૨૬ જાન્યુઆરી ! ભારતનો ગણતંત્ર દિવસ ! ક્રાંતિકારીઓએ જેના માટે પ્રાણ અર્પણ કર્યા તે રાષ્ટ્રધ્વજને વંદન કરવાનો, ક્રાંતિકારીઓને યાદ કરવાનો અને રાષ્ટ્રગીત-ગાયનો દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવાનો આ દિવસ ! ભારતીયો, અંગ્રેજપ્રેરિત માનસિકતા ત્યજીને આ દિવસ તિથિ પ્રમાણે મહા સુદ પક્ષ ૮ ના દિવસે ઊજવો !
ગણતંત્ર દિવસના ઉપલક્ષ્યમાં સર્વ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને હાર્દિક શુભેચ્છા !
૨૬ જાન્યુઆરીના દિવસે આટલું ધ્યાનમાં રાખજો !
રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી રાષ્ટ્રધ્વજનું થઈ રહેલું અવમાન જોઈને પણ તે સામે અણદેખું કરીને આગળ જનારા અસ્મિતાહીન ભારતીઓ !
૨૬ જાન્યુઆરીના દિવસે આપણે સર્વત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. મોટા મોટા ભાષણો આપીએ છીએ અને સાંજ પડે ત્યારે રાષ્ટ્રધ્વજ નીચે ઉતારીએ છીએ. પરંતુ બીજા દિવસે રાષ્ટ્રધ્વજ રસ્તા પર, નાળીઓં તેમજ કચરાપેટીઓં દેખાઈ પડે છે. આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન નથી કરતા અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા ક્રાંતિકારીઓના નામોનું પણ આપણને વિસ્મરણ થયું છે.
રાષ્ટ્રધ્વજનું અવમાન રોકો !
રાષ્ટ્રભિમાની બનવા માટે આટલું અવશ્ય કરજો !
૧. ભારતના માનચિત્રને સાવચેતીથી હાથ લગાડવો !
૨. રાષ્ટ્રધ્વજનો અપમાન રોકીને તેનો સન્માન જાળવી રાખવો !
૩. દેશભક્તિ પર ગીતો સાંભળવા !
૪. ક્રાંતિકારકોના ચરિત્ર ગ્રથ વાંચવા અને અન્યોને ભેટ તરીકે આપવા !
૫. ક્રાંતિકારકોના ચરિત્ર-વ્યાખ્યાન અથવા ચલચિત્રોનું આયોજન કરવું !
૬. સંપૂર્ણ વંદે માતરમ્ પ્રત્યેક વિદ્યાલય, મહાવિદ્યાલય, વિશ્વવિદ્યાલય અને કાર્યાલયોમાં ગાવું !
૭. વાતચીત અંગ્રેજીમાં કરવાને બદલે રાષ્ટ્રભાષા હિંદીમાં અથવા તો માતૃભષામાં કરવી !
વિદ્યાર્થીઓ, રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય નિભાવીને રાષ્ટ્રાભિમાની બનો !
રાષ્ટ્ર ભક્તિ વધારવા માટે શું કરશો ?
રાષ્ટ્ર પ્રત્યે જો અભિમાન હશે, તો રાષ્ટ્રના પ્રતીકો વિશે પણ આપણા મનમાં આદર રહેશે. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત વન્દે માતરમ્ , રાષ્ટ્રનું માનચિહ્ન ઇત્યાદિ આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે. તેમનું યથાયોગ્ય સન્માન કરવું, આપણું રાષ્ટ્રકર્તવ્ય છે. આપણા રાષ્ટ્રપ્રતીકોનું સન્માન કરવું અને જો ક્યાંય પણ તેનું અપમાન થઈ રહ્યું હોય, તો તેને રોકવું, તેથી આપણો રાષ્ટ્રપ્રેમ દેખાઈ આવશે.
રાષ્ટ્રધ્વજનું સન્માન કેવી રીતે કરશો ?
