૧. હિંદુ સમાજની સ્થિતિ
અંગ્રેજોએ ભારત પર સત્તા મેળવ્યા પછી મેકૉલેએ ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ બંધ પાડીને હિંદુઓની સંસ્કૃતિ નષ્ટ કરવી અથવા તેને વિકૃત કરવાનો જ ઉદ્દેશ રાખ્યો. તેને કારણે પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ અને ચેનબાજીની વિષવેલ ઘરોઘર ફેલાઈ. પરિણામે આજે હિંદુઓ આહાર-વિહાર, પહેરવેશ, ભોજન જેવા દૈનંદિન જીવનમાંની સર્વ કૃતિઓના સ્તર પર, તેમજ સામ્યવાદ, પુરોગામી, સ્ત્રીવાદી, વિજ્ઞાનવાદી ઇત્યાદિ વિચારસરણીના માધ્યમ દ્વારા વૈચારિક સ્તર પર પશ્ચિમીઓનું આંધળું અનુકરણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. ચોરી, બળાત્કાર, ખૂન, ગુંડાગીરી, આત્મહત્યા, દુષ્કાળ, ભ્રષ્ટાચાર ઇત્યાદિ સમસ્યાઓથી સર્વસામાન્ય માનવી લાચાર બની ગયો છે. વ્યક્તિગત અને સામાજિક જીવન એવા બન્ને સ્તર પર તેનું જીવન વલોવાઈ ગયું છે.
૨. હિંદુઓની ધાર્મિક સ્થિતિ
મોગલ આક્રમકોએ વિદ્યાપીઠો અને ધર્મગ્રંથો બાળી નાખ્યા, જ્યારે અંગ્રેજોએ ઇતિહાસ લેખનના નામ હેઠળ ઇતિહાસ વિકૃત કર્યો અને પોતાના ધર્મ (સંપ્રદાય)ના વખાણ કર્યા. તેને કારણે હિંદુઓનાં મનમાં પોતાના જ ધર્મ વિશે અનેક ગેરધારણાઓ અને અજ્ઞાન છે. આજે સામાન્ય લોકો માટે હિંદુ-ધર્મશિક્ષણ લેવાની સગવડ ક્યાંય પણ ઉપલબ્ધ નથી. હિંદુઓ તેમના ધર્મનું અને સંસ્કૃતિનું અપેક્ષિત એવું મહત્ત્વ જાણતા ન હોવાથી તેમનામાં ધર્માભિમાન નિર્માણ થતું નથી, તેમજ ધર્મનું મહત્ત્વ સમજાયું ન હોવાથી ધર્માચરણ થતું નથી. ધર્મશિક્ષણના અભાવથી હિંદુઓને ધર્મનું સાચું જ્ઞાન નથી. તેને કારણે ધર્માંતરણ, દેવ-ધર્મના વિરોધમાં થનારી ટીકા, શ્રદ્ધાસ્થાનોનું વિડંબન ઇત્યાદિ વિશે કાંઈ લાગતું નથી. કહેવાતા પુરોગામી, નિધર્મી, બુદ્ધિવાદી, સમાજસુધારક અને ધર્મદ્રોહીઓ તેનો જ ઉપયોગ કરી લઈને હિંદુ ધર્મ વિશે વધારેમાં વધારે ઘૃણા નિર્માણ થાય, એવા જ વક્તવ્યો કરી રહ્યા છે અને હિંદુઓનો બુદ્ધિભેદ કરી રહ્યા છે. તેને કારણે દિવસે-દિવસે ‘એક હિંદુ’ ધર્મથી અળગો પડી રહ્યો છે.
