અગ્નિશમન પ્રશિક્ષણ

આગામી મહાયુદ્ધકાળમાં ઉદ્દભવનારી સમસ્યાઓના સમયે, તેમજ હંમેશ માટે પણ ઉપયુક્ત !

    સંત-મહાત્મા, જ્યોતિષિઓ ભવિષ્યવાણી કરી છે કે આગામી કાળ એ ભીષણ આપત્કાળ હશે અને આ કાળમાં સમાજને અનેક આપત્તિઓનો સામનો કરવો પડશે. આવા આપત્કાળમાં પોતાની સાથે જ કુટુંબીજનોના આરોગ્યનું રક્ષણ કરવું, આ મોટું આવાહન જ હોય છે. આપત્કાળમાં અવર-જવરની સગવડ ખોરવાઈ જવાથી રુગ્ણને રુગ્ણાલયમાં લઈ જવો, ડૉક્ટર અથવા વૈદ્ય સાથે સંપર્ક કરવો અને બજારમાંથી ઔષધીઓ મળવી પણ કઠિન થશે. આપત્કાળમાં ઉદ્દભવનારી સમસ્યાઓ અને વિકારનો સામનો કરવાની પૂર્વસિદ્ધતાના એક ભાગ તરીકે સનાતન સંસ્થાએ ભાવિ આપત્કાલીન સંજીવની નામક ગ્રંથમાળા સિદ્ધ (તૈયાર) કરી છે. અત્યાર સુધી આ માલિકાના ૧૨ ગ્રંથ હિંદી ભાષામાં પ્રકાશિત થયા છે. આ જ માલિકામાંનો અગ્નિશમન પ્રશિક્ષણ ગ્રંથનો પરિચય આ લેખ દ્વારા કરાવી રહ્યા છીએ.

મનોગત

    આગ દૈનંદિન જીવન-વહેવારમાંની એક અત્યાવશ્યક પરિબળ ભલે હોય, તેમ છતાં તેના સંદર્ભમાં નિયંત્રિત અને અનિયંત્રિતમાંની લક્ષ્મણરેખા ઘણી મહત્ત્વની હોય છે. સર્વસામાન્ય રીતે માનવીય ઉપયોગમાં લઈ રહેલી આગ નિયંત્રિત હોય છે; પણ એકાદ પ્રસંગમાં આગ નિયંત્રણ રેખા વટાવી જાય છે. જો એમ થાય તો તેના પર કઈ ઉપાય યોજના કરવી, તેનું જ્ઞાન તે આગ ઓલવવાનો પ્રયત્ન કરનારને હોવું , એ મહત્ત્વનું છે. અગ્નિશમન વિશેનું પ્રશિક્ષણ મસમોટાં કારખાનાં, પ્રવાસી નૌકાઓ (જહાજ), વિમાનો ઇત્યાદિમાં આપવામાં આવે છે; પરંતુ ખેદજનક બાબત એમ છે કે સર્વસામાન્ય માનવી, તેમજ દિવસના ૫-૬ કલાક આગ પર રસોઈ બનાવતી ગૃહિણીઓ આગનું શાસ્ત્ર અને અગ્નિશમનના ઉપાયો વિશે પૂર્ણ રીતે અજ્ઞાત હોય છે. સદર અજ્ઞાન દ્વારા ઘણાં અપઘાત થાય છે. આગનું શાસ્ત્ર, અગ્નિશમનના વિવિધ માધ્યમો અને તેમનો ઉપયોગ કરવાની પદ્ધતિ, ભૂલભરેલા માધ્યમોનો ઉપયોગ કરવાથી થનારા દુષ્પરિણામ ઇત્યાદિ વિશે શાસ્ત્રીય દૃષ્ટિએ અને સહેલી ભાષામાં જ્ઞાન પ્રદાન કરવું, એ સદર ગ્રંથ સંકલિત કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.
અગ્નિપ્રલયની આપત્તિને કારણે રાષ્ટ્રની જીવિત અને વિત્ત એમ બન્ને રીતે મોટાપાયે હાનિ થતી હોય છે. આ હાનિ રોકવા માટે પ્રયત્નશીલ થવું એટલે રાષ્ટ્રહિત અને રાષ્ટ્રરક્ષણના કાર્યોમાં સહભાગી થવું.
   અગ્નિશમન પ્રશિક્ષણ લેવું, એ કેવળ આપત્કાળની દૃષ્ટિએ જ નહીં, જ્યારે અમસ્તું પણ ઉપયુક્ત છે. આ લેખ દ્વારા વાચકોને અગ્નિશમન પ્રશિક્ષણનો પરિચય થશે. આ વિશે વિગતવાર વિવેચન ગ્રંથમાં કર્યું છે. આ ગ્રંથ વાચકોએ અવશ્ય સંગ્રહિત રાખવો.

