સ્વભાવદોષ દૂર કરવા માટે ‘સ્વભાવદોષ -નિર્મૂલન પ્રક્રિયા’ !

માનવીય મનના ગુણ-દોષ એક જ સિક્કા (ધાતુમુદ્રા) ની બે બાજુ છે. તેથી પોતાના મનના અધ્યયનમાં સ્વભાવના ગુણ-દોષ શોધવા આવશ્યક છે. આપણું મન ગુણ-દોષની વાસ્તવિકતાઓ સ્વીકારવા માટે તૈયાર હોતું નથી, તેથી મનના અભ્યાસમાં વિકારી મન વ્યક્તિને ડગલે-ને-પગલે છેતરે છે. ભાન હોવા છતાં પણ વ્યક્તિ માટે પોતાના સ્વભાવદોષ સ્વીકારવા કઠિન હોય છે. અનેકવાર અહં બાધક બને છે, મનને ઢંઢોળવાની દિશા અયોગ્ય થાય છે. સ્વભાવદોષ દૂર કરવા માટે પદ્ધતિસર રીતે અને નિયમિતતાથી અવલંબ કરવાની એક વિશિષ્ટ પ્રક્રિયા અર્થાત્  ‘સ્વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા’. અંતર્મુખતાના પ્રવાહમાં સંભાવિત બાધાઓ દૂર કરી, આ પ્રક્રિયાને સફળતાપૂર્વક કાર્યાન્વિત કરવા માટેની જાણકારી આ લેખમાં આપવામાં આવી છે. ‘સ્વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા’ દ્વારા વાચક પોતાની વૃત્તિમાં સકારાત્મક પરિવર્તન કરી, જીવનને સફળ તથા સુખમય બનાવી શકશે.

 

‘સ્વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા’નું મહત્વ

૧. સુખી અને આદર્શ જીવન જીવી શકવું

સ્વભાવદોષોને કારણે જીવનની અપરિમિત હાનિ થાય છે. સ્વભાવદોષોને કારણે જીવન દુ:ખી અને નિરાશાજનક બને છે. સ્વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયાને કારણે દોષો પર નિયંત્રણ આવીને પોતાનામાં ગુણોનો વિકાસ થાય છે; તેથી જીવન સુખી અને આદર્શ બને છે.

૨. વ્યક્તિત્વ નો સાચો વિકાસ થવો

ઘણા લોકો પોતાનું આદર્શ વ્યક્તિત્વ ઘડવા માટે ઉચ્ચ શિક્ષણ લેવું, ગમતા ક્ષેત્રમાંની કુશળતા આત્મસાત કરવી, વિવિધ ભાષાઓનું અધ્યયન કરવું, જેવા વિવિધ માર્ગોનો અવલંબ કરે છે. પરંતુ પોતાનામાં રહેલો ડર, ગુસ્સો, અન્યોનો વિચાર ન કરવો જેવા સ્વભાવદોષ દૂર કરવાથી વ્યક્તિત્વ નો ખરો વિકાસ થાય છે. આવું દોષ-રહિત વ્યક્તિત્વ  જ સામેની વ્યક્તિ અથવા સમાજમાં છાપ પાડી શકે છે; તેથી વ્યક્તિત્વ નો વિકાસ થવા માટે સ્વભાવદોષ દૂર કરવાનું અપરિહાર્ય બને છે.

૩. જીવનમાં આવતા કઠિન પ્રસંગોનો સહજ રીતે સામનો કરી શકવો

અનેક લોકોનું કઠિન પ્રસંગમાં માનસિક સંતુલન બગડે છે. સ્વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયાને કારણે મન એકાગ્ર અને સક્ષમ થવા સાથે જ વિવેકબુદ્ધિ પણ જાગૃત થાય છે. તેને કારણે કઠિન પ્રસંગમાં પણ સ્થિર રહી શકાય છે. તે સાથે જ અયોગ્ય અથવા અવિચારી કૃતિ કરવા સામે મનને રોકી શકાય છે.

