હું કલાનું શિક્ષણ લેતી હતી તે સમયે જે શીખવા મળી નહીં, તેવી ઝીણવટો પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધના કરવા લાગ્યા પછી મને શીખવી. કલામાંની સેવા એ સાધના જ છે , એ પણ તેમણે જ અમારા મન પર અંકિત કર્યું. આપણે પોતાની સેવા ભગવાનને અર્પણ કરી રહ્યા છીએ, આ અહં જાળવવાને બદલે મારે ભગવાનની વધારે નજીક પહોંચવાનું છે અને આ સેવા, એટલે ભગવાન પાસે લઈ જનારું એક સાધન છે , એ શીખવા મળ્યું. કલાના માધ્યમ દ્વારા સાધના કેવી રીતે કરવી ?, આ બાબત પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ મને શીખવી. આ સમયગાળામાં મને શીખવા મળેલાં સૂત્રો અને થયેલી અનુભૂતિઓ અત્રે આપી છે.
૧. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ પ્રથમ મુલાકાત દરમિયાન જ ‘તારી પ્રગતિ કલાના માધ્યમ દ્વારા થવાની છે,’ એમ કહેવું
હું પહેલીવાર આશ્રમમાં આવ્યા પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને મળી. ત્યારે હું આશ્રમમાં રહીને પૂર્ણ સમય સાધના કરી શકીશ કે નહીં ?, એની પણ મને જાણ ન હતી. અમારી પ્રથમ મુલાકાતમાં જ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ કહ્યું, ‘તારી પ્રગતિ કલાના માધ્યમ દ્વારા થવાની છે.’ તે સમયે તેમના કહેવાનો અર્થ મને સમજાયો ન હતો. સાક્ષાત્ શ્રીવિષ્ણુએ જ તેમની પાસે આવવા માટે મારો માર્ગ પહેલેથી જ નક્કી કરી રાખ્યો હતો અને મને તેનું ભાન પણ નહોતું , એ હવે ધ્યાનમાં આવ્યું.
૨. સૂક્ષ્મ ચિત્રોની સેવાના માધ્યમ દ્વારા સાધકોનું ઘડતર કરનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !
૨ અ. હું સૂક્ષ્મ ચિત્રોની સેવા શીખી રહી હતી. ચિત્રકારોએ દોરેલાં સૂક્ષ્મ ચિત્રો ગ્રંથમાં છાપવા માટે સંગણક પર સિદ્ધ કરવાં, એવી રીતે તે સેવા હતી. આ સેવા ચકાસતી વેળાએ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી જાણે કેમ તેઓ સૂક્ષ્મ ચિત્રોમાંનું કાંઈ જ જાણતા ન હોય તે પ્રમાણે મને પ્રશ્નો પૂછતા હતા. ખરૂં જોતાં તેમને બધી જ જાણ હતી; પણ સેવા પૂર્ણ રીતે સમજી લેવી જોઈએ , એ તેમણે મને શીખવવું હતું. હું સૂક્ષ્મ ચિત્રકાર સાધકો સાથે વાત કરીને તેમને બરાબર શું દેખાયું છે ?, એ સમજી લેતી હતી, જેથી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને તે વિશે કાંઈ પ્રશ્નો પૂછવા પડે નહીં; પરંતુ પ્રત્યેક સમયે મેં સમજી લીધેલા ભાગ પર પ્રશ્નો પૂછવાને બદલે જુદા જ પ્રશ્નો પૂછતા હતા. એમ કરતાં કરતાં તેમણે તબક્કાવાર મને સેવા શીખવી. થોડા સમયગાળા પછી તેમણે કહ્યું, ‘હવે હું સૂક્ષ્મ ચિત્ર ચકાસીશ નહીં. તમે જ અંતિમ કરી શકો.’ સૂક્ષ્મમાંના વિષય કઠિન હોવા છતાં પણ સમાજના કોઈપણ વાચકને ચિત્ર જોતી વેળાએ પ્રશ્ન પડવાને બદલે સહજતાથી કેવી રીતે પ્રસ્તુત કરવા જોઈએ ?, તે તેમણે જ શીખવ્યું.