૧. આગના પરિબળો

    આગ નિર્માણ થવા માટે ઇંધન (જ્વલનશીલ પદાર્થ), પ્રાણવાયુ અને ઉષ્ણતા આ ત્રણ પ્રમુખ પરિબળો એકત્રિત થવાની આવશ્યકતા હોય છે. આ ત્રણેય પરિબળો યોગ્ય પ્રમાણમાં એકત્રિત થાય તો આગ નિર્માણ થાય છે.

૨. આગ લાગવાનાં સામાન્ય કારણો

૨ અ. નૈસર્ગિક 

વંટોળ, ભૂકંપ, જ્વાળામુખી ઇત્યાદિ

૨ આ. અનૈસર્ગિક 

આવી આગ માટે માનવી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉત્તરદાયી હોય છે. અનૈસર્ગિક આગ માટે પણ અન્ય પેટાકારણો છે, ઉદા. અજ્ઞાન, નિષ્કાળજીપણું (ઉદા. ઇસ્ત્રી અતિશય ગરમ થવી, બળતી સિગારેટના ઠૂંઠાં ઓલવ્યા વિના નાખી દેવા), અકસ્માત, દગાબાજી, યુદ્ધ ઇત્યાદિ.

૩. આગનું વર્ગીકરણ

ઇંધનના પ્રકાર પરથી આગના ચાર પ્રકાર છે.

૩ અ. એ પ્રકારની આગ 

જ્યારે બળનારા પદાર્થ કાગળ, લાકડું, કોલસો, પ્લાસ્ટિક, રબર જેવા કાર્બનયુક્ત અને ઘનરૂપ હોય છે, ત્યારે તે આગને એ પ્રકારની આગ કહે છે.

૩ આ. બી પ્રકારની આગ 

જ્યારે બળનારો પદાર્થ પ્રવાહીરૂપમાં હોય છે અથવા કોઈપણ ઘનપદાર્થમાંનું પ્રવાહીરૂપ બળતું હોય, ત્યારે તે આગને બી પ્રકારની આગ કહે છે, ઉદા. પેટ્રોલ, ડિઝલ, ઊંજણ (લુબ્રિક્નટ), રસાયણો, રંગ ઇત્યાદિ.

૩ ઇ. સી પ્રકારની આગ 

જે આગમાં જ્વલનશીલ વાયુરૂપ અથવા પ્રવાહીરૂપ પદાર્થ વાયુરૂપથી બળતો હોય, તે આગને સી પ્રકારની આગ કહે છે, ઉદા. રસોઈનો ગૅસ (એલ્.પી.જી.), વેલ્ડિંગનો ગૅસ ઇત્યાદિ.

૩ ઈ. ડી પ્રકારની આગ 

જ્યારે કોઈપણ ધાતુ બળતી હોય, ત્યારે તે આગને ડી પ્રકારની આગ કહે છે, ઉદા. સોડિયમ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ, ટિટૅનિયમ ઇત્યાદિ.

૪. આગ જોયા પછી તમે શું કરશો ?

અ. આગ-આગ એવી રીતે મોટેથી બૂમો પાડીને આજુબાજુના લોકોને સાવચેત કરો.

. અગ્નિશમન દળ, પોલીસ અને નગરપાલિકાને આગ વિશે જાણ કરો.