૪. વર્તમાન સ્પર્ધાત્મક યુગમાં અગ્રસ્થાને રહી શકાય છે

સ્વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા હાથ ધરવાથી મનની શક્તિ અનાવશ્યક બાબતો પર વ્યય (ખર્ચ) થતી નથી. તેને કારણે વ્યક્તિની કાર્યક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ થાય છે. તેને કારણે વર્તમાનના સ્પર્ધાત્મક યુગમાં અગ્રસ્થાન પર રહી શકાય છે.

 

 સ્વભાવદોષો પર માત કરવા માટે આગળ જણાવેલી પ્રક્રિયા હાથ ધરો !

૧. પોતાનામાંના સ્વભાવદોષોની સૂચિ (યાદી)
બનાવીને તેમાંના સર્વાધિક તીવ્ર દોષ કયા છે, તે પસંદ કરવા

ડર લાગવો, ઉદ્દામતા, ચિંતા કરવી, સમયનું પાલન ન કરવું, અન્યોને દોષ આપવા, અવ્યવસ્થિતા, આળસ, એકાગ્રતા ન હોવી, પોતાની વસ્તુ અન્યોને ન આપવી, ખોટું બોલવું, ચિડાવું, હઠ, ગુસ્સો આવવો જેવા દોષ આપણામાં હોઈ શકે છે. આ રીતે દોષોની સૂચિ બનાવીને તેમાંના સર્વાધિક તીવ્ર દોષ કયા છે, તે પસંદ કરવા.

૨. પોતાની ભૂલો શોધીને તે સ્વભાવદોષ-નિર્મૂલન સારણીમાં લખવી !

આપણા દ્વારા સમગ્ર દિવસ દરમિયાન થયેલી ભૂલો સ્વભાવદોષ-નિર્મૂલન સારણીમાં (સૂત્ર ક્રમાંક ૫ જુઓ) વખતોવખત લખવી. પ્રથમ ભૂલો એટલે શું, તે સમજી લઈએ. ક્યારેક આપણા દ્વારા એકાદનું અપમાન થાય એવું ભૂલભરેલું બોલાઈ જાય છે અથવા નિરર્થક ગુસ્સો કરવા જેવી એકાદ અયોગ્ય કૃતિ થાય છે. આ જે રીતે ભૂલો છે, તેવી જ રીતે મનમાં અયોગ્ય વિચાર, પ્રતિક્રિયા અથવા ભાવના નિર્માણ થવી, ઉદા. અનાવશ્યક ચિંતા કરવી, અન્યો વિશે મનમાં દ્વેષની ભાવના નિર્માણ થવી, એ પણ ભૂલો જ છે,

૩. પોતાની ભૂલો શોધવાની પોતાને ટેવ પાડો !

આપણે જો દૈનંદિન વ્યવહાર કરતી વેળાએ ‘મારે મારી ભૂલો શોધવી જ છે’, એવો દૃઢ નિશ્ચય કરીને સતર્કતા જાળવીએ, તો પોતાની ઘણીખરી ભૂલો પોતાના જ ધ્યાનમાં આવે છે.

૪. પોતાની ભૂલો સમજાય તે માટે અન્યોની સહાયતા લો !

આપણને આપણી ભૂલો ધ્યાનમાં આવતી નથી. આવી ભૂલો ધ્યાનમાં લાવી આપવા માટે માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર-પરિવાર ઇત્યાદિને કહી રાખવું.

૫. આગળ જણાવ્યા પ્રમાણે સ્વભાવદોષ-નિર્મૂલન સારણી સિદ્ધ કરીને તે નિયમિત ભરો !

દિનાંક ભૂલ, અયોગ્ય કૃતિ, અયોગ્ય પ્રતિક્રિયા અથવા વિચાર ભૂલ, અયોગ્ય કૃતિ, અયોગ્ય પ્રતિક્રિયા / વિચારનો સમયગાળો દોષ યોગ્ય કૃતિ /યોગ્ય પ્રતિક્રિયા વિશે સ્વયંસૂચના / ઉપાય અભ્યાસસત્રોની સંખ્યા પ્રગતિ

૬. ‘સ્વયંસૂચના’ એટલે શું તે સમજી લો અને તે નિયમિતતાથી આપો !