૩. હિંદુઓના રાષ્ટ્રની સ્થિતિ
ગત ૧૫ થી ૨૦ પેઢીઓથી હિંદુઓએ ધર્માચરણ અને સાધના પડતી મૂકી હોવાથી આત્મિક બળવિહોણા બની ગયેલા હિંદુ સમાજ અને તેના રાષ્ટ્રની દુ:સ્થિતિ બની ગઈ છે. તેમાં જ અંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્રિસ્તી અને મુસલમાનોએ હિંદુઓ અને ભારતને નષ્ટ કરવાનું બીડું ઝડપી લીધું છે. ધર્માભિમાન ન હોવાથી હિંદુઓ સંગઠિત નથી. તેને કારણે તેમનું અતિ વેગથી ધર્માંતરણ, તેમજ રમખાણો, ‘લવ-જેહાદ’, આતંકવાદ ઇત્યાદિ માધ્યમો દ્વારા અલ્પસંખ્યકો દ્વારા વંશવિચ્છેદ ચાલી રહ્યો છે. મુસલમાનોની અવ્યવહાર્ય ચાપલૂસી કરવાના કૉંગ્રેસના વલણને કારણે જ આજે દેશ પર થઈ રહેલાં આક્રમણોએ આક્રાળ-વિક્રાળ રૂપ ધારણ કર્યું છે.
૪. ધર્મશિક્ષણની આવશ્યકતા
૪ અ. આજે અન્ય ધર્મીઓ (સંપ્રદાયિકો)ના ધર્મશિક્ષણનાં કેંદ્રો છે; પરંતુ હિંદુઓ માટે ધર્મશિક્ષણની સગવડ ઉપલબ્ધ નથી.
૪ આ. હિંદુત્વવાદીઓએ ધર્મનો અભ્યાસ અથવા ધર્માચરણ કર્યું ન હોવાથી તેઓ ન તો ધર્મહાનિ રોકી શક્યા કે ન તો હિંદુ ધર્મ પર થઈ રહેલા ખ્રિસ્તી અને ઇસ્લામી આક્રમણોનો કહેવાય તેવો પ્રતિકાર પણ કરી શક્યા.
૪ ઇ. હિંદુઓને પોતાનો ધર્મ સમજાવો જોઈએ. તેમને તે વિશે ગર્વ લાગવો જોઈએ. તેમના પરનાં તેમજ તેમનાં ધર્મશ્રદ્ધા પરનાં આક્રમણો જાણી લઈને તેમનો પ્રતિકાર કરવો જોઈએ, તે માટે તેમણે સંગઠિત થવું જોઈએ અને પોતાનો વંશ બચાવવો જોઈએ, એ વર્તમાન કાળની આવશ્યકતા છે. હિંદુઓ દ્વારા આ કૃતિઓ થવા માટે તેમનામાં ધર્માભિમાન હોવો જોઈએ. તે ધર્માભિમાન પ્રત્યક્ષ ધર્માચરણ દ્વારા થનારી સ્વાનુભૂતિ દ્વારા જ આવી શકે. ધર્માચરણ કેવી રીતે કરવું, આ બાબત ધર્મશિક્ષણવર્ગમાં શીખવવામાં આવે છે.
૪ ઈ. ધર્મશિક્ષણને કારણે બરાબર શું થાય છે ? દેવતાઓનું મહત્ત્વ, તેમજ ધાર્મિક કૃતિઓ પાછળનું શાસ્ત્ર આપણને સમજાય, તો તેનું મહત્ત્વ ધ્યાનમાં આવીને તે વિશે ભાવ નિર્માણ થાય છે, ઉદા. શ્રીગણેશજીનું સાચું સ્વરૂપ અને તેમનું માનવ માટે રહેલું મહાન કાર્ય જો સમજાય, તો આપણે તેમનાં ચરણોમાં કાયમ નતમસ્તક રહીશું. તેમનું વિડંબન આપણે કદીપણ સહન કરીશું નહીં, તેમજ ઉત્સવમાં થતા ગેરપ્રકાર પણ આપણે સહન કરીશું નહીં.
૪ ઉ. હવે ધર્માચરણનું એક ઉદાહરણ જોઈએ, તો આજે એકાદ ઠેકાણે અનેક હિંદુઓ જો તિલક લગાડે, તો અન્ય પંથીઓને હિંદુઓનું ટીખળ કરવાની ધીરજ બંધાતી નથી, એવું ધ્યાનમાં આવ્યું છે, તેમજ આવી નાની નાની કૃતિઓને કારણે સંગઠિતતા વૃદ્ધિંગત કરવામાં સહાયતા મળે છે. આ બાબત ધર્મશિક્ષણવર્ગમાં શીખવા મળે છે.
