પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના અવતારી કાર્યના દર્શન ઘડાવનારા સૌ. ઉમા રવિચંદ્રનના ભાવચિત્રો

સૌ. ઉમા રવિચંદ્રન

સનાતન સંસ્થાના ચેન્નઈ (તમિલનાડુ) નિવાસી ૬૮ ટકા આધ્યાત્મિક સ્તર ધરાવતા સાધિકા સૌ. ઉમા રવિચંદ્રન (સૌ. ઉમા અક્કા)એ ચિત્રકળાનું શિક્ષણ પ્રાપ્ત કર્યા વિના જ ભગવાન શ્રીકૃષ્ણના અત્યંત ભાવભીના ચિત્રો બનાવ્યા છે. સાધના વધવાથી સાધકમાં ઈશ્વર પ્રત્યે ભાવ પણ વધે છે. આ ભાવ જે કલા દ્વારા ઉત્કટતાથી વ્યક્ત થઈ શકે છે, તે સાધકમાં ઈશ્વર જ તે કલા વિકસિત કરે છે. આ કલા દ્વારા અન્યોને આનંદ મળે છે અને તેમનો પણ ભાવ જાગૃત થાય છે. સૌ. ઉમા દ્વારા બનાવેલા બાળકભાવના ચિત્ર પણ એવા જ છે. બાલિકાનું શ્રીકૃષ્ણ સાથે રમવું, તેમનું પૂજન કરવું, તેમની સાથે નૃત્ય કરવું તથા એવી જ રીતે કૃષ્ણભક્તિથી મુગ્ધ કરનારા અનેક સ્મરણીય ચિત્ર તેમણે બનાવ્યા છે.
ભક્તિમાર્ગ અંતર્ગત કોઈ બાળકભાવમાં, તો કોઈ ગોપીભાવમાં રહે છે. સૌ. ઉમા અક્કાની વિશેષતા એ છે કે તે ચિત્ર પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ તે ભાવમાં રહે છે. ત્યાર પછી પારિવારિક અને ધર્મજાગૃતિનું દાયિત્વ સંભાળતી સમયે વર્તમાન અવસ્થામાં રહે છે.

સૌ. ઉમા રવિચંદ્રનની વિશેષતાઓ

૧. ઉત્સ્ફૂર્તતા 

સૌ. ઉમા ચિત્રકલાનો કોઈ પણ પાઠ્યક્રમ કર્યા વિના જ આ ચિત્રો દ્વારા કોઈ પણ વિષય પ્રસ્તુત કરી શક્યા. વિષય પ્રસ્તુત કરતી સમયે કયા દૃષ્ટિકોણથી ચિત્રો બનાવ્યા, એવો કોઈ પ્રશ્ન તેમની સામે ન હતો. અંદરથી જે સ્ફૂરિત થયું, તેને તેમણે સાકાર કર્યું.

૨. સરળ અને સહજ રેખાંકન 

સૌ. ઉમાના વિદ્યાલયીન જીવનના લગભગ ૨૫ થી ૩૦ વર્ષ પછી તેમણે આ ચિત્રો બનાવ્યા છે; પરંતુ તેમના ચિત્રોના સરળ અને સહજ રેખાંકન જોઈ કોઈને પણ એવું પ્રતીત નહીં થાય. આ ચિત્રો કોઈ કુશળ ચિત્રકાર દ્વારા બનાવેલા ચિત્ર સમાન જ છે. તેમના ચિત્રોની તરફ કલાની દૃષ્ટિએ જોતાં તે મનને અત્યંત હરનારા લાગે છે.

