અનુક્રમણિકા [hide]
- ૧. વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણોને લીધે ૐ નો જપ કરવો લાભદાયી !
- ૨. મંત્રમાંના અક્ષરોનું શરીરના વિવિધ અવયવો પર થનારું પરિણામ
- ૩. જિજ્ઞાસાને કારણે વૈજ્ઞાનિકોએ ૐના મંત્રજપથી થનારા લાભનું પ્રયોગના માધ્યમ દ્વારા પરીક્ષણ કરવું
- ૪. ૐ ના જપને કારણે ત્રાસ થાય નહીં, તે માટે યોગ્ય અધ્યાત્મશાસ્ત્રીય દૃષ્ટિકોણ જાણી લો !
- ૫. જિજ્ઞાસુઓ, વિશ્વના રહસ્યો જાણવાની ક્ષમતા વિજ્ઞાનમાં નહીં, જ્યારે સૂક્ષ્મ જ્ઞાન કરાવી આપનારા અધ્યાત્મમાં જ છે !
- ૬. ૐ નું આધ્યાત્મિક મહત્વ સ્પષ્ટ કરનારો પ્રયોગ !
- ૭. માનવીના શરીર, મન, બુદ્ધિ અને ચિત્ત પર સકારાત્મક પરિણામ કરનારો અને પૂર્ણત્વની અનુભૂતિ પ્રદાન કરનારો ૐ
- ૮. ૐ આ અક્ષરને આદિબીજ આ રીતે સંબોધવાનું કારણ
- ૯. વિજ્ઞાનની સહાયતાથી સિદ્ધ થયેલું ૐનું માહાત્મ્ય
- ૧૦. ધ્યાનધારણા દ્વારા ગ્રહણ કરેલા ૐકારની અમૂલ્ય દેણગી વિશ્વને પ્રદાન કરનારા ઋષિમુનિઓનાં ચરણોમાં વ્યક્ત કરેલી કૃતજ્ઞતા !
- ૐની આધ્યાત્મિક સ્તર પરની વિશિષ્ટતાઓનો અભ્યાસ કરવા માટે યુ.એ.એસ્. (Universal Aura Scanner) ઉપકરણ દ્વારા મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયે કરેલી વૈજ્ઞાનિક કસોટી !
- ૧. વૈજ્ઞાનિક કસોટી કરવાનો ઉદ્દેશ
- ૨. કસોટીનું સ્વરૂપ
- ૩. યુ.એ.એસ્. (Universal Aura Scanner) ઉપકરણ
- ૪. પ્રયોગમાં અચૂકતા લાવવા માટે વર્તવામાં આવેલી સાવચેતી
- ૫. યુ.એ.એસ્. (Universal Aura Scanner) ઉપકરણ દ્વારા કરેલાં નિરીક્ષણો
વૈજ્ઞાનિક દૃષ્ટિથી ૐ નું મહત્વ
કેટલાક દિવસો પહેલાં નાસા (નૅશનલ એરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન) આ અમેરિકન સંસ્થાએ ઉપગ્રહ દ્વારા સૂર્યના નાદનું કરેલું ધ્વનિમુદ્રણ યૂ-ટ્યુબ નામના સંકેતસ્થળ પર ઉપલબ્ધ છે. આ ધ્વનિમુદ્રણ સાંભળીને ધ્યાનમાં આવ્યું કે સૂર્યનો નાદ અને ૐકાર માં આશ્ચર્યકારક સમાનતા છે. આ પાર્શ્વભૂમિ પર વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ૐનું મહત્વ કહેનારા સંકેતસ્થળ પરનું નીચે આપેલું લખાણ વાચકો માટે આપીએ છીએ.
૧. વૈજ્ઞાનિક અને વ્યવહારિક
કારણોને લીધે ૐ નો જપ કરવો લાભદાયી !
ૐ મંત્ર વિશે પુષ્કળ સિદ્ધાંતો પ્રસ્તુત કરેલા છે. ૐ આ એક વૈશ્વિક ધ્વનિ (કૉસ્મિક સાઊંડ) છે અને તેમાંથી વિશ્વની નિર્મિતી થઈ છે, આ તેમાંનું સૌથી પ્રચલિત સિદ્ધાંત છે, પણ ભારતીય (હિંદુ) સંસ્કૃતિમાં ૐ નો નિયમિત જપ કરવા પાછળ આ જ એકમાત્ર કારણ નથી, જ્યારે હિંદુ સંસ્કૃતિમાંની અન્ય પારંપારિક ધાર્મિક કૃતિઓની પાછળ વિદ્યમાન કારણોની જેમ માનવીને દીર્ઘકાલીન લાભ આપનારા કેટલાક શાસ્ત્રીય અને વ્યવહારી કારણો પણ છે. (આ કારણો ધ્વનિ, કંપન અને અનુનાદ (રેઝોનન્સ) ઇત્યાદિ સાથે સંબંધિત શાસ્ત્ર પર આધારિત છે.)