૨ આ. સેવા કરતી વેળાએ અભ્યાસ અને સમયનો મેળ બેસાડવાનું શીખવવું : એક સૂક્ષ્મ ચિત્ર સમયે હું અને મારી સાથે સેવા કરનારાં એક સાધિકાએ ભાષાંતર માટે સમન્વય અને તે સમજી લેવા માટે અભ્યાસ કરવાને ૨ દિવસ લગાડ્યા. તે સમયે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ચિત્ર કયા તબક્કા સુધી પૂર્ણ થયું છે ?, એમ પૂછ્યા પછી તેમને વસ્તુસ્થિતિ સમજાણી. ત્યાર પછી તેમણે અમારી પાસેથી ચિત્રના મૂળ દસ્તાવેજો લીધા અને તેના પર અમુક દિવસે આ ચિત્ર આપ્યું હતું. ૩ દિવસો સુધી આ સેવા પૂર્ણ કરી નથી , એમ લખ્યું. તે સમયે અમે ચિત્ર પૂર્ણ કરવા માટે વધારે સમય લગાડ્યો અને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને અપેક્ષિત એવી કૃતિ કરી નહીં; તેથી અમે પુષ્કળ રોયાં. ત્યાર પછી થોડા સમયમાં જ શ્રીવિષ્ણુએ (પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ) અમને બોલાવીને તેમના દયાળુ અને પ્રેમાળ તારક રૂપનાં દર્શન કરાવીને ચિત્ર કેવી રીતે કરવું જોઈતું હતું ?, તે પણ કહ્યું. તેમણે અમને સેવાનું નિયોજન કરતી વેળાએ અભ્યાસ અને સમયનો મેળ બેસાડવા માટે શીખવ્યું.
૨ ઇ. પ્રયોગ કરાવી લઈને તેમાંથી શીખવવું : પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ અમને ચિત્રમાંની ઘણી ઝીણવટો અમારા દ્વારા પ્રયોગ કરાવી લઈને શીખવી. જો ક્યારેક અમને યોગ્ય ઉત્તર આપતા ન આવડે, તો તેઓ જુદી જુદી પદ્ધતિથી પ્રયોગ કરવા માટે કહેતા. અમને બે ચિત્રો ભણી જોઈને તુલના કરવાનું ફાવતું ન હોય તો આગળ જણાવેલો પ્રયોગ કરવાનું કહેતા.
૧. સંગણકના પડદા પર બન્ને ચિત્રો એકબીજાની પાસે રાખીને મન એકાગ્ર કરીને પ્રયોગ કરવો
૨. હથેળી ચિત્રો પર મૂકીને હાથમાં જણાવનારી સંવેદનાઓના માધ્યમ દ્વારા ઉત્તર શોધવો.
૩. પ્રથમ એક ચિત્ર ભણી જોઈને નામજપ કરવો અને પછી બીજા ચિત્ર ભણી જોઈને નામજપ કરવો, નામજપ કરતી વેળાએ મનને શું જણાય છે ?, તેના પરથી ઉત્તર શોધવો
૪. ચિત્ર ઉપરથી નીચે જોતી વેળાએ દૃષ્ટિ (નજર) સહજ ફરે છે કે લથડે (અચકાય) છે ?, તેના પરથી કયા ચિત્રમાં સારાં સ્પંદનો છે ?, તે શોધવું
૫. તેમણે અમને મનને જણાવનારા અને બુદ્ધિથી વિચાર કરીને મળેલા ઉત્તરોમાં ભેદ કેવી રીતે હોય છે ?, તે શીખવ્યું.
૨ ઉ. અન્યોનો વિચાર કરવા માટે શીખવવું : આપણે કલાકૃતિ કરીએ, એટલે આપણી સેવા પતી ગઈ, એમ હોતું નથી. જાણકારી સહેલી ભાષામાં આપી છે ને ?, ચિત્ર અને માહિતીની રચના સુંદર, સમાન અને વાંચતી વેળાએ અડચણ આવે નહીં, તેવી રીતે છે ને ?, તેનો આકાર ચશ્મા ધરાવતી અથવા વયોવૃદ્ધ પણ તરત જ વાંચી શકે, એવો છે ને ? , આ બધાનો પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ અમને અભ્યાસ કરવા માટે શીખવ્યું. તેમાંથી અમને સમષ્ટિનો વિચાર કરવાનું શીખવા મળ્યું.
૨ ઊ. આશ્રમમાં રહીને સેવા કરનારા સાધકો અને બહાર કલાક્ષેત્રમાં કામ કરનારા સાધકોને એકબીજાના અનુભવનો લાભ કરી લેવા માટે કહેવું : આશ્રમમાં ન રહેતા કેટલાક સાધકો થોડા દિવસ આશ્રમમાં આવીને સેવા કરતા. આ સાધકો અનેક વર્ષો બહાર કલાના ક્ષેત્રમાં કામ કરતા હતા. તેમણે તેમની કલાકૃતિ બતાવ્યા પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી તે સાધકોના અનુભવનો આદર કરીને તે સાધકો કહે, તે પ્રમાણે અમને કલાકૃતિમાં પાલટ કરવાનું કહેતા.
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી તે સાધકોને ચિત્ર સાત્ત્વિકતાની દૃષ્ટિએ કેવું હોવું જોઈએ ?, તે કલા વિશે સેવા કરનારા સાધકોને પૂછવાનું કહેતા. તેઓ આ રીતે બન્નેની શીખવાની વૃત્તિ જાગૃત રાખતા અને એકબીજાના અનુભવોનો આદર કરવા માટે શીખવતા.