ઇ. અગ્નિશમન દળની સહાયતા મળે ત્યાં સુધી આગ મર્યાદિત રાખવાનો પ્રયત્ન કરો. બારી-બારણાં બંધ કરો. વીજળીનો પુરવઠો બંધ કરો. આજુબાજુના જ્વલનશીલ પદાર્થો સુરક્ષિત સ્થાન પર ખસેડો. જો બને તો આગની આજુબાજુનો પરિસર પાણીના ફુવારાથી ભીનો કરો.

. યોગ્ય રીતે અગ્નિશમનના માધ્યમ દ્વારા આગ ઓલવો.

૫. અગ્નિશમનની પદ્ધતિઓ

૫ અ. બળતણ / ઇંધન મળવા ન દેવું (સ્ટાર્વ્હિંગ) 

આગને જો ઇંધનથી વંચિત રાખવામાં આવે અથવા ઇંધન પુરવઠો બંધ કરવામાં આવે, તો આગ તરત જ ઓલવાય છે. આ પદ્ધતિને સ્ટાર્વ્હિંગ કહેવામાં આવે છે, ઉદા. ગૅસની સગડી ઓલવતી વેળાએ આપણે ગૅસનો પુરવઠો બંધ કરીએ છીએ. ઇંધન ન મળવાથી સગડી ઓલવાય છે.

૫ આ. ઠંડું કરવું (કુલિંગ) 

બળતા પદાર્થનું તાપમાન તે પદાર્થના જ્વલનબિંદુથી નીચે લઈ આવવાથી, અર્થાત્ પદાર્થમાં રહેલી ઉષ્ણતા ઘટાડવાથી આગ તરત જ ઓલવાય છે. અગ્નિશમનના આ પ્રકારને ઠંડું કરવું કહે છે, ઉદા. બળતા લાકડા પર પાણી રેડવું.

૫ ઇ. વાયુ બંધ કરવો / વાયુ તોડવો (સ્મૉધરિંગ) 

પ્રાણવાયુનો પુરવઠો આગ સાથે સંપૂર્ણ રીતે તોડવાથી અથવા હવામાંના પ્રાણવાયુનું પ્રમાણ ૧૬ ટકા કરતાં ઘટાડવાથી આગ તુરંત ઓલવાય છે. બળતી મીણબત્તી પર કાચ ઢાંકવાના પ્રયોગ પરથી આ બાબત સિદ્ધ થાય છે. આને જ હવા તોડવી (સ્મૉધરિંગ) કહેવામાં આવે છે.

૫ ઈ. સાંકળી અભિક્રિયા તોડવી 

કેટલાક વિશિષ્ટ રસાયણોનો ઉપયોગ કરીને જ્વલનની સાંકળી અભિક્રિયા તોડીને આગ ઓલવી શકાય છે, ઉદા. હૅલૉન વાયુ. આવા રસાયણોનો ઉપયોગ ઘણો ખર્ચાળ હોવાથી તેનો ઉપયોગ મર્યાદિત સ્વરૂપમાં કરવામાં આવે છે.

૬. અગ્નિશમનના માધ્યમો

   સામાન્ય રીતે વપરાશમાં આવતાં અગ્નિશમનનાં માધ્યમો અને તેમની કાર્યપદ્ધતિ આગળ જણાવ્યા પ્રમાણે છે.

૬ અ. પાણી 

બળતું લાકડું, કાગળ જેવા કાર્બનયુક્ત પદાર્થો પર ( એ પ્રકારની આગ) અથવા ધાતુ પર ( ડી પ્રકારની આગ) પાણીનો ફુવારો સતત મારવાથી પાણી બળનારા પદાર્થોમાંથી ઉષ્ણતા શોષી લે છે. ઉષ્ણતા શોષી લેવાનો વેગ ઉષ્ણતા નિર્મિતિના વેગ કરતાં વધારે હોય તો આગ ઓલવાય છે.