પોતાના દ્વારા થયેલી ભૂલભરેલી કૃતિ, મનમાં આવેલો અયોગ્ય વિચાર અને વ્યક્ત થયેલી અથવા મનમાં ઊપસેલી અયોગ્ય પ્રતિક્રિયામાં પાલટ થઈને તેના સ્થાન પર યોગ્ય કૃતિ થવા માટે અથવા યોગ્ય પ્રતિક્રિયા નિર્માણ થવા માટે પોતે જ પોતાના અંતર્મનને (ચિત્તને) જે યોગ્ય સૂચના આપવી પડે છે, તેને ‘સ્વયંસૂચના’ એમ કહે છે. સાવ સહેલી ભાષામાં કહીએ તો પોતાના દ્વારા થયેલી અયોગ્ય બાબતો સંબંધે અંતર્મનને (ચિત્તને) યોગ્ય બાબત કરવાનો ઉપાય સૂચવવો, એટલે ‘સ્વયંસૂચના’ છે. એક સૂચના પાંચ વાર મનમાં બોલવી. સમગ્ર દિવસમાં આવશ્યકતા પ્રમાણે ૫-૨૦ જેટલાં સ્વયંસૂચનાના સત્ર લઈ શકાય.

 

 સ્વયંસૂચના બનાવવાની કેટલીક પદ્ધતિઓ અને તેનાં ઉદાહરણો

૧. સ્વયંસૂચના ‘પદ્ધતિ ક્ર. અ ૧’  – અયોગ્ય કૃતિનું ભાન અને તેના પર નિયંત્રણ

ઉદાહરણ  ‘એકાગ્રતાનો અભાવ’  આ સ્વભાવદોષ માટે આપવાની સ્વયંસૂચના

‘કાર્યાલયમાં કામ કરતી વેળાએ જ્યારે હું બે-બે મિનિટે અહીં-તહીં જોતો હોઈશ, ત્યારે ‘જો હું એકાગ્રતાથી કામ કરીશ, તો હું તે સારી રીતે કરી શકીશ’, એની મને જાણ થશે અને હું કામ પર મારું ધ્યાન એકાગ્ર કરીશ.’

૨. સ્વયંસૂચના ‘પદ્ધતિ ક્ર. અ ૨’  : અયોગ્ય પ્રતિક્રિયાનું ભાન અને તેના પર નિયંત્રણ

ઉદાહરણ ૧  ‘ગુસ્સો આવવો’ અથવા ‘ખરાબ લાગવું’ (માઠું લાગવું) આ સ્વભાવદોષનો પ્રસંગ

‘કાર્યાલયમાં જ્યારે વરિષ્ઠ અધિકારીએ મને કહ્યું કે હું ‘સમાચાર-સંશોધનમાં ઘણો સમય વ્યતીત કરું છું’, ત્યારે મને ગુસ્સો આવ્યો. મારા મનમાં પ્રતિક્રિયા ઉભરી કે  ‘આપણે ગમે તેટલી મહેનત કરીએ, છતાં પણ સાહેબ કાંઈ ભૂલ કાઢશે જ’.

આ માટે આપવાની સ્વયંસૂચના

અયોગ્ય સૂચના

‘જ્યારે સાહેબ મને કહેશે કે હું સમાચાર-સંશોધનમાં ઘણો સમય વ્યતીત કરું છું, ત્યારે હું સંશોધન ઝડપથી કરીશ.’

યોગ્ય સૂચના

જ્યારે સાહેબ મને કહેશે કે ‘તમે સમાચાર-સંશોધનમાં ઘણો સમય વ્યતીત કરો છો’, ત્યારે તેમની વાત સ્વીકારી, હું યોગ્ય પદ્ધતિથી અને ઝડપથી સમાચારનું સંશોધન કરીશ.

ઉદાહરણ ૨  ‘બીજાઓના દોષ જોવા’ આ સ્વભાવદોષ માટે આપવાની સૂચના
અયોગ્ય સૂચના

૧. જ્યારે કોઈ મારી સામે આવશે, ત્યારે હું તેના સ્વભાવદોષ ન જોતાં ગુણ જ જોઈશ.

