અગ્નિહોત્ર

૧. અગ્નિહોત્ર  નો અર્થ

 અગ્નિહોત્ર એટલે અગ્નયન્તર્યામી (અગ્નિમાં) આહુતિ અર્પણ કરીને કરવામાં આવનારી ઈશ્વરી ઉપાસના !

 

૨. અગ્નિહોત્રનું મહત્ત્વ


૧. અગ્નિહોત્ર દ્વારા નિર્માણ થનારો અગ્નિ રજ-તમ કણોને વિઘટિત કરનારો અને વાયુમંડળમાં દીર્ઘકાળ સુધી ટકનારો હોવાથી નિરંતર પ્રક્રિયા હાથ ધરવાથી, તે માનવી ફરતે ૧૦ ફૂટ અંતર સુધી સંરક્ષણ-કવચ તૈયાર કરે છે. આ કવચ તેજ વિશેની બાબતો માટે અત્યંત સંવેદનશીલ હોય છે. સૂક્ષ્મમાંથી આ કવચ રતુંબડું દેખાય છે.

૨. જે સમયે સારી બાબતો સાથે સંબંધિત તેજ આ કવચના સાન્નિધ્યમાં આવે છે, તે સમયે રતુંબડા રંગના તેજના કણ સદર તેજને પોતાનામાં સમાવી લઈને આપણું કવચ વધુ બળવાન કરે છે.

૩. રજ-તમયુક્ત તેજકણ કર્કશ સ્વરૂપમાં આઘાત નિર્માણ કરનારા હોય છે. તેને કારણે તે નજીક આવવા લાગે ત્યારે, માનવી ફરતે નિર્માણ થયેલા સંરક્ષણ-કવચને તેની પહેલેથી જ જાણ થાય છે અને તે પોતાનામાંથી પ્રતિક્ષિપ્ત ક્રિયા તરીકે અનેક તેજલહેરો ઝડપથી ઉત્સર્જિત કરીને તે કર્કશ નાદને જ નષ્ટ કરે છે. તેવી જ રીતે તે નાદ ઉત્પન્ન કરનારા તેજકણોને પણ નષ્ટ કરે છે. તેને કારણે રજ-તમયુક્ત લહેરોમાંનું તેજ આ આઘાત કરવામાં નબળું પડે છે. (સામર્થ્યહીન બને છે.) અર્થાત્ બૉંબમાં રહેલા આઘાતયુક્ત વિઘાતક સ્વરૂપમાં ઉત્સર્જિત થનારાં ઉર્જાનાં વલયો પહેલેથી જ નષ્ટ થયાં હોવાથી બૉંબ કિરણોત્સર્ગ થવાની દૃષ્ટિએ નિષ્ક્રિય બને છે. તેને કારણે ભલે તે ફેંકાય, તો પણ તેના સ્ફોટને કારણે થનારી મનુષ્યહાનિ કેટલાક પ્રમાણમાં ટળે છે. બૉંબવિસ્ફોટ થાય, તો પણ તેમાંથી વેગે જનારી તેજરૂપી રજ-તમયુક્ત લહેરો વાયુમંડળમાંના સૂક્ષ્મતર રૂપી સદર અગ્નિકવચ સાથે અથડાઈને તેમાં જ વિઘટિત થાય છે અને તેનું સૂક્ષ્મ-પરિણામ પણ ત્યાં જ સમાપ્ત થતું હોવાથી વાયુમંડળ આગળના પ્રદૂષણના જોખમથી મુક્ત રહે છે.

એક વિદ્વાન (સનાતનનાં સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા

(સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળનું લખાણ એક વિદ્વાન, ગુરુતત્ત્વ ઇત્યાદિ નામોથી પ્રસિદ્ધ છે.)

 

૩. અગ્નિહોત્રના લાભ

૩ અ. ચૈતન્યદાયી અને ઔષધી વાતાવરણ નિર્માણ થાય છે.

૩ આ. વધારે સારા અને સ્વાદિષ્ટ અન્નધાન્ય પાકે છે.

અગ્નિહોત્રને કારણે વનસ્પતિઓને વાતાવરણ દ્વારા પોષક દ્રવ્યો મળે છે અને તેઓ આનંદિત થાય છે. અગ્નિહોત્રના ભસ્મનું પણ ખેતી અને વનસ્પતિની વૃદ્ધિ પર ઉત્તમ પરિણામ થાય છે. પરિણામે વધારે સારા અને સ્વાદિષ્ટ અનાજ, ફળો, ફૂલો અને શાકભાજી પાકે છે. – હોમો થેરપી નામનું હસ્તપત્રક

૩ ઇ. અગ્નિહોત્રના વાતાવરણનું બાળકો પર સુ પરિણામ થાય છે ?

૧. બાળકોના મન પર પરિણામ થઈને સુસંસ્કાર કેળવાય છે.

૨. ચિડચિડા, હઠીલા બાળકો શાંત અને ડાહ્યા બને છે.

૩. બાળકોને અભ્યાસ કરતી વેળાએ સહેજે એકાગ્રતા સાધ્ય થાય છે.

૪. મતિમંદ બાળકો ઉપચારોને વધારે સારો પ્રતિસાદ આપે છે.

૩ ઈ. અગ્નિહોત્ર દ્વારા દુર્દમ ઇચ્છાશક્તિ નિર્માણ
થઈને મનોવિકાર મટી જવા અને માનસિક બળ પ્રાપ્ત થવું

અગ્નિહોત્ર કરનારામાં સમાધા, જીવન ભણી જોવાનો સકારાત્મક દૃષ્ટિકોણ, મન:શાંતિ, આત્મવિશ્વાસ અને કાર્યપ્રવણતા જેવા ગુણ નિર્માણ થઈને વૃદ્ધિંગત થાય છે. મદ્ય અને અન્ય ઘાતક માદક પદાર્થોની વ્યસનાધીન વ્યક્તિઓ અગ્નિહોત્રના વાતાવરણમાં વ્યસનમુક્ત બની શકે છે. – ડૉ. શ્રીકાંત શ્રીગજાનન મહારાજ રાજીમવાલે, શિવપુરી, અક્કલકોટ.

૩ ઉ. મજ્જાસંસ્થા પર પરિણામ

જ્વલનમાંથી નીકળનારા ધુમાડાનું મગજ અને મજ્જાસંસ્થા પર પ્રભાવી પરિણામ થાય છે. – હોમો થેરપી નામક હસ્તપત્રક

૩ ઊ. રોગજંતુઓનું નિરોધન

અગ્નિહોત્રના ઔષધીયુક્ત વાતાવરણને કારણે રોગકારક જંતુઓની વૃદ્ધિ સામે પ્રતિબંધ મૂકાય છે, એવું કેટલાક સંશોધકોને જોવા મળ્યું છે. – ડૉ. શ્રીકાંત શ્રીગજાનન મહારાજ રાજીમવાલે, શિવપુરી, અક્કલકોટ.