૧. કોલંબિયા નિવાસી શ્રી. જર્મન મોરેનો
૧. સાધના પ્રવાસ
૧૫મા વર્ષથી જ શ્રી. જર્મનને ચક્ર, ઉપાય, ઇત્યાદિની જિજ્ઞાસા હતી. તેમને કોઈ માર્ગદર્શક ન હતો. તેઓ ગ્રંથમાં આપેલી માહિતી અનુસાર પ્રયત્ન કરતા હતા. છ મહિના પહેલાં તેમને અનિષ્ટ શક્તિઓનો ત્રાસ થવા લાગ્યો. એકવાર તેમને જણાયું કે અનિષ્ટ શક્તિએ તેમને નિયંત્રણમાં લીધા છે. તે સમયે તેમનું તેમના શરીર પર નિયંત્રણ ન હતું. શ્રી. જર્મનને ઈશ્વરપ્રાપ્તિની પુષ્કળ તાલાવેલી છે. ભારતમાં આવીને કાર્યશાળામાં સહભાગી થવા માટે તેઓ નોકરી છોડીને આવ્યા.
– સૌ. શ્વેતા ક્લાર્ક, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય
૨. રામનાથી આશ્રમમાં વાસ્તવ્ય દરમિયાન થયેલી અનુભૂતિ
૨ અ. આશ્રમના વાતાવરણ અને સાધકો પાસેથી સકારાત્મક ઊર્જા મળવી
આશ્રમમાંના વાસ્તવ્યને કારણે મારી ઊર્જામાં પાલટ થતો હોવાનું જણાયું. મને પોતાનામાં શાંતિ જણાઈ. આશ્રમમાં પૂ. સિરિયાક અને સર્વ સાધકોની ભેટ થયા પછી વાતાવરણમાંથી અને સર્વ સાધકો દ્વારા સકારાત્મક ઉર્જા મળી. આ અનુભૂતિ જુદા જ લોકમાંની હોવાનું જણાયું.
૨ આ. મહામૃત્યુંજય યજ્ઞને કારણે દેહની શુદ્ધિ થઈ હોવાનું જણાવું
આશ્રમમાં મહામૃત્યુંજય યજ્ઞ ચાલુ હતો ત્યારે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા પ્રક્ષેપિત થતી હોવાનું જણાયું અને દેહની શુદ્ધિ થઈ હોવાનું સમજાયું. મારું ધ્યાન લાગ્યું.
– શ્રી. જર્મન મોરેનો, બોગોટા, કોલંબિયા. (૧૩.૧૨.૨૦૧૬)
એક દિવસ પથારીમાં લંબાવીને પ્રાર્થના કરતી વેળાએ મને એક વ્યક્તિ દેખાઈ. તે વ્યક્તિએ કહ્યું, ભારતમાં જઈને મારા ચરણોમાં નતમસ્તક થવાનો તારો સમય આવી ગયો છે. ત્યાર પછી એસ્.એસ્.આર્.એફ્.ની કાર્યશાળામાં સહભાગી થવા માટે હું ગોવા સ્થિત રામનાથી આશ્રમમાં ગયો. ત્યારે સ્વાગતકક્ષમાં મને પ.પૂ. ભક્તરાજ મહારાજજીનું મોટું છાયાચિત્ર દેખાયું. તે છાયાચિત્ર ભણી જોયા પછી હું ભાવાશ્રુ રોકી શક્યો નહીં. હું પથારીમાં સૂતો હતો ત્યારે દર્શન દેનારી વ્યક્તિ એ જ હતી.
– શ્રી. જર્મન મોરેનો
૨. સિંગાપૂર નિવાસી શ્રી. કેલ્વિન
૧. સાધના પ્રવાસ
મિત્ર માટે આધ્યાત્મિક ઉપાય શોધતી વેળાએ એસ્.એસ્.આર્.એફ્.ના સંપર્કમાં આવવું
શ્રી. ટિયર જી બિંગ, કેલ્વિન સિંગાપૂર નિવાસી છે. તેમના માતા-પિતા બૌદ્ધ ધર્મીય છે અને તેમની બહેન ખ્રિસ્તી ધર્મીય છે. ભગવદ્દગીતા તેમનો મનગમતો ગ્રંથ છે. એક વર્ષ પહેલાં તેમના મિત્ર માટે આધ્યાત્મિક ઉપાય શોધતી વેળાએ તેઓ એસ્.એસ્.આર્.એફ્.ના સંપર્કમાં આવ્યા અને તેમણે મિત્રને મીઠું-પાણીના ઉપાયો વિશે કહ્યું. તેઓ જીવનના ધ્યેય વિશે સુસ્પષ્ટતાનો શોધ કરી રહ્યા છે તેમજ સાધનામાર્ગના શોધમાં પણ છે.