૨. જ્યારે પણ કોઈ મારી સામે આવશે, ત્યારે હું સમજીશ કે તેમાં ઈશ્વરનો જ અંશ છે.

યોગ્ય સૂચના

જ્યારે પણ સુનીલ મારી સામે આવશે, ત્યારે મને તેનો પ્રમાણિકતા આ ગુણ જ દેખાશે.

સ્વભાવદોષ પર સર્વસાધારણ સૂચનાના સ્થાને વિશેષ સૂચના આપવી. સર્વસાધારણ સૂચનાના બદલે સ્થાન, કાળ અને સમય, વ્યક્તિ, પ્રસંગ અને વિષયનો ઉલ્લેખ કરી વિશેષ સૂચના આપવાથી અંતર્મન માટે તે ગ્રહણ કરવી સુલભ બને છે.

૩. સ્વયંસૂચના ‘પદ્ધતિ ક્ર. અ ૩’ : પ્રસંગનો મહાવરો પાડવો (રિહર્સલ કરવો)

ઉદાહરણ  ‘ચિંતા થવી’, ‘બીક લાગવી’, આ સ્વભાવદોષ માટે આપવાની સ્વયંસૂચના
સ્વયંસૂચના

આગળ જણાવેલી મોટી સૂચનાનો મનમાંને મનમાં મહાવરો પાડવો, પ્રસંગનો અભ્યાસ કરવો, આ પદ્ધતિમાં સ્વયંસૂચનાની વાક્યરચના વર્તમાનકાળમાં હોવી જોઈએ.

ઉદાહરણ ૧ : સ્વભાવદોષ : ભય લાગવો

રાકેશને ઇતિહાસની પરીક્ષાનો ભય અને તાણ આવી રહ્યો હતો અને ‘હું ઇતિહાસમાં ઉર્તીણ નહીં થાઉં’ એની ચિંતા થવા માંડી હતી. તે માટે તેણે ‘પ્રસંગનો અભ્યાસ કરવો’ આ પદ્ધતિનો ઉપયોગ કરી આગળ આપ્યા અનુસાર સૂચના આપી.

સ્વયંસૂચના (પ્રસંગનો અભ્યાસ (રિહર્સલ) કરવો)

૧. સોમવારે ઇતિહાસની પરીક્ષા છે. મારી સિદ્ધતા (તૈયારી) થઈ ગઈ છે. હું ઇતિહાસનાં ટાંચણો શાંતિથી જોઈ રહ્યો છું. ‘હવે હું કોઈપણ પ્રશ્નનો ઉત્તર સારી રીતે લખી શકીશ’, એવું મને લાગી રહ્યું છે.

૨. હું પરીક્ષાખંડમાં પહોંચું છું. પહેલી ઘંટડી વાગે છે. હું શાંતિથી મારા સ્થાન પર આંખો મીંચીને બેઠો છું.

૩. બીજી ઘંટડી વાગે છે. શિક્ષક મારા હાથમાં પ્રશ્નપત્રિકા આપે છે. પ્રત્યેક પ્રશ્ન અને તેના ગુણ જોઈને ‘હું કયા પ્રશ્નોના ઉત્તર લખવાનો છું’, તેનો વિચાર કરી રહ્યો છું.

૪. પ્રશ્નપત્રિકામાંના સર્વ પ્રશ્નો સહેલા છે. મારા દ્વારા પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર સમાધાનકારક લખવામાં આવી રહ્યો છે. અંતિમ ૧૦ મિનિટ બાકી હોવાની ઘંટડી વાગે છે. હું ઉત્તરપત્રિકામાંના બધા જ પાન જોઈને ‘સર્વ પ્રશ્નોના ઉત્તર યોગ્ય રીતે લખ્યા છે કે નહીં’, તેની નિશ્ચિતિ કરી રહ્યો છું. અંતિમ ઘંટડી વાગે છે. હું ઉત્તરપત્રિકા પર્યવેક્ષકના હાથમાં આપું છું.

૫. હવે હું ઘેર આવ્યો છું અને ઘરના બધાને ‘આજની પ્રશ્નપત્રિકા સહેલી હતી’, એમ કહી રહ્યો છું.

