વેલેંટાઈન ડે – શા માટે ન ઊજવવો ?

 

‘વેલેંટાઈન ડે’  જેવા પશ્ચિમી ‘ડે’ સંકુચિત પ્રેમ શીખવે છે

‘વેલેંટાઈન ડે’  જેવા પશ્ચિમી ‘ડે’  સંકુચિત પ્રેમ શીખવે છે, જ્યારે હિંદુ ધર્મ  ‘વસુધૈવ કુટુંબકમ્’  જેવા વ્યાપક પ્રેમના પાઠ ભણાવે છે. હિંદુઓની વિવાહ સંસ્કૃતિ સંયમિત અને નૈતિક પ્રેમજીવન શીખવે છે.

કેટલાક દેશોમાં  ૧૪ ફેબ્રુઆરી ના દિવસે ‘વેલેંટાઈન ડે’  પ્રેમદિવસના રૂપમાં ઊજવવામાં આવે છે. યુવકો, શું સાચો પ્રેમ એક દિવસનો જ હોય છે ? મૂર્તિપૂજકોનું ખ્રિસ્તીકરણ કરવા માટે  પોપ ગૈલેસિયસ (પહેલો) એ ૧૪ ફેબ્રુઆરીના દિવસે ‘વેલેંટાઈન ડે’  ઊજવવાનો આરંભ કર્યો. ૧૪મી સદી સુધી ‘વેલેંટાઈન ડે’ અને ’પ્રેમ’ નો કોઈ સંબંધ જ નહોતો. કહેવાતા સંત વેલેંટાઈન  વિશે કોઈ પણ સબળ પુરાવો નથી. તેથી વર્ષ ૧૯૬૯માં રોમન કેથોલિક ચર્ચે સામાન્ય રોમન દિનદર્શિકા (કેલેંડર)માંથી ’વેલેંટાઈન ડે’ કાઢી નાખ્યો હતો.  ’વેલેંટાઈન ડે’ ની બોલબાલા હવે ભારતીય મહાવિદ્યાલયોમાં પણ વધી રહી છે. આર્થિક લાભ માટે પ્રસારમાધ્યમો અને શુભેચ્છાપત્રકો (ગ્રીટીંગ કાર્ડ) ના નિર્માતાઓ  ’વેલેંટાઈન ડે’ નો પ્રસાર કરે છે. તેથી હિંદુઓનું એક દિવસીય રાષ્ટ્રાંતરણ અને ધર્માંતરણ માટે પ્રોત્સાહન મળે છે.

’વેલેંટાઈન ડે’ ઊજવનારાઓ, રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમી બનો !

જો કદાચ માતૃભૂમિની સ્વતંત્રતા માટે યુવાવસ્થામાં જ પ્રાણોની બલિ ચડાવનારા ક્રાંતિકારીઓ  ‘વેલેંટાઈન ડે’  ઊજવતા રહ્યા હોત, તો શું દેશને સ્વતંત્રતા મળી હોત ખરી ? યુવકો, આજે આતંકવાદ અને ભ્રષ્ટાચાર દેશને પાયમાલ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં યુવકો, ભારતનો ગૌરવ વધારવો છે કે ફરી પાછા વિદેશીઓની ગુલામગીરી સ્વીકારવી છે, તે તમારા હાથમાં છે, તે ધ્યાન રાખશો !

  ‘વેલેંટાઈન ડે’ ના વિરોધમાં પ્રબોધન કરીને સંસ્કૃતિનું રક્ષણ કરો

૧.  ‘વેલેંટાઈન ડે’ ની કુપ્રથા રોકવા માટે પાઠશાળાઓ અને મહાવિદ્યાલયોના પ્રાચાર્ય, અધ્યાપક તેમજ વિદ્યાર્થી-પ્રતિનિધિઓને મળીને તેમને વિદ્યાર્થીઓનું પ્રબોધન કરવા માટે કહેવું.

૨.  ફેસબુક,  ટ્વિટર  ઇત્યાદિ વેબસાઈટ, સંગણકીય પત્ર (ઈ-મેલ) અને લઘુસંદેશ (એસ્.એમ્.એસ્.) દ્વારા પ્રબોધન કરવું !

૩. ‘વેલેંટાઈન ડે’ નો પ્રસાર કરનારા શુભેચ્છાપત્ર-આસ્થાપનાઓનો વૈધ માર્ગથી નિષેધ કરો !

યુવા પેઢી સાથે સહુકોઈને પ્રેમનો ભવ્ય-દિવ્ય અર્થ સમજાવવાનો સમય પાકી ગયો છે. એવો પ્રેમ આ હિન્દૂ જન્મ ભૂમિ પર રાષ્ટ્રપુરુષોએ કર્યો, તેમની સ્મૃતિને જાગૃત કરીને યુવા પેઢી જ નહીં, જ્યારે ભારતદેશ સુસંસ્કૃત બને, તે માટે ક્રમણ કરો.