પરમ પૂજ્ય કાણે મહારાજ
પરમ પૂજ્ય કાણે મહારાજજીને એમ કહેવામાં શરમ આવતી હતી કે હું શ્રીધરસ્વામી મહારાજનો શિષ્ય છું. કારણકે તેઓ માનતા હતા કે જો શિષ્યનું આચરણ ગુરુદેવના ઉપદેશ અનુસાર ન હોય, તો ગુરુદેવનું નામ કલંકિત થશે.
પરમ પૂજ્ય પત્કી મહારાજજીની નિર્ભયતા
પરમ પૂજ્ય ભક્તરાજ મહારાજજીના એક ભક્ત શ્રી. ગોવિંદ ગંગાધર પત્કી મહારાજ ધર્માદાય આયુક્ત પદ પર મુંબઈ ખાતે નોકરી કરતા હતા. જ્યારે તેઓ એક સંસ્થાના કામકાજની તપાસણી કરી રહ્યા હતા, ત્યારે એક રાજનીતિક દળના કાર્યકર્તાએ તેમને હત્યા કરવાની ધમકી આપી. એક વાર તપાસ કરતી વેળાએ ધમાલ કરનારા લગભગ દોઢસો કાર્યકર્તાઓને તેમણે કહ્યું, “તમે લોકો મને ડરાવી શકો નહીં. હું પાકા ગુરુનો ચેલો છું. જ્યારે મરવાનું લખ્યું હશે, ત્યારે જ મરીશ. જો તમારા હાથે મરવાનું મારા પ્રારબ્ધમાં લખ્યું હશે, તો જ તમે લોકો મને મારી શકશો. પરંતુ ત્યાં સુધી મને મારું કર્તવ્ય કરવામાં રોકી શકશો નહીં. અનેક સંત પોતાની સંસ્થાનું કામ કરાવવા માટે તેમના કાર્યાલયમાં આવતા હતા. ત્યારે તેઓ તેમનાં ચરણો પર પોતાનું માથું ટેકવીને નમસ્કાર કરતા હતા અને જો બને તો ભક્તની જેમ તેમની સહાયતા કરતા હતા; પરંતુ જો કોઈ તેમની સાથે અભિમાનથી વાત કરે, તો તેઓ તેમની સાથે સરકારી અધિકારીની જેમ જ વ્યવહાર કરતા હતા.
નરહરિ બ્રાહ્મણનો ભાવ
ગુરુ પર શ્રદ્ધાના બળથી કુષ્ઠરોગથી પીડિત નરહરિ બ્રાહ્મણ તેમના ગુરુની આજ્ઞા અનુસાર ચાર વર્ષથી સૂકાઈ પડેલી ઉમરડાની ડાળીનું રોપણ કરીને તેને પાણી પાવા લાગ્યા. આ જોઈને લોકો તેમને ગાંડા ગણવા લાગ્યા. તો પણ, તેમણે તે ડાળીને પાણી પાવાનું ચાલુ રાખ્યું. આગળ જતાં તે સૂકાઈ ગયેલી ડાળીને પાંદડાં ઉગી નીકળ્યાં અને નરહરિનો કુષ્ઠરોગ મટી ગયો. – શ્રી ગુરુચરિત્ર, અધ્યાય ૪૦
એક બ્રાહ્મણ સ્ત્રીનો ભાવ
શ્રી ગુરુએ જ્યારે એક વાંઝ ભેસનું દૂધ દોહવા માટે કહ્યું, ત્યારે તે સ્ત્રીએ શ્રદ્ધાથી ભેસનું દૂધ દોહવાનો આરંભ કર્યો. તે ભેસે ઘણું દૂધ આપ્યું. – શ્રી ગુરુચરિત્ર, અધ્યાય ૨૨.
શરણાગતભાવ, શીઘ્ર આધ્યાત્મિક ઉન્નતિનો વિહંગમ માર્ગ !
શિષ્યની સાધના જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ તેનામાં ગુરુ પ્રત્યે શરણાગતભાવ વધતો જાય છે. આ અવસ્થામાં તેને ભાન રહે છે કે ગુરુ જ બધું કરે છે અને તેઓ જ મારી પાસેથી સાધના કરાવી શકે છે. તેનાથી તેનો અહં ઘણો ઓછો થયો હોય છે. કર્તાપણાનો ભાવ પણ ઘટી ગયો હોય છે. હવે તે કેવળ સાધના સમયે નહીં, જ્યારે પ્રત્યેક કાર્ય કરતી વેળાએ ગુરુને અનુભવે છે. ગુરુ તેને પ્રત્યેક કાર્ય ક્યારે, કેવી રીતે કરવાનું છે ઇત્યાદિ બાબતો કહે છે અને તેની પાસેથી કરાવી પણ લે છે. તેથી, તે કોઈ યંત્રની જેમ જીવન વ્યતીત કરતો હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ ઇત્યાદિ બાબતો તે ગુરુને પૂછે છે અથવા ગુરુ જ પોતાની મેળે તેને કહે છે. આ રીતે તેના જીવનમાં ગુરુનું જ રાજ ચાલે છે. હવે, તેના મન અને બુદ્ધિનું કાર્ય અટકી જાય છે. આ રીતે ગુરુની સંપૂર્ણ શરણે ગયેલા શિષ્યને મોક્ષ મળે છે.