૧. ગુરુ મહાન કે દેવને કહેવું મહાન,કોને કરવા પ્રથમ નમનમારાં
મનને તો ગુરુમહાન જણાય, જેના કૃપાશીર્વાદથી ભગવાનનો ભેટો થાય
હિંદુ સંસ્કૃતિમાં ગુરુદેવને ભગવાન કરતાંયે મોટું સ્થાન આપ્યું છે; કારણકે ભગવાન નહીં, ગુરુદેવ સાધકને ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા માટે પ્રત્યક્ષ સાધના શીખવે છે, તેની પાસે તે કરાવી લે છે અને ઈશ્વરપ્રાપ્તિ પણ કરાવી આપે છે !
દુ:ખી-પીડિત સંસારી જીવ ધર્માચરણનો આધાર લે, તો જ એમને જીવનમાં સુખ-શાંતિ મળશે, આ દેખાડવા માટે ઈશ્વર જ ગુરુરૂપમાં અવતાર લે છે. એટલું જ નહીં, પણ ભૂતલ પર ધર્મને થઈ રહેલી હાનિ રોકીને સમાજમાં ધર્મતેજની નિર્મિતિ માટે પણ ઈશ્વર અવતાર લે છે. આ જગત્માં આનંદમય જો કાંઈ હોય, તો તે કેવળ ઈશ્વરી તત્ત્વ છે. એટલે જ આનંદપ્રાપ્તિ થવા માટે આપણે ઈશ્વરપ્રાપ્તિ કરવી જોઈએ, એટલે કે ઈશ્વર સાથે એકરૂપ થવું તથા ઈશ્વરના ગુણ પોતાનામાં લાવવા.
૨. ગુરુનું મહત્વ
અ. ઈશ્વરે એક શિષ્યને ગુરુનું મહત્વ કહેવું
‘એક વાર ગુરુ અને ઈશ્વર એમ બન્ને એક શિષ્યના ઘરે આવે છે. ત્યારે ગુરુ અને ઈશ્વરની સાથે શિષ્યનો થયેલો વાર્તાલાપ નીચે આપી રહ્યા છીએ.
ગુરુ ( શિષ્યને સંબોધીને ) : તું પહેલા ઈશ્વરના ચરણો પાસે નમસ્કાર કરવા માટે જા.
ઈશ્વર : તારે પહેલા ગુરુને નમસ્કાર કરવા જોઈએ.
(શિષ્ય ગુરુને નમસ્કાર કરવા માટે જાય છે.)
ગુરુ : હું ઈશ્વરને તારા ઘરે લઈ આવ્યો છું. તેથી પહેલા તું ઈશ્વરને નમસ્કાર કર.
(શિષ્ય ફરીથી ઈશ્વરના ચરણો પાસે જાય છે.)
ઈશ્વર : તારા ગુરુ ઈશ્વરને તારા જીવનમાં લઈ આવ્યા છે. તેમણે મારો પ્રિય ભક્ત થવાનો માર્ગ તને બતાવ્યો છે. તેથી તું પહેલા ગુરુના ચરણો પાસે જા.
(શિષ્ય ગુરુના ચરણો પાસે જાય છે.)
ગુરુ : મે તને કેવળ ભક્તિનો માર્ગ કહ્યો; પણ તને તો ઈશ્વરે નિર્માણ કર્યો છે. કેમ ખરું ને ? તેથી તું પહેલા ઈશ્વરના ચરણોમાં નતમસ્તક થા.
ત્યાર પછી તે શિષ્ય ઈશ્વરના ચરણો પાસે જાય છે.
ઈશ્વર : (શિષ્યને સંબોધીને) ઊભો રહે. આ બધુ બરાબર છે; પણ હવે હું તને ઈશ્વરનાં અને ગુરુનાં પ્રમુખ તત્વો કહેવાનો છું.
ઈશ્વરનાં તત્વો અનુસાર ન્યાયવ્યવસ્થા છે. જો તું સારું કામ કરે, તો તને તેનું સારું જ ફળ, સારું જીવન અને મુક્તિ મળશે; પણ જો તું ખરાબ કાર્ય કરે, તો તને તેનું ફળ ખરાબ જ મળશે. તને સજા થશે. તું આ માયાજાળમાં અટવાઈ જઈશ અને તેમાં ડૂબી જઈશ. તારો આત્મા સંઘર્ષ કરતો રહેશે.
હવે તને ગુરુનાં તત્વો કહું છું.
ગુરુ એટલે પ્રેમળ શાંત મૂર્તિ હોય છે. શિષ્ય ભલે ગમે તેવો હોય અને ગમે તે રીતે વર્તન કરતો હોય, તેનાં કર્મો ગમે તેવાં હોય, તો પણ ગુરુ તેમના શિષ્યને પ્રેમથી ખોળામાં લે છે. તે પોતાના શિષ્યને શુદ્ધ કરે છે અને ત્યાર પછી મારા ચરણો પાસે લાવે છે. તેથી ગુરુ ક્યારેય કોઈને પણ જાતે પોતાનાથી દૂર કરતા નથી. ઊલટું તે પોતાના શિષ્યને હીરાની જેમ પાસાં પાડે છે. તેને શુદ્ધ કરીને પછી મારા ચરણો પાસે લાવે છે. તેથી હું હંમેશાં પૃથ્વી પર ગુરુના સ્વરૂપેજ આવું છું.
આ. ગુરુ અને ઈશ્વર એકજ હોવાથી
ઈશ્વર ગુરુના રૂપે પૃથ્વી પર નિવાસ કરતા હોવા
‘ગુરુ આ જન્મમાં સાધકની કાળજી લે છે, જ્યારે ઈશ્વર તો જન્મોજન્મની કાળજી લે છે’, આ સત્ય જ છે’, એમ કહીને ગુરુ પોતાના શિષ્યને સ્વાવલંબી બનાવે છે. આ ગુરુની એક શિખામણ છે; પરંતુ પ્રત્યેક શિષ્ય માટે ગુરુ અને ઈશ્વર એકજ હોય છે. તેથી તેમનામાં અદ્વૈત હોવાને કારણે ઈશ્વર હંમેશાં ગુરુ સ્વરૂપે ભૂલોકમાં નિવાસ કરે છે.’