પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના નિવાસી ઓરડામાં અને પરિસરમાં થયેલા બુદ્ધિઅગમ્ય પાલટ !

સાધનાને કારણે વ્યક્તિનો આધ્યાત્મિક સ્તર જેમજેમ વધતો જાય છે, તેમતેમ તેનું સુપરિણામ આજુબાજુના ઘટકો પર પણ થતું જાય છે. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી સમષ્ટિ ગુરુ અને જગદગુરુ હોવાથી તેમનું અવતારી કાર્ય સંપૂર્ણ બ્રહ્માંડમાં ચાલુ હોય છે. આ કાર્ય પૂર્ણ થાય તે માટે તેમના ઓરડામાં કાર્યરત રહેલા પંચમહાભૂત તત્વો અન્ય સ્થાનો કરતાં વધારે સંવેદનશીલ થયેલા છે. તેને કારણે સદર અવતારી કાર્ય ચાલુ હોય ત્યારે તેમના સૂક્ષ્મદેહ દ્વારા પ્રક્ષેપિત થનારી લહેરોનું પરિણામ તેઓના રહેતા ઓરડા પર થઈને ઓરડામાંના વાતાવરણમાં પંચમહાભૂતોના સ્તર પર વિવિધ પ્રકારના પરિવર્તન થાય છે. તેમાંના કેટલાક પાલટોના છાયાચિત્રો અહીં પ્રસિદ્ધ કરી રહ્યા છીએ.

અહીં પ્રકાશિત કરવામાં આવેલા છાયાચિત્રો ઉપરાંત નીચે આપેલા અન્ય પાલટ પણ દેખાઈ પડે છે.

૧. ઓરડાની બારીના કાચમાં આપ તત્વને લીધે મોજાં જેવી લીટીઓ દેખાય છે. તેજ તત્વને લીધે કાચમાંથી બહારનું દૃશ્ય સુસ્પષ્ટ દેખાય છે.

૨. લાદી લીસી થઈ છે.

૩. ધોળી ભીંત પર ઉત્સાહવર્ધક લીલા રંગની છટા આવી છે.

૪. ઓરડાની ભીંતમાંથી પ્રક્ષેપિત થનારા સારા સ્પંદનો હાથથી સ્પર્શ કરીને અનુભવી શકાય છે.

૫. ઓરડામાં દૈવી સુગંધ આવવી, દૈવી પ્રકાશ દેખાવો, દૈવી નાદ સંભળાવો ઇત્યાદિ અનુભૂતિઓ પણ આવે છે.

 

   પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના વધતા જતા ચૈતન્યને કારણે
તેમના અસ્તિત્વથી તેમની ઓરડી અને તેની સામેના વૃક્ષોમાં થયેલા કેટલાક પાલટ !

અગાશીની પીળી ‘રેલિંગ’નું પ્રતિબિંબ મૂળની ‘રેલિંગ’ કરતાં પણ વધારે સુસ્પષ્ટ દેખાય છે.

૧. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ઓરડાના બારણાના પારદર્શક કાચમાં દેખાઈ રહેલું તે જ ઓરડાની અગાશીની પીળી ‘રેલિંગ’નું પ્રતિબિંબ મૂળની ‘રેલિંગ’ કરતાં પણ વધારે સુસ્પષ્ટ દેખાય છે. (વર્તુળાકારમાં જુઓ) આ આપતત્ત્વના સ્તર પરનો એક સારો પાલટ છે. (વર્ષ ૨૦૧૪)

ચૈતન્યમય વાયુતત્ત્વને કારણે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ઓરડા સામેનું લીલુંછમ અને તાજાં પાન ધરાવતું  ઔદુંબર (ઉંબર) વૃક્ષ !

૨. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ઓરડા સામે વધારે લીલાંછમ અને તાજાં પાંદડાં ધરાવતું ઔદુંબર વૃક્ષ

ગોવા સ્થિત સનાતન આશ્રમના પરિસરમાં ઔદુંબરના અનેક વૃક્ષો છે. આશ્રમ પરિસરમાંના અન્ય ઔદુંબર વૃક્ષોની તુલનામાં આશ્રમમાં વસવાટ કરનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ઓરડા સામેના લગભગ ૧૨ મીટર દૂર રહેલા ઔદુંબર ભણી જોયા પછી વધારે સારું લાગે છે. તેનાં પાન વધારે લીલાંછમ અને તાજાં દેખાય છે, તેમજ તે પાન પર સૂર્યપ્રકાશ પડવાથી તે તેજસ્વી દેખાય છે. સદર ઔદુંબર વૃક્ષને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના દેહમાંથી પ્રક્ષેપિત થઈ રહેલું પ્રકાશરૂપી ચૈતન્યમય તેજતત્ત્વ અને ઉચ્છ્વાસને કારણે ચૈતન્યમય વાયુતત્ત્વ આશ્રમમાંના ઔદુંબરોના અન્ય વૃક્ષોની તુલનામાં વધારે પ્રમાણમાં મળે છે. તેને કારણે તેનાં પાન વધારે લીલાં અને પ્રકાશમાં ચમકતાં દેખાઈ આવે છે.

