સદગુરુ (ડૉ.) પિંગળેકાકા સાથે અમે એક ધર્માભિમાનીના ઘરે સંપર્ક માટે ગયા હતા. તેમના ઘરે ભીંત પર ઉપર આપેલું ચિત્ર રહેલી પ્રતિમા ટાંગી હતી. આ પ્રતિમા અમે ઘણીવાર જોઈ હતી; પણ કેવળ ‘એક સારું ચિત્ર’ એટલો જ વિચાર અમારા મનમાં આવ્યો. સદગુરુ (ડૉ.) પિંગળેકાકાએ આ પ્રતિમા જોઈ. તેમણે કહ્યું, ‘આજે પુરુષ મહિલાઓના હાથમાં બંગડીઓ પહેરાવે છે. ઘણીવાર આ લોકો પરધર્મીય હોય છે. પ્રત્યક્ષમાં આપણી સંસ્કૃતિમાં મહિલા જ મહિલાના હાથમાં બંગડીઓ પહેરાવતી, આ બાબત સદર રાજપૂત સ્ત્રીના ચિત્રણ દ્વારા ધ્યાનમાં આવે છે. આ ચિત્રકાર પાસે કળાની સાથે જ ધર્મહિતની અને સંસ્કૃતિ રક્ષણની દૃષ્ટિ પણ છે. તેને કારણે આ ચિત્રકારે ચિત્રની સાથે જ સંસ્કૃતિનો પણ એક સંદેશ આપ્યો છે.સદગુરુ કાકાએ આ માધ્યમ દ્વારા ‘ચિત્ર ભણી જોવાની ‘ધર્મદૃષ્ટિ’ કેવી હોવી જોઈએ ?’ એ પણ શીખવ્યું.