૉ.) વસંત બાળાજી આઠવલે (વર્ષ ૧૯૯૦)

Leave a Comment