૬ આ. સૂકી રસાયણિક ભૂકી (ડ્રાય કેમિકલ પાવડર) 

સોડિયમ બાયકાર્બોનેટ અને પોટૅશિયમ બાયકાર્બોનેટ આ રસાયણિક ચૂર્ણો સૂકી ભૂકી તરીકે ઓળખાય છે. તે દૂધ જેવા ધોળા હોય છે. પ્રવાહી કાર્બન ડાયઑક્સાઈડ વાયુનો ઉપયોગ કરીને દબાણ હેઠળ તે ચૂર્ણ આગ પર છાંટવાથી તે ચૂર્ણના કણોનું આગ પર એક આવરણ બંધાય છે. આ આવરણને કારણે આગનો હવા સાથે સંપર્ક તૂટી જાય છે અને પ્રાણવાયુ ન મળવાથી, તેમજ બળવાની સાંકળી ક્રિયા તૂટવાથી આગ ઓલવાય છે. આ માધ્યમનો ઉપયોગ ખાસ કરીને બી અને સી પ્રકારની આગ ઓલવવા માટે કરવામાં આવે છે. જો વિદ્યુત ઉપકરણો બળતા હોય, તો પણ સૂકી ભૂકીનો ઉપયોગ લાભદાયક પુરવાર થાય છે.

૬ ઇ. કાર્બન ડાયૉક્સાઈડ 

વધારે ઉચ્ચ દબાણ હેઠળ આ વાયુ પ્રવાહી સ્વરૂપમાં વિશિષ્ટ પદ્ધતિથી બનાવેલા સિલિંડરમાં ભેગો કરવામાં આવે છે. આ વાયુનો ફુવારો આગ પર મારવાથી તે હવા કરતાં પાંચગણો ભારે હોવાથી તેનું પડ બળી રહેલા પદાર્થ પર નિર્માણ થાય છે. આવી રીતે આગનો હવા સાથે, અર્થાત્ પ્રાણવાયુ સાથે સંપર્ક તૂટી જવાથી આગ ઓલવાય છે. કાર્બન ડાયૉક્સાઈડ મુખ્યત્વે વિદ્યુત્ ઉપકરણોને આગ લાગે તો ઉપયોગમાં લેવાય છે.

૬ ઈ. વિશિષ્ટ રસાયણો 

કેટલાક રસાયણો જ્વલનની સાંકળી ક્રિયા તોડીને આગ ઓલવવામાં સહાયતા કરે છે. આવા રસાયણોનો અગ્નિશમન માટે મર્યાદિત ઉપયોગ કરવામાં આવે છે.

૬ ઉ. રેતી 

જો આગ નાની હોય અને અન્ય કોઈ પણ માધ્યમ ઉપલબ્ધ ન હોય, તો એ, બી અને ડી પ્રકારની આગ ઓલવવા માટે રેતીનો પરિણામકારક ઉપયોગ કરી શકાય છે. જો રેતી ન મળે તો પોચી માટીનો ઉપયોગ કરીએ, તો પણ ચાલે.
આગ ઓલવવા માટે વરાળ, ઍસબેસ્ટૉસ કપડું, ફીણ (ફોમ) ઇત્યાદિ માધ્યમોનો ઉપયોગ ક્યારે કરવો, તેમજ વિવિધ પ્રકારના એક્સટિંગ્વિશર્સ કેવી રીતે ઉપયોગમાં લેવાં, તેનું વિવેચન પણ ગ્રંથમાં કર્યું છે.

૭. પ્રસંગ અને પ્રાસંગિક ઉપાયયોજના

   અગ્નિશમન માટે જેટલી તત્પરતા મહત્ત્વની છે, તેટલી જ અથવા તેનાં કરતાં પણ વધારે મહત્ત્વ ધરાવે છે મારે એકલાએ આગનો સામનો કરવો કે નહીં ? આનો નિર્ણય. આ નિર્ણય લેવાનું સરળ પડે તે માટે કેટલાંક માર્ગદર્શક તત્ત્વો છે. આગળ જણાવ્યામાંથી કોઈપણ એક અથવા વધારે પ્રશ્નોનો ઉત્તર ‘હા’ માં આવે, તો અગ્નિશમનનો પ્રયત્ન કરવો નહીં. તે તમારા જીવ માટે જોખમકારક બની શકે.

અ. આગ લાગેલા સ્થાનથી તે વેગે અન્યત્ર ફેલાઈ રહી છે શું ?

આ. તમારા છટકવાના માર્ગ ભણી પીઠ કરીને આગ ઓલવવી શક્ય નથી શું ?

ઇ. તમારા છટકવાના એકમાત્ર માર્ગમાં આગ આડી આવે છે શું ?

ઈ. તમારી પાસે અગ્નિશમનના યોગ્ય ઉપકરણો નથી શું ?

ઉ. તમારી પાસે રહેલું અગ્નિશમનનું માધ્યમ ખૂટી ગયું છે શું ?

ઊ. આગ પ્રતિબંધક વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો તમારી પાસે ઉપલબ્ધ નથી શું ?
   

  આવા સમયે અગ્નિશમનનો પ્રયત્ન કરવાને બદલે આગના સ્થાન પરથી તરત જ સુરક્ષિત સ્થાન પર પહોંચવું અને સહાયતા માગવી.

૭ અ. બળતા ઘરમાંથી / વાસ્તુમાંથી પોતાનો છૂટકો 

આગ લાગેલો ઓરડો અથવા માળા પરથી બહાર નીકળતી વેળાએ અંતિમ માણસે બારણું કેવળ બંધ કરી દેવું. તાળું મારવું નહીં. તાળું મારવાથી અગ્નિશમન દળને શોધ અને સહકાર્ય કરવામાં અડચણ આવે છે.

૧. આપત્કાલીન કૃતિ માળખામાં આપેલા માર્ગથી જ બહાર નીકળવું.

૨. કટોકટીના પ્રસંગમાં ઉદ્દવાહનનો (લિફ્ટ) નો ઉપયોગ ભૂલથી પણ કરવો નહીં.

૩. ધૂમાડો અને ઝેરી વાયુને ટાળવા માટે નીચે નમો. ચોખ્ખી હવા ભૂમિ-સપાટીએ હોય છે. આવશ્યકતા પડે તો ભૂમિ પર ઊંધા સૂઈ જાવ અને હાથપગ પર ઘૂંટણિયા ભરતા આગળ વધો. પેટે ચાલતા જશો નહીં. ઉષ્ણતાને કારણે ધુમાડાનું ઊર્ધ્વગમન થતું હોય છે અને કેટલાક ભારે ઝેરી વાયુનું પડ ભૂમિ પર જામી જાય છે; તેથી ઘૂંટણિયે ચાલતી વેળાએ માથું ભૂમિથી આશરે ૦.૫ મી. ઊંચું હોવું જોઈએ.

૪. બને તો નાક અને મોઢું ભીના કપડાથી ઢાંકો.

૫. બળી ગયેલા પગથિયા પરથી (દાદરા પરથી) / ઓરડામાંથી જતી વેળાએ ભીંતની બાજુથીએ જ ચાલો. ભીંત મકાનના મુખ્ય માળખાં પર ઊભી કરી હોવાથી ભીંત પાસેનો ભાગ સૌથી સુરક્ષિત હોય છે. અન્ય ભાગ કકડભૂસ થઈ શકે છે.

. અનેક માળના મકાનમાંથી બહાર નીકળતી વેળાએ પગથિયાં એ જ છૂટવાનો મુખ્ય માર્ગ હોય છે. ડર્યા વિના, સાવચેતીથી અને શિસ્તબદ્ધ રીતે બહાર નીકળો.

૭. પગથિયા પાસે આવ્યા પછી એકબાજુએથી નીચે ઉતરો. પગથિયાની બીજીબાજુ અગ્નિશમન અને સહાય્યપથક માટે ખાલી રાખો. ભૂલથી પણ પાછા ઉપર જવું નહીં.

૮. વાસ્તુમાંથી બહાર આવ્યા પછી અગ્નિશમન દળ અને પોલીસ દળને તરત જ બનાવ વિશે જાણ કરો.

૭ આ. પોતાને જ જો આગ લાગે 

જ્યાં છો ત્યાં જ થોભો, ભૂમિ પર સૂઈ જાવ. તેને કારણે જ્વાળાઓ દબાઈ જઈને ઓલવાઈ જશે અને તમારો જીવ બચી શકે. જો કપડાંને આગ લાગી હોય તો ડરીને ભાગશો નહીં. (દોડવાને કારણે આગ ભડકે બળવામાં સહાયતા થાય છે.)