– સૌ. શ્વેતા ક્લાર્ક, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય
૨. અનુભૂતિ
૨ અ. શ્રીકૃષ્ણના ચિત્ર ભણી આપમેળે જ ધ્યાન દોરાઈ જઈને તે સજીવ લાગવું
દિનાંક ૧૧.૧૨.૨૦૧૬ના દિવસે સવારે ૯.૩૦ કલાકે હું સ્વાગતકક્ષ પર રહેલા શ્રીકૃષ્ણજીના ચિત્રની બાજુમાંથી પસાર થતો હતો ત્યારે મારું ધ્યાન આપમેળે જ ચિત્ર ભણી દોરાયું. શ્રીકૃષ્ણજી મને અત્યંત સજીવ લાગ્યા. આ ચિત્રમાંના રંગો ભાવસ્પર્શી છે તેમજ આ પહેલાં જોયેલાં ચિત્રો સાથે તુલના કર્યા પછી તે એકમેવાદ્વિતીય હોવાનું મને જણાયું.
ત્યાર પછી બપોરે આશ્રમદર્શન કરતી વેળાએ મેં ફરીવાર તે જ શ્રીકૃષ્ણજીના ચિત્ર સામે ઝીણવટથી જોયું. તે સાચે જ મારા ભણી જોઈ રહ્યા છે , એવું મને તેમની આંખોમાંથી જણાયું અને તેને કારણે શ્રીકૃષ્ણજીની આંખોમાં સીધું જોવું, એટલે તેમનું અપમાન કરવા જેવું થશે , આ વિચારથી મેં મારી નજર નીચે નમાવી. ત્યાર પછી હું ફરીવાર ખાસ શ્રીકૃષ્ણજીનું ચિત્ર જોવા ગયો અને તે સમયે મને તેમના મુખ પરના હાવભાવ પલટાતા હોવાનું અને તેઓ મારા ભણી અતિશય પ્રેમપૂર્વક નિહાળી રહ્યા છે, એવું જણાયું. મારી તીવ્ર ભાવજાગૃતિ થઈને મારી આંખોમાંથી અશ્રુનો સ્રોત વહેવા લાગ્યો.
૨ આ. આશ્રમની ભીંત પર હાથ મૂક્યા પછી તે વધારે નજીક આવી હોય તેમ લાગવું અને પછી ભીંતમાં લહેરો હોય તે પ્રમાણે હાથને જણાવું
કાર્યશાળાના સમયગાળામાં સૂક્ષ્મમાંના પ્રયોગ અંતર્ગત શ્રી. શૉન ક્લાર્કેં નામજપ કરતાં કરતાં આશ્રમની ભીંતને હથેળીનો સ્પર્શ કરવાનું કહ્યું અને ત્યાર પછી ભીંત પર માથું ટેકવવા માટે કહ્યું. ભીંત પર હાથ મૂક્યા પછી તે વધારે નજીક આવી હોય તેમ જણાયું અને માથું ટેકવ્યા પછી પ્રથમ મને કપાળ પર નાડીના ધબકારા જણાયા અને પછી ભીંતમાં લહેરો હોય એ પ્રમાણે હાથને જણાયું. મારું શરીર આગળ અને પછી ઉપર ખસ્યું હોય એમ જણાયું. હું હવામાં તરતો હોઉં તેમ મને જણાતું હતું.
– શ્રી. કેલ્વિન
આ અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી અનુભૂતિઓ ભાવ ત્યાં ભગવાન ઉક્તિ અનુસાર સાધકોની વ્યક્તિગત અનુભૂતિઓ છે. તે બધાને જ થશે એવું નથી. – તંત્રી