પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીનો ગુરુકાર્ય વિશે રહેલો કૃતજ્ઞતાભાવ !

મારા દ્વારા જે કાંઈ કાર્ય થયું, તે મારા ગુરુ પ.પૂ. ભક્તરાજ મહારાજ (બાબા)ના આશીર્વાદથી થયું. તેનાં બે ઉદાહરણો અહીં આપ્‍યાં છે.

 

અ. ગુરુદેવે જ સર્વ મારા દ્વારા કરાવી લીધું છે !

વખતોવખત બાબા જે કાંઈ શીખવતા, તે બધું હું લખી રાખતો હતો. બાબા મને કહેતા, આ લખાણનો તમને ઉપયોગ નથી (કારણકે હવે તમે શબ્‍દાતીત માધ્‍યમ દ્વારા શીખી શકો છો); પણ અન્‍યોને થશે. મેં અધ્‍યાત્‍મ પર લખેલો અધ્‍યાત્‍મશાસ્‍ત્ર આ (ચક્રમુદ્રાંકિત, એટલે સાયક્લોસ્‍ટાઈલ) ગ્રંથ વર્ષ ૧૯૯૪માં બાબાને બતાવ્‍યો. તેમને તે ગમ્‍યો. બાબાએ મને કહ્યું, મારા ગુરુદેવે મને આશીર્વાદ આપ્‍યા હતા, ‘તૂ કિતાબોં કે ઉપર કિતાબે લિખેગા’, મેં ભજનનું એકજ પુસ્‍તક લખ્‍યું. મારા ગુરુદેવના આશીર્વાદ હું તમને આપું છું. ત્‍યારે મેં કહ્યું, હવે પુસ્‍તકો લખવામાં આનંદ આવતો નથી. (શબ્‍દોની પેલેપારના સ્‍તર પર પહોંચ્‍યા પછી શબ્‍દોના સ્‍તર પર આવવું, એટલે આનંદ ગુમાવવો, એવું થાય છે.) ત્‍યારે બાબાએ કહ્યું, અમારા ગુરુદેવના આશીર્વાદ ફોગટ ગુમાવશો શું ? તમારે પુસ્‍તકો લખવા જ પડશે. તે તમારું કર્તવ્‍ય જ છે.

એકેક વિષય પર એકેક, એવી રીતે નાના નાના પુસ્‍તકો લખો. લોકોને વાંચવાની દૃષ્‍ટિએ તે સગવડભર્યા હોવા જોઈએ અને પોસાવું પણ જોઈએ. માર્ચ ૧૯૮૭માં, અર્થાત્ ગુરુભેટના ૫ માસ પહેલાં, અધ્‍યાત્‍મશાસ્‍ત્ર આ (ચક્રમુદ્રાંકિત) ગ્રંથની પ્રસ્‍તાવનામાં મેં લખ્‍યું હતું, ‘પુસ્‍તકના એકેક પ્રકરણ પર એકેક ગ્રંથ આધુનિક શાસ્‍ત્રીય પદ્ધતિથી મારા દ્વારા લખાવી લેવો, એવી ઈશ્‍વરને પ્રાર્થના’. જાણે કેમ મેં પહેલાં કરેલી પ્રાર્થના ધ્‍યાનમાં લઈને ગુરુદેવે મને ઘણાં પુસ્‍તકો લખવાનો આશીર્વાદ આપ્‍યો. હવે શાસ્‍ત્રીય ભાષામાં ધર્મશિક્ષણ આપનારા અનેક ગ્રંથોની નિર્મિતિ થઈ રહી છે. આ સર્વ જાણતા ન હોવાથી અન્‍યોને લાગે છે, શું આ તેમનો છંદ ! તેમણે કેટલા ઉપયુક્ત ગ્રંથો લખ્‍યા છે ! તેમને આ વાતની ખબર નથી કે, ગુરુદેવે જ મારા દ્વારા કરાવી લીધું છે.

 

આ. દેશવિદેશમાંથી જિજ્ઞાસુઓ સાધના
શીખવા માટે આવવા, આ ગુરુદેવે દીધેલા આશીર્વાદની પ્રતીતિ

વર્ષ ૧૯૯૪માં પ.પૂ. બાબાએ મને ધર્મપ્રસાર માટે અમેરિકા જવા માટે કહ્યું. મારી પાસે ટિકિટ માટે પૈસા નહોતા અને અમેરિકામાં કોઈની ઓળખાણ પણ નહોતી. આ વાત પ.પૂ. બાબાને કર્યા પછી તેમણે કહ્યું, ‘જવા દો. અમેરિકા તારી પાસે આવશે !’ પ્રત્‍યક્ષમાં વર્ષ ૨૦૦૩થી અમેરિકા અને વિવિધ દેશોમાંના જિજ્ઞાસુઓ અમારી પાસે આવવા લાગ્‍યા. હવે જગત્‌ના અનેક દેશોમાં સત્‍સંગ ચાલુ છે.

(પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે (૨૫.૧૦.૨૦૧૫)

 

ઇ. શ્રી ગુરુચરણોમાં પ્રાર્થના

 

પરમપૂજ્‍ય નાથ -। ગુરુ ભક્તરાજ -।

વિનવણી કરું છું -। કરુણા કરો -॥ ૧ -॥

આશીર્વાદ આપો -। જગત્ વ્‍યાપી ધર્મપ્રસારનો -।

સકલ જનોનો -। ઉદ્ધાર કરવાનો -॥ ૨ -॥

(પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

સનાતન-નિર્મિત ગ્રંથ ‘પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીના સર્વાંગીણ કાર્યનો સંક્ષિપ્‍ત પરિચય’ (હિંદી ભાષામાં ઉપલબ્‍ધ)