૨ એ. સાધકોમાં શરણાગત ભાવ આવે ત્યાંસુધી ચિત્રમાં પાલટ કહેતા રહેવું : સાધક કલાકારનો અહં વધી જવાની શક્યતા ઘણી હોય છે. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી કલાકારોમાંનો દેવતા પ્રત્યેનો ભાવ કેવો છે ?, એ જાણી લઈને તેમની કલાકૃતિમાં પાલટ કહેતા. કલાકાર જ્યાં સુધી શરણાગત સ્થિતિમાં રહીને કલાકૃતિ કરે નહીં, ત્યાં સુધી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી તેમાં જુદી જુદી સુધારણા કહેતા. અંતમાં તે સાધક ભગવાનને શરણ જઈને હે ભગવાન, તમે જ કરાવી લો, એવી સ્થિતિમાં રહીને સેવા કરે ત્યાર પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી સ્મિતહાસ્ય વેરીને ‘હા, થઈ ગયું’ એમ કહેતા. ત્યારે લાગતું, ‘આટલું સહેલું હતું. કેવળ શરણ જવાનું હતું. તો પછી આટલો સમય શા માટે લાગ્યો ?’, એવું તેમનું કહેવું હતું.
૨ ઐ. કલાકૃતિ આકર્ષક દેખાય તેને બદલે સાત્ત્વિક થાય તેને મહત્ત્વ આપવાની શિખામણ : થોડા વર્ષો પહેલાં સનાતન અગરબત્તીની બાંધણીના ખોખાં બનાવવાના હતા. ત્યારે અમે બહાર વધારે વેચાણ થતી અગરબત્તીના પાકીટ શોધીને તેમનાં રંગ અને તેના પરની કલાકૃતિ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને બતાવીને આપણે પણ તેમ કરીશું શું ?, એમ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું, ‘વેષ્ટન જોઈને લોકોએ અગરબત્તીઓ વેચાતી લેવી, તે માટે વેષ્ટનો આકર્ષક કરવા, એ આપણો હેતુ નથી. સનાતનનાં ઉત્પાદનોને કારણે સમાજમાં સાત્ત્વિકતા નિર્માણ થવી જોઈએ. સમાજમાંની સાત્ત્વિક વ્યક્તિ આપમેળે જ સનાતનનાં ઉત્પાદનો ભણી ખેંચાઈ જશે. સાધકોએ આદર્શ કલાકૃતિ કરવાની છે અને સાત્ત્વિકતા વિશે બાંધછોડ કરવાની નથી.’ અમારી કલાના માધ્યમ દ્વારા સાધના થાય એ માટે કલાકૃતિમાંથી ચૈતન્ય, ભાવ અને આનંદ કેટલા પ્રમાણમાં જણાય છે ?, એ જ અમારું પ્રમાણપત્ર હશે. તે બહારથી કેવું દેખાય છે ?, તે મહત્ત્વનું નથી , આ બાબત તેમણે અમારા મન પર અંકિત કરી.
૨ અં. સૂક્ષ્મ ચિત્રમાંના અંગ્રેજી લખાણનું મરાઠીમાં ભાષાંતર કરતી વેળાએ સૂક્ષ્મમાંના સ્પંદનોની ઝીણવટો શીખી શકવી : સેવામાંની બધી જ ઝીણવટો ધ્યાનમાં આવે, તે માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી અમને કેટલીક સેવામાંનો પ્રાથમિક ભાગ પણ કરવાનું કહેતા. અત્રે તેઓ કૌશલ્યને પ્રાથમિકતા આપવાને બદલે પ્રાથમિકતા શીખવા માટે પ્રધાનતા આપતા. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી મને ૧-૨ વર્ષ સુધી અંગ્રેજી સૂક્ષ્મ ચિત્રોનું ભાષાંતર કરવાની સેવા મળી. તેમાં હું સૂક્ષ્મમાંના સ્પંદનોની ઘણી ઝીણવટો શીખી શકી. સહુકોઈને સમજાય એવી સરળ ભાષામાં સૂક્ષ્મ જ્ઞાન જેવો વિષય પણ કેવી રીતે પ્રસ્તુત કરવો ?, તે શીખી શકી. સૂક્ષ્મ કેટલું ગહન છે, આપણે ભલે ગમે તેટલું નવું શીખીએ, છતાં તેનો કાંઈ પાર જ નથી , એ સમજાયું અને ભગવાનના જ્ઞાનની વ્યાપ્તિ અસીમ છે, એવું ધ્યાનમાં આવ્યું.
૨ ખ. ચિત્રના માધ્યમ દ્વારા સ્વભાવદોષોનું ભાન કરાવી આપવું : અમે જો એકાદ સુધારણા મન:પૂર્વક કરી ન હોય અથવા તો ઉતાવળ અથવા કંટાળો કર્યો હોય, તો તેઓ કલાકૃતિ અંતર્ગત ઘણો સુધાર કહેતા. અમારા સ્વભાવદોષોમાં પણ વૃદ્ધિ થઈ હોવાનું તેમને તરત જ ધ્યાનમાં આવતું અને અમારી પરીક્ષા ચિત્રના માધ્યમ દ્વારા લઈને તેનું પરિણામ પણ અમને તત્કાળ મળતું.
૩. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની સર્વજ્ઞતા !
૩ આ. મનમાંના વિચાર કહ્યા વિના જ જાણી લેનારા મનનો પાર પામનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી ! : હું ધર્મસત્સંગ માટેની સંહિતામાંનાં સૂક્ષ્મ ચિત્રોની સેવા કરતી હતી. તેમાં ઘણીવાર અંતિમ ક્ષણ સુધી પાલટ થતાં. મારે લગભગ પ્રતિદિન જાગરણ થતું અને હું વહેલા પણ ઊઠતી હતી. સાધક નવા હોવાથી તેમની સંહિતા વહેલા અંતિમ થતી નથી , એમ લાગીને મને સંહિતા બનાવનારા સાધકની ભૂલ છે , એવું કદી લાગ્યું નહીં. એક રાત્રે મેં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને આત્મનિવેદન સ્વરૂપ પત્ર લખ્યો અને મારી સેવાના સ્થાન પર હું શ્રીકૃષ્ણ ભગવાનનું ચિત્ર મૂકું છું, ત્યાં મૂક્યો. તેમાં ‘મને ફાવતું નથી. તમે જ હવે મારી પાસેથી આ સેવા કરાવી લો. હું થાકી ગઈ છું’ , આ પ્રકારનું લખ્યું હતું. લગભગ ૨ કલાક પછી એક સાધિકા મારી પાસે આવી. તેણે મને પૂછ્યું, ‘તને વધારે પડતું જાગરણ થાય છે શું ? પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ મને કહ્યું, ભાવિનીને ઘણું જાગરણ થાય છે શું ?, તે જુઓ અને સંહિતા લખનારા સાધકોના નિયોજનમાં શું ભૂલ થાય છે ?, તે પણ જુઓ.’ તે સમયે મારો કંઠ રુંધાઈ ગયો. કાંઈ કહ્યા વિના જ તેમને બધું જ સમજાયું હતું. મેં કોઈપણ સાધકને મારી મન:સ્થિતિ કહી સંભળાવી નહોતી. મેં સાધિકાને તે પત્ર બતાવ્યો. તેને પણ આશ્ચર્ય લાગ્યું કે, તેમાં જે લખ્યું હતું, તેવું જ તેમણે બધું પૂછ્યું હતું.
૪. અલ્પસંતુષ્ટ રહેવાને બદલે સાધનાના આગળના સોપાનનું ધ્યેય પ્રદાન કરનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !
એકવાર સેવા કરતી વેળાએ હું મનમાં રાજી થતી હતી. તેમણે મને પૂછ્યું, ‘શા માટે હસે છે ?’ મેં કહ્યું, ‘તમને જોઈને અને અવાજ સાંભળીને મારી ભાવજાગૃતિ થઈ. તેનું સ્મરણ કરીને મને હસવું આવતું હતું.’ ત્યારે તેમણે કહ્યું, ‘તારે હવે પ્રગતિનું આગળનું સોપાન સર કરવાનું છે. મને જોઈને અને મારો અવાજ સાંભળીને ભાવજાગૃતિ થઈ, એમ ન થવું જોઈએ. હું ન હોઉં ત્યારે પણ તારે નિર્ગુણ તત્ત્વ સાથે જોડાઈ જઈને ભાવજાગૃતિ કરવાની છે પૂ. ફડકેદાદીની જેમ !’ (ત્યારે કેવળ પૂ. ફડકેદાદી જ સંત હતાં.)
૫. કૃતજ્ઞતા અને પ્રાર્થના
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી, તમે અમને કલાના માધ્યમ દ્વારા ઈશ્વર ભણી લઈ જાવ છો. તમે જેવી રીતે અમારું ઘડતર કર્યું, તેવી ઘડતર પ્રક્રિયા નિરંતર ચાલુ રહીને કલામાંના જ્ઞાનના માધ્યમ દ્વારા અનેક પેઢીઓ સુધી કલાકારોનું ઘડતર થાય અને તેમનો ઉદ્ધાર થાય , એ જ આપના ચરણોમાં પ્રાર્થના !
– કુ. ભાવિની કપાડિયા, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.