૪ ઊ. જો ધર્મ ટકી રહે, તો આપણે ટકી શકીશું. તેથી આપણો ધર્મ સમજી લેવો પડશે અને તે જીવવો પડશે. તે માટે ધર્મશિક્ષણવર્ગનું પ્રયોજન છે.
૪ એ. ‘અપઘાતથી હિંદુ બનેલા નહેરૂ’ અને તેમની નિધર્મી કૉંગ્રેસે ‘હિંદુ ધર્મ વિશે કાંઈક કથન કરવું એટલે જાતિવાદ અને ધર્માંધતા’ એવી ધારણા દૃઢ કરી. તેને કારણે જ આજે સંસ્કૃતને મૃત, જ્યારે માતૃભાષાને ગૌણ ઠેરવીને અંગ્રેજી ભાષાને વધાવી લેવામાં આવી છે. આ સ્થિતિમાં ફેરફાર થવો આવશ્યક છે.
૪ ઐ. શિક્ષણનો ઉદ્દેશ કેવળ ‘પૈસો’ કમાવવો એવો થઈ ગયો છે. શિક્ષણ મેળવીને ‘રાષ્ટ્ર અને ધર્મની સેવા કરવાની છે’ આ સંકલ્પનાનો પૂર્ણત: અભાવ છે. આ દૃષ્ટિકોણ પાલટવો જોઈએ.
૪ ઓ. દૈનંદિન જીવનમાં પ્રત્યેક નાની-નાની બાબતો કેવી રીતે કરવી, એ વિશદ કરીને ધર્મએ માનવીની કેટલી કાળજી લીધી છે, એવું જોવાથી આપણે આપણા ઋષિ-મુનિઓ પ્રત્યે નતમસ્તક થઈએ છીએ ! ધર્મની મહતી જોઈને આપણી ઈશ્વરનાં ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. હિંદુઓ, આપણા ધર્મ દ્વારા આપણને પ્રદાન કરેલો આ અનન્યસાધારણ વારસો જાળવી રાખીને તે પ્રમાણે આચરણ કરવું એ આપણું ધર્મકર્તવ્ય છે. નહીંતર પછી આગામી પેઢીઓ આપણને ક્ષમા કરશે નહીં.
૪ ઔ. બાળકો પર સારા સંસ્કાર કેળવવા છે; પણ ‘ધમ ઇત્યાદિ કશું જ માનતા નથી’ એવું કહેનારો મોટો વર્ગ મધ્યમવર્ગીય સમાજમાં વર્તમાનમાં નિર્માણ થયો છે. તેમને એમ સમજાતું નથી કે, ‘સંસ્કાર’ એ ધર્મનું જ ફળ છે. એકાદ જેટલો વધારે ધર્મનિષ્ઠ હશે, તેટલો તે વધારે સુસંસ્કારી હશે. ધર્મશિક્ષણનું શાસ્ત્ર જો મન પર અંકિત થાય, તો આગામી પેઢીમાં આવશ્યક એવી નિષ્ઠા અને ધર્માભિમાન નિર્માણ થશે.
૪ અં. ધર્મપાલન કરવાથી થઈ રહેલું પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થોભશે અને ચેનબાજીને કારણે વૃદ્ધિંગત થયેલા ગુનાઓ ઓછા થશે.
૪ ક. દૈનંદિન જીવનમાં ધર્મ અનુસાર આચરણ કરવાથી આત્મબળ અને ચૈતન્ય પ્રાપ્ત થાય છે. ધર્મશિક્ષણમાં શીખવવામાં આવતા આચારધર્મના પાલન દ્વારા દૈનંદિન જીવનમાંની પ્રત્યેક વાતનું અધ્યાત્મિકરણ થઈને ચૈતન્ય મળે છે. તેને કારણે પહેરવેશ, કેશરચના, આહાર ઇત્યાદિ જેટલી વધારે કૃતિઓ આપણે ધર્મશાસ્ત્ર અનુસાર કરીશું, તેટલી વધારે સાત્ત્વિકતા આપણને મળીને આપણે સુખી અને સમૃદ્ધ બનીશું. આ સર્વ કરતી વેળાએ આનંદ મળશે અને સમાજની પણ ઉન્નતિ થશે.