ૐ નો નામજપ સાંભળવા માટે અહીં ઉપલબ્ધ છે.
ૐ નો તારક નામજપ Audio
Audio Playerૐ નો મારક નામજપ Audio
Audio Player
૨. મંત્રમાંના અક્ષરોનું શરીરના વિવિધ અવયવો પર થનારું પરિણામ
મૂલતઃ મંત્ર આ ધ્વનિની (કંપનોની) સહાયતાથી પરિણામ સાધ્ય કરનારા અક્ષરોમાંથી બનેલા હોય છે. વિવિધ અક્ષરોનાં ઉચ્ચારણોમાંથી વિવિધ કંપનો ઉત્પન્ન થાય છે અને તેનું પરિણામ શરીરમાંના વિવિધ અવયવો પર થાય છે. પ્રત્યેક અક્ષરના ધ્વનિનો શરીરમાંના વિશિષ્ટ અવયવો સાથે સંબંધ હોય છે અને તે ધ્વનિ તે અવયવના ઠેકાણે પ્રતિધ્વનિત (રેઝોનેટ) થાય છે. અ, ઉ, મ આ ત્રણે અક્ષરો ભેગા કરવાથી ૐ મંત્ર બને છે. તે તે અક્ષરોના ઉચ્ચારણને લીધે થનારાં પરિણામ નીચે આપેલા છે.
૨ અ. અ નું ઉચ્ચારણ
અ અ અ…. એવો ઉચ્ચાર કરવાથી ઉરોભાગ (છાતી) અને ઉદર (પેટ) સાથે સંબંધિત મસ્તિષ્કતંત્રમાં સંવેદના જણાઈને તે સ્થાન પર તે પ્રતિધ્વનિત થાય છે.
૨ આ. ઉનું ઉચ્ચારણ
ઉ ઉ ઉ…. આ ઉચ્ચાર કરવાથી ગળું અને ઉરોભાગ (છાતી)માં સંવેદના ઉત્પન્ન થઈને ત્યાં પ્રતિધ્વનિત થાય છે.
૨ ઇ. મનું ઉચ્ચારણ
મ મ મ…. આ ઉચ્ચાર નાસિકા અને ખોપડીમાં પ્રતિધ્વનિત થાય છે. પરિણામસ્વરૂપ ૐ ના સતત ઉચ્ચારણથી શરીરમાંના પેટ, કરોડરજ્જુનાં હાડકાં, ગળું, નાક અને મગજ આદિ ભાગ કાર્યરત થાય છે. ઊર્જા પેટની ઉપરની દિશામાં મસ્તિષ્ક સુધી પ્રવાહિત થાય છે.
૩. જિજ્ઞાસાને કારણે વૈજ્ઞાનિકોએ ૐના
મંત્રજપથી થનારા લાભનું પ્રયોગના માધ્યમ દ્વારા પરીક્ષણ કરવું
યોગીઓ કહે છે, ૐનો નામજપ કરવાથી મનની એકાગ્રતા વધવી, મન સ્થિર અને શાંત થવું, માનસિક તાણ ઘટવો આદિ અનુભવ થાય છે. આ વિશેની અધિક જાણકારી પ્રાપ્ત કરવાની, આધુનિક વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની સહાયતાથી તેની નિશ્ચિતી કરવાની જિજ્ઞાસા વૈજ્ઞાનિકોમાં હતી. તેને કારણે તેમણે કેટલાક પ્રયોગ કર્યા અને તેમાંથી યોગીઓ કહેતા હતા એ અનુભવોને પુષ્ટિ મળી. (આ વિશેના કેટલાંક ઉદાહરણો નીચેનાં સૂત્રોમાં આપેલાં છે.)
૩ અ. ૐ નો નિયમિત જપ કરવાથી વ્યક્તિના
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થનારાં સકારાત્મક પરિણામ
૩ અ ૧. શારીરિક લાભ
અ. રક્તદાબ ઓછો થવો : ૐ નો નિયમિત જપ કરવાથી રક્તદાબ ઓછો થઈ શકે છે, આ વાત વૈદ્યકીય ક્ષેત્રમાંના આધુનિક સંશોધનો દ્વારા સિદ્ધ થઈ છે. આ સંદર્ભમાં નીચે આપેલી નોંધ મળી આવે છે, ધ્યાનધારણા અને ૐ નો મંત્રજપ કરીને શ્રીમતી ક્લૉડિયા ઝેફે ઉચ્ચ રક્તદાબની માંદગી પર વિજય પ્રાપ્ત કર્યો. આશ્ચર્ય એ છે કે હવે એમની દવાઓ બંધ થઈને તેમના હૃદયમાં નિર્માણ થયેલો દોષ આપમેળે જ સાજો થયો.
