રિફ્લેક્સૉલૉજી (હાથ-પગના તળિયા પરનું બિંદુદબાણ)

     સનાતનની ગ્રંથમાલિકા ‘આગામી આપત્કાળમાંની સંજીવની’માંનો ગ્રંથ !

સંત-મહાત્માઓ, જ્યોતિષો ઇત્યાદિઓના કહેવા પ્રમાણે આગામી કાળ ભીષણ આપત્કાળ છે અને આ કાળમાં સમાજને અનેક આપત્તિઓનો સામનો કરવો પડશે. આપત્કાળમાં પોતાની સાથે જ કુટુંબીજનોના આરોગ્યનું રક્ષણ કરવું, આ એક મોટું આવાહન જ હોય છે. આપત્કાળમાં અવર-જવર ભાંગી પડવાથી રુગ્ણને રુગ્ણાલયમાં લઈ જવો, ડૉક્ટર અથવા વૈદ્ય સાથે સંપર્ક કરવાનું અને બજારમાંથી ઔષધીઓ મળવાનું પણ કઠિન હોય છે.

આપત્કાળમાં આવી પડતી સમસ્યાઓ અને વિકારોનો સામનો કરવાની પૂર્વતૈયારીના એક ભાગ તરીકે સનાતન સંસ્થા ‘આગામી આપત્કાળમાંની સંજીવની’ નામક ગ્રંથમાલિકા (હિંદી ભાષામાં) સિદ્ધ કરી રહી છે. આ ગ્રંથમાળા દ્વારા શીખવામાં આવેલી ઉપચાર પદ્ધતિઓ કેવળ સંકટકાળની દૃષ્ટિએ જ નહીં, પરંતુ અન્ય સમયે પણ ઉપયોગી છે. આ ગ્રંથમાળાના ૧૫ માર્ચ ૨૦૧૮ સુધી ૧૯ ગ્રંથો પ્રકાશિત થયા છે. તેમાંના જ   ‘રિફ્લેક્સૉલૉજી (હાથ-પગના તળિયા પરનું બિંદુદબાણ)’ આ ગ્રંથનો પરિચય આ લેખ દ્વારા કરાવી આપીએ છીએ.

ગ્રંથના લેખક : શ્રી. વિનાયક ચંદ્રકાંત મહાજન (જ્યેષ્ઠ બિંદુદબાણ તજ્જ્ઞ, ગોવા.)

સંકલક : વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર (મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, ગોવા.)

શ્રી. વિનાયક મહાજન
વૈદ્ય મેઘરાજ પરાડકર

 

૧. બિંદુદબાણ (ઍક્યુપ્રેશર) અને ‘રિફ્લેક્સૉલૉજી’

બિંદુદબાણ (ઍક્યુપ્રેશર) ઉપચાર પદ્ધતિમાં રોગનું નિદાન અને ઉપચાર કરવા માટે સંપૂર્ણ શરીર પરના વિશિષ્ટ બિંદુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ‘રિફ્લેક્સૉલૉજી’ એ બિંદુદબાણ (ઍક્યુપ્રેશર) ઉપચાર પદ્ધતિની જ એક શાખા છે. તેમાં કેવળ હાથ-પગના તળિયા પરના બિંદુઓ દબાવીને રોગનું નિદાન અને ઉપચાર કરવામાં આવે છે. ‘રિફ્લેક્સૉલૉજી’ને જ  ‘ઝોન થેરપી’  એમ પણ કહેવામાં આવે છે.

 

૨.  ‘રિફ્લેક્સૉલૉજી’માં ઉપયોગમાં લેવામાં આવતાં ઉપકરણો

૨ અ. મહત્ત્વનાં લાકડાનાં ઉપકરણો

૨ અ ૧. બિંદુદબાણ લેખણી (જિમી)

આ ‘આકૃતિ ૧’માં દર્શાવ્યા પ્રમાણે લેખણી જેવું ઉપકરણ હોય છે. આ ઉપકરણ પર ગોળ ચકતીઓ ધરાવતો અને ‘પિરામિડ’ના આકારના કાંટા ધરાવતો, એ રીતે બે ભાગ હોય છે. જેઓ કાંટાવાળા ભાગનું દબાણ સહન કરી શકતા નથી, તેમણે ગોળ ચકતીઓના ભાગથી દબાણ આપવું. એકેક બિંદુ પર દબાણ આપવા માટે જિમીની નાની અથવા મોટી અણી વાપરવી. હાથ-પગના આંગળા પર ઉપચાર કરવા માટે જિમીના કાંટાળા ભાગનો ઉપયોગ કરવો.