વીજળીનો દીવો પ્રજ્વલિત કરવાથી તેમાંથી નીકળનારા કિરણો અને થોડે દૂર સપ્તરંગી વલયો

૩. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ઓરડામાંના ઘનરૂપ ચૈતન્યને
કારણે દીવાની જ્યોત ફરતે અથવા વીજળીના દીવા ફરતે સપ્તરંગી વલયો દેખાવા

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ઓરડામાં એકાદ જ્યોત અથવા વીજળીનો દીવો (બલ્બ) લગાડવાથી તેની ફરતે ૩૫ થી ૪૦ સેં.મી. અંતર પર કિરણો અને થોડે દૂર સપ્તરંગી વલયો દેખાય છે. રામનાથી આશ્રમમાં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી, સંત અને ભાવ ધરાવનારા કેટલાક સાધકો રહે છે. તેને કારણે આશ્રમમાં આરંભમાં ચૈતન્ય નિર્માણ થયું. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ઓરડામાં ઘનરૂપ ચૈતન્ય છે. ઘનસ્વરૂપમાં રહેલા ચૈતન્યમાંથી પ્રકાશ બહાર પડતી વેળાએ પ્રકાશનું હજી એક વધારે વિકેંદ્રિકરણ થયું હોવાથી તેમાંથી કિરણો બહાર નીકળતા હોય તેમ દેખાય છે. ઘનસ્વરૂપમાંના ચૈતન્યને કારણે જ્યોત અથવા વીજળીનો દીવો લગાડવાથી તેમાંથી કિરણો અને થોડા અંતર પર સપ્તરંગી વલયો આવતા હોય તેમ દેખાય છે. આ ચૈતન્યનું પ્રગટીકરણ હજી વધારે થયું હોવાનું દર્શક છે. – શ્રી. રામ હોનપ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૭.૧૦.૨૦૧૬)

૪. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ઓરડામાં રહેલી સાત્ત્વિકતા સહન ન થવાથી આપમેળે જ મરી ગયેલા કીડા (વર્ષ ૨૦૧૪)

૪. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ઓરડામાં રહેલી સાત્વિક્તા ને કારણે કીડા આપમેળે જ મરી જવા

દિનાંક ૯.૫.૨૦૧૪ના દિવસે પરાત્પર ગુરુ ડૉક્ટરજીનો ઓરડો અને તેઓ ગ્રંથ લખાણની સેવા માટે જ્યાં બેસે છે તે અભ્યાસિકામાં અને ત્યાંની અગાશીમાં સેંકડો નાના-મોટા કીડા આવ્યા હતા. ઓરડામાં રહેલી સાત્ત્વિકતા સહન ન થવાથી આપમેળે જ મરી ગયેલા કીડા (વર્ષ ૨૦૧૪)

 

બુદ્ધિઅગમ્ય પરિવર્તનો વિશે પ.પૂ. ડૉકટરજીનું વિશ્લેષણ

‘વિવિધ સારી અને ખરાબ અનુભૂતિઓના સંદર્ભમાં મારા વિશેની વસ્તુસ્થિતિ જ્ઞાનેશ્વરીમાં કહ્યા પ્રમાણે છે. તેમાં કહ્યા પ્રમાણે છે. ‘આ મારા લીધે થયું’ એટલે કે મારાં અસ્તિત્વને લીધે થયું, એમાંનું ‘હું’ પણ પરમેશ્વરનું છે, જ્યારે ‘મેં આ નથી કર્યું’, એટલે કે કર્તાપણું મારી પાસે નથી. આનું એક સુંદર ઉદાહરણ એટલે સૂર્ય જ્યારે ઊગે છે ત્યારે બધા ઊઠે છે, ફૂલ ખીલે છે, ઇત્યાદિ. આ કેવળ સૂર્યના અસ્તિત્વને લીધે થાય છે. સૂર્ય કોઈને કહેતો નથી કે ‘ઊઠો’ અથવા ફૂલોને ખીલવા માટે કહેતો નથી !’

