‘૩૫૦ વર્ષના પારતંત્ર્ય ઉપરાંત ‘હિંદવી સ્વરાજ્ય’ નિર્માણ કરનારા છત્રપતિ શિવાજી મહારાજજીએ ‘શિવશાહી’, ‘દેશ માટે પ્રાણાર્પણ, એ જ જીવન’ એવો આદર્શ રાખનારા ક્રાંતિકારીઓની ‘વીરગાથા’; ‘સદાચાર, પ્રેમ, દયા, સહિષ્ણુતા, ભક્તિ ઇત્યાદિ જીવનમૂલ્યો, એ જ જીવનનો ખરો અર્થ છે’ એવું શીખવનારા ‘સંતચરિત્રો’ જેવા એકેક સમગ્ર વિષય જ બાળકોના શૈક્ષણિક અભ્યાસક્રમમાં રાખીએ, તો જ બાળકોમાં રાષ્ટ્ર અને ધર્મ વિશે પ્રેમ નિર્માણ થશે. એવું થયા પછી બાળકોના મોઢે ચલચિત્રોનાં ગીતો કે ક્રિકેટના ગપાટા હોવાને બદલે રાષ્ટ્ર અને ધર્મના હિતની ચર્ચાઓ હશે. જો તેમ થાય, તો જ બાળકોનું જીવન ખરા અર્થથી સફળ થશે અને આપણા રાષ્ટ્રનો ખરા અર્થમાં વિકાસ થશે. ‘દેશની યુવાપેઢી નિ:સત્ત્વ કરવાનો અને રાષ્ટ્રનું પણ અધ:પતન કરવાનો દોષ વર્તમાન શિક્ષણપદ્ધતિમાં છે’, આ બાબત શાસનકર્તાઓ ધ્યાનમાં લેશે ખરાં ?
ભાવિ હિંદુ રાષ્ટ્રમાં (સનાતન ધર્મ રાજ્યમાં) યુવાપેઢી નિ:સત્ત્વ કરનારી નહીં, જ્યારે સાત્ત્વિક અને રાષ્ટ્ર-ધર્મપ્રેમી બનાવનારી શિક્ષણપદ્ધતિ હશે !’
– (પૂ.) શ્રી. સંદીપ આળશી (૨૧.૧.૨૦૧૭)