જિમી
૨ અ ૨. બિંદુદબાણ માટેનું વેલણ (રોલર)

આ ‘આકૃતિ ૨’માં બતાવ્યા પ્રમાણે કાંટાળું, એક વેંત લંબાઈનું અને એક ઇંચ વ્યાસ ધરાવતું વેલણ જેવું ઉપકરણ હોય છે. તેનો ઉપયોગ એકજ સમયે અનેક બિંદુઓ પર દબાણ આપવા માટે સારો થઈ શકે છે. પગ અને હાથના તળિયા પર  ‘રોલર’ ફેરવવુ સહેલું પડે છે.

રોલર

૨ આ. ઉપકરણ વાપરવાની પદ્ધતિ

હાથ-પગના તળિયા પર જુદા-જુદા ઠેકાણે ઉપર જણાવેલાં ઉપકરણોનો ઉપયોગ આગળ જણાવ્યા પ્રમાણે કરવો.

૨ આ ૧. આંગળીઓ

‘આકૃતિ ૩’માં દર્શાવ્યા પ્રમાણે આંગળી અને ઉપકરણનો (જિમી અથવા રોલરનો) કાંટાળો ભાગ હાથની ચપટીમાં ઝાલીને એકબીજા પર દબાણ આપવું. પગની આંગળીઓ માટે પણ એમજ કરવું.

Akruti 5  Kada  કિનારી
૨ આ ૨. આંગળીમાંનો ખાંચો

જિમીનો કાંટાળો ભાગ આંગળીઓની ખાંચમાં મૂકીને  ‘આકૃતિ ૪’માં દર્શાવ્યા પ્રમાણે દબાણ આપવું. પગની આંગળીઓની બધી જ ખાંચો આ રીતે જ દાબવી.

Akruti 6  – Khach ખાંચ
૨ આ ૩. તળિયા પરના વિશિષ્ટ બિંદુઓ

‘આકૃતિ ૫’માં બતાવ્યા પ્રમાણે જિમીની અણીથી તળિયા પરના બિંદુઓ ફરીફરીને દબાવીને છોડી દેવા અથવા જિમી સળંગ દબાવી રાખીને આગળ-પાછળ હલાવવી.

Akruti 7  Talva તળિયા
૨ આ ૪. પગના તળિયાનો વિશિષ્ટ ભાગ

આંગળીઓ દબાવીએ તે પ્રમાણે જ રોલર અથવા જિમીથી દબાવવું. પગના તળિયાના વિશિષ્ટ ભાગ પર દબાણ આપવા માટે રોલર પર એક પગનું તળિયું મૂકીને બની શકે તો, તે પગલા પર બીજા પગથી દબાણ આપવું. (જુઓ : આકૃતિ ૬)

Akruti 8  PayRoller પગ રોલર
૨ આ ૫. સંપૂર્ણ હથેળી

સંપૂર્ણ હથેળી પર દબાણ આપવા માટે રોલર મુઠ્ઠીમાં પકડીને દબાવવો. સંપૂર્ણ પગના તળિયે દબાણ આપવા માટે રોલર પગ નીચે દબાવીને આગળ-પાછળ ફેરવવો.

૨ ઇ. લાકડાના ઉપકરણોના અભાવથી વાપરવાના પર્યાયી સાધનો

લાકડાના ઉપકરણોના અભાવથી હાથના આંગળાં, લેખણી, દાંતિયો, પટ્ટી, પાપડ વણવા માટે ઉપયોગમાં લેવાતું ખાંચ ધરાવતું વેલણ ઇત્યાદિ દ્વારા પણ બિંદુદબાણ કરી શકાય છે. બારીના સળિયા, આસંદી અથવા પટલની આડી પટ્ટીઓ, પગથિયાની કિનારી જેવી બાબતો હાથ-પગના આંગળાની ખાંચમાં પકડીને તેના દ્વારા પણ દબાણ આપી શકાય છે. નદીના ગોળ પાણા, ખડી અથવા ખરબચડી ભૂમિ પર ચંપલ વિના ચાલવાથી પગના તળિયાના બિંદુઓ પર આપમેળે જ ઉપાય થાય છે.

