પિંડીની પૂજા
શિવજીની પિંડી પર ફક્ત ઠંડું પાણી નખાય છે અને બીલીપત્ર ચડાવાય છે. પિંડીને દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવાય નહીં, તેમજ હળદર, કંકુ અને સફેદ ચોખા (અક્ષત) પણ ચડાવાય નહીં. દૂધ અને ઘી આ સ્થિતિનું પ્રતીક છે, જ્યારે હળદર જમીનમાં તૈયાર થાય છે, એટલે કે તે ઉત્પત્તિનું પ્રતીક છે. કંકુ હળદરમાંથી બનાવાય છે. એ માટે દૂધ, હળદર અને કંકુ આ વસ્તુઓ લયના દેવતા રહેલા શિવની પૂજામાં વાપરતા નથી. ભસ્મ આ લયનું દર્શક હોવાથી તે લગાડાય છે. પણ ચૌદમા શતકમાં વૈષ્ણવ ઉપાસનામાંનું પંચામૃતસ્નાન, દુગ્ધસ્નાન, વગેરે શૈવોએ પણ લીધું. અહીં દૂધ શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે.
ભસ્મ
નિર્માલ્ય કાઢીને સ્નાન થયા બાદ પિંડી પર દર્શનીય બાજુએ ભસ્મના ત્રણ આડા પટ્ટા ખેંચાય છે અથવા આડા પટ્ટા ખેંચીને તેના પર એક વર્તુળ દોરાય છે. તેને શિવાક્ષ કહેવાય છે.
બીલીપત્ર
પિંડમાં આહત (પિંડી પર પડનાર પાણી અથડાવવાથી નિર્માણ થનાર) નાદમાંથી + અનાહત (સૂક્ષ્મ) નાદમાંથી, એવા બે પ્રકારના પવિત્રકો હોય છે.
આ બે પ્રકારનાં પવિત્રકો અને ચડાવેલાં બીલીનાં પાંદડાંમાંના પવિત્રકો, એ રીતે ત્રણ પવિત્રકો ખેંચી લેવા માટે ત્રણ પાંદડાં રહેલી બીલી શિવને ચડાવાય છે. બીલીનું પાંદડું પિંડી પર ઊંધું મૂકીને ડીંટું પોતાની તરફ મૂકાય છે; કારણકે ત્રણ પાંદડાંમાંથી એકત્ર આવનારી શક્તિ પોતાની ભણી આવે આ તેનો ઉદ્દેશ હોય છે. આ ત્રણ પવિત્રકોની એકત્રિત શક્તિથી ત્રિગુણ ઓછા થવામાં મદદ થાય છે. બીલી કેવળ શાળુંકા પર ચડાવતા નથી પણ શાળુંકા પરના શિવાક્ષ પર ચડાવાય છે. બીલીથી સર્વ રોગ મટે છે. કોઈપણ દવા ન મળે તો બીલીનો ઉપયોગ કરવો; પણ ગર્ભવતી સ્ત્રીને બીલી આપવી નહીં; કારણકે તેનાથી અર્ભક મૃત્યુ પામવાની શક્યતા હોય છે.
સફેદ ફૂલો અને ધાન્ય
શિવાક્ષને ચોખા (સફેદ રંગ), ક્યારેક ઘઉં અને સફેદ ફૂલો ચડાવાય છે. સફેદ રંગ આ પવિત્રતાનું લક્ષણ છે.
ઉપર કહ્યા પ્રમાણે બીલીનાં પાંદડાંને કારણે એકત્રિત શક્તિ સાધક તરફ આવવામાં મદદ થાય છે. શિવાક્ષ પર ભીંજવેલું ધાન્ય પણ ચડાવાય છે. ધાન્ય સર્જનતા બતાવે છે.