૬. આજની પ્રશ્નપત્રિકા સહેલી જવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. ‘હવે હું વિશ્રાંતિ લઈને આવતીકાલના વિષયનો ઉત્સાહથી અભ્યાસ કરવાનો આરંભ કરીશ’, એવો વિચાર કરીને હું પલંગ પર ઊંઘી જાઉં છું.

ઉદાહરણ ૨ : સ્વભાવદોષ : આત્મવિશ્વાસનો અભાવ

વર્ગના શિક્ષકે કાંચનને ર્કાયક્રમમાં મહેમાનોનું સ્વાગત કરવા માટે બોલવાનું કહ્યું. ત્યારે કાંચનના મનમાં આવ્યું કે, ‘આટલા વિદ્યાર્થીઓ સામે હું કેવી રીતે બોલી શકીશ’. તેથી તેણે કહ્યું કે, ‘‘હું નહીં બોલી શકું.’

સ્વયંસૂચના (પ્રસંગનો અભ્યાસ (રિહર્સલ) કરવો)

૧. વર્ગશિક્ષક મને સ્વાગત કરવા માટે કહી રહ્યા છે.

૨. તેઓ મને સ્વાગત કેવી રીતે કરવું એ કહી રહ્યા છે અને હું સમજી રહી છું.

૩. પૂર્ણ વિષયને હું ટૂંકમાં કાગળ પર લખી રહી છું. હવે હું તેનો અભ્યાસ કરી રહી છું.

૪. અભ્યાસ કરેલા વિષયને હું બીજાને સમજાવવાનો પૂર્વાભ્યાસ (રિહર્સલ) કરી રહી છું.

૫. સ્વાગતસમારંભ શરૂ થતાં પહેલાં હું ઉપાસ્યદેવતાને શરણાગતિપૂર્વક અને ભાવપૂર્ણ પ્રાર્થના કરી રહી છું.

૬.  હું મહેમાનોનું સ્વાગત વર્ગશિક્ષકને અપેક્ષિત એવું શાંતિથી કરી રહી છું.

૭. સમારંભના અંતમાં હું ઉપાસ્યદેવતાના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી રહી છું.

૮. કાર્યક્રમ સમાપ્ત થયા પછી મને ભાન થયું કે, પૂરો સમય હું નિર્ભય થઈ બોલી શકી; તેથી મને આનંદ થયો.

 અયોગ્ય સૂચનાઓ

સ્વભાવદોષો પર સર્વસાધારણ અને નકારાત્મક સૂચના ન આપવી. મન માટે નકારાત્મક સૂચના સ્વીકાર કરી તેમાં પરિવર્તન કરવું કઠિન હોય છે; તેથી સૂચનામાં નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરવો. આપણે જોયું હશે, જ્યારે આપણે બાળકોને કહીએ, ‘આમ ન કરો’, તો તે મુંઝાઈ જાય છે. તે જ પ્રકારે જો આપણે સ્વયંસૂચનાના માધ્યમથી કહીએ, ‘હું ક્રોધિત નહીં થાઉં’, ‘હું નિરાદરપૂર્વક વાત નહીં કરું’, તો મન વિરોધ કરે છે. જો સ્વયંસૂચના સકારાત્મક હોય, ‘હું શાંત રહીશ’, ‘હું આદરપૂર્વક વાત કરીશ’, ત્યારે મન અતિ ગ્રહણશીલ બને છે.

૧. અયોગ્ય કૃતિ સંબંધિત આપવામાં આવેલી અયોગ્ય સૂચનાઓ

અ. હું ઉતાવળમાં આચરણ નહીં કરું.

આ. હું અનાવશ્યક વાતો નહીં કરું.

અભ્યાસ : પ્રસંગ, પોતાની અયોગ્ય કૃતિ અને અપેક્ષિત યોગ્ય કૃતિ, આ સર્વનો સમાવેશ સ્વયંસૂચનામાં કરવાથી, એ પ્રકારના વિશેષ પ્રસંગમાં અયોગ્ય કૃતિ થવાથી તેનું ભાન થાય છે અને તે પર નિયંત્રણ રાખી શકાય છે. આ વિષયોનો સમાવેશ ઉપયુક્ત સૂચનાઓમાં ન હોવાથી એવી સ્વયંસૂચના ચિત્ત દ્વારા ગ્રહણ કરી શકાતી નથી.

