રાંધણ છઠ શ્રાવણ વદ છઠના દિવસે આવે છે. રાંધણ છઠ અને શીતળા સાતમ આ બન્ને તહેવારો એક બીજા સાથે સંબંધિત છે. શીતળા સાતમને દિવસે ચૂલાનો ઉપયોગ કરવામાં આવતો નથી, તેથી તેના આગલા દિવસે અર્થાત્ રાંધણ છઠના દિવસે રસોઈ (મીઠાઈ, અન્ય વાનીઓ) બનાવી રાખવામાં આવે છે. આ વાનીઓ બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે ખવાય છે.
ગુજરાતમાં કેટલાક સ્થાને રાંધણ છઠ શ્રાવણ સુદ પક્ષ છઠના દિવસે ઊજવવામાં આવે છે.