૭ ઇ. જો સાથીદારને આગ લાગે તો 

કામળી, ધાબળો, શેતરંજી અથવા કોઈપણ જાડું કપડું બળતા માણસ ફરતું વીંટી દો.

૧. આગ ઓલવાઈ જાય પછી તેના શરીર પરનાં બળેલાં કપડાં કાઢી નાખો.

૨. યોગ્ય પ્રથમોચાર આપો.

સ્ટવનો ભડકો થાય, કડાઈમાંના તેલને આગ લાગે, ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતા વાયુ ( ગૅસ ) ગળવા માંડે તો શું કરવું, તેનું પણ વિવેચન ગ્રંથમાં કર્યું છે.

૮. અગ્નિપ્રતિબંધક ઉપાયયોજના

    દૈનંદિન વ્યવહારમાં કેટલાક ચુનંદા પ્રસંગો સમયે કરવાના સામાન્ય ઉપાયો વિશેની માહિતી આગળ જણાવી છે.

૮ અ. વીજળી અને વીજળીના ઉપકરણોને કારણે લાગી શકનારી આગ

. કામ થયા પછી વીજળીના ઉપકરણોની ચાંપ બંધ કરીને ડટ્ટો (પ્લગ) કાઢી રાખો.

૨. જો વીજળીના ઉપકરણો સમારકામ કરવા માટે ખોલ્યા હોય તો તારની જોડણીઓ સજ્જડ (મજબૂત) હોવાની ખાત્રી કરો. દુરુસ્તી કુશળ તંત્રજ્ઞ પાસેથી જ કરાવી લો.

૩. વીજળીથી ચાલતા ઉપકરણો, ખાસ કરીને આ ઉપકરણોના ચલન યંત્રો (મોટર) સ્વચ્છ રાખો. તેના પર ધૂળ, તેલ અથવા ગ્રીસ જામવા દેશો નહીં.

૪. કારખાનામાં વપરાતા વીજળીના હાથ-દીવા (હૅન્ડ લૅંપ) પર લાંબી વાયર જોડી હોવાથી તે ગમે ત્યાં, જોઈએ તેમ હલાવી શકાય છે. હાથ દીવા પર કાંચનું આવરણ હોવું આવશ્યક છે; કારણકે દીવાની ઉષ્ણતાને લીધે તેલવાળા પદાર્થોને આગ લાગી શકે છે.

૫. વીજળીના ઉપકરણો / ચાંપ (બટન) પાસે જ્વલનશીલ પદાર્થો મૂકશો / સંઘરશો નહીં.

૬. ફ્યુઝની તાર બળી જાય તો યોગ્ય ક્ષમતા ધરાવતી તારનો ઉપયોગ કરો.

૭. કોઈપણ વીજળીના ઉપકરણમાંથી બળી ગયા જેવી અથવા અનૈસર્ગિક વાસ આવે તો તે તરત જ બંધ કરીને તપાસી લો. બળેલી વાસ આવવી, એ આગ લાગી હોવાનું પ્રાથમિક લક્ષણ છે.

૮. કોઈપણ ઉપકરણ ઉપર અથવા વીજળીના ચાંપ પર તેની ક્ષમતા કરતાં વધારે વિદ્યુતભાર નાખશો નહીં.

૯. વીજળીના તારની પાણી અથવા ઉષ્ણ ભાગમાં ગોઠવણ કરશો નહીં. ભૂમિ પરથી, જાજમ નીચેથી (કાર્પેટ નીચેથી), બારણા / બારીમાંથી ગોઠવણ કરશો નહીં.

૧૦. ભીના હાથે વીજળીના ઉપકરણોને સ્પર્શ કરશો નહીં.

૧૧. વીજળીના તારના જોડાણ ખુલ્લા મૂકશો નહીં. યોગ્ય પ્રકારની વીજવાહક ન હોય તેવી પટ્ટીથી (ઇન્સ્યુલેટિંગ ટેપથી) તે ઢાંકો.

૮ આ. રસોડામાં લાગેલી આગ

૧. રસોડામાંની ગોઠવણ સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય એવી કરો.