૩. ઈશ્વર પ્રત્યે ભાવ 

જ્યારે કોઈ ચિત્રકારના ચિત્રોથી અન્યોને આનંદ મળે તથા દર્શક તે ચિત્રોને જોઈ સહજતાથી સમજી શકે, ત્યારે ચિત્રકારના ચિત્રની, અર્થાત કલાકૃતિની ફલોત્પતિ અધિક થાય છે. વર્તમાન યુગમાં મોડર્ન આર્ટથી બનેલા ચિત્રો સમજવામાં કઠિન અને કષ્ટદાયી હોય છે. તેમને જોવાનું મન જ થતું નથી. સાધક-ચિત્રકાર સાધના કરવાનો આરંભ કરે છે અને સાધનામાં વૃદ્ધિ થવાથી તેમાં ઈશ્વર પ્રત્યે ભાવની માત્રા વધવા લાગે છે. તે સમયે ઈશ્વર જ તેમાં કલા ઉત્પન્ન કરે છે. ઈશ્વરનું પ્રત્યક્ષ રૂપ જોઈ સાધક-ચિત્રકાર તે અનુસાર ચિત્ર બનાવે છે, તેથી તે ચિત્ર દ્વારા અન્યોને આનંદ મળે છે અને તેમનો ભાવ જાગૃત થાય છે. સૌ. ઉમાના ચિત્ર બીજાને આનંદ આપી કૃષ્ણભક્તિમાં લીન બનાવે છે.

૪. પરિપૂર્ણતા 

સૌ. ઉમાના ભાવચિત્રો પરિપૂર્ણ છે; કારણકે તેમાં પ્રત્યેક ઘટકનો આધ્યાત્મિક આધાર છે. કોઈ પણ બુદ્ધિ દ્વારા આટલી સૂક્ષ્મતાથી આ ઘટક ચિત્રિત કરી શકે નહીં; કારણકે તેમનો કારણભાવ સમજવો બુદ્ધિ માટે સંભવ નથી. સૌ. ઉમાનું માનવું છે કે, સઘળું ઈશ્વર-ઇચ્છાથી થાય છે ! હું કાંઈ જ કરતી નથી. ઈશ્વર મારી પાસે જેટલું કરાવે છે, તેટલું જ હું કરું છું. સર્વ કરનારા પ.પૂ. ડૉક્ટરજી જ છે.

અહીં આપેલા ચિત્રો માટે સૌ. ઉમાનું કહેવું છે કે,

૧. સૃષ્ટિના પાલનહાર 

સનાતનના ગ્રંથમાં મેં વાંચ્યું કે, જ્યારે પ.પૂ. ડૉકટરજી ગાઢ નિદ્રામાં હોય છે, ત્યારે સંપૂર્ણ માનવજાતિના કલ્યાણ માટે એમનું નિર્ગુણ સ્તર પર સમષ્ટિ કાર્ય ચાલુ હોય છે. એમના ચૈતન્યથી વાતાવરણની શુદ્ધિ થાય છે. આ વાંચીને હું અવાક્ થઈ ગઈ અને મારો ભાવ જાગૃત થયો. ભગવાન શ્રીકૃષ્ણને મારા મનની સ્થિતિ જ્ઞાત થઈ અને તેઓ હસીને કહ્યું, પ.પૂ. ડૉકટરજીએ મારા કાર્યનો સંપૂર્ણ ભાર પોતાના ખભા ઉપર ઉપાડી લીધો છે. એટલે હું સર્વ કાર્યોમાંથી મુક્ત થઈ ગયો છું. ચાલ, આપણે બન્ને મળીને એમની સેવા કરીએ.

૨. ગોપીભાવ 

કળિયુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ સનાતનના રામનાથી આશ્રમને પોતાનો નિવાસ બનાવી લીધો છે તથા તે પોતાની સાથે સર્વ ગોપીઓ પણ લઈ ગયા છે, તેનો બોધ થવાથી મારો ભાવ જાગૃત થયો. બ્રહ્માંડનાયકે અવતાર લીધા પછી તેમનો સર્વ પરિવાર તેમની સાથે નીચે આવે છે. તો પછી કૃષ્ણ તેમની પ્રિય ગોપીઓ વિના કેવી રીતે આવી શકે ? ઉંમરમાં નાની એવી અનેક સાધિકાઓનો ગોપીભાવ પ્રગટ થવાથી તેમને અનન્ય, અખંડ, નિરપેક્ષ કૃષ્ણભક્તિ અનુભવવા મળી. તેમની કૃષ્ણભક્તિને લીધે તેમની પ્રતિભા જાગૃત થઈ. તેને લીધે તેમને કવિતા કરવી, સાધકોને સાધના વિશે માર્ગદર્શન કરવું, આવેશયુક્ત ભાષણ આપીને ધર્માિમાનીઓ કૃતિપ્રવણ કરવા, આ બધું શક્ય બન્યું.

– સૌ. ઉમા રવિચંદ્રન, ચેન્નઈ.