ઉમરગામ (ગુજરાત) – અહીં પરાત્પર ગરુ શ્રી શ્રી જયંત બાળાજી આઠવલેજીના અમૃત મહોત્સવ નિમિત્તે ૨૩ મે ના દિવસે સોળસુંભા સ્થિત ‘શ્રી અંબેમાતા મંદિર’ માં સ્વચ્છતા અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં સનાતન સંસ્થા વતી સૌ. પલ્લવી મહાજન તથા સૌ. સંગીતા મહાજન તેમજ હિંદુ જનજાગૃતિ સમિતિ વતી સર્વશ્રી. નિખિલ દરજી, આકાશ અહલપારા, મનોજ પટેલ, ગજાનન જોશી, સૌ. ભગવતી જોશી, કુ. મોનિકા જોશી તથા અનેક ધર્માિમાનીઓએ મંદિર સ્વચ્છતા કરી. અભિયાન અંતર્ગત ભાવિકોને શાસ્ત્ર કહેવામાં આવ્યું કે હિંદુઓના મંદિરો ચૈત્નયના સ્ત્રોત છે, જેમનું પાવિત્ર્ય, માંગલ્ય આપણે સ્વચ્છતા કરીને ટકાવવું જોઈએ. આ આપણા હિંદુઓનું કર્તવ્ય છે.
સ્વચ્છતા ઉપરાંત હિંદુ રાષ્ટ્ર સ્થાપનામાં આવતા વિઘ્નો દૂર થાય તેમજ પરાત્પર ગુરુ શ્રી શ્રી જયંત આઠવલેજીનું આરોગ્ય નિરોગી રહે અને તેઓને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય તે માટે શ્રી અંબેમાતાના ચરણોમાં મંદિરના પૂજારી શ્રી નારાયણાઈ સહિત સર્વ ધર્માભિમાનીઓએ પ્રાર્થના કરી.