– (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે

પ્રત્યેક કૃતિ દ્વારા સાધકો સામે આદર્શ સ્થાપિત કરનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલે !

બધું પોતે જ કરવા છતાં પણ અળગાં રહેનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલે !

ગુરુ ડૉ. આઠવલેજી સાક્ષાત્ વિષ્ણુના અંશાવતાર હોવા છતાં અન્યોના વખાણ કરે છે.  ‘મારા કારણે થયું’, એવું તેઓ કદીપણ કહેતા નથી. તે પોતે ભગવાન હોવા છતાં પણ કર્તાપણું પોતે લેતા નથી; પરંતુ આપણને એકાદ સેવા થયા પછી લાગે છે, ‘મારા  કારણે થયું. મેં કર્યું.’ ‘હે ભગવાન, અમને કર્તાપણું ઈશ્વરના ચરણોમાં નિરંતર અર્પણ કરવાનું ફાવવા દો’, એવી આપના ચરણોમાં પ્રાર્થના છે.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી સતત સંશોધન કરતા રહે છે. દિનાંક ૭.૩.૨૦૧૭ના દિવસે તેમણે તેમના હાથ-પગ પર તેમજ અન્ય વસ્તુ પર આવેલી ચમક બતાવી. તે સમયે અમારામાં આગળ જણાવ્યા પ્રમાણે સંભાષણ થયું.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલે : ભગવાન નાના એવા ઓરડામાં કેટલા પાલટ બતાવે છે ! તારા કારણે થયું.

હું : નાના ઓરડામાં દેવાધિદેવ વસે છે.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલે : ભક્ત હોવાથી થયું.

હું : ભગવાને જ ભક્તોને નિર્માણ કર્યા.

પરાત્પર ગુરુ ડૉ. આઠવલે : હા. એટલે ભક્તોને કારણે જ થયું.

હું : ના. (મારે ‘શું બોલવું’ ? તે કાંઈ સૂઝ્યું નહીં.)

બધું તેમના કારણે જ થાય છે; પરંતુ તેઓ સતત અળગાં રહેવાનો પ્રયત્ન કરે છે.

‘હે ગુરુમાવડી, આ અજ્ઞાની જીવને ‘ ભગવાન’ કેવા છે ? એ સમજાતું નથી; પણ માતા જ બાળકની કાલીઘેલી બોલી સમજી શકે છે. હે ભગવાન, મારા મનને જે કાંઈ સમજાયું, તે આપના ચરણોમાં અર્પણ કરું છું.’

– કુ. દીપાલી માળી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

સનાતનના આધ્યાત્મિક સંશોધન ભણી શીખવાની દૃષ્ટિએ જુઓ !

‘સનાતનના સાધકો આધ્યાત્મિક સંશોધનનો દૃષ્ટિકોણ રાખીને સાધનાને કારણે વ્યક્તિનું અંતર્મન, બાહ્યમન અને શરીર પર થનારા પરિણામોનો અભ્યાસ કરી રહ્યા છે. આ સંશોધનના એક ભાગ તરીકે સનાતન સંસ્થાના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના શરીર પર ઊપસનારાં આધ્યાત્મિક ચિહ્નો (ઉદા. ત્રિશૂળ, ૐ) સનાતન પ્રભાતના નિયતકાલિકોમાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે. આ ચિહ્નો કયા કારણસર ઊપસે છે, તે શોધવામાં સહાયતા કરવા વિશે સનાતન વૈજ્ઞાનિકોને આવાહન કરે છે.  ‘જિજ્ઞાસુ જ જ્ઞાનનો અધિકારી હોય છે’, આ ઉક્તિ પ્રમાણે સાધનાને કારણે થનારા પરિણામો ભણી જો જિજ્ઞાસુ વૃત્તિથી જોઈએ, શીખવાની અને પૂછી લેવાની વૃત્તિ રાખીએ, તો જ ઈશ્વર આ બાબતે અમૂલ્ય જ્ઞાન આપણને આપશે અન્યથા ‘આ ખોટું છે !’, ‘આ આમ કેમ બની શકે ?’ એવા બુદ્ધિપ્રમાણ્યવાદમાં ભરાઈ પડવાથી ઈશ્વર ખોબે ખોબે આપી રહેલી દેણગી સામે પીઠ ફેરવવાની કુબુદ્ધિ તમને થશે.’

– તંત્રી