 

૩.  ‘રિફ્લેક્સૉલૉજી’માંના મહત્ત્વના બિંદુઓ

૩ અ. જમણા પગના તળિયા પરના બિંદુઓ (આકૃતિ ૭ જુઓ.)

પગના તળિયાના બિંદુઓ-જમણો

૩ આ. ડાબા પગના તળિયા પરના બિંદુઓ (આકૃતિ ૮ જુઓ.)

પગના તળિયાના બિંદુઓ – ડાબો

૩ ઇ. ઘૂંટાની બહારના (ટચલી આંગળીની બાજુના) ભાગ પરના બિંદુઓ (આકૃતિ ૯ જુઓ.)

ટચલી આંગળીની બાજુના ભાગ પરના બિંદુઓ

૩ ઈ. ઘૂંટાના અંદરના (અંગૂઠાની બાજુના) ભાગ પરના બિંદુઓ (આકૃતિ ૧૦ જુઓ.)

અંગૂઠાની બાજુના ભાગ પરના બિંદુઓ

૩ ઉ. જમણી હથેળી પરના બિંદુઓ (આકૃતિ ૧૧ જુઓ.)

હાથ-બિંદુ-જમણો

૩ ઊ. ડાબી હથેળી પરના બિંદુઓ (આકૃતિ ૧૨ જુઓ.)

હાથ-બિંદુ-ડાબો

 

બિંદુ ક્રમાંક કોની સાથે સંબંધિત બિંદુ ક્રમાંક કોની સાથે સંબંધિત
1 શક્તિકેંદ્ર 22 મૂત્રપિંડ (કિડની)
2 કાન ૨૩ અ. યકૃત (લિવર) (જમણી હથેળી પર)
3 આંખો ૨૩ આ. હૃદય (ડાબી હથેળી પર)
4 માનસિક સ્વાસ્થ્ય, રક્તદાબ, મધુમેહ, રક્તસ્રાવ 24 સ્વાદુપિંડ (પૅન્ક્રિયાઝ)
5 રોગપ્રતિકારક શક્તિ, જંતુસંસર્ગ 25 શક્તિકેંદ્ર (બૅટરી)
6 ડોક અને નાક 26 ગોઠણ, પગની નસો, જાંઘથી ઘૂંટા સુધીનો પગનો ભાગ
7 નાક પાસેનું સાયનસ 27 ગ્રંથી (નોંધ)
8 આંખો પાસેનું સાયનસ ૨૮ અ. પિત્તાશય (જમણી હથેળી પર)
9 ગળું ૨૮ આ. પ્લિહા (સ્પ્લીન) (ડાબી હથેળીપર)
10 ટૉન્સિલ્સ 29 મોટું આંતરડું
11 કાનની બૂટ, કાન અને ગાલ 30 નાનું આંતરડું
12 આંખોના સ્નાયુઓ 31 કટિ (કમર)
13 સર્વાયકલ સ્પૉંડિલૉસિસ 32 કટિ, ગોઠણ અને ઘૂંટાની બહારની બાજુ
14 ‘પિનિયલ’  અને ‘પિટ્યુટરી’ ગ્રંથી, તેમજ નિદ્રા 33 મૂત્રમાર્ગ, તેમજ કટિ, ગોઠણ અને ઘૂંટાની અંદરનો ભાગ
15 ડોકનો સાંધો 34 કર્કરોગ, જંતુસર્ગ, રક્તસ્રાવસં
16 ફેફસાં અને ‘થાયમસ’ ગ્રંથી 35 કર્કરોગ, હરસ જેવા ગુદદ્વારના રોગ
૧૬ અ. પિત્ત 36 અંડકોશ (ટેસ્ટીઝ) અથવા ડિંભ ગ્રંથી (ઓવરીઝ)
17 ખભાની બહારનો ભાગ 37 અષ્ઠીલા ગ્રંથી (પ્રોસ્ટેટ ગ્લૅંડ)
18 ખભાની અંદરનો ભાગ 38 ગર્ભાશય
19 ખભાનો સાંધો (બાવડું) 39 શિશ્ન
20 પેટ 40 મૂત્રમાર્ગ
21 ગ્રંથી 41 વાત (વાયુ)