૪ ખ. ઉપરોક્ત અનેક ઉદાહરણો પરથી ધર્મશિક્ષણની આવશ્યકતા ધ્યાનમાં આવશે. ધર્મ અનુસાર આચરણ કેવી રીતે કરવું, એ સમજાય તે માટે હિંદુ જનજાગૃતિ સમિતિ ઠેકઠેકાણે ધર્મશિક્ષણવર્ગો લે છે.
૫. ધર્મશિક્ષણવર્ગનો ઉદ્દેશ અને સ્વરૂપ
જનજાગૃતિ સમિતિ નિર્મિત ‘धार्मिक कृतियोंका शास्त्र’ તેમજ સનાતન સંસ્થા ચેન્નઈ નિર્મિત ‘ईश्वरप्राप्तीके लिए अध्यात्मशास्त्र’ આ ધર્મસત્સંગોની માલિકાઓનું પ્રક્ષેપણ ‘શ્રી શંકરા’ વાહિની પરથી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ ઇત્યાદિ રાજ્યોમાં, તેમજ ઉત્તર ભારતમાં પણ પ્રસારિત કરવામાં આવતું હતું. હિંદુ સંસ્કૃતિમાં રહેલી ધાર્મિક કૃતિઓ, પરંપરાઓ, તહેવાર, ઉત્સવ, તેમજ ધાર્મિક વિધિઓ પાછળનું ધર્મશાસ્ત્ર અને મહત્ત્વ ધર્મશિક્ષણવર્ગમાં વિશદ કરવામાં આવે છે. તેમજ સમાજમાં ધર્મ અને રાષ્ટ્ર પર થઈ રહેલા પ્રહારો વિશે જાગૃતિ લાવવામાં આવે છે, રાષ્ટ્ર અને ધર્મ વિશેનાં અભિયાનોના વિવિધ ઉપક્રમો ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે.
ધર્મશિક્ષણવર્ગોની વિશિષ્ટતા એટલે ધર્માચરણની કૃતિઓ અને શાસ્ત્ર સમજાવવા માટે કેટલીક વાર તે કૃતિ પ્રત્યક્ષ ચિત્રફીત દ્વારા બતાવવામાં આવે છે. મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વતી સિદ્ધ કરવામાં આવેલા સૂક્ષ્મ-જ્ઞાન વિશેનાં ચિત્રોના માધ્યમ દ્વારા ધર્મનું મહત્ત્વ ધ્યાનમાં આવે છે. સનાતનના ગ્રંથો અને સંકેતસ્થળો પર આ ચિત્રો ઉપલબ્ધ છે. તેમની જાણકારી પણ ધર્મશિક્ષણવર્ગમાં આપવામાં આવે છે. સનાતનના ગ્રંથો, ધ્વનિચિત્ર ચકતીઓ, નિયતકાલિકો, સંકેતસ્થળો, સત્સંગ, બાલસંસ્કારવર્ગો, પ્રવચનો ઇત્યાદિ વિવિધ માધ્યમો દ્વારા શું યોગ્ય અને શું અયોગ્ય છે એવું ધર્મશિક્ષણનું જ્ઞાન વધારેમાં વધારે સમાજ સુધી પહોંચાડવા માટે હિંદુ જનજાગૃતિ સમિતિ તત્પર છે. તેનો લાભ લો ! પોતે ધર્માચરણ કરો અને અન્યોને ધર્માચરણ કરવા માટે ઉદ્યુક્ત કરો !
– શ્રી. સુનીલ ઘનવટ, મહારાષ્ટ્ર સંઘટક, હિંદુ જનજાગૃતિ સમિતિ