(સંદર્ભ : chants bp News Report: http://www.dailymail.co.uk/health/article-1258234/Chants-fine-thing-It-sound-daft-doctors-believe-med
૪. ૐ ના જપને કારણે ત્રાસ થાય નહીં,
તે માટે યોગ્ય અધ્યાત્મશાસ્ત્રીય દૃષ્ટિકોણ જાણી લો !
૧. નિર્ગુણ (બ્રહ્મ) તત્વ દ્વારા સગુણની (માયાની) નિર્મિતિ થવા માટે પ્રચંડ શક્તિ જોઈતી હોય છે. તેવા પ્રકારની શક્તિ ઓંકારના (ૐ ના) જપથી નિર્માણ થતી હોવાથી જેને અધિકાર નથી તેવાઓએ ઓંકારનો નામજપ કરવાથી તેને શારીરિક અથવા માનસિક ત્રાસ થવાની શક્યતા હોય છે. એકાદ વિવક્ષિત (કહેવા માટે ધારેલું) કારણસર, ઉદા. અનિષ્ટ શક્તિનું નિવારણ કરવા માટે નામજપને ૐ લગાડવાનું આવશ્યક હોય, તો નામજપ સમયે ૐ નો ઉચ્ચાર વધારે દીર્ઘ કરવો નહીં.
ૐ ના જપથી સ્ત્રીઓને ત્રાસ થવાની સંભાવના વધારે હોય છે. આ સૂત્ર આગળ આપેલા ઉદાહરણ પરથી ધ્યાનમાં આવશે. ૐકારને કારણે નિર્માણ થનારાં સ્પંદનોથી શરીરમાં પુષ્કળ શક્તિ (ઉષ્ણતા) નિર્માણ થાય છે. પુરુષોની જનનેંદ્રિયો શરીરની બહાર હોય છે. તેથી નિર્માણ થનારી ઉષ્ણતાનું તેમની જનનેંદ્રિયો પર પરિણામ થતું નથી. સ્ત્રીઓની જનનેંદ્રિયો શરીરની અંદર હોવાથી સદર ઉષ્ણતાનું તેમની જનનેંદ્રિયો પર પરિણામ થઈને તેમને ત્રાસ થઈ શકે છે. તેમને માસિક સ્રાવ વધારે થવો, ન થવો, માસિક ધર્મ સમયે વેદના થવી, ગર્ભધારણા ન થવી, એવા પ્રકારની વિવિધ વ્યાધિઓ થઈ શકે છે; તેથી સ્ત્રીઓએ નામજપ કરતી વેળાએ જો ગુરુએ કહ્યું ન હોય તો નામજપને ૐ લગાડવો નહીં, ઉદા. ૐ નમઃ શિવાય । એમ બોલવાને બદલે કેવળ નમઃ શિવાય । આ રીતે બોલવું. અમસ્તા શ્રી લગાડવો. ૬૦ ટકા કરતાં વધુ આધ્યાત્મિક સ્તર ધરાવનારી સ્ત્રીઓએ નામજપને ૐ લગાડવામાં વાંધો નથી.
૨. ૐ માં પુષ્કળ શક્તિ હોય છે. આ માટે એકાદને વિશિષ્ટ કારણ માટે, ઉદા. અનિષ્ટ શક્તિઓના નિવારણ માટે અન્ય એકાદ દેવતાનો નામજપ કરવો આવશ્યક હોય તો તે દેવતાના નામજપ પહેલાં ૐ લગાડાય છે, ઉદા. શ્રી ગણપતયે નમઃ । એમ બોલવાને બદલે ૐ ગૅં ગણપતયે નમઃ । આ રીતે નામજપ કરાય છે.
સંદર્ભ : સનાતનનો ગ્રંથ : અધ્યાત્મનું પ્રાસ્તાવિક વિવેચન
૫. જિજ્ઞાસુઓ, વિશ્વના રહસ્યો જાણવાની ક્ષમતા
વિજ્ઞાનમાં નહીં, જ્યારે સૂક્ષ્મ જ્ઞાન કરાવી આપનારા અધ્યાત્મમાં જ છે !
જો તમારે વિશ્વના રહસ્યો જાણી લેવા હોય, તો તમારે શક્તિ (એનર્જી), વારંવારતા (ફ્રિક્વન્સી) અને સ્પંદનો (વાયબ્રેશન્સ) આ સંજ્ઞાઓના દૃષ્ટિકોણમાંથી વિચાર કરવો પડશે.
