હલાહલ

 

       સૃષ્ટિ નિર્માણ થતી હતી તે વેળાએ
જ અનિષ્ટ શક્તિઓની નિર્મિતિ થઈ, તે જ હલાહલ હોવું

‘સમુદ્રમંથન દ્વારા ઉપર આવેલું હલાહલ (ઝેર) અને પ્રત્યેક યુગમાંના કળિયુગના અંતસમયે નષ્ટ કરવાનું હલાહલ એટલે નક્કી શું છે, તે પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે : જે સમયે બ્રહ્મદેવે સૃષ્ટિની નિર્મિતિ કરી, તે સમયે ચિત્ર સાકાર કરતી વેળાએ અનિષ્ટ શક્તિઓની નિર્મિતિ થઈ. એકાદ સારી બાબતની નિર્મિતિ સમયે, અનિષ્ટ શક્તિઓની નિર્મિતિ પણ આપમેળે જ થતી હોય છે. આ સૃષ્ટિનો એક નિયમ જ છે.

હલાહલ એટલે સૃષ્ટિની નિર્મિતિ થતી વેળાએ નિર્માણ થયેલી અનાવશ્યક અને સમય જતાં સૃષ્ટિના નિયમોને હાનિકારક પુરવાર થનારી બાબતો. તેમને જ આપણે ‘અનિષ્ટ શક્તિ’ એમ સંબોધીએ છીએ. જે સમયે પૂર્ણ સૃષ્ટિની નિર્મિતિ થઈ, તે સમયે તે હલાહલ પૃથ્વીના પેટાળમાં સંતાડી રાખવામાં આવ્યું. જે વેળાએ સમુદ્રમંથન કર્યું, તે સમયે તે બહાર આવ્યું અને એકજ સમયે તે ભગવાન શંકરને પ્રાશન કરવું પડ્યું.

 

    હલાહલ અને શિવજીનું તાંડવનૃત્ય

પ્રત્યેક કળિયુગના અંતસમયે શિવજી દ્વારા તાંડવનૃત્ય કરીને જે હલાહલનું રૂપાંતર નવરસોમાં કરવામાં આવે છે, તે હલાહલ અને સમુદ્રમંથન સમયે કાઢેલું હલાહલ, આ બન્નેમાં કાંઈ જ ભેદ નથી; કારણકે પૃથ્વી પર પ્રતિદિન અનંત કરોડો બાબતો નિર્માણ થતી હોય છે. પ્રતિદિન નિર્માણ થનારું, કહેવા કરતાં પ્રત્યેક ક્ષણે નિર્માણ થનારું હલાહલ ભગવાન શંકર પોતાની સાધના દ્વારા પોતાના ભણી ખેંચી લેતા હોવાથી તેનું પ્રમાણ આપણને ધ્યાનમાં આવતું નથી. જે સમયે તેઓ તાંડવનૃત્ય ભજવે છે, તે સમયે તે હલાહલનો સંગ્રહ પણ તેટલો જ વધારે હોય છે.

બ્રહ્માંડનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વ્યષ્ટિનો વિચાર ત્યજી દઈને સમષ્ટિ માટે હલાહલ પ્રાશન કરનારા ‘મહાદેવ’ ભગવાન શંકર બ્રહ્માંડમાંનુ હલાહલ નિત્ય પોતાનામાં સમાવી લેતાં હોવાથી યુગો સુધી બ્રહ્માંડમાંના શુદ્ધ અને અશુદ્ધનો સમતોલ જળવાઈ રહે છે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘શિવ’