નારિયેળી પૂર્ણિમા

શ્રાવણ પૂર્ણિમાના દિવસે સમુદ્ર-કિનારે રહેનારા લોકો વરુણદેવતા માટે સમુદ્રની પૂજા કરીને નારિયેળ અર્પણ કરે છે. આ દિવસે અર્પણ કરેલું નારિયેળનું ફળ શુભસૂચક હોય છે અને સૃજનશક્તિનું પણ પ્રતીક માનવામાં આવે છે. નદી કરતાં સંગમ અને સંગમ કરતાં સાગર અધિક પવિત્ર છે. ‘सागर सर्व तीर्थानि’ એવી કહેવત છે, અર્થાત્ સાગરમાં સર્વ તીર્થ છે. સાગરની પૂજા અર્થાત્ વરુણદેવની પૂજા છે.

નારિયેળી પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે આવે છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’