મુખ્ય પ્રવાહના વિરોધમાં !
સંજય લીલા ભન્સાળી જો દેશમાં પોતાનું ‘પદ્માવતી’ ચલચિત્ર પ્રદર્શિત કરી શકતા નથી, તો તેઓ બંગાળમાં પ્રદર્શિત કરે. બંગાળ તેમનું સ્વાગત કરે છે. અહીં તેઓ ચલચિત્રનું ‘પ્રિમીયર’ પણ આયોજિત કરી શકે છે, એવું આવાહન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભંસાળીને એક કાર્યક્રમમાં કર્યું. અર્થાત્ જેવું અપેક્ષિત હતું, તેવું મમતા બેનર્જીએ કર્યું. પદ્માવતી ચલચિત્રનો સમગ્ર દેશમાં થયેલો વિરોધ, અવળી-સવળી પ્રતિક્રિયાઓ, આધુનિકતાવાદી, ધર્મનિરપેક્ષતાવાદી, દેશદ્રોહી અને બુદ્ધિજીવીઓનો આ ચલચિત્રને ટેકો મળ્યો છે, આ પાર્શ્વભૂમિ પર મમતા બેનર્જીએ પોતાની પ્રતિક્રિયા ક્યારે પણ વ્યક્ત કરી નહોતી.
હવે તેમણે સીધા ભન્સાળીને જ બંગાળ ખાતે ચલચિત્ર પ્રદર્શિત કરવા માટે આમંત્રિત કર્યા છે. એનો અર્થ એમ થયો કે સમગ્ર દેશની જનતા એક બાજુ જ્યારે મમતા બેનર્જી એક બાજુ. દેશમાં વાતાવરણ એવું છે કે ચલચિત્રને ચલચિત્ર નિરીક્ષણ મંડળનો પ્રમાણપત્ર મળવો કઠિન થઈ બેઠું છે. રાજપૂતોના અર્થાત્ હિંદુઓના સંગઠનનું આ પરિણામ છે.
રાણી પદ્મિનીનો ઇતિહાસ કોણ જાણતું નથી ? ‘જૌહર’ શબ્દ રાણી પદ્મિનીને કારણે લોકોને જ્ઞાત થયો. જૌહરનું ‘દિવ્યત્વ’ રાણીનો તેમાં સહભાગ હોવાથી આગળની પેઢીઓને ગમ્યો છે. તેથી લોકોના મનમાં રાણી માટે વિશેષ સ્થાન છે. આવી રાણીનો ચલચિત્ર દ્વારા થનારો અનાદર લોકો માટે સહનશક્તિની બહાર છે. તેથી દેશમાં આ ચલચિત્રનો વિરોધ થઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિનું અભિમાન, ઇતિહાસનું અભિમાન અને આ રીતે પ્રદર્શિત થઈ રહેલું દેશાભિમાન, આ બધું એક થવાથી વિરોધની તીવ્રતા ઘણી વધારે છે. રાષ્ટ્રીય વલણોનો છડેચોક વિરોધ કરીને તેઓ દેશદ્રોહીઓ જેવો વ્યવહાર શા માટે કરે છે ? એવો પ્રશ્ન દેશ-વિદેશમાં પૂછવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન થી આવનારા કલાકારોનું પણ બંગાળ ખાતે સ્વાગત કરવામાં આવશે, એવું પણ તેમણે ઉમેર્યું. તેમની આ સ્ત્રી-હઠ દેશમાં કાળો કેર વર્તાવશે. અર્થાત્ પદ્માવતી ચલચિત્રને લઈને જોવામાં આવી રહેલું ભારતીઓનું સંગઠન મમતા બેનર્જીની અહંકારી વૃત્તિને કાબુમાં રાખશે, એવી અપેક્ષા કરી શકાય છે. બાંગલાદેશથી બંગાળમાં ઘૂસણખોરી કરનારા ધર્માંધોને રોકવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી કોઈ ઉકેલ લાવતા નથી.
સીમાક્ષેત્રની સ્થિતિનું વાર્ષિક તારણ લેનારા ભારતીય સૈનિકોને મમતા બેનર્જી રોકે છે અને કેંદ્ર સરકાર પર શત્રુ હોય તેવા આરોપ કરે છે. જાણે કેમ બંગાળ એટલે પોતાની નિજી સંપત્તિ ન હોય ! બંગાળના મુખ્યમંત્રી જેવું આચરણ કરનારા નેતા પાકને વહાલા જ હોય ! જેવી રીતે કાશ્મીર પૃથ્થકતાવાદીઓથી ભરેલો છે, તેવી રીતે બંગાળ રાજ્ય પણ હવે મમતા બેનર્જીને કારણે એવું લાગવા માંડ્યું છે. મમતા બેનર્જીએ ભન્સાળીના પદ્માવતી ચલચિત્રને ટેકો આપીને ‘અમે દેશના મુખ્ય પ્રવાહમાં નથી’ એવું ફરી એકવાર બતાવી દીધું છે.
સંસ્કૃતિના રક્ષણ માટે !
ભારતીય સંસ્કૃતિનો અનાદર પદ્માવતી ચલચિત્રને કારણે થઈ રહ્યો છે. ભારતની જેવી પ્રાચીન સંસ્કૃતિ છે, તેવો જ ઉજ્જવળ તેનો ઇતિહાસ પણ છે. ભારતીઓ માટે આ ગૌરવની વાત છે. તેને કચડી નાખવા માટે જાણીજોઈને આ ષડ્યંત્ર કરવામાં આવ્યું છે. તેના વિરોધમાં સર્વ ભારતીઓએ એકત્રિત થઈને ઊભા રહેવું, નૈતિકતાને પણ સ્વીકાર થશે !