પેટનો દુઃખાવો અને પાણી

Article also available in :

પાણી અને પેટનો સંબંધ ઘનિષ્‍ઠ હોવાથી પાણી પીવાની પદ્ધતિઓનું સીધું પરિણામ આપણા પેટ સંબંધિત બાબતો પર થાય છે, એ માટે આગળ જણાવેલા પ્રશ્‍નોના ઉત્તર જાણી લો.

 

૧. એકાએક ઉદ્‌ભવનારો પેટનો દુઃખાવો અને પાણી

‘કોઈપણ કારણસર એકાએક જો પેટ દુઃખતું હોય, તો ૨ થી ૪ પવાલા નવશેકું પાણી પીવું અને શાંતિથી બેસી રહેવું. મોઢામાં આંગળાં નાખીને ઊલટી કરવાનો પ્રયત્ન કરવો નહીં. આ ઉપાય એકવાર જ કરવો. પાણી પીવાથી કાંઈ અપાય થતો નથી. વધારાનું પાણી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. પાણી પીવાના ૨ કલાક પછી પણ સારું ન લાગે તો તજ્‌જ્ઞની સલાહ લેવી.

વૈદ્ય મેઘરાજ પરાડકર

ઉપર જણાવ્‍યા પ્રમાણે પાણી પીવાથી નીચે જણાવેલા લાભ થાય છે. અપચો થવાથી અન્‍ન પેટમાં ભરાઈને જો પેટ દુઃખતું હોય તો આપમેળે ઊલટી જેવું લાગીને ઊલટી થાય છે અને પેટમાં ભરાઈ રહેલું અન્‍ન બહાર પડીને સારું લાગે છે. જો નાની પથરી અટવાઈ જવાથી પેટમાં દુઃખતું હોય, તો પીધેલું પાણી પેશાબ વાટે બહાર નીકળતી વેળાએ ક્યારેક પથરી પડી જઈને સારું લાગે છે.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

 

૨. પેટના ગંભીર વિકારોમાં પાણી પણ પીવું, જોખમકારી

આધુનિક વૈદ્ય (ડૉ.) રવિંદ્ર ભોસલે

‘તીવ્ર પેટનો દુઃખાવો અને એક કરતાં વધુ ઊલટીઓ થઈ હોય, તો પેટનો ગંભીર વિકાર હોઈ શકે છે, ઉદા. જઠરમાંનો વ્રણ (અલ્‍સર) ફૂટવો. આવા રુગ્‍ણોએ મોઢેથી પાણી પીવું પણ જોખમી હોય છે. તેથી આવો પ્રસંગ ઉદ્‌ભવે તો ઘરગથ્‍થુ ઉપચાર કરવાને બદલે તરત જ આધુનિક વૈદ્ય (ડૉક્‍ટર)ને બતાવવું.’

– આધુનિક વૈદ્ય (ડૉ.) રવિંદ્ર ભોસલે, શલ્‍યચિકિત્‍સક અને જઠરાંત્રરોગ તજ્‌જ્ઞ (ગૅસ્‍ટ્રોએંટેરોલૉજિસ્ટ), નગર (૨૪.૧૧.૨૦૨૨)

 

૩. તાવ હોય ત્‍યારે કયું પાણી પીવું ?

‘તાવ હોય ત્‍યારે સાદું (ઠંડું) પાણી પીવું નહીં. એક લિટર પાણીમાં (ચાની) પા ચમચી આ પ્રમાણમાં ‘સનાતન મુસ્‍તા (નાગરમોથા) ચૂર્ણ’ નાખીને ૫ મિનિટ પાણી ઉકાળવું. આ પાણી થર્મૉસમાં રાખીને તરસ લાગે ત્‍યારે થોડું થોડું નવશેકું કરીને પીવું. આવું પાણી પીવાથી તાવ ઉતરવામાં સહાયતા થાય છે અને શક્તિ પણ ટકી રહે છે.’

 

૪. શું પાણીને બદલે સરબત પી શકાય ?

‘ક્યારેક મજા તરીકે સરબત પીએ તો ચાલે; પરંતુ પ્રતિદિન સરબત પીવાની ટેવ આરોગ્‍ય માટે સારી નથી. સરબતમાંથી અનાવશ્‍યક ખાંડ પેટમાં જાય છે. ખાંડ આરોગ્‍ય માટે હાનિકારક હોય છે. ખાંડને બદલે ગોળ નાખીએ, તો પણ ગોળ પણ વધારે પ્રમાણમાં પ્રતિદિન ખાવો, યોગ્‍ય હોતું નથી. ગોળના પદાર્થો વારંવાર ખાવાથી પ્રતિદિન તે પદાર્થો ખાવાની ઇચ્‍છા થતી રહે છે. તેથી સરબતને બદલે સાદું પાણી જ પીવું.’

 

૫. પાણી ગરમ પીવું કે ઠંડું ?

‘ઠંડીના દિવસોમાં ઉષ્‍ણ (ગરમ), જ્‍યારે ઉષ્‍ણતાના દિવસોમાં ઠંડું પાણી પીવું. ઠંડું, એટલે શીતકબાટ (ફ્રિજ)માંનું નહીં. ઉનાળામાં માટલાનું પાણી પીવાથી મન પ્રસન્‍ન થાય છે. અન્‍ય ઋતુઓમાં માટલાનું પાણી ન પીવું. છીંકો આવવી, શરદી, ગળામાં કફ આવવો, તાવ, દમ આ વિકાર હોય, ત્‍યારે સાદું ઠંડું (ન ઉકાળેલું) પાણી પીવું નહીં. તેમણે ઉકાળેલું પાણી નવશેકું અથવા ઠંડું કરીને પીવું.’