 

 

૪. ખભા પરના બિંદુઓ

‘આકૃતિ ૧૩’માં બતાવ્યા પ્રમાણે બન્ને ખભા પર વચ્ચેના ભાગમાં આ બિંદુઓ હોય છે. બિંદુ દબાવતી વેળાએ વિરુદ્ધ બાજુના હાથના આંગળાથી દાબવા. નિયમિત રીતે આ બિંદુઓ દબાવવાથી વંશપરંપરાગત વિકાર સાજા થાય છે અને વિકાર આગળની પેઢીમાં સંક્રમિત થતા નથી. આ બિંદુઓ ‘થાયરૉયડ’ ગ્રંથીના વિકારો પર, તેમજ માથાથી માંડીને ખભા સુધીના સર્વ વિકારો પર ઉપયુક્ત છે. નિયમિત રીતે આ બિંદુઓ દબાવવાથી કૅલ્શિયમની ખામી દૂર થાય છે. ડોક, પીઠ, કટિ (કમર)નો દુ:ખાવો, કાન દુ:ખવા, વાળ ખરવા – ધોળા થવા, પથરી અને સાયાટિકા (પગની નસ દબાઈ જવાથી પગમાં થનારી વિશિષ્ટ પ્રકારની વેદનાઓ) આ વિકારોમાં પણ આ બિંદુઓ ઉપયુક્ત છે. ટૂંકમાં આ બિંદુ શરીરને જીવનરસ પૂરો પાડે છે. આ બિંદુ યોગ્ય ઠેકાણે જ દાબવો.

ખભો

 

૫. બિંદુદબાણ કરવા પહેલાં ધ્યાનમાં લેવા જેવી સૂચનાઓ

૫ અ. બિંદુદબાણ ઉપચાર ક્યારે અને કેટલીવાર કરવા ?

બિંદુદબાણ ઉપચાર વિકાર સાજો થાય ત્યાં સુધી પ્રતિદિન નિયમિત રીતે કરવા મહત્ત્વનું છે.

સર્વસામાન્ય રીતે આ ઉપચાર સવાર-સાંજ અથવા સવારે ઊઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં એવી રીતે દિવસમાં ૨ વાર કરવા.

૫ આ. બિંદુદબાણ કરતી વેળાએ દબાણ કેવી રીતે અને કેટલું આપવું ?

બિંદુ એક સેંકડમાં એકવાર આ પ્રમાણે ફરીફરીને દાબીને છોડવું. દબાણ સહન થઈ શકે તેટલા પ્રમાણમાં હોવું. ધીમેધીમે સહનશક્તિ વધારીને થોડું વધારે પ્રમાણમાં દબાણ આપવું.

૫ ઇ. એક બિંદુ કેટલીવાર દબાવવો ?

જો એકાદ ભાગ વધારે દુ:ખતો હોય, તો સામાન્ય રીતે ૨ મિનિટ (૧૨૦ વાર) અને દુ:ખતો ન હોય તો ૧૦ સેકંડ (૧૦ વાર) આ પ્રમાણે દબાણ આપવું. થોડા દિવસ પછી સ્વાસ્થ્ય સુધરવા લાગે છે અને દુ:ખનારો ભાગ ઓછો દુ:ખવા લાગે છે. આવા સમયે દબાણ આપવાનો સમયગાળો ઓછો કરવો.

૫ ઈ. ઉપકરણો દ્વારા દબાણ આપતી વેળાએ કઈ કાળજી લેવી ?

બિંદુદબાણના કોઈપણ ઉપકરણ દ્વારા દબાણ આપતી વેળાએ કેવળ તળિયા પર જ દબાણ આપવું. તળિયા સિવાય અન્ય ભાગો પર કાંટાળા ઉપકરણોથી દબાણ આપવું નહીં. કાંટાળો ભાગ ભોંકાવાથી કોમળ ત્વચાને હાનિ પહોંચી શકે છે.