– નિકોલા ટેસ્લા (અમેરિકામાં થઈ ગયેલા એક સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક)
(સંદર્ભ : http://guruprasad.net/posts/why-indians-chant-om-mantra-scientific-reason/)
શક્તિ (એનર્જી), વારંવારતા (ફ્રિક્વન્સી) અને સ્પંદનો (વાયબ્રેશન્સ) આ સૂક્ષ્મમાંના ઘટકો છે. સ્થૂળ કરતાં સૂક્ષ્મ શ્રેષ્ઠ હોય છે આ અધ્યાત્મમાંનો એક મૂળભૂત સિદ્ધાંત છે. સૂક્ષ્મમાંથી જાણવાની ક્ષમતા સાધનાથી જ વિકસિત થાય છે. ઋષિ-મુનિઓમાં તે ક્ષમતા હોવાથી જ તેઓ વિશ્વમાંના સૂક્ષ્મ રહસ્યો અચૂક રીતે કોઈપણ બાહ્ય ઉપકરણો વિના જાણી શક્યા ! – સંકલક
૬. ૐ નું આધ્યાત્મિક મહત્વ સ્પષ્ટ કરનારો પ્રયોગ !
પ્રયોગ ૧ : આગળ આપેલી પંક્તિઓનો ૐ વિરહિત ઉચ્ચાર કરવાથી શું જણાય છે ?
પ્રયોગ ૨ : આગળ આપેલી પંક્તિઓનો ૐ સહિત ઉચ્ચાર કરવાથી શું જણાયું ?
ॐ शान्तिप्रियः प्रसन्नात्मा प्रशान्तः प्रशमप्रियः ।
ॐ उदारकर्मा सुनयः सुवर्चा वर्चसोज्ज्वलः ॥
– સૂર્યસહસ્રનામસ્તોત્ર
૭. માનવીના શરીર, મન, બુદ્ધિ અને ચિત્ત પર સકારાત્મક
પરિણામ કરનારો અને પૂર્ણત્વની અનુભૂતિ પ્રદાન કરનારો ૐ

પ્રયોગ ૧ નો ઉત્તર : આ મંત્રનો ૐવિરહિત ઉચ્ચાર કરવાથી મંત્રમાં કાંઈક અપૂર્ણતા જણાય છે.
પ્રયોગ ૨ નો ઉત્તર : ૐસહિત ઉચ્ચાર કરવાથી મંત્રમાં શક્તિ કાર્યરત હોવાનું જણાય છે અને મનને આનંદ મળીને પૂર્ણત્વની અનુભૂતિ થાય છે.
નાદબ્રહ્મસ્વરૂપ, અનાદિ અને અનંત પરમેશ્વરનો સગુણ-સાકાર રૂપ રહેલો ૐકાર ! આવા આ પરમેશ્વરના સગુણ-સાકાર રૂપના સંદર્ભમાં સંત જ્ઞાનેશ્વર માવડી કહે છે,
अकार चरण युगल । उकार उदर विशाल ।
मकार महामंडल । मस्तकाकारें ॥१९॥
हे तीन्ही एकवटले । तेथ शब्दब्रह्म कवळलें ।
तें मियां श्रीगुरुकृपा नमिलें । आदिबीज ॥२०॥
– જ્ઞાનેશ્વરી, અધ્યાય ૧
અર્થ : અકાર એટલે સર્વ સ્થૂળ નામરૂપથી, આ ગણપતિના બન્ને ચરણ છે. ઉકાર એટલે સર્વ સૂક્ષ્મ નામરૂપથી, આ ગણેશજીના પેટનું સ્થાન છે અને મકાર એટલે નામરૂપોની અવ્યક્તદશા, આ ગણેશજીના વિશાળ મંડળાકાર મસ્તકનું સ્થાન છે. ॥૧૯॥
અકાર, ઉકાર અને મકાર આ ત્રણેય માત્રા જે ૐકારમાં એકરૂપ છે, તે ૐકારમાં સર્વ વૈદિક શબ્દબ્રહ્મ સમાયેલું છે. તે ૐકાર જ સર્વ વિશ્વનું આદિબીજ, અર્થાત્ કારણ હોવાથી શ્રીગુરુકૃપાથી જાણી લઈને મેં તેમને નમસ્કાર કર્યા. ॥૨૦॥
૮. ૐ આ અક્ષરને આદિબીજ આ રીતે સંબોધવાનું કારણ
અનેક ઋષિમુનિઓએ નિર્ગુણ-નિરાકાર રહેલા બ્રહ્માંડમાંનો નાદ ધ્યાનધારણા દ્વારા ગ્રહણ કર્યો અને તેને સગુણ-સાકાર રૂપ આપ્યું. આ ૐકાર દ્વારા અક્ષરબ્રહ્મની નિર્મિતિ થઈ અને તેમાંથી સંસ્કૃત ભાષા નિર્માણ થઈ. પ્રત્યેક આકારને વિશિષ્ટ એવાં સ્પંદનો હોય છે, તે જ પ્રમાણે ૐ અક્ષરને તેનાં સ્પંદનો છે. એકાદ અક્ષરનો જે સમયે આપણે મોઢેથી ઉચ્ચાર કરીએ છીએ, તે સમયે નીકળનારી ધ્વનિલહેરો દ્વારા ચોક્કસ સ્પંદનો બહાર પડે છે. ૐ આ એકમાત્ર અક્ષર છે કે, જે અક્ષરના ઉચ્ચારથી શક્તિ, ચૈતન્ય, આનંદ અને શાંતિની આવશ્યકતા અનુસાર અનુભૂતિ થાય છે. તેથી જ ૐ અક્ષરને આદિબીજ તરીકે સંબોધવામાં આવ્યું છે.