 

૬. પેટ સાફ ન થતું હોય ત્‍યારે વધારે વાર થોડું થોડું પાણી પીવું

‘પેટ સાફ થવા માટે પુષ્‍કળ પાણી પીવું ભૂલભરેલું છે. તેને બદલે વધારે વાર થોડું થોડું પાણી પીવું. એકવાર વધારે પાણી પીવાથી વધારાનું પાણી પેશાબવાટે બહાર નીકળી જાય છે. તે પાણીનો શરીરને કાંઈ ઉપયોગ થતો નથી. કૂંડામાંના છોડને પુષ્‍કળ પાણી પાયા પછી કૂંડામાંના તળિયાના છિદ્રમાંથી પાણી બહાર નીકળી જાય છે, તેવું આ છે. છોડને સરખું પાણી મળે, તે માટે ઠબક સિંચન (Drip irrigation) કરે છે. આમાં એક સમયે વધુ પાણી પાવાને બદલે ટીપું ટીપું પાણી પાવામાં આવે છે. આ પાણીનો વૃક્ષને પૂરતો ઉપયોગ થાય છે. તેવી રીતે શરીરને પણ પૂરતું પાણી મળે, તે માટે ગટગટાવીને પાણી પીવાને બદલે થોડા થોડા સમય પછી એક એક ઘૂંટડો પીવું.’

 

૭. ‘શું સમગ્ર દિવસમાં ૮ પવાલા પાણી પીવું’, એ યોગ્‍ય છે ખરું ?

‘શરીરને કેટલું પાણી આવશ્‍યક છે’, એ પ્રદેશ, વાતાવરણમાંની ઉષ્‍ણતા અથવા ઠંડી, શરીરને થનારા શ્રમ, આહાર ઇત્‍યાદિ અનેક ઘટકો પરથી નક્કી થતું હોય છે. ‘વ્‍યક્તિ તેટલી પ્રકૃતિ’ હોવાથી પ્રત્‍યેક વ્‍યક્તિની પાણીની આવશ્‍યકતા ભિન્‍ન હોઈ શકે છે. તેથી કેટલું પાણી પીવું, આ બાબતે પોતાની બુદ્ધિથી નિર્ણય લેવા કરતાં ઈશ્‍વરી સંવેદના અનુસાર જ્‍યારે તરસ લાગે, ત્‍યારે થોડું થોડું પાણી પીવું.’

 

૮. જમતી વેળાએ પાણી પીવું કે ન પીવું ?

‘લોટ પલાળતી વેળાએ જો પાણી ઓછું થાય, તો લોટ કઠણ બને છે અને રોટલી વણતી વેળાએ આકરું લાગે છે. જો પાણી વધુ થાય, તો લોટ પાતળો બની જાય છે અને લોટ પાટલીને ચોંટે છે. લોટ બાંધતી વેળાએ પાણીનું પ્રમાણ યોગ્‍ય હોય, તો જ રોટલી વ્‍યવસ્‍થિત વણી શકાય છે. અન્‍નનું યોગ્‍ય પાચન થવા માટે પણ તે વધારે કઠણ અથવા પાતળું હોવું ન જોઈએ. તેને કારણે ‘જમતી વેળાએ આવશ્‍યકતા અનુસાર વચ્‍ચે વચ્‍ચે થોડું થોડું પાણી પીવું’, એવું આયુર્વેદમાં કહ્યું છે.’

 

૯. ‘શૌચ થાય (ઝાડો ઉતરે) તે માટે લોટો ભરીને પાણી પીવું’ આ ટેવ હોય તો તે ભાંગવી

‘સવારે ઊઠતાવેંત પાણી પીએ, તો જ ઝાડો ઉતરે છે’, એવી ટેવ હોય, તો પણ સવારે આ પાણી પીવાની ટેવ ભાંગવી. પાણી પીને શૌચ થવા કરતાં જઠરાગ્‍નિ (પાચનશક્તિ) સારી હોવી મહત્ત્વનું છે. જો તે સારો રહેશે, તો યોગ્‍ય સમયે જાતે જ શૌચ થાય છે, તે સાથે જ આરોગ્‍ય પણ સારું રહે છે.’

 

૧૦. સવારે ઊઠતાવેંત પુષ્‍કળ પાણી પીવું નહીં !

‘વિશ્‍વમાં ૭૦ ટકા પાણી જ છે. પાણી એ જીવન છે’, એમ ભલે હોય, તો પણ ચૂલો સળગતી વેળાએ તેનામાં જો લોટો ભરીને પાણી રેડીએ, તો શું સ્‍થિતિ થશે ? સવારે ઊઠતાવેંત પુષ્‍કળ પાણી પીવાથી જઠરાગ્‍નિના (પાચનશક્તિના) સંદર્ભમાં પણ તેમજ થતું હોય છે. તેને કારણે સવારે તરસ લાગે ત્‍યારે થોડું થોડું પાણી પીવું.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment