હિંદુ ધર્મ આ અધર્મ જ હોવાનું
બતાવવા માટે વિવિધ ગેરમાર્ગો શોધી કાઢનારા
યુરોપિયનો સાથે જ ભારતના પશ્ચિમી શાખામાંના પંડિતો !
યુરોપિયન પંડિતો અને તેમને કુરનિસ કરનારા ભારતીય પંડિતોને સંસ્કૃતનું જ્ઞાન નથી. તેમના આહાર-વિહાર અને આચાર સાત્ત્વિક નથી, સત્ત્વનો ઉત્કર્ષ નથી. ‘તપ’ તો ઘણું છેટે રહ્યું ! તેમને અમારી સંસ્કૃતિના મૂળતત્ત્વો પણ ખબર નથી. અમારી અવિચ્છિન્ન પરંપરાઓ જ્ઞાત નથી. ધર્મ-સંસ્કૃતિના મૂળતત્ત્વો, અવિચ્છિન્ન પરંપરા, તે સમયનું સાહિત્ય, વેદોનો અર્થ સમજવા માટે ઉપયુક્ત એવું નિરુક્તિવાદી સાહિત્ય આ બાબતે તસુભાર જેટલી પણ કદર કર્યા વિના પશ્ચિમી શાખાના પંડિતો કેવળ કલ્પના-વિહારમાં રચ્યાં-પચ્યાં રહેવું અને મન ફાવે તેવું અર્થઘટન કરીને અમારી સંસ્કૃતિને હીન અને જંગલી ઠેરવે છે.
અમારા પશ્ચિમી શાખામાંના પંડિતો અમારી પ્રાચીન પરંપરાઓનો અનાદર કરીને અમને જંગલી ઠેરવે છે. સતીત્વની શ્રેષ્ઠ પરંપરા, એ સનાતન હિંદુ ધર્મનું ભૂષણ છે; તેથી આ સંસ્કૃતિદ્વેષીઓને સતી પ્રથાનો તિરસ્કાર લાગે છે. ‘હિંદુ ધર્મ એ અધર્મ છે’, એમ બતાવવા માટે ‘સતી’ એટલે ‘First Hand’ પુરાવા તરીકે તેનો ઉપયોગ કરે છે. ધર્મનિરપેક્ષતાવાદી, અંધશ્રદ્ધા નિર્મૂલનવાદી, સુધારકવાદીઓને અને બુદ્ધિપ્રામાણ્યના આવરણ હેઠળ શાસ્ત્ર હડસેલીને મનમાની કરનારાઓને તેનાં અનિષ્ટ ફળો ભોગવવા જ પડશે.