૯. વિજ્ઞાનની સહાયતાથી સિદ્ધ થયેલું ૐનું માહાત્મ્ય
પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. આર્.એન્. શુક્લએ તેમના વિશ્વચૈતન્યનું વિજ્ઞાન આ ગ્રંથમાં લખ્યું છે, આકાર અને ઊર્જાના સંબંધની શોધખોળ કરતી વેળાએ વર્ષ ૧૮૭૦માં બોવીસ નામના શાસ્ત્રજ્ઞએ બોવીસ પેંડ્યૂલમ નામનું ઉપકરણ વાપરીને અનેક શોધો કરી. તેના પરથી બોવીસ પરિમાણ પ્રચલિત થયું. બોવીસ અને મિલીવોલ્ટ આજની પરિભાષામાંનાં પરિમાણો છે. વોલ્ટેજ માપવાનું પરિમાણ એટલે મિલીવોલ્ટ છે અને એક સહસ્ર બોવીસ એટલે એક મિલીવોલ્ટ થાય. ૐ નો આકાર દોર્યા પછી આ આકારમાં શાસ્ત્રજ્ઞોના મત અનુસાર અન્ય ચિહ્નોથી અનેક ગણી વધારે એટલે દસ લાખ બોવીસ જેટલી ઊર્જા અને ચૈતન્ય છે.
ૐકાર સર્વવ્યાપક અને સ્વસ્વરૂપ હોવાથી પરિપૂર્ણ હોય છે, તેમજ તે પૂર્ણત્વ પ્રાપ્ત કરાવી આપનારો છે. આવા શબ્દબ્રહ્મની અનુભૂતિ પ્રદાન કરનારા ૐકારના સંદર્ભમાં દેશ અને વિદેશમાં અનેક ઠેકાણે સંશોધન કરવામાં આવ્યું છે. વર્તમાનમાં જ અમેરિકાના નાસા નામક સંશોધક સંગઠનમાં ૐકારના નાદના સંદર્ભમાં પણ સંશોધન કરવામાં આવ્યું. તેમાં નાદસ્વરૂપ ૐકારનું માનવી શરીર, મન, બુદ્ધિ અને ચિત્ત પર સકારાત્મક પરિણામ થતું હોવાનું સિદ્ધ થયું.
૧૦. ધ્યાનધારણા દ્વારા ગ્રહણ
કરેલા ૐકારની અમૂલ્ય દેણગી વિશ્વને પ્રદાન
કરનારા ઋષિમુનિઓનાં ચરણોમાં વ્યક્ત કરેલી કૃતજ્ઞતા !
આજનું યુગ એટલે યંત્રયુગ અથવા વૈજ્ઞાનિક યુગ છે. પ્રત્યેક બાબત વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા સપ્રમાણ સિદ્ધ કરીએ, તો જ તેની સંપૂર્ણ વિશ્વમાં નોંધ લેવામાં આવે છે. પહેલાંના કાળમાં કોઈપણ વૈજ્ઞાનિક ઉપકરણ ઉપલબ્ધ ન હતા ત્યારે પણ આપણાં ઋષિ-મુનિઓએ નિર્ગુણ-નિરાકાર રહેલા બ્રહ્માંડમાંથી નાદ ધ્યાનધારણા દ્વારા ગ્રહણ કર્યો અને તેને સગુણ-સાકાર રૂપ આપ્યું. આ સાથે જ તેમણે અનેક શોધ કરી, જે વર્તમાન આધુનિક પ્રગત વિજ્ઞાન પણ કરી શક્યું નહીં. તેથી આવા આ સર્વવ્યાપી સમષ્ટિ કાર્ય કરનારા ઋષિઓને કારણે અમને ૐકારનું સગુણ રૂપ લાભ્યું છે, આ અમારું શ્રેષ્ઠ ભાગ્ય છે. આવા ઋષિઓનાં ચરણોમાં અમારા ત્રિવાર વંદન !