૨. રસોઈ કરતી વેળાએ ઢીલાં, ઘેરવાળાં કપડાં પહેરશો નહીં, સાડીનો છેડો સરખો બાંધી લેવો.

૩. સ્ટોવ પરથી તાપેલું વાસણ ઉતારતી વેળાએ હંમેશાં સાણશી અથવા ચીપિયાનો ઉપયોગ કરો. એ માટે ટૉવેલ, કપડું કે સાડીનો છેડો વાપરવો અત્યંત જોખમકારક હોય છે.

૪. ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતા વાયુની સગડી, સ્ટોવ અથવા ઓવ્હન ચાલુ હોય ત્યારે ઘરની બહાર જશો નહીં.

૫. ઘરમાં કોઈ ન હોય ત્યારે અથવા સૂઈ જતી વેળાએ મીણબત્તીઓ, તેલના દીવા ઓલવી નાખો.

૬. ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતા વાયુની સગડી અથવા સ્ટોવ હંમેશાં ઊંચાઈ પર રાખો. લાદી પર રાખશો નહીં.

૭. સગડી પર મૂઠ રહેલું વાસણ મૂકતી વખતે મૂઠ અંદરની બાજુએ રાખો.

૮. લાકડાનું કબાટ, પાટિયાં, પડદા, કપડાં ઇત્યાદિ જ્વલનશીલ વસ્તુઓ સગડી / સ્ટોવથી દૂર મૂકો.

૯. નાના બાળકોને રસોડામાં રમવા દેશો નહીં.

૧૦. માયક્રોવેવ્હ ઓવ્હનનો ઉપયોગ કરતી વેળાએ કાળજી લો. તે બાહ્યત: ભલે ઠંડા જણાતા હોય, તો પણ અંદરના પદાર્થોનું તાપમાન વધારે હોઈ શકે. ઓવ્હનમાંના પદાર્થોને જો આગ લાગે તો વીજળી પુરવઠો તરત જ બંધ કરો અને આગ ઓલવાય નહીં, ત્યાં સુધી ઓવ્હન ખોલશો નહીં.

૧૧. દીવાસળી સળગાવતી વેળાએ શરીરથી દૂર રાખો. બળતી દીવાસળી ફેંકવા પહેલાં તે પૂર્ણ રીતે ઓલવાઈ ગઈ હોવાની નિશ્ચિતી કરો.

૧૨. ચોખ્ખાઈ એ આગ ટાળવાની ઉપાયયોજનાનો પાયો છે.

(વિગતવાર વિવેચન માટે વાંચો : સનાતનનો ગ્રંથ ‘અગ્નિશમન પ્રશિક્ષણ’ )

આગામી કાળમાં ભીષણ આપત્તિમાંથી બચવા
માટે સાધના કરવી અને ભગવાનના ભક્ત થવું અપરિહાર્ય !

      ભાવિ આપત્કાળનો ધીરજથી સામનો કરી શકાય તે માટે સનાતનના ‘ભાવિ આપત્કાલીન સંજીવની’ આ ગ્રંથમાળામાં રહેલી વિવિધ ઉપચારપદ્ધતિઓ શીખી લો. ભલે ગમે તેટલી ઉપચાર પદ્ધતિઓ શીખી લો, તો પણ ત્સુનામી, ધરતીકંપ એવા ક્ષણમાત્રમાં સહસ્રો નાગરિકોની બલિ લેનારી મહાભયંકર એવી આપત્તિમાં જીવતા રહેશું, તો જ એનો ઉપયોગ કરી શકીશું ! આવી આપત્તિમાંથી આપણને કોણ બચાવી શકે, તો કેવળ ઈશ્વર જ !

ભગવાન આપણને બચાવે , એમ જો લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં न मे भक्तः प्रणश्यति । (અર્થ : મારા ભક્તોનો નાશ થશે નહીં.) એવું વચન તેમના ભક્તોને આપ્યું છે. તેનો અર્થ એમ કે, કોઈપણ આપત્તિમાંથી ઉગરી જવા માટે આપણે સાધના કરવી અનિવાર્ય છે. સાધના કેમ કરવી એ જાણી લેવા માટે –