રંગપંચમી

 હોળી રમતી વેળાએ આ સાવચેતી રાખો !

૧. રંગ રમતી વેળાએ નૈસર્ગિક રંગોને જ પ્રાધાન્ય આપો !

પ્રાચીન કાળમાં રંગ રમતી વેળાએ કેવળ નૈસર્ગિક રંગોને જ પ્રાધાન્ય આપવામાં આવતું હતું. ગુલાલ, અબીલ ગુલાલ અને કેસૂડાંના ફૂલમાંથી બનાવેલો રંગ એવા વિવિધ પ્રકારના સુરક્ષિત રંગોનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ રંગોને બદલે આધુનિક રંગો આવ્યા છે. આ રંગોમાં વિવિધ પ્રકારના રાસાયણિક પદાર્થો ભેળવવામાં આવે છે. રંગ રમ્યા પછી અથવા રંગ લગાડ્યા પછી ત્વચામાં ખંજવાળ આવવી, ફોલ્લી આવવી ઇત્યાદિ લક્ષણો દેખાય છે. પ્રતિકિયા (એલર્જી) ને કારણે આવું થાય છે.

૨. રંગ રમતા પહેલાં ત્વચાને કોપરાનું તેલ લગાડવું !

હોળી સમયે રંગ રમવા પહેલાં શરીરના ઉઘાડા ભાગ પર અર્થાત્ મોઢું, હાથ, પગ ઇત્યાદિ પર કોપરાનું તેલ અથવા વેસેલીન લગાડો. એમ કરવાથી ગમે તેટલો રંગ લગાડવા છતાં પણ શરીરને ચોંટશે નહીં.

૩. હાથના વધેલા નખ કાપવા. એમ કરવાથી
રંગ લગાડતી વેળાએ અન્યને ઉઝરડા પડવાની શક્યતા રહેશે નહીં.

૪. કપડાં જૂનાં હોવા છતાં પણ એવાં હોવા જોઈએ કે
સંપૂર્ણ શરીર ઢંકાઈ જાય. એમ કરવાથી શરીર પર પરિણામ કરનારા રંગો સામે રક્ષણ થાય છે.

૫. રંગ રમતી વેળાએ મૂલ્યવાન વસ્તુઓ પાસે ન રાખવી.

૬. વાળની કાળજી લેવી

વાળમાં તેલ લગાડવું અથવા માથા પર ટોપી પહેરવી. વાળમાં લાગેલો રંગ કાઢતી વેળાએ પ્રથમ રંગનો પાવડર હાથથી ઝાટકો. માથું ચોખ્ખું થાય કે વાળ ચોખ્ખા પાણીથી ધુઓ.

૭. રંગ રમ્યા પછી બને ત્યાં સુધી વહેલા જ રંગ
ધોઈ નાખવો જોઈએ. નહીંતર સહેલાઈથી એ નીકળતો નથી.

૮. શરીર પર દબાણ આપીને અથવા ઘસીને
લગાડવામાંઆવેલા રંગોને કારણે શરીરમાં બળતરા થાય છે.
ત્વચાને હાનિ પહોંચવાના ભયને લીધે આવા રંગ ધીમે રહીને કાઢવાનો પ્રયત્ન કરો.

૯. રંગ કાઢ્યા પછી ત્વચા કોરી પડી જાય છે. તેના પર
કોપરાનું તેલ અથવા દહીં લગાડીને ધીમે રહીને મર્દન (માલીશ) કરવાથી લાભ થાય છે.

૧૦. રંગ સહેલાઈથી નીકળે એ માટે ડિટર્જંટ અથવા કપડાંના સાબુનો ઉપયોગ કરવો નહીં.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’