૨૬ જાન્યુઆરી અથવા ૧૫ ઑગસ્ટ ઊજવાઈ ગયા પછી આપણા ધ્યાનમાં આવે છે કે રાષ્ટ્રધ્વજ સડકો પર, રસ્તાને છેડે અહીં, તહીં પડ્યા હોય છે. કેટલાક નાળામાં જાય છે તો કેટલાક પગતળે રગદોળાય છે.આપણું રાષ્ટ્રકર્તવ્ય સમજીને આજથી જ આપણે એવી પ્રતિજ્ઞા લઈએ કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવા માટે સદૈવ પ્રયત્નશીલ રહીશું . આપણા વર્ગમાં, વિદ્યાલયના પરિસરમાં, સડક પર ક્યાંય પણ જો રાષ્ટ્રધ્વજ પડેલો જોવા મળે તો તેને ઉપાડીને વિદ્યાલયમાં જમા કરીશું. આપણે પ્લાસ્ટિક અથવા કાગળના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ નહીં જ કરીએ.પોતાના વાહન તેમજ કુર્તાના ખીસા પર પણ નહીં લગાડીએ. કેટલાક લોકો રાષ્ટ્રધ્વજને પોતાના મોઢા પર રંગાવી લેતા હોય છે, તો કેટલાક રાષ્ટ્રધ્વજ પ્રમાણે વસ્ત્ર પરિધાન કરે છે, જ્યારે કેટલાક રાષ્ટ્રધ્વજના રંગનો કેક કાપે છે. આ બાબત યોગ્ય નથી. જો આવું ક્યાંય પણ જોવા મળે, તો તેમ કરનારા લોકોને આપણે કહેવું જોઈએ કે તેમ કરવું અયોગ્ય છે અને તેનાથી આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. ક્યાંક રાષ્ટ્રધ્વજને ઊલટો લટકાવવામાં આવે છે અથવા તેનું ઊલટું ચિત્ર દોરવામાં આવે છે, આ તો અક્ષમ્ય અપરાધ છે.
જો રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રગીતની ધુન ક્યાંય પણ વગાડવામાં આવી રહી હોય, તો આપણે સાવધાન સ્થિતિમાં ઊભા રહેવું જોઈએ. એમ કરવું એટલે આપણા દ્વારા આપણા રાષ્ટ્ર પ્રત્યે બતાવેલું સન્માન છે. કેટલાક લોકો તે સમયે બેઠાં રહે છે. રાષ્ટ્રગીતની ધુન કેવળ ૫૩ સેકંડની હોય છે. શું આટલા ઓછાં સમય માટે પણ ઊભા રહેવા જેટલો રાષ્ટ્રપ્રેમ આપણામાં નથી ?કેટલાંક સંકેતસ્થળો પર અથવા અન્ય રાષ્ટ્રોમાં આપણા દેશનું માનચિહ્ન અયોગ્ય પદ્ધતિથી બતાવવામાં આવે છે. તેમાં કાશ્મીર, અરૂણાચલપ્રદેશના જે ભાગ ભારતમાં છે, તેમને અન્ય દેશોમાં બતાવવામાં આવે છે. ધ્યાન રાખવું જોઈએ કે એમ કરવાથી લાગે છે કે તે ભાગ આપણા રાષ્ટ્રમાં નથી. આ પણ એક મોટો અપરાધ છે. આ કેવળ રાષ્ટ્રનું જ નહીં જ્યારે પ્રત્યેક નાગરિકનું અપમાન છે. આ દૃષ્ટિએ આપણે સહુકોઈએ સાવચેત રહેવું જોઈએ. આના દ્વારા રાષ્ટ્ર પ્રત્યે આપણા પ્રેમમાં પણ વૃદ્ધિ થશે.
બાળકો, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રનાં માનચિહ્નો પ્રત્યે સજાગ રહો ! રાષ્ટ્રધ્વજના અનાદર વિશે અન્ય લોકોનું પ્રબોધન કરો.
રાષ્ટ્રાભિમાન કેવી રીતે જાળવવું ?
૧. વિદેશી માલને બદલે સ્મરણપૂર્વક આપણા દેશની આસ્થાપનાઓ (કંપનીઓ)માં બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરો.
૨. એકબીજા સાથે વાર્તાલાપ કરતી વેળાએ તે પોતાની માતૃભાષા અથવા રાષ્ટ્રભાષામાં જ કરવો. અભિવાદન, શુભેચ્છાઓ પણ આ ભષાઓમાં જ આપો. અંગ્રેજી શબ્દપ્રયોગ કરવા નહીં. જો સ્વાભાષાનું અભિમાન હશે, તો જ રાષ્ટ્રાભિમાન જાગૃત થાય છે.વિદ્યાર્થીઓ, ઉપર્યુક્ત કૃતિઓ એટલે રાષ્ટ્રાભિમાન દર્શાવનારાં કેટલાંક પ્રાતિનિધિક ઉદાહરણો જ છે. જો તેમાંની થોડી જ કૃતિઓનું આપણાથી આચરણ થઈ શકે, તો આપણે એમ કહી શકીશું કે, વાસ્તવિકરૂપથી જ આપણે ૨૬ જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ઊજવ્યો છે.
આવો, ક્રાંતિકારકો દ્વારા પ્રજ્જવલિત રાષ્ટ્રભક્તિની મશાલ ભભૂકતી રાખીએ !
રાષ્ટ્ર વિશેની જાણકારી આપનારા રાષ્ટ્રરક્ષણ ફલકો દ્વારા પ્રસારનો સોનેરી અવસર !
રાષ્ટ્રાભિમાન કેળવવાનો માર્ગ છે, પ્રત્યેક દેશવાસી પોતાના રાષ્ટ્રીય પ્રતીકોનો આદર કરે. તે સાથે જ દેશની સ્વતંત્રતા માટે સર્વસ્વનો ત્યાગ કરનારા ક્રાંતિકારકો અને તેમના કાર્યને પણ યાદ રાખવાથી રાષ્ટ્રાભિમાન જાગૃત થઈને રાષ્ટ્રભક્તિની નિર્મિતિ થાય છે. આ ધ્યાનમાં રાખીને હિંદુ જનજાગૃતિ સમિતિ દ્વારા રાષ્ટ્રાભિમાન વૃદ્ધિંગત કરનારા ફ્લેક્સ-ફલકોની નિર્મિતિ કરવામાં આવી છે. આ ફલકોને વિદ્યાલય, મહાવિદ્યાલય, પોલીસ થાણું ઇત્યાદિ સ્થાનો પર લગાડીને રાષ્ટ્રકાર્યમાં સહભાગી થવું.
રાષ્ટ્રીય પ્રતિકોનું સન્માન કરો, રાષ્ટ્રનું અભિમાન વધારો !
૭૦ વર્ષ પછી પણ આ દિવસ મનાવતાં આપણને શું જોવા મળે છે ? રાષ્ટ્રધ્વજનો અનાદર, રાષ્ટ્રીય ગીતનું અપમાન અને ક્રાંતિકારીઓની અવહેલના, એ જ ને !
ભારતીયો ઉઠો !
રાષ્ટ્રીય પ્રતિકોનું અધ:પતન રોકવાનું રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવો ! રાષ્ટ્રધ્વજને અપમાનિત ન થવા દેજો !
* રાષ્ટ્રધ્વજ ધ્વજસંહિતામાં બતાવ્યા અનુસાર અને ઉચ્ચ સ્થાન પર ફરકાવો.
* નાના બાળકોને રાષ્ટ્રધ્વજનો ઉપયોગ રમકડાંની જેમ ન કરવા દો.
* મોઢું તથા કપડાને રાષ્ટ્રધ્વજની જેમ ના રંગાવો.
* ધજાનાં રૂપમાં પ્લાસ્ટિકનો રાષ્ટ્રધ્વજ ન વાપરો.
* રાષ્ટ્રધ્વજ પગની નીચે આવે કે ફાટે નહીં, તે વાતનું ધ્યાન રાખો.
* રાષ્ટ્રીય ગીતનું સન્માન કરવું તે રાષ્ટ્રીય કર્તવ્ય છે.
* રાષ્ટ્રગીત – ગાયન ખોટા સ્થાને કે ખોટા સમયે ના વાગે, તેની પર ધ્યાન આપો !
* રાષ્ટ્રગીતના અંત સુધી ‘સાવધાન’ સ્થિતીમાં ઉભા રહો તથા તે વખતે વચ્ચે વાતો ન કરો !
* રાષ્ટ્રધ્વજનો અનાદર ન થાય, તેની સાવધાની રાખવાની વિનંતી પ્રશાસક અને પોલિસ અધિકારી તથા મુખ્યઅધ્યાપક, અધ્યાપક વગેરેને રૂબરૂ મળીને કે લેખિતમાં કરો !