૫ ઉ. બધાયે જ, ખાસ કરીને અનિષ્ટ શક્તિઓનો
તીવ્ર ત્રાસ ધરાવનારાઓએ નામજપ કરતાં કરતાં બિંદુદબાણના ઉપચાર કરવા !

 

૬. દૈનંદિન જીવનમાં જોવા મળતા
વિકારોની સૂચિ અને તે વિકારો પર દાબવાના બિંદુઓ

વિશિષ્ટ વિકારોમાં કયા બિંદુઓ દબાવવા, એ આગળ આપ્યું છે. વિકારો સામે બિંદુ ક્રમાંક આકૃતિ ૭ થી ૧૨માંના લેવા.

૬ અ. માથાનો દુ:ખાવો, શરદી, તાવ અને ઉધરસ

૪, ૫, ૯, ૧૦, ૧૬, ૧૬ અ, ૨૮ અ અને ૨૮ આ.

૬ આ. આંખો, કાન અને દાંતના એકાએક ઉત્પન્ન થયેલા વિકાર

૨, ૩, ૪, ૫, ૯ અને ૧૦.

૬ ઇ. પચનસંસ્થાના વિકાર (પેટના વિકાર)

૬ ઇ ૧. ભૂખ ન લાગવી, આમ્લપિત્ત, કબજિયાત, હરસ

ખભા પરના બિંદુઓ, ૪, ૫, ૨૦, ૨૩ અ, ૨૮ અ, ૨૮ આ, ૨૯, ૩૦ અને ૩૩ થી ૩૫.

૬ ઇ ૨. ઊલટી અને ઝાડા

૪, ૫, ૨૦, ૨૮ અ, ૨૮ આ, ૨૯ અને ૩૦.

૬ ઈ. મૂત્રવહન સંસ્થાના સર્વ વિકાર (પેશાબ સાથે સંબંધિત બધા વિકાર)

૪, ૫, ૨૦ થી ૨૨, ૨૮ અ, ૨૮ આ, ૨૯, ૩૦ અને ૩૩ થી ૩૫

૬ ઉ. હાડકાં, સાંધા અને સ્નાયુ સાથે સંબંધિત વિકાર

ખભા પરના બિંદુઓ, ૨૦, ૨૬, ૨૮ અ, ૨૮ આ, ૨૯ થી ૩૫ અને ૪૧

૬ ઊ. સ્થૂળતા (જાડાપણું), કૃશતા (સૂકલકડીપણું)

૨૦, ૨૫, ૨૮ અ, ૨૮ આ, ૨૯, ૩૦ અને ૩૩

 

આગામી કાળમાં ભીષણ આપત્તિઓંથી
બચી જવા માટે સાધના કરવી અને ભગવાનના ભક્ત થવું અપરિહાર્ય !

આગામી આપત્કાળનો ધીરજથી સામનો કરી શકાય તે માટે સનાતનની  ‘આગામી આપત્કાળમાંની સંજીવની’  ગ્રંથમાળામાંની વિવિધ ઉપચાર પદ્ધતિઓ શીખી લેવી. આપણે ભલે ગમે તેટલી ઉપચાર પદ્ધતિઓ શીખી લઈએ, તથાપિ ત્સુનામી, ધરતીકંપ જેવી ક્ષણાર્ધમાં સહસ્રો નાગરિકોની બલિ લેનારા મહાભયંકર એવી વિપદામાં જીવતા રહીએ, તો જ તે ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ ! આવી વિપદાઓમાં કોણ આપણને બચાવી શકે, તો કેવળ ભગવાન જ !

‘ભગવાને આપણને બચાવવા જોઈએ’, એમ જો લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ‘न मे भक्तः प्रणश्यति ।’ (અર્થ : મારા ભક્તોનો નાશ થશે નહીં), એવું વચન તેમના ભક્તોને આપ્યું છે. તાત્પર્ય, કોઈપણ અપત્તિમાંથી બચવા માટે આપણે સાધના કરવી અનિવાર્ય છે.

સનાતન-નિર્મિત ગ્રંથ : ‘રિફ્લેક્સૉલૉજી (હાથ-પગના તળિયા પરનું બિંદુદબાણ)’ (હિંદી ભાષામાં ઉપલબ્ધ)