યોગ્ય સૂચના : જ્યારે હું વાતો કરતા કરતા અને અધીરાઈથી માર્ગ પાર કરીશ, ત્યારે મને ભાન થશે અને હું સાવધાનીથી અને શાંતિથી માર્ગ પાર કરીશ.

૨. અયોગ્ય પ્રતિક્રિયાના સંદર્ભમાં આપવામાં આવેલી અયોગ્ય સૂચનાઓ

અ. હું ગુસ્સો નહીં કરું

આ. હું ગુસ્સામાં પ્રતિક્રિયા વ્યક્ત નહીં કરું

અભ્યાસ : ઉપયુક્ત સ્વયંસૂચનાઓમાં ક્રોધની પ્રતિક્રિયાથી શું તાત્પર્ય છે, તે કયા પ્રસંગમાં ઉભરી અથવા વ્યક્ત થઈ અને અપેક્ષિત યોગ્ય પ્રતિક્રિયા ઇત્યાદિ ઘટકોનો ઉલ્લેખ ન હોવાથી પ્રતિક્રિયામાં કેવું પરિવર્તન કરવું, તે અંતર્મન સમજી શકતું નથી. તેથી સ્વયંસૂચનામાં વિશેષ પ્રસંગ, પ્રસંગમાં વ્યક્ત વિશેષ પ્રતિક્રિયા અને જે વ્યક્તિ પ્રત્યે વ્યક્ત, આ ઘટકોનો ઉલ્લેખ હોય તો અયોગ્ય પ્રતિક્રિયા પર નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય છે.

યોગ્ય સૂચના : બાપુજી જ્યારે મને પૂછશે, ‘શું અભ્યાસ પૂર્ણ થઈ ગયો ?’ ત્યારે હું તેમને શાંતિપૂર્વક કહીશ કે ‘મારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે’.

 

બીજાના સ્વભાવદોષ દૂર કરવા
અથવા ખરાબ સ્થિતિ બદલવી અસંભવ હોવું

ઘણીવાર બીજાના સ્વભાવદોષ દૂર કરવા અસંભવ હોય છે. તેવી જ રીતે ભીષણ દરિદ્રતા, અતિવેદનાદાયક અથવા અસાધ્ય રોગ, દુર્ઘટના, ભુખમરો આદિ જેવા સંકટોમાં અથવા તણાવ નિર્માણ કરનારા પ્રસંગોમાં જ્યારે આપણે કાંઈ જ નથી કરી શકતા, ત્યારે દર્શકની ભૂમિકાથી આ પ્રશ્નોની તરફ દૃષ્ટિ કરવી, એ જ એકમાત્ર ઉપાય છે. કર્મફળન્યાય અનુસાર વ્યક્તિના કર્મોને અનુરૂપ સુખ અથવા દુ:ખ મળે છે. આ વાત ધ્યાનમાં રહે, તો દરિદ્રતા, દુર્ઘટના, દુષ્કાળ આદિ પ્રસંગોમાં દુ:ખી વ્યક્તિને જોઈ આપણને દુ:ખ થતું નથી; આપણે તટસ્થ રહી સહાયક વિચાર અને કૃતિ કરી શકીએ છીએ. ઉદા., દુ:ખી થયા વિના દુર્ઘટનામાં પોલીસને સૂચિત કરી શકીએ છીએ. આવા તણાવ નિર્માણ કરનારા પ્રસંગોની અવધિ અનુસાર સૂચના પદ્ધતિ ‘અ ૨’ અથવા  ‘અ ૩’  અનુસાર સ્વયંસૂચના આપી શકાય છે.

 સંદર્ભ

સનાતનનો ગ્રંથ (હિદી અને અંગ્રેજી ભાષામાં) ‘સ્વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા (ભાગ ૧ અને ૨)’