– સૌ. પ્રિયાંકા સુયશ ગાડગીળ, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, ગોવા.
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત
ૐની આધ્યાત્મિક સ્તર પરની વિશિષ્ટતાઓનો
અભ્યાસ કરવા માટે યુ.એ.એસ્. (Universal Aura Scanner)
ઉપકરણ દ્વારા મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયે કરેલી વૈજ્ઞાનિક કસોટી !
પ્રત્યેક આકારને વિશિષ્ટ સ્પંદનો હોય છે, તેવી જ રીતે ૐ અક્ષરના પોતાના સ્પંદનો છે. જે સમયે એકાદ અક્ષરનો આપણે મોઢાથી ઉચ્ચાર કરીએ છીએ, તે સમયે તેમાંથી નીકળનારી ધ્વનિલહેરો દ્વારા ચોક્કસ સ્પંદનો બહાર પડે છે.
અહીં મંત્રનો ૐવિરહિત ઉચ્ચાર કર્યા પછી અને ૐસહિત ઉચ્ચાર કર્યા પછી વ્યક્તિ પર થનારું પરિણામ વૈજ્ઞાનિક દૃષ્ટિએ અભ્યાસ કરવાના હેતુથી યુ.એ.એસ્. (Universal Aura Scanner) ઉપકરણની સહાયતાથી કસોટી કરવામાં આવી. આ કસોટીનાં નિરીક્ષણો અને તેનું વિવરણ આગળ આપી રહ્યા છીએ. અહીં આપવામાં આવેલી વૈજ્ઞાનિક કસોટી દ્વારા ૐનું મહત્વ ધ્યાનમાં આવીને તેનો આધ્યાત્મિક સ્તર પર લાભ કરી લેવાની પ્રેરણા સહુકોઈને મળે, એવી ઈશ્વરનાં ચરણોમાં પ્રાર્થના !
૧. વૈજ્ઞાનિક કસોટી કરવાનો ઉદ્દેશ
એકાદ ઘટકમાં (વસ્તુ, વાસ્તુ અને વ્યક્તિમાં) કેટલા ટકા સકારાત્મક સ્પંદનો છે, તે ઘટક સાત્વિક છે કે કેમ અથવા તે ઘટક આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયક છે કે નથી, એ કહેવા માટે સૂક્ષ્મમાંનું સમજવું આવશ્યક હોય છે. સંતો સૂક્ષ્મમાંનું જાણી શકતા હોવાથી તેઓ પ્રત્યેક ઘટકમાંના સ્પંદનોનું અચૂક નિદાન કરી શકે છે. ભક્તો અને સાધકો સંતોએ કહેલું શબ્દ પ્રમાણ માનીને તેના પર શ્રદ્ધા રાખે છે; પરંતુ બુદ્ધિપ્રામાણ્યવાદીઓને શબ્દપ્રમાણ નહીં, જ્યારે પ્રત્યક્ષ પ્રમાણ જ જોઈતું હોય છે. તેમને પ્રત્યેક બાબત વૈજ્ઞાનિક કસોટી દ્વારા, અર્થાત્ યંત્ર દ્વારા સિદ્ધ કરીને બતાવીએ, તો જ તે ખરી લાગે છે.
૨. કસોટીનું સ્વરૂપ
આ કસોટીમાં યોગતજ્જ્ઞ દાદાજી વૈશંપાયને આપેલો ૐ આનંદં હિમાલયં વિષ્ણું ગરુડધ્વજં ૐ । ૐ શિવં દત્તં ગાયત્રી સરસ્વતી મહાલક્ષ્મી પ્રણમામ્યહં ૐ ॥ આ મંત્રનું યુ.એ.એસ્. ઉપકરણ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું. એકજ વ્યક્તિએ આ મંત્રનો ૐવિરહિત ઉચ્ચાર કરવો અને ૐસહિત ઉચ્ચાર કરવો, આ બન્ને પરીક્ષણોનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો.
