મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના જૂથે ઇંડોનેશિયા ખાતે કરેલા અભ્યાસ ભ્રમણનો વૃત્તાંત

ઇંડોનેશિયા ગૂડી પડવાનો તહેવાર

‘જે સ્થાન પર સમુદ્રમંથન થયું, તે ભૂભાગ એટલે વર્તમાનનો ઇંડોનેશિયા ! સમુદ્રમંથન સમયે ઝેરણી બનેલો સુમેરુ પર્વત પણ અહીં જ છે. જગત્નું સૌથી મોટું દ્વીપરાષ્ટ્ર અર્થાત્ ઇંડોનેશિયા છે. ૧૭ સહસ્ર કરતાં વધારે દ્વીપ (ટાપુઓ) ધરાવતું આ રાષ્ટ્ર હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં ૧ સહસ્ર ૭૦૦ માઈલનો વિસ્તાર રોકે છે. તેના પૂર્વથી પશ્ચિમ ભણી જાગતિક સ્તર પરના ૧૩૯ ઘાતક જ્વાળામુખી છે. પ્રત્યેક જ્વાળામુખીને લાખો વર્ષોનો ઇતિહાસ છે.

૧૫મા શતક સુધી ઇંડોનેશિયામાં શ્રીવિજય, માતરમ્, શૈલેંદ્ર, સંજયા અને મજપાહિત જેવા હિંદુ રાજાઓનું રાજ્ય હતું. જાવા બેટ પર ‘જાવાનીસ્’ અને બાલી દ્વીપ પર ‘બાલીનીસ્‘ ભાષાઓ બોલવામાં ભલે આવતી હોય, તો પણ પહેલાં બધા જ લોકો સંસ્કૃત ભાષાને જ માતૃભાષા માનતા હતા. ત્યાર પછી મુસલમાનોના આક્રમણને કારણે અહીંની ભાષા અને સંસ્કૃતિમાં ફેરફાર થયો, છતાં પણ અહીંના નાગરિકો પહેલાં હિંદુ હતા. તેને કારણે તેમના દૈનંદિન જીવનમાં હિંદુ ધર્મમાંના વિવિધ પાસાં જોવા મળે છે.

આવી રીતે એક સમયે સમગ્ર જગત્માં વિસ્તારિત હિંદુ સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વતી સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ અને તેમની સાથે ૪ વિદ્યાર્થી સાધકો વર્તમાનમાં ઇંડોનેશિયાનું અભ્યાસ-ભ્રમણ કરી રહ્યા છે. તે સમયે તેમણે ભેટ લીધેલા સ્થળોની વિશિષ્ટતાઓ અને ત્યાંની હિંદુ સંસ્કૃતિના ચિહ્નો  દર્શાવનારો લેખ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ.’

 

ઇંડોનેશિયા ખાતે આવી રીતે ઊજવવામાં આવે છે ગૂડી પડવાનો તહેવાર !

અહીં ગૂડી પડવાનો તહેવાર ન્યેપી નામથી ઊજવવામાં આવે છે. આ નિમિત્તે ઇંડોનેશિયા સરકાર દ્વારા બાલી ખાતે સાર્વજનિક રજા ઘોષિત કરવામાં આવે છે.

૧. અહીં ગૂડી પડવો  શાંતિ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ પૃષ્ઠભૂમિ પર આ તહેવાર વિશે આદર તરીકે આ વખતે સરકારે અહીંની સર્વ દૂરસંચાર સેવાઓ આપનારી બાલી આસ્થાપનોને (કંપનીઓને) બાલી બેટમાં ભ્રમણભાષ ઇંટરનેટ સેવા બંધ રાખવાનો આદેશ આપ્યો. એટલું જ નહીં, જ્યારે સરકારે આ વખતે બાલી ખાતેનું આંતરરાષ્ટ્રીય વિમાનઘર પણ સંપૂર્ણ દિવસ માટે બંધ રાખ્યું હતું. ગૂડી પડવા નિમિત્તે અહીંની બધી જ દુકાનો અને પર્યટનસ્થળો બંધ રાખવામાં આવે છે. તથાપિ સાર્વજનિક સેવાઓમાં રુગ્ણાલયો ચાલુ રહે છે.

૨. ગૂડી પડવાના દિવસે બાલી દ્વીપમાં બધું જ શાંત હોય છે. તેનું કારણ એટલે ગૂડી પડવો એ બ્રહ્માંડની ઉત્પત્તિનો દિવસ છે ! ત્યાંના લોકો પાસેથી જાણવા મળ્યું કે, બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે જેવી શાંતિ હતી, તેવી શાંતિ જળવાઈ રહે તે માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે. ગૂડી પડવાના દિવસે સવારે ૬ વાગ્યાથી બીજા દિવસે સવારે ૬ વાગ્યા સુધી ન્યેપી આ દિવસ આત્મચિંતન માટે આરક્ષિત કર્યો છે અને તેથી જ આ પ્રયત્નોમાં અડચણરૂપ કોઈપણ બાબત અત્રે પ્રતિબંધિત છે.

૩. આ દિવસે અગ્નિ પ્રજ્વલિત કરવો, મનોરંજન કરવું, પ્રવાસ કરવો, અન્યો સાથે બોલવા પર નિર્બંધ હોય છે. આ નિર્બંધોનું પરિણામ એમ છે કે બાલી ખાતે અવર-જવર સામાન્ય રીતે ખાલી હોય છે. આ દિવસે મોટાભાગના હિંદુઓ ભોજન પણ કરતા નથી, તેમજ અન્યો સાથે અનાવશ્યક વાત પણ કરતા નથી. આ દિવસે સંપૂર્ણ  બ્લેકઆઊટ (અંધારું) હોય છે, અર્થાત્ ઘર અને રસ્તામાંના બધા જ દીવાઓ બંધ હોય છે. દૂરચિત્રવાહિની અને રેડિયો વગાડવામાં આવતા નથી. થોડી હિલચાલો પણ ઘરની અંદર જ હોય છે. ઘરની બહાર કેવળ પારંપારિક સુરક્ષાની દૃષ્ટિએ નિમણૂક કરેલી વ્યક્તિઓ હોય છે. આ વ્યક્તિઓ સહુકોઈ સદર નિર્બંધોનું પાલન કરી રહ્યા છે ને એ જોવા માટે રસ્તા પર પહેરો ભરતી હોય છે.

૪. આ દિવસે અનિષ્ટ શક્તિઓ પૃથ્વીની નજીક આવતી હોય છે એવી તે લોકોની માન્યતા છે.  આ શક્તિઓને આપણે દેખાઈએ નહીં, તેમજ અહીંના બધા જ લોકો જતા રહ્યા છે, એવું તેમને લાગે એ માટે સર્વત્ર અંધારું કરવામાં આવે છે. ગૂડી પડવાના પહેલાના દિવસે પૂજા કરવામાં આવે છે. અનિષ્ટ શક્તિઓની પ્રતિમાનું સરઘસ કાઢીને તે પ્રતિમાનું દહન કરવામાં આવે છે.

શ્રી. વિનાયક શાનભાગ, સુરાબાયા, ઇંડોનેશિયા.

ભારતથી ૪ સહસ્ર કિ.મિ. દૂર રહેલા ઇંડોનેશિયામાં એટલે કે જાવા બેટ પર પહેલાંથી જ હિંદુ સંસ્કૃતિ કેવી રીતે વિદ્યમાન હતી, તે અમને નજીકથી જોવાનું ભાગ્ય લાભ્યું. તે માટે અમે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક પરાત્પર ગુરુ ડો. આઠવલેજીના ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય.