ગોપાળકાલા

 

પ્રસ્તાવના

ગોપાળકાલા ઉચ્ચારીએ કે, ઊંચે બાંધેલી દહીં-માટલી અને તે ફોડવા માટે ચડસાચડસીથી ઝૂઝતા યુવકો આંખો સામે તરવરે છે; પણ ગોપાળકાલા, આ તહેવારને આધ્યાત્મિક અને પૌરાણિક પાર્શ્વભૂમિ છે અને તે શાસ્ત્ર ધ્યાનમાં લઈને ઊજવવાથી જીવને તેની અનુભૂતિ થઈ શકે છે. ગોપાળકાલાનું આધ્યાત્મિક મહત્ત્વ અને તેના લાભ વિશેની માહિતી આ લેખ દ્વારા જાણી લઈએ.

 

૧. અર્થ

અ. ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજમંડળમાં ગાયો ચરાવતી વેળાએ પોતાનું અને ગોઠિયાઓનું ભાથું ભેગું કરીને બધી વાનગીઓ ભેળવીને કાલો કર્યો અને સહુકોઈની સાથે ગ્રહણ કર્યો. આ કથાને અનુસરીને ગોકુળઆઠમના બીજા દિવસે કાલો કરવાની અને દહીં-મટુકી ફોડવાની પ્રથા પડી.

આ. ગોપાળકાલા એટલે સફેદ રંગના પાંચ રસયુક્ત સ્વાદનો વધારેમાં વધારે પ્રમાણમાં નિર્ગુણ ચૈતન્ય સાથે સંબંધ દર્શાવનારો અને પૂર્ણાવતારી કૃષ્ણકાર્યનું દર્શક રહેલો સમૂચ્ચય. ‘કાલા’ આ શબ્દ એકસંઘ અને વેગમાં સાતત્ય જાળવનારી ક્રિયા સાથે સંબંધિત છે. કાલા એટલે તે કાળને, તે સ્થળને, તે તે સ્તર પર આવશ્યક હોય એવું વિશિષ્ટતાપૂર્ણ કાર્ય દર્શાવનારી ઘટનાઓનું એકત્રિકરણ.

પૂર્ણાવતારી કાર્ય એ સ્થળ, કાળ અને સ્તર આ ત્રણેય પરિબળો સામે આદર્શવત્ એવું જ હોય છે. આ કાર્યપ્રક્રિયા દરમ્યાન વિવિધાંગી જીવનના પાસાંઓ આધ્યાત્મિક દૃષ્ટિએ ઈશ્વરી નિયોજન દ્વારા માનવીજાતની સામે અનેરા ઢંગથી ખોલી બતાવવામાં આવે છે. ગોપાળકાલા એ ભગવાન શ્રીકૃષ્ણના વિવિધાંગી પૂર્ણાવતારી કાર્યનું પ્રતિનિધિત્વ કરે છે.

 

૨. કાલામાં રહેલાં પ્રમુખ ઘટકો

પૌઆ, દહીં, દૂધ, છાસ અને માખણ આ કાલામાં રહેલાં પ્રમુખ ઘટકો તે તે સ્તર પરની ભક્તિના નિર્દેંશક છે.

અ. પૌઆ

વસ્તુનિષ્ઠ ગોપભક્તિનું પ્રતીક (ભલે ગમે તે થાય, છતાં શ્રીકૃષ્ણ ભગવાન સાથે એકસેરમાં પરોવાઈ ગયેલાં ગોઠિયાઓ)

આ. દહીં

વાત્સલ્યાવ દ્વારા પ્રસંગે દંડ દેનારી માતૃભક્તિનું પ્રતીક

ઇ. દૂધ

ગોપીઓની સહેજ સગુણ મધુરાભક્તિનું પ્રતીક

ઈ. છાસ

ગોપીઓની વિરોધાભક્તિનું પ્રતીક

ઉ. માખણ

સહુકોઈનું ભગવાન શ્રીકૃષ્ણ પરના ઉત્કટ હેતના નિર્ગુણ ભક્તિનું પ્રતીક

આ દિવસે બ્રહ્માંડમાં કૃષ્ણતત્ત્વની આપતત્ત્વયુક્ત પ્રવાહી વેગવાન લહેરોનું આગમન થાય છે. કાલામાં રહેલાં પદાર્થો આ લહેરો ગ્રહણ કરવામાં મોખરે હોય છે.

 

૩. અન્ય લાભ

અ. શરીર અને મનને પોષક

આ દિવસે વાયુમંડળ આપતત્ત્વથી ભારિત હોવાથી દેહમાં રહેલા પંચપ્રાણોના વહન માટે પોષક હોવાથી મનને ઉત્સાહ પ્રદાન કરનારું અને દેહની કાર્યક્ષમતા વધારનારું હોય છે.

આ. સર્વ સૃષ્ટિ જ આનંદી હોવી

વાયુમંડળમાંની આદ્રતા (ભેજ)નું પ્રમાણ અધિક થવાથી વૃક્ષચર પણ ચૈતન્યયુક્ત લહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવામાં અત્યંત સંવેદનશીલ બન્યા હોવાથી સર્વ સૃષ્ટિ જ આનંદી હોય છે.

ઇ. ઈશ્વરના અનંત પ્રગટીકરણ રૂપો અને તેમાં
એકત્વની અનુભૂતિ દ્વારા થનારા આનંદની પ્રાપ્તિ અર્થાત્ ગોપાળકાલા

ઋષિમુનિઓએ અનેક તત્ત્વોનું સંશોધન કર્યું હોવાથી હિંદુ ધર્મ વટવૃક્ષની જેમપ્રગલભ અને પરિપૂર્ણ હોવાની અનુભૂતિ થાય છે. જેવી રીતે ખાવું-પીવું, બોલવું-ચાલવું, લખવું, રહેવું, ભાષા, શબ્દ અને ગ્રંથ આ સર્વ અનેક હોય છે, તેવી રીતે જ ઈશ્વરની અનેક પ્રકૃતિઓ દ્વારા અનંત પ્રગટીકરણ રૂપો છે. અનેક તત્ત્વોમાં એકત્વની અનુભૂતિ દ્વારા જે આનંદપ્રાપ્તિ થાય છે, તે એટલે ગોપાળકાલા પ્રસાદ. તેની મધુરતા અવર્ણનીય હોય છે.

ઈ. અનુભૂતિનું પ્રતીક અર્થાત્ ગોપાળકાલા અને કેવળ સદ્દગુરુકૃપાથી જ આ પૂર્ણત્વ અનુભવવાનું ફાવવું.

હિંદુ ધર્મમાં પૂર્ણત્વ માટે બ્રહ્માંડથી પિંડ ભણી એમ ક્રમણ કરવાનું કહ્યું છે. કુળદેવતા સાધકના પિંડમાં બ્રહ્માંડમાં રહેલાં ૩૩ કરોડ તત્ત્વો ૩૦ ટકાથી વધારી આપે છે. આને કારણે વેગે આધ્યાત્મિક ઉન્નતિ થવા માટે કુળદેવતાનું નામસ્મરણ સૌથી ફળદાયી છે. બ્રહ્માંડમાંના સર્વ તત્ત્વો પિંડમાં ૧૦૦ ટકા આવ્યા પછી પૂર્ણત્ત્વની અર્થાત્ સચ્ચિદાનંદની અનુભૂતિના પ્રતીક તરીકે ગોપાળકાલા છે. કેવળ નામથી નહીં અથવા કોઈપણ સાધનામાર્ગથી નહીં, પણ કેવળ સદ્દગુરુકૃપાથી આ પૂર્ણત્વ અનુભવી શકાય છે.

 

૪. ગોપાળકાલા, ગોપાળકાલાનો દિવ્ય સ્વાદ અને દહીં-હાંડલી ફોડવાનો ભાવાર્થ

અ. ગોપાળકાલા

દશ્ય સ્વરૂપમાં ગોપાળકાલા એટલે કીર્તન થયા પછી અથવા ગોકુળઆઠમ નિમિત્તે દહીં-માટલી ફોડીને ગ્રહણ કરીએ છીએ, તે પ્રસાદ.

આ. ગોપાળકાલાનો દિવ્ય સ્વાદ

ઉપર જણાવેલા સર્વ પદાર્થો એકત્ર અને એકજીવ કરીને ગ્રહણ કર્યા પછી તેનો સ્વાદ અવર્ણનીય હોય છે. તેનો સ્વાદ વિલક્ષણ દિવ્ય હોય છે.

ઇ. દહીં-માટલી ફોડવી

દહીં-માટલી જીવનું પ્રતીક દર્શાવે છે. દહીં-માટલી ફોડવી, આ બાબત જીવે દેહબુદ્ધિ ત્યજી દઈને આત્મબુદ્ધિમાં સ્થિર થવું, આ અર્થમાં છે અને દિવ્ય સ્વાદ આનંદનું પ્રતીક છે.

 

૫. સહુકોઈને આનંદની અનુભૂતિ પ્રદાન કરનારાં ગોવિંદા

પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્નેને ઈશ્વર આનંદ આપે છે. તેના સત્સંગને કારણે સમાજને પણ આનંદની અનુભૂતિ થાય છે. સહુ સારાં વાનાં થયાં, એટલે બધાયને આનંદની અનુભૂતિ થઈ અને ગોવિંદે સહુ સારાં વાનાં કર્યા, અર્થાત્ આ અનુભૂતિ કેવળ સદ્દગુરુ અથવા ઈશ્વર જ પ્રદાન કરી શકે.’

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’