૩. યુ.એ.એસ્. (Universal Aura Scanner) ઉપકરણ
૩ અ. ઉપકરણનો પરિચય
આ ઉપકરણને ઑરા સ્કૅનર પણ કહે છે. તેના દ્વારા પરિબળો (વ્યક્તિ, વાસ્તુ અથવા વસ્તુની) ઊર્જા તેમજ તેમનું પ્રભામંડળ માપી શકાય છે. આ યંત્રનો વિકાસ ભાગ્યનગર, તેલંગણા ખાતેના માજી પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. મન્નમ મૂર્તિએ વર્ષ ૨૦૦૩માં કર્યો હતો. તે જણાવે છે કે આ ઉપકરણનો પ્રયોગ, વાસ્તુ, ચિકિત્સાશાસ્ત્ર, પશુ ચિકિત્સાશાસ્ત્ર તેમજ વૈદિક શાસ્ત્રમાં આવનારી અડચણોનું નિદાન કરવા માટે કરી શકાય છે.
૩ આ. ઉપકરણ દ્વારા કરવાના પરીક્ષણ માટેની પરિબળ વસ્તુ અને તેમનું વિવરણ
૩ આ ૧. નકારાત્મક ઊર્જા : આ ઊર્જા હાનિકારક હોય છે. તેના નીચે પ્રમાણે બે પ્રકાર હોય છે.
અ. અવરક્ત ઊર્જા (ઇન્ફ્રારેડ) : આમાં પરિબળ વસ્તુ દ્વારા પ્રક્ષેપિત થનારી ઇન્ફ્રારેડ ઊર્જા માપી શકાય છે.
આ. પરારિંગણી ઊર્જા (અલ્ટ્રાવાયોલેટ) : આમાં કોઈ વસ્તુ દ્વારા પ્રક્ષેપિત થનારી અલ્ટ્રાવાયોલેટ ઊર્જા માપવામાં આવે છે.
૩ આ ૨. સકારાત્મક ઊર્જા : આ ઊર્જા લાભદાયક હોય છે અને આ માપવા માટે સ્કૅનરમાં સકારાત્મક ઊર્જા દર્શાવનારો + ve નમૂનો (વસ્તુ) રાખવામાં આવે છે.
૩ આ ૩. પરિબળનું પ્રભામંડળ : આ માપવા માટે તે પરિબળ વસ્તુના સર્વાધિક સ્પંદનો ધરાવતા નમૂના (સેંપલ)નો ઉપયોગ કરવામાં આવે છે; ઉદા. વ્યક્તિના સંદર્ભમાં તેની લાળ અથવા છાયાચિત્ર અને વનસ્પતિ વિશે તેનાં પાન.
૪. પ્રયોગમાં અચૂકતા લાવવા માટે વર્તવામાં આવેલી સાવચેતી
અ. ઉપકરણનો પ્રયોગ કરનારી વ્યક્તિ આધ્યાત્મિક ત્રાસ (નકારાત્મક સ્પંદનો) ધરાવતી ન હતી.
આ. તે વ્યક્તિએ પરિધાન કરેલા વસ્ત્રના રંગોનું પરિણામ પરીક્ષણ પર ન થાય, તે માટે તે વ્યક્તિએ ધોળા રંગના કપડાં પરિધાન કર્યાં હતાં.
નિરીક્ષણનું સૂત્ર | મંત્રોચ્ચાર કરવા પહેલાં વ્યક્તિની કરેલી કસોટી | ‘આનંદં હિમાલયં..’ આ મંત્રજપ કરવો | ‘ૐ આનંદં હિમાલયં ..’ આ મંત્રજપ કરવો |
---|---|---|---|
‘યુ.એ.એસ્.’ ઉપકરણ દ્વારા નોંધનો સમય | બપોરે ૩.૪૫ | બપોરે ૪.૩૦ | બપોરે ૪.૪૫ |
૧. નકારાત્મક ઊર્જા (આનું વિશ્લેષણ ૫ અ ૧ સૂત્રમાં આપ્યું છે.)
૧ અ. ઇન્ફ્રારેડ
૧. સ્કૅનરે કરેલો ખૂણો (અંશ) | 0 | 0 | 0 |
૨. પ્રભામંડળ (મીટર) (નોંધ) | નથી. | નથી. | નથી. |
૧ આ. અલ્ટ્રાવાયોલેટ
૧. સ્કૅનરે કરેલો ખૂણો (અંશ) | 0 | 0 | 0 |
૨. પ્રભામંડળ (મીટર) (નોંધ) | નથી. | નથી. | નથી. |
૨. સકારાત્મક ઊર્જા (આનું વિશ્લેષણ ૫ અ ૨ સૂત્રમાં આપ્યું છે.)
અ. સ્કૅનરે કરેલો ખૂણો (અંશ) | ૩૦ | ૧૮૦ | ૧૮૦ |
આ. પ્રભામંડળ (મીટર) (નોંધ) | નથી. | ૨.૭૬ | ૩.૧૨ |
૩. નામસ્મરણ કરનારી વ્યક્તિની લાળનો નમૂનો વાપરીને માપેલું પ્રભામંડળ (મીટર) (આનું વિશ્લેષણ ૫ અ ૩ સૂત્રમાં આપ્યું છે.) | – | ૩.૮૯ | ૪.૦૮ |
૫. યુ.એ.એસ્. (Universal
Aura Scanner) ઉપકરણ દ્વારા કરેલાં નિરીક્ષણો
નોંધ : સ્કૅનર ૧૮૦ અંશના ખૂણામાં ખૂલે તો પરિબળનું પ્રભામંડળ માપી શકાય છે. તેનાં કરતાં ઓછા અંશના ખૂણામાં સ્કૅનર ખૂલે, તો તેનો અર્થ તે પરિબળ ફરતે પ્રભામંડળ નથી, એવો થાય છે.
૫ અ. નિરીક્ષણોનું વિવેચન
૫ અ ૧. નકારાત્મક ઊર્જા ન મળવી : સર્વસામાન્ય વાસ્તુ અથવા વ્યક્તિની કસોટીમાં નકારાત્મક ઊર્જા હોઈ શકે છે; પણ ઉપર જણાવેલી કસોટીમાં બન્ને સમયે મંત્રનું ઉચ્ચારણ કર્યા પછી નકારાત્મક ઊર્જા જરા પણ મળી નહીં. સંતોની સંકલ્પશક્તિને કારણે આ મંત્રમાંના પ્રત્યેક શબ્દમાં જ સાત્વિક ઊર્જા નિર્માણ થવાથી ૐવિરહિત ઉચ્ચારણ કરીએ, તો પણ નકારાત્મક ઊર્જા મળી નહીં.
૫ અ ૨. ૐવિરહિત અને ૐસહિત મંત્રનું ઉચ્ચારણ આ બન્ને કસોટી સમયે સકારાત્મક ઊર્જા મળી આવવી : સર્વ જ વ્યક્તિ, વસ્તુ અથવા વાસ્તુમાં સકારાત્મક ઊર્જા મળી જ આવશે, એમ નથી; પરંતુ ૐવિરહિત અને ૐસહિત મંત્રનું ઉચ્ચારણ આ બન્ને કસોટીઓ સમયે સ્કૅનરની ભુજા ૧૮૦ અંશના ખૂણામાં ખૂલી અને તે સમયે પ્રભામંડળ સામાન્ય રીતે અડધો મીટર વધ્યું. અર્થાત્ તે ઠેકાણે સકારાત્મક ઊર્જા મળી આવી.
૫ અ ૩. મંત્રના ૐવિરહિત ઉચ્ચારની તુલનામાં અને ૐસહિત ઉચ્ચાર કરવાથી પુષ્કળ શક્તિ પ્રક્ષેપિત થવી : આ ઠેકાણે વ્યક્તિની કસોટી લીધા પછી સ્કૅનરની ભુજા કેવળ ૩૦ અંશના ખૂણામાં ખૂલી અને તેનું પ્રભામંડળ આવ્યું નહીં. તે જ વ્યક્તિએ ૐવિરહિત મંત્રનું ઉચ્ચારણ કર્યા પછી પ્રભામંડળ ૩.૮૯ મીટરથી વધારે છે, જ્યારે ૐસહિત મંત્રનું ઉચ્ચારણ કર્યા પછી પ્રભામંડળ ૪.૦૮ મીટર અર્થાત્ સર્વસામાન્ય વ્યક્તિના પ્રભામંડળની તુલનામાં પુષ્કળ વધારે છે.
અનેક ઋષિ-મુનિઓએ નિર્ગુણ-નિરાકાર રહેલા બ્રહ્માંડમાંના નાદને ધ્યાનધારણા દ્વારા ગ્રહણ કર્યો અને તેને સગુણ-સાકાર રૂપ આપ્યું. આ ૐકાર દ્વારા અક્ષરબ્રહ્મની નિર્મિતિ થઈ અને તેમાંથી સંસ્કૃત ભાષા નિર્માણ થઈ. પ્રત્યેક આકારને વિશિષ્ટ એવાં સ્પંદનો હોય છે. ૐ આ અક્ષરને તેનાં સ્પંદનો છે. ઉપરની કસોટી દ્વારા ૐ સહિત મંત્ર બોલવાથી પ્રભામંડળમાંથી સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ થઈ હોવાનું દેખાય છે. આના પરથી ૐનું અનન્યસાધારણ મહત્વ ધ્યાનમાં આવે છે.
– આધુનિક વૈદ્યા (કુ.) આરતી તિવારી, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય (૧